________________
ગીતાધર્મનું પરિશીલન - ૪૧ સત્યની ચર્ચામાં જ્ઞાતવ્ય તો ઘણું જ છે, પણ એમાં ઉપમાકૌશલ લેખે બે ઉપમાઓ ધ્યાન દેવા જેવી છે. બાળક જન્મતાંવેંત માનો સંબંધ લઈને જ આવે છે. તે સંબંધ તેના હાડપિંજરના બંધારણ સાથે જ ઘડાયેલો છે, તેમ સત્ય એ જીવનના અસ્તિત્વ સાથે જ સંકલિત છે. જીવન પહેલું અને સત્ય પછી એમ નથી. તેથી સત્યની ભૂમિકા ઉપર જ જીવનની ગતિવિધિ એ સ્વાભાવિક ગતિવિધિ છે એમ ઉપમાનો ભાવ છે. બાળક જન્મ્યા પછી મોટું થઈ ગમે ત્યાં ગમે તે રીતે વિચરે અને વિહરે છતાં માતા તરફથી મળેલ સૂક્ષ્મ અને સ્થૂળ વારસાની ભૂમિકા જો તે ગુમાવે તો તેનું અસ્તિત્વ જ ન રહે અથવા વિકૃત બને. દીવો એક જ જગ્યાએ સ્થિર હોય તો તે માત્ર તે જ સ્થળમાં પ્રકાશ આપે અને નવા પ્રદેશો તમસાગૃત જ રહે, પણ ચાલવા સાથે બત્તીને પણ ચાલવા દઈએ તો નવાં જીવનક્ષેત્રોમાં પણ તે પ્રકાશ આપે. પ્રકાશ અને જીવન તેમ જ પ્રકાશ અને વ્યવહાર છૂટાં જ ન પડે. તેમ જ સત્ય જો પ્રત્યેક જીવનવ્યવહારમાં સાથે હોય તો જીવનની તમસાગૃત ગલીકૂચીઓમાં કે અંધારી ગુફાઓમાં પણ તે રસ્તો બતાવે.
સત્યના તેર આકારો મહાભારતમાંથી દર્શાવ્યા છે. આનો અર્થ એટલો જ છે કે મૂળમાં સત્ય હોય તો તે વ્યવહારમાં જુદે જુદે નામે પ્રસિદ્ધ એવા અનેક ગુણોરૂપે આવિર્ભાવ પામે છે. બીજા ગુણો એ તેનાં નાનાવિધ રૂપો છે – જેમ એક ધાતુનાં અનેક રૂપો હોય તેમ. દ્રષ્ટાઓ કોઈ પણ એક સગુણને જ્યારે એના મૂળ અર્થમાં વ્યાપક રીતે જોતા અને વર્ણવતા ત્યારે બાકીના સગુણોને એના આકારો જ માનતા. જેમ શિવને મુખ્ય દેવ માનનાર બાકીના દેવોને તેનાં જ રૂપો માનતો; વિષ્ણુને પરમ દવૈત માનનાર પણ એ જ રીતે કલ્પના કરતો; તે રીતે જે સાધક જે સગુણને આશરે મુખ્યપણે વર્તતો તે બીજા ગુણોને તેના વર્તુળમાં તેના અંગ તરીકે ગોઠવતો. દા. ત., અહિંસાની અનન્ય સાધના કરનાર બુદ્ધ કે મહાવીરે બીજા બધા ગુણોને અહિંસાના વ્યાપક વર્તુળમાં તેના અંગ લેખે ગોઠવ્યા છે; જેમ ગાંધીજીએ સત્યના વર્તુળમાં અન્ય સદ્દગુણોને ગોઠવ્યા છે તેમ. આ એક સાધનાની અનન્ય નિષ્ઠાનું સૂચનમાત્ર છે. - ઋગ્વદમાં સત્ય અને તે એ શબ્દો છે. તેમાં ક્તનો અર્થ સહજ નિયમ કરવામાં આવે છે. સૂર્યનો ઉદય-અસ્ત અને ઋતુચક્રનું ગમનાગમન નિયમ પ્રમાણે જ થાય છે. આ રીતે નિયમ એ ઋત છે અને એ નિયમ જે સત્ ઉપર પ્રતિષ્ઠિત છે તે સત્ય, પરંતુ બારીકીથી જોતાં ત્રિકાલાબાધિત નિયમ અને સત્ય એ બે જુદાં હોય તેમ સમજાતું નથી. છતાં એટલું ખરું કે ઋત એટલે ગતિ-નિયમબદ્ધ ગતિ અને તેમાં જે સંવાદપણું તે સત્ય. ચિત્રમાં રેખાઓ અને સંગીતમાં સ્વરો એ ત હોય તો તેનું સંવાદિત્વ એ સત્ય છે; કેમ કે સંવાદિત વિના રેખા અને સ્વરો માત્ર ખોખું છે અને એ ખોખા વિના સંવાદિત્વનો,
મીઠાશનો, રસનો, કળાનો આવિર્ભાવ જ શક્ય નથી. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org