________________
હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા ૦ ૮૩ હોય તો ક્ષત્રિયત્વની ભાવનાની બાબતમાં એ વાત શાને વિસારવી જોઈએ ? આર્ય ક્ષત્રિયત્વની ભાવનાનો ગીતાએ પ્રતિપાદેલ સિદ્ધાંત મૂળે તો એટલો જ છે કે આત્મરક્ષા કે સામાજિક સદ્ગણો કે અન્ય પ્રકારના ન્યાય માટે તેજસ્વી અને સમજદાર માણસોએ જાનને જોખમે પણ બધું જ કરી છૂટવું. જ્યાં લગી શૂરા ધર્મવીરોને શસ્ત્રનો માર્ગ જાણીતો હતો ત્યાં લગી તેઓએ તે આચર્યો. હવે બીજા કોઈ પુરુષમાં આર્ય ક્ષત્રિયત્વની ભાવના અન્ય રૂપે પ્રકટ ન જ થઈ શકે અથવા ન જ થવી જોઈએ એવું તો કાંઈ ગીતાએ કહ્યું નથી. ગાંધીજીએ તો આર્ય ક્ષત્રિયત્વની ભાવનાને જ એક નવો આકાર આપ્યો છે. એમણે શૌર્ય, નિર્ભયતા વગેરે બધા જ ક્ષત્રિયયોગ્ય સણોને વિકસાવવા ઉપર વધારેમાં વધારે ભાર આપી પોતાના જીવન દ્વારા એ બતાવી આવ્યું છે કે જન્મથી ક્ષત્રિય ન લેખાતો એવો માનવી પણ ક્ષત્રિય-મૂર્ધન્ય થઈ શકે છે અને તે પણ શસ્ત્ર ઉઠાવ્યા વિના કે વિરોધીનું ગળું કાપ્યા વિના. એટલે પુરાણીની જ ભાષામાં કહેવું હોય તો એમ કહી શકાય કે ગીતાએ પ્રતિપાદેલ શસ્ત્રધારીનું ક્ષત્રિયત્વ પૂર્ણ થયું અને ગાંધીજીનું અહિંસક ક્ષત્રિયત્વ નવે રૂપે અવતર્યું. આર્ય પ્રજામાં કાંઈ પણ આર્યત્ન જેવી વિશેષતા હોય તો તે ગાંધીજીએ સિદ્ધ કરી બતાવી છે. એટલે આ બાબતમાં પુરાણીએ આર્ય ક્ષત્રિયધર્મના નાશથી ડરવાની જરૂર નથી.
આત્મા નિત્ય કૂટસ્થ હોઈ હણ્યો હણાતો નથી અને દેહ તો વિનશ્વર જ છે એ ગીતાના કથનનો આશ્રય લઈ પુરાણીએ તેનો ભારે દુરુપયોગ કર્યો છે. તેઓ કહે છે, ‘હિંસાથી આત્મા તો નાશ પામતો નથી. શરીરની હિંસાને એટલું બધું મહત્ત્વ આપવું એ પણ એક લેખે અતિશયોક્તિભરેલું લાગે છે. ગીતાનું એ મંતવ્ય તાત્ત્વિક રૂપે ખોટું નથી, પણ તેનો ઉપયોગ કયા હેતુસર ક્યાં અને કેવી રીતે કરવો એ જ પ્રશ્ન છે. પુરાણીનું કથન વાચકમાં અહિંસાવૃત્તિને ઉત્તેજવા કરતાં હિંસાવૃત્તિને વધારે ઉત્તેજે એવું છે. સાધારણ રીતે મનુષ્યમાત્રમાં હિંસાનો – બીજાનો ભોગ લેવાનો – સંસ્કાર જેટલો પ્રબળ હોય છે તેટલો બીજા માટે ઘસાવાનો સંસ્કાર પ્રબળ નથી હોતો. એટલે પુરાણીનું વિધાન વાંચનાર સામાન્ય માણસ એમ જ માનવા પ્રેરાય કે આત્મા તો હણાતો નથી અને દેહ તો આપણે ન મારીએ તોય મર્યા વિના રહેવાનો નથી. તેથી જ્યારે આપણી પ્રવૃત્તિથી બીજાનો દેહ નાશ પામે કે ઘસાય ત્યારે તેમાં આપણે કશું નવું ઉમેરતા નથી. આવી સમજણ છેવટે કૂરતામાં જ પરિણામ પામે. ગીતાનું ઉક્ત કથન એ જ અર્થમાં સાચું છે કે ઉચ્ચ ધ્યેય સાધવા કે સારું કામ કરવામાં મરણથી ન ડરવું. દેહરખું ન થવું. ગમે તેટલું ઘસાવું પડે તોય પોતાની જાતને ઘસીને પણ વ્યક્તિ તેમ જ સમાજને ઊંચે ઉઠાવવામાં પાછી પાની ન કરવી. ગાંધીજીએ ગીતાનો એ અર્થ જીવનમાં જીવી બતાવ્યો છે, ને તેને જ બળે અત્યાર લગી નહિ ખેડાયેલાં એવાં રાજકીય, સામાજિક વગેરે અનેક ક્ષેત્રોમાં પણ તેમણે નવી અહિંસક પદ્ધતિનું દર્શન કરાવ્યું છે. ગાંધીજીએ જીવી બતાવેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org