________________
હિન્દી સંસ્કૃતિ અને અહિંસા ૨૩ હોય તેના ગુણો તો વધારેમાં વધારે સાવધાનીથી જોવા ને દોષોની પણ સખત ટીકા કરવી એ મારી સમજ મુજબ અહિંસક રીત છે. એવી સ્થિતિ છતાં બ્રાહ્મણ વર્ગની ટકા કરતાં કોસાંબીજીની શૈલી વાચક ઉપર એવી છાપ પાડે છે કે જાણે તે બ્રાહ્મણવર્ગ અને બ્રાહ્મણ જાતિના કટ્ટર વિરોધી હોય – જોકે હું અને બીજા જાણીએ છીએ કે કોસાંબીજી પોતે જ મૂળમાં બ્રાહ્મણ છે ને તેમના મનમાં એવો દ્વેષ છે જ નહિ.
ભગવદ્ગીતા વિશે કોસાંબીજી જ્યારે લખે છે ત્યારે તેમની કલ્પના ચાતુરી અને કાવ્યશક્તિ વિશે માન ઊપજયા વિના રહેતું નથી. એ છતાંય કોશાબીજી ગીતા વિરુદ્ધ કહે છે, તે જરાય ગળે ઊતરતું નથી. ગીતામાં જે કાંઈ સુંદર અને સાત્ત્વિક ભાગ છે તે બૌદ્ધ પરંપરાનો પ્રભાવ છે, તેમ જ ગીતાની રચનાના સમય વિશે તેમણે બાંધેલ કલ્પનાઓનો પુલ એ બધું તર્કથી વેગળું લાગે છે. એમ તો હરકોઈ માણસ પોતાના માનીતા ને પ્રિય સંપ્રદાય કે સાહિત્ય વિશે એમ કહી શકે કે એની જ છાપ બીજા સંપ્રદાયો ને બીજા સાહિત્ય ઉપર છે. જૈન લોકો પણ એ જ રીતે ગીતાની બાબતમાં પોતાની કલ્પના દોડાવી કહી શકે કે તેમાં પ્રતિપાદેલી અહિંસા, ભૂતદયા અને બીજા સાત્ત્વિક ગુણો એ તો જૈન અસરને લીધે છે. ખરી રીતે ગીતામાં જે ગૌરવ અને જે ગાંભીર્ય છે તે માત્ર કોઈ એક કવિ કે વિદ્વાન અનુભવ સિવાય આણી શકે નહિ. વળી કોસાંબીજીએ ગીતાનું સ્થાન આંકતાં જે સારાનરસા ભાગનું પૃથક્કરણ કરી એમાં મૌલિકતાનો અભાવ બતાવ્યો છે તે તો તર્કની દૃષ્ટિએ ઉપહાસનીય લાગે છે. જેમ ભદંત નાગસેને રાજા મિલિન્દ સામે એક રથનો દાખલો લઈ પૃથક્કરણ કરતાં બતાવ્યું કે પૈડાં, આરા, ધરી આદિ અવયવો સિવાય રથ જેવી કોઈ એક વસ્તુ નથી, એ જ રીતે એ અવયવો પણ પરમાણુ-પુંજ સિવાય બીજું કાંઈ નથી; મતલબ કે છેવટે એક એક અંશને અલગ અલગ તપાસતાં સમૂહ કે અખંડ સૌંદર્ય જેવી વસ્તુ જ નથી રહેતી. તે જ પ્રમાણે કોસાંબીજી બારીક પૃથક્કરણ કરી ગીતાના એક એક ભાગને છૂટો પાડી તેનું અખંડત્વ અને સામૂહિક સૌંદર્ય જોવા વિરુદ્ધ દલીલ કરે તો એ જ તર્ક ભગવાન બુદ્ધના પ્રત્યેક ઉપદેશમાં લાગુ પાડતાં તેમાં મૌલિકત્વ જેવું શું બતાવી શકાય ? આર્ય-અખંગિક માર્ગ લો, તો એના એકએક છૂટા છૂટા અંશો પ્રથમથી જ પ્રજાજીવનમાં અને શાસ્ત્રોપદેશોમાં હતા એમ કહી શકાય. ચાર આર્ય સત્યો પણ નવાં તો નથી જ. જો એવી દલીલ કરવામાં આવે કે પ્રથમથી કે સમાન કાળમાં એ તત્ત્વો હોવા છતાં બુદ્ધે પોતાની ઢબે જીવનમાં એ તત્ત્વો પચાવી લોકોપયોગી થાય એવી રીતે એનો ઉપદેશ કર્યો એ જ બુદ્ધનું વૈશિસ્ત્ર, તો ગીતાની બાબતમાં પણ એમ કાં ન કહી શકાય ? અહિંસા અને હિંસા એ બે વિરોધી તત્ત્વોનો મેળ એમાં કેવી રીતે બેસે એ પ્રશ્ન ખરો, પણ એનું સમાધાન તો બ્રાહ્મણ સાહિત્યની સર્વપ્રકૃતિમૂલક ઔત્સર્ગિકતામાં છે, એમ મને લાગે છે. એટલે કે
ગુણકર્મમૂલક વર્ણધર્મ એ બ્રાહ્મણ ધર્મનું એક મહત્ત્વનું અંગ રહેલું છે. શસ્ત્રયુદ્ધ એ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org