________________
તથાગતની વિશિષ્ટતાનો મર્મ • ૫૧ પાછળની લગનીમાં જ દેખાય છે. બેશક, તે કાળે અને તેથી પહેલાં પણ, આત્મૌપજ્યના પાયા ઉપર અહિંસાની પ્રતિષ્ઠા થયેલી હતી; સર્વભૂતહિતેરતઃ અને મૈત્રીની ભાવના જ્યાંત્યાં ઉપદેશાતી, પરંતુ બુદ્ધની વિશેષતા બ્રહ્મતત્ત્વ યા બ્રહ્મદેવના સ્થાનમાં બહ્મવિહારની પ્રતિષ્ઠા કરવામાં છે. આપણે અત્યાર લગીનાં પ્રાપ્ત સાધનો દ્વારા એ નથી જાણતા કે બુદ્ધ સિવાય બીજા કોઈએ બહ્મવિહારની વ્યાપક ભાવનાનો એટલો સુરેખ અને સચોટ પાયો નાખ્યો હોય. બૌદ્ધવામયમાં જ્યાં ને ત્યાં આ બ્રહ્મવિહારનું જેવું વિશદ અને હૃદયહારી ચિત્ર આલેખાયેલું મળે છે તે બુદ્ધની વિશેષતાનું સૂચક પણ છે. જ્યારે બુદ્ધને મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એ ચાર ભાવનાઓમાં માનવજાતિના સુખનો માર્ગ દેખાયો ત્યારે તેમને પોતાની બીજી શોધ સધાયાની દઢ પ્રતીતિ થઈ અને પછી તેમણે એ જ ભાવનાઓને બ્રહ્મવિહાર કહી માનવજાતિને સૂચવ્યું કે તમે અગમ્ય અને અકળ બ્રહ્મતત્ત્વની જટિલ ચર્ચા કરશો તો છેવટે તમારે સાચી શાંતિ માટે આ બ્રહ્મવિહારનો આશ્રય લેવો પડશે. એ જ વ્યવહારુ અને જીવનમાં પ્રયત્નશીલ સૌને સુલભ એવું બ્રહ્મ છે. જો બુદ્ધના આ બ્રહ્મવિહારનો આપણે માનવજાતિના સ્થિર સુખના પાયા લેખે વિચાર કરીએ તો સમજાયા વિના નહિ રહે કે એ કેવી જીવનપ્રદ શોધ છે. બુદ્ધે પોતાના આખા જીવનમાં જે નવા નવા રૂપે અનેક ઉપદેશો કર્યા છે, તેના મૂળમાં આ બ્રહ્મવિહારનો વિચાર જ તરવરે છે – જેમ ગાંધીજીની અનેકવિધ પ્રવૃત્તિમાં સત્ય અને અહિંસાની પ્રબળ વૃત્તિ તરવરે છે તેમ.
કહેવાય છે કે પ્રતીત્યસમુત્પાદ અને ચાર આર્યસત્ય એ બુદ્ધની વિશેષતા છે, પણ આ કથનમાં મૌલિક વજૂદ નથી. બુદ્ધના પહેલાંથી જ ભારતીય આધ્યત્મિકો એ નિર્ણય ઉપર આવેલા હતા કે અવિદ્યાથી તૃષ્ણા અને તૃષ્ણામાંથી જ બીજાં દુ;ખો જન્મ છે. આ વિચારને બુદ્ધે પોતાની રીતે પ્રતીત્યસમુત્પાદના નામથી વિકસાવ્યો અને વિસ્તાર્યો એટલું જ. એ જ રીતે ચાર આર્યસત્યો પણ બુદ્ધના પહેલાંથી સાધકો અને યોગીઓમાં જાણીતાં હતાં; એટલું જ નહિ, પણ ઘણા તપસ્વીઓ અને ત્યાગીઓ એ સત્યોને આધારે જીવન ઘડવા પ્રયત્ન પણ કરતા. જૈન પરંપરાનાં આસ્ત્રવ, બંધ, સંવર અને મોક્ષ એ ચાર તત્ત્વો કાંઈ મહાવીરની પ્રાથમિક શોધ નથી; એની પરંપરા પાર્શ્વનાથ સુધી તો જાય જ છે. એ જ ચાર તત્ત્વો ઉપનિષદોમાં પણ જુદે જુદે નામે મળે જ છે અને કપિલના પ્રાચીન સાંખ્યનો આધાર પણ એ જ ચાર તત્ત્વ છે. પ્રતીત્યસમુત્પાદ કે ચાર આર્યસત્ય એ બુદ્ધની મૌલિક વિશેષતા નથી, તોય એને આધારે ઉચ્ચ જીવન ઘડવાની રીત એ બુદ્ધની આગવી જ રીત છે. જ્યારે એમણે નિર્વાણના ઉપાય લેખે આર્યઅષ્ટાંગિકમાર્ગ નિરૂપ્યો ત્યારે એમણે વર્તમાન જીવનમાં આંતરબાહ્ય શુદ્ધિ આણવા ઉપર વધારેમાં વધારે ભાર મૂક્યો.
પરંતુ હા, આમાંય બુદ્ધની વિશેષતા હોય તો ચોક્કસપણે એ છે કે તેમણે વિચાર અને આચારની સાધનામાં મધ્યમમાર્ગી વલણ સ્વીકાર્યું. જો તેમણે આવું વલણ સ્વીકાર્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org