________________
પ૬ પરિશીલન સમાનપણું સાધવું. આ વૃત્તિઓને મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા એમ ચાર ભાગમાં વહેંચવામાં આવી છે. એનું મહત્ત્વ શ્રી ધર્માનંદ કોશાંબીએ પાલિગ્રંથોને આધારે દર્શાવ્યું છે તે તેમના જ શબ્દોમાં ટૂંકમાં વાંચીએ: “માતા જેમ ધાવણા છોકરાનું મૈત્રીથી પ્રેમથી પાલન કરે છે, તે માંદું થાય ત્યારે કરુણાથી તેની સેવા કરે છે, પછી વિદ્યાભ્યાસાદિકમાં તે હોશિયાર થાય એટલે મુદિત અંત:કરણથી તેને થાબડે છે, અને ત્યાર પછી જ્યારે તે સ્વતંત્રપણે સંસાર શરૂ કરે અથવા પોતાના મતથી વિરુદ્ધ રીતે વર્તવા લાગે ત્યારે તેની ઉપેક્ષા કરે છે; કદી તેનો દ્વેષ કરતી નથી અને તેને મદદ કરવા હંમેશ તૈયાર થાય છે, તે પ્રમાણે જ મહાત્માઓ આ ચાર શ્રેષ્ઠ મનોવૃત્તિઓથી પ્રેરિત થઈને જનસમૂહનું કલ્યાણ કરવા તત્પર હોય છે.'
ગૂઢ અને અણઊકલ્યા પ્રશ્નોથી વેગળા રહેવાનું બુદ્ધનું વલણ સમજવા માટે તેમનો માલુંકશ્યપુત્ર સાથેનો વાર્તાલાપ ટૂંકમાં જાણી લેવો ઠીક થશે. ક્યારેક માલુકયપુત્રે બુદ્ધને પૂછ્યું કે, “તમે તો બીજા આચાર્યો નિરૂપે છે તેમ જ્ઞતના આદિ, અંત કે મૂળ કારણ વિશે તેમ જ નિર્વાણ પછીની સ્થિતિ આદિ વિશે કાંઈ કહેતા નથી. તો હું તમારો શિષ્ય રહી નહિ શકું.' બુદ્ધ જવાબ આપતાં કહે છે કે, જ્યારે મેં તને શિષ્ય બનાવ્યો ત્યારે શું વચન આપેલું કે એવા અવ્યાકૃત પ્રશ્નોનો હું જવાબ આપીશ? શું તે પણ એમ કહેલું કે જો એવા પ્રશ્નોનો જવાબ નહિ આપો તો હું શિષ્ય રહી નહિ શકું?’ માલુક્યપુત્રે કહ્યું, “ના, એવો કોઈ કરાર હતો જ નહિ” બુદ્ધ કહે છે, તો પછી શિષ્યપણું છાંડવાની વાત યોગ્ય છે?” માલુક્યઃ “ના.” આટલાથી માલુંક્યનો ઉકળાટ તો શમ્યો, પણ બુદ્ધ એટલામાત્રથી પતાવી દે તેવા ન હતા. આગળ તેમણે એવી એક વેધક ઉપમા આપી, જે બુદ્ધનું વલણ સ્પષ્ટ કરે છે.
બુદ્ધ કહે છે કે, કોઈ ઝેરી બાણથી ઘવાયો હોય. તેના હિતચિંતકો તેના શરીરમાંથી એ બાણ કાઢવા તત્પર થાય ત્યારે પેલો ઘવાયેલ તેમને કહે કે મને પ્રથમ મારા નીચેના પ્રશ્નોનો જવાબ આપો, પછી બાણ કાઢવાની વાત. મારા પ્રશ્નો એ છે કે બાણ માણનાર કઈ નાતનો છે? કયા ગામનો, કયા નામનો અને કેવા કદનો છે ? ઇત્યાદિ. તે જ રીતે એ બાણ શેમાંથી અને કેવી રીતે બન્યું તથા ધનુષ અને દોરી એ પણ શેનાં અને કોણે બનાવ્યાં છે? વગેરે. આ પ્રશ્નોનો જવાબ ન મળે ત્યાં લગી જો વાગેલ બાણ તે પુરુષ કાઢવા ન દે તો શું એ બચી શકે?’ માલ્કયપુત્ર કહે, “નહિ જ.' બુદ્ધ કહે, “તો પછી જે ગૂઢ ને હંમેશને માટે અણઊકલ્યા પ્રશ્નો છે એવા પ્રશ્નોના ઉત્તર સાથે બ્રહ્મચર્યવાસ યા સંયમસાધના યા જીવનશુદ્ધિના પ્રયત્નનો શો સંબંધ છે? માલુંક્યપુત્ર, ધાર કે વિશ્વ શાશ્વત યા અશાશ્વત, નિર્વાણ પછી તથાગત રહે છે કે નહિ ઈત્યાદિ તેં જાણ્યું ન હોય, તેથી તારી સંયમસાધનામાં શું કાંઈ બાધા આવવાની ? વળી, હું જે તૃષ્ણા અને તેનાથી ઉદ્ભવતાં દુઃખોની વાત કહું છું અને તેના નિવારણનો ઉપાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org