________________
જ છે પરિશીલન એ આવશ્યક હોય છે. દેહગત વાસનાઓને કાબુમાં લઈ રોકવાને માટે જે આત્મિક શક્તિનો આપણે ઉપયોગ કરીએ છીએ તેને જ શમ-દમ નામ આપેલું છે. શમ અને દમ બંનેમાંથી પહેલાં શેના ઉપર ભાર આપવો એનો ખુલાસો પણ સ્વાભાવિક જ છે: બાહ્ય ટેવો બદલવાથી સ્વભાવ આપોઆપ બદલાય છે એ સાચું અને એ વાત પણ ખરી છે કે સ્વભાવમાં ફેરફાર થવાથી ટેવોને નવું વલણ મળ્યા વિના રહેતું નથી. એટલે સાધકોએ અને સમાજના આગેવાનોએ બંને બાજુથી શરૂઆત કરવી જોઈએ.’
છઠ્ઠા પ્રકરણમાં તેજની વિશદ ચર્ચા કર્યા પછી કાકાએ સાતમા પ્રકરણમાં યજ્ઞ, દાન અને તપ એ ત્રણ ગુણોની એકસાથે મીમાંસા કરી છે. આપણે બધા જ તપનો રૂઢ અર્થ જાણીએ છીએ. ભારતમાં તપના જેટલા પ્રયોગો થયા છે અને જેટલા કાળથી તેનાં વિવિધ સ્વરૂપો ખીલતાં ખીલતાં છેવટે તે બહુરૂપી બન્યું છે તેનો ઇતિહાસ ભારતીય વાડુમયમાં અને બધી ભારતીય ધર્મપરંપરાઓમાં જીવિત છે. એક રીતે ભારતને તપોભૂમિ કહી શકાય. કઠણમાં કઠણ તપથી માંડી સહેલામાં સહેલા અને વધારેમાં વધારે સગવડકારક તપોની સૃષ્ટિ ભારતીય જીવનમાં વ્યાપેલી છે, તેમ છતાં અનેક બાબતોમાં ભારતીય સમાજની પામરતા જાણીતી છે. આનું મૂળ કારણ પકડી કાકાએ તપનો અર્થ એવી રીતે વિસ્તાર્યો છે કે તે તેના બાહ્ય બહુરૂપીપણાને સજીવ બનાવી શકે. તપની વ્યાપક વ્યાખ્યા હરકોઈ વાચકના ધ્યાનમાં સહેલાઈથી ઊતરી શકે તે માટે તેમણે પોતાના પૌરાણિક જ્ઞાનસંગ્રહમાંથી ગંગાને હિમાલયથી નીચે આણનાર જહુનુનો દાખલો બહુ જ આકર્ષક રીતે યંકયો છે અને બીજા પણ દાખલા સૂચવ્યા છે.
વિચારના વિકાસ સાથે જ આચારનો વિકાસ થાય છે. બંનેનો સંવાદી વિકાસ એ જ સામાજિક સંસ્કૃતિનો વિકાસ. જેમ જેમ સંસ્કૃતિ વિકસતી જાય તેમ તેમ પ્રાચીન શબ્દોમાં નવા અર્થના સ્તરો ઉમેરાતા જ જવાના. યજ્ઞ શબ્દ પ્રાચીન ટંકશાળમાં તૈયાર થયો; ત્યાર બાદ કલ્પી ન શકાય એટલા તેના અર્થો ખીલતા અને સમાજમાં રૂઢ પણ થતા ગયા છે. કાકાએ એના અર્થવિકાસનો ઇતિહાસ ધ્યાનમાં રાખી સામાજિક મોક્ષને સિદ્ધ કરી શકે એવો તેનો સ્થિર અર્થ સરળ શબ્દોમાં કર્યો છે. એ અર્થ સહેલાઈથી સમજી શકાય અને સામાજિક પ્રવૃત્તિમાં તેનો અમલ કરવાનું બળ મળે તે હેતુથી તેમણે પોતાના હિમાલયનો પ્રવાસ'માંથી સાર્વજનિક વાસણ માંજવાનાં પરિણામ અને શૌચક્રિયા વખતે પ્રથમથી નહિ, પણ પછી ઉપર માટી નાખવાના લાભ સૂચવતા બે દાખલાઓ ટાંક્યા છે. આ દાખલા સામાન્ય જેવા લાગવા છતાં તેનું પ્રેરક બળ અસાધારણ છે. તપ અને યજ્ઞ વચ્ચેનું તારતમ્ય પણ તેમણે એક સુંદર દાખલાથી સમજાવ્યું છે. “કૂવામાંનું પાણી હાથથી પંપ ચલાવીને ઉપલા માળ ઉપરની ટાંકીમાં લઈ જવું એ થયું ત૫. ઉપર આવેલી યંકીની સગવડને લીધે ઘરમાં જ્યાં જોઈએ ત્યાં અને જોઈએ તેટલું પાણી વાપરવું અને ફુવારાઓ ઉડાડવા એ ભોગ થયો. આમ ઉપરથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org