________________
૭. સુગતના મધ્યમમાર્ગઃ શ્રદ્ધા ને
મેધાનો સમન્વય
જીવનમાત્રના, ખાસ કરી માનવજીવનના, મુખ્ય બે પાયા છે : શ્રદ્ધા અને મેધા. આ બંને એકમેકથી કદી તદ્દન છૂટા પડી શકતા જ નથી, ભલે કયારેક કોઈમાં એકની પ્રધાનતા અને બીજાની અપ્રધાનતા-ગૌણતા હોય. જ્યાં અને જ્યારે શ્રદ્ધા તેમ જ બુદ્ધિનો સંવાદ, સુમેળ થા પરસ્પરની પુષ્ટિ તેમ જ વૃદ્ધિ કરે એવો સમન્વય થવા પામે છે ત્યાં અને ત્યારે માનવજીવન ખીલી ઊઠે છે. જેટલા પ્રમાણમાં એ સંવાદ વધારે તેટલા પ્રમાણમાં માનવજીવનની દીપ્તિ વિશેષ. બુદ્ધના જીવનને યોગ્ય રીતે સમજવાનો માપદંડ આ સત્ય ઉપર પ્રતિષ્ઠિત છે. ગ્રીક અને સેમેટિક વિચારધારા
આપણે ઈતિહાસથી જાણીએ છીએ કે ગ્રીસમાં મેધા યા બુદ્ધિશક્તિના વિકાસ ઉપર વધારે પડતો ભાર અપાયેલો, જેને લીધે ત્યાં તત્ત્વચિંતન તેમ જ અનેક ક્ષેત્રોને સ્પર્શતી મુક્ત વિચારધારાઓ અને સ્વતંત્ર ચર્ચાઓ ખીલી; તેમાંથી આંજી દે એવો બૌદ્ધિક ચમકાર અસ્તિત્વમાં આવ્યો, પરંતુ ત્યાં બૌદ્ધિક ચમકારાને જોઈએ તેવું ધાર્મિક બળ યા તો એ સૂક્ષ્મ ચિંતનને જીવનમાં યોગ્ય રીતે ઉતારવાનું શ્રદ્ધાબળ ન ખીલ્યું.
બીજી બાજુ આપણે એ પણ જાણીએ છીએ કે સેમેટિક વાહૂદી, આરબ આદિ) પ્રજામાં મુખ્યપણે શ્રદ્ધાબળ પ્રગટ્યું. તેથી ત્યાં ખાસ ખાસ માન્યતાઓને જીવનમાં વણી લેવાનો પુરુષાર્થ વિશેષ થયો. ગ્રીસની સૂક્ષ્મ બુદ્ધિ શ્રદ્ધામૂલક ધર્મના યોગ્ય ટેકા વિના માત્ર ફિલસૂફીમાં મુખ્યપણે પરિણમી, તો સેમેટિક પ્રજાની શ્રદ્ધામૂલક ધર્મવૃત્તિ તત્ત્વચિંતનના સમર્થ પ્રકાશની મદદ વિના ગતિશૂન્ય ચોકઠામાં મુખ્યપણે પુરાઈ રહી. અલબત્ત, એ બંને દાખલાઓમાં થોડાક અપવાદો તો મળી જ આવવાના.
ભારતની સ્થિતિ પહેલેથી સાવ જુદી રહી છે. વેદકાળ કે ત્યારપછીના કાળમાં બુદ્ધિ અને શ્રદ્ધાની જે જે ભૂમિકા રચાતી આવી છે ત્યાં સર્વત્ર શ્રદ્ધામૂલક ધર્મ અને
બુદ્ધિમૂલક તત્ત્વચિંતન એ બંને સાથે જ ખીલતાં રહ્યાં છે. ક્યારેક કોઈ વર્તુળમાં શ્રદ્ધાનું Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org