________________
ચેતન-ગ્રંથો
૧૦૧ આપણી ચાહના છે, તેને કોણ અપનાવે ? માણસ છેવટે ભણે છે તે તો ગુલામ થવા માટે નહિ, પણ પોતે પોતાની મેળે ઊભો રહી શકે તે માટે જ. એટલે જો તત્ત્વજ્ઞાનના કે ઇન્ડોલૉજીના અભ્યાસીઓની આર્થિક ભૂમિકા સારી ન થાય તો એ ક્ષેત્રમાં પ્રથમ પંક્તિના માણસો નહિ પડવાના અને જો થર્ડ ક્લાસ (નીચી કોટિના) માણસો જ મળવાના હોય તો એવા હજારો માણસ કે એવી હજારો સંસ્થાઓથી પણ શું થઈ શકે ?
આ આર્થિક ભૂમિકા સારી થવાની સાથે સાથે તત્ત્વજ્ઞાન જેવા શુષ્ક લાગતા ક્ષેત્રને ખેડનારના કામનું મૂલ્યાંકન અને તેની વિદ્યાની પ્રતિષ્ઠા પણ થવી ઘટે. અત્યારે તો સ્થિતિ કેવળ અર્થપ્રધાન દૃષ્ટિવાળી જ પ્રવર્તે છે. એમાં મૂલ્યાંકન કે પ્રતિષ્ઠાને જાણે અવકાશ જ નથી રહ્યો. એક સાદો દાખલો લઈએ. તમારે કે મારે એક બહેન કે દીકરી હોય. તેની યોગ્ય ઉંમર થતાં એ કન્યા પોતે વ૨ પસંદ કરી શકે એવી ન હોય અને આપણે એના માટે વરની પસંદગી કરવાની હોય. વિજ્ઞાનશાસ્ત્રી અને તત્ત્વજ્ઞાનના અભ્યાસી વચ્ચે વરની પસંદગી કરવાની હોય તો પ્રતિષ્ઠા અને અર્થ બંને દૃષ્ટિએ વિજ્ઞાનશાસ્ત્રીની જ પસંદગી થવાની એ નિઃશંક છે. આનો અર્થ એ નથી કે તત્ત્વજ્ઞાનને આપણે નકામું ગણીએ છીએ. તત્ત્વજ્ઞાનની પણ પૂરેપૂરી જરૂરિયાત આપણે સ્વીકારીએ જ છીએ. ફેર માત્ર એટલો જ કે વ્યવહારમાં તત્ત્વજ્ઞાનને જે પ્રતિષ્ઠા અને આર્થિક ભૂમિકા મળવી ઘટે તે મળી નથી. પણ હવે આ સ્થિતિ વધુ વખત નભાવવા જેવી નથી, નહિ તો પ્રથમ પંક્તિના તત્ત્વજ્ઞાનના અભ્યાસીના ક્ષેત્રમાં આપણું દેવાળું જ નીકળી જવાનું. આ માટે આપણે આપણી વિભક્ત શક્તિઓને એકત્રિત કરવી ઘટે અને અત્યાર સુધી દ્રવ્ય (એટલે બાહ્ય વસ્તુ) ઉપર જે વજન મૂક્યું છે તેના બદલે ભાવ ઉપર વજન આપવું ઘટે. જો તાત્ત્વિક કામ ન થતું હોય તો કેવળ દ્રવ્ય (નાણું) ભેગું ક૨વાનો શો અર્થ છે ? મને તો લાગે છે કે દરેક સંસ્થાએ દ્રવ્યની મર્યાદા રાખવી ઘટે. જો યોગ્ય માણસો નહિ હોય તો એ નાણમાં શું કરી શકશે ? એટલે જેટલું બને તેટલું બધું નાણું શું માણસોને–ચેતન-ગ્રંથોને–તૈયાર કરવા પાછળ ખર્ચવું ઘટે અને તેથી માણસોને– ચેતન-ગ્રંથોને તૈયા૨ ક૨વા તરફ આપણી દૃષ્ટિ નથી તે સ્થિતિ હવે તો શીઘ્ર દૂર થવી જ ઘટે.
જો આમ નહિ થાય અને જેવું સત્ત્વહીન, દૃષ્ટિહીન અને બિનઉપયોગી સાહિત્ય અત્યાર લગી આપણે પ્રગટ કરતા રહ્યા છીએ એ જ પ્રવૃત્તિ જો ચાલુ રહી તો સાચે જ માનજો કે હવે વખત એવો આવ્યો છે કે સામે પૈસો આપવા છતાં એવું સાહિત્ય કોઈ વાંચશે નહિ. ખરી વાત તો એ હતી કે સંશોધનની પાશ્ચાત્ય પ્રગતિની સાથે સાથે જ લાંબા સમય પહેલાં જ ઊંચા પ્રકારે સંશોધિત સાહિત્યને પ્રગટ કરવાની જરૂર હતી. તે તો ન થયું, પણ હવે મોડા મોડા પણ આપણે જાગીએ અને જૂના સાથે વર્તમાન પરિસ્થિતિનો સમન્વય સાધીએ.
જૈન સમાજમાં જેનો અભાવ છે તે, જ્ઞાન અને જ્ઞાની પ્રત્યેની આદર અને બહુમાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org