________________
હિન્દી સંસ્કૃતિ અને અહિંસા • ૨૧ અપાયો છે એ વિશે શંકા નથી; પણ સામાન્ય લોકોનાં મનમાં એવી છાપ છે કે જૈન ભિક્ષુકો માત્ર દેહદમનને જ તપ કહે છે તે તદ્દન ભ્રાંતિ છે. ભગવાન મહાવીર કઠોર તપને કારણે જ દીર્થ તપસ્વી કહેવાયા, પણ એ કોઈએ ભૂલવું ન જોઈએ કે એમના તપમાં દેહદમન એ તો માત્ર સાધન તરીકે જ હતું. તેમનું મુખ્ય અને સાધ્ય તપ તો ધ્યાન, ચિત્તશુદ્ધિ આદિ આત્યંતર તપ જ હતું. ભગવાન મહાવીરના આખા જીવનનો ઝોક આત્યંતર તપ, માનસિક તપ કે આધ્યાત્મિક તપ તરફ જ હતો. બાહ્ય તપની કિંમત એમને મન આત્યંતર તપમાં ઉપયોગી થવા પૂરતી જ હતી. કેવળ દેહદમન જેવા બાહ્ય તપનો તો એમણે વિરોધ કરેલો, તે ભગવતી જેવા પ્રામાણિક ગ્રંથોમાં દેખાય છે. તેથી સિદ્ધ થાય છે કે મહાવીરની તપસ્યા મુખ્યત્વે આત્મશુદ્ધિલક્ષી હતી, જેને જૈનો આત્યંતર તપ કહે છે. હવે જો પાર્શ્વની પરંપરામાં માત્ર દેહદમન કે બાહ્ય તપને જ સ્થાન હોત અને ભગવાન મહાવીરે એમાં સુધારો કરી પાછળથી આત્યંતર તપને સ્થાન આપ્યું હોત તો જૈન શાસ્ત્રોમાં એ સુધારાની નોંધ જરૂર હોત; કારણ, પાર્થની પરંપરામાં પ્રચલિત ચાતુર્યામના સ્થાનમાં પંચયામની અને બીજી નિત્ય પ્રતિક્રમણ જેવી સામાન્ય બાબતોની મહાવીરે જે સુધારણ કરી તેની નોંધ અતિ આદર અને અતિ કાળજીપૂર્વક જો જૈન પરંપરા આજ સુધી રખાતી આવી છે તો પાર્શ્વની પરંપરાના માત્ર દેહદમન પૂરતા તપમાં મહાવીરે સુધારો કર્યાની વાત જૈનો કદી ભૂલત જ નહિ. ભગવાન મહાવીર પહેલાં જૈન પરંપરામાં પૂર્વ કૃતના અસ્તિત્વની અને કર્મતત્ત્વ વિશે કાંઈક વિશિષ્ટ સાહિત્ય હોવાની સાબિતી મળે છે, જે પાર્થના સંઘની માત્ર નિષ્ક્રિયતાની વિરુદ્ધનો પુરાવો છે. લિંગપૂજાનાં મૂળ અને તેના પ્રચારમાં જૈન શ્રમણોનો પણ કાંઈક હિસ્સો હોવાની કોસાંબીજીની કલ્પના છે. મને એ બરાબર લાગતું નથી. જૈન પરંપરામાં સમયે સમયે શિથિલાચાર દાખલ થવાના પુરાવાઓ મળે છે, પણ લિંગ જેવી બીભત્સ અને ખુલ્લી અનાચાપ્રધાન પદ્ધિતમાં ક્યારે પણ એ ઘસડાયા હોય એમ જણાતું નથી. ઊલટું, ઘણે સ્થળે પ્રાચીન ગ્રંથોમાં જેને લોકોએ મહાદેવ અને લિંગપૂજાનો પ્રબળ પરિહાસ કર્યો છે.
કોશાબીજી પ્રત્યે પૂરો આદર હોવા છતાં સમગ્રભાવે પુસ્તકની શૈલી વિશે જે છાપ પડે છે તે જણાવી દેવી યોગ્ય છે. મારા ઉપર એકબે વાર પુસ્તક વાચનથી જે છાપ પડી તેની ચોકસાઈ કરવા મેં બે-ચાર અસાંપ્રદાયિક માનસવાળા અને પૂરા કેળવાયેલ, કે જેમણે આ પુસ્તક વાંચ્યું હતું અગર મારા કહેવાથી વાંચ્યું, તેમની સાથે ચર્ચા કરી. એ બાબતમાં સૌનો અભિપ્રાય એક જ પ્રકારનો જણાયો કે કોશાબીજીએ ભલે ઉદાર મન અને અસાંપ્રદાયિક ભાવે લખવા ઇચ્છર્યું હોય, છતાં તેનું વાચન ઊલટી જ અસર કરે છે, કોઈ પણ વાચક ઉપર એ છાપ પડવી લગભગ અનિવાર્ય છે કે લેખક મુખ્યપણે બ્રાહ્મણવર્ગ અને બ્રાહ્મણ સંસ્કૃતિનો જ કડકમાં કડક વિરોધી છે.
વાચકને અનેક વાર મનમાં એમ થઈ આવે છે કે જે બ્રાહ્મણવર્ગ ઉપર અને જે બ્રાહ્મણ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org