________________
૨૪ • પરિશીલન
હે અગ્નિવેમ્સન, બીજા એક ઉદ્દક રામપુત્ર નામના યોગીનો ભેટો થયો. તેની પાસેથી હું નેહસંજ્ઞાના સંજ્ઞાયતન નામની સમાધિ શીખ્યો. તેણે પણ મને પોતાના પંથમાં રાખવા અને ઊંચું પદ આપવા લલચાવ્યો, પણ મારા આંતરિક અસમાધાને મને ત્યાંથી છૂટો કર્યો. મારું અસમાધાન એ હતું કે ધ્યાન એ એકાગ્રતા માટે ઉપયોગી છે, પણ નાય ધો સંવાધા- અર્થાત્ આ ધર્મ સાર્વત્રિક જ્ઞાન અને સાર્વત્રિક સુખનો નથી. પછી હું એવા માર્ગની શોધ માટે આગળ ચાલ્યો. હે અગ્નિવેમ્સન, એમ ફરતાં ફરતાં રાજગૃહમાં આવ્યો. ત્યાં કેટલાય શ્રમણપંથો હતા, જેઓ જાતજાતની ઉગ્ર તપસ્યા કરતા. હું પણ રાજગૃહથી આગળ વધી ઉરુવેલા(હાલનું બુદ્ધગયા)માં આવ્યો, અને અનેક પ્રકારની કઠોર તપસ્યા કરવા લાગ્યો. મેં ખોરાકની માત્રા તદ્દન ઓછી કરી નાખી અને તદ્દન નીરસ અનાજ લેવા લાગ્યો. સાથે જ મેં શ્વાસોચ્છવાસ રોકી સ્થિર આસને બેસી રહેવાનો પણ સખત પ્રયત્ન કર્યો.
પરંતુ હે અગ્નિવેમ્સન, તે ઉગ્ર તપ અને હઠયોગની પ્રક્રિયા આચરતાં મને એવો વિચાર આવ્યો કે હું જે અત્યંત દુઃખકારી વેદના હાલ અનુભવી રહ્યો છું તેવી ભાગ્યે જ બીજાએ અનુભવી હશે. છતાં આ દુષ્કર કર્મથી લોકોત્તર ધર્મનો માર્ગ લાધે એવું મને લાગતું નથી. તો હવે બીજો કયો માર્ગ છે, એની ઊંડી વિમાસણમાં હું પડ્યો. તેવામાં, હે અગ્નિવેમ્સન, મને નાની ઉંમરના અનુભવનું સ્મરણ થઈ આવ્યું.
સ્મરણ એ હતું કે હું કયારેક નાની ઉમરે પિતાજી સાથે ઘરના ખેતરમાં જાંબુડાના ઝાડ નીચે છાયામાં બેસી સહજભાવે ચિંતન કરતો અને શાતા અનુભવતો. હે અગ્નિવેમ્સન, મને એમ લાગ્યું કે એ મધ્યમમાર્ગી રસ્તો તો સાચો ન હોય ? તો એ માર્ગે જતાં હું શા માટે ડરું? એવા વિચારથી મેં ઉપવાસ આદિ દેહદમન છોડી, દેહપોષણ પૂરતું અન લેવું શરૂ કર્યું. આ શરૂઆત જોતાં જ મારા નજીકના સાથીઓ અને પરિચારકો, હું સાધનાભ્રષ્ટ થયો છું એમ સમજી, મને છોડી ગયા. હું એકલો પડ્યો, પણ મારો આગળની શોધનો સંકલ્પ તો ચાલુ જ રહ્યો. યોગ્ય ને મિત ભોજનથી મારામાં શક્તિ આવી અને હું શાંતિ અનુભવવા લાગ્યો.”
તે સમયે સામાન્ય લોકવ્યવહારને અનુસરીને બોધિસત્ત્વ દેહદમન આદિના માર્ગને અનુસર્યા, પણ તે વખતે તેમના મનનો સમસ્ત વિચાઅવાહ તે જ દિશામાં વહેતો એમ નથી માનવાનું. સામાન્ય માણસને સમુદ્ર એકસરખો જ દેખાય છે, પરંતુ તેમાં પરસ્પર વિરુદ્ધ દિશામાં વહેનારા પુષ્કળ પ્રવાહો હોય છે. તે પ્રમાણે બોધિસત્ત્વના ચિત્તમાં પણ વિરોધી અનેક વિચાપ્રવાહો વહેતા હતા. તેમનું આ માનસિક ચિત્ર જ્યારે બુદ્ધ અગ્નિવેમ્સનને ઉદ્દેશી પોતાને સૂઝેલી ત્રણ ઉપમાઓ કહે છે ત્યારે સ્પષ્ટ ઊપસી આવે છે. તે ત્રણ ઉપમાઓ આ રહી :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org