________________
૨૨ - પરિશીલન
જાતિ ઉપર લેખકે આટલા બધા હુમલા કર્યાં છે તે વર્ગ અને તે જાતિમાં સાત્ત્વિક પ્રકૃતિવાળા, ઉદાત્ત ચારિત્રવાળા અને સમસ્ત જનતાનું ભલું ઇચ્છનારા તેમ જ તે માટે કાંઈક કરનારા કોઈ મહાપુરુષો કે સંતો થયા જ નથી શું ? જો બૌદ્ધ સાહિત્યમાંથી સંખ્યાબંધ અવતરણો સદ્ગુણ અને ઉચ્ચ ભાવનાના પોષક મેળવી શકાય તો ખંડનીય બ્રાહ્મણ સાહિત્યમાં શું એનો છેક જ અભાવ છે ? બ્રાહ્મણ સાહિત્ય બૌદ્ધ સાહિત્ય કરતાં પ્રમાણમાં અતિવિશાળ છે. એમાં રાજસ્ અને તામસૢ અંશો હોય એ સ્વાભાવિક છે, કારણ એ સાહિત્ય જૂના વખતથી ચાલુ થયેલું અને સમગ્ર પ્રકારની જનપ્રકૃતિઓને ઉદ્દેશી રચાયેલું છે, જ્યારે બૌદ્ધ અને જૈન સાહિત્ય તો બ્રાહ્મણ સાહિત્યના એક સુધારારૂપે હોઈ માત્ર સાત્ત્વિક પ્રકૃતિને ઉદ્દેશી લખાયેલું છે અને તેમ છતાંય તેમાં આગળ જતાં સાધારણ જનસ્વભાવના રાજસ્ તામસ્ અંશો થોડા પણ આવી ગયા છે. એવી સ્થિતિમાં બ્રાહ્મણ સાહિત્યમાંથી સાત્ત્વિક પ્રકૃતિવાળા ભાગને છેક જ સ્પમાં સિવાય રાજસ્ કે તામસ્ જેવા ભાગની ટીકા કરવી તે કોશાંબીજી જેવાની લેખિનીને પૂરું શોભતું નથી. કોશાંબીજી સત્સંગતિ જેવા કેટલાક સાત્ત્વિક ગુણો વિશે લખતાં જ્યારે એમ લખે છે કે એ ગુણો રામાનંદ જેવા સંતોમાં કે વારકરીપંથના ત્યાગીઓમાં દેખાયા તે તો બૌદ્ધ જાહોજલાલીના સમય દરમિયાન પ્રજામાં ઊતરી ગયેલ એ સદ્ગુણોની ઊંડી અસરનું પરિણામ જ હતું, પુરાણ અને તેના પુરસ્કર્તા બ્રાહ્મણોએ તો એવા સદ્ગુણો ભૂંસવા ખૂબ પ્રયત્ન કર્યા, પણ બૌદ્ધ ઉપદેશને પ્રભાવે પ્રજામાં ઊંડા ઊતરી ગયેલ એ ગુણો છેક ભૂંસાયા નહિ અને કાળ જતાં કયારેક બ્રાહ્મણપંથીય સંતોમાં એ પ્રગટ્યા, ત્યારે તો કોશાંબીજીના વિધાનની અસંગતિની હદ વાચકના મન ઉપર અંકાઈ જાય છે. જો કોશાંબીજી ધારત તો મહાભારત, રામાયણ અને અનેક પુરાણોમાંથી તેમ જ નીતિ, આચાર અને તત્ત્વજ્ઞાન વિષયક અનેક બ્રાહ્મણ ગ્રંથોમાંથી સત્સંગતિ અને તેના જેવા બીજા અનેક સદ્ગુણના સમર્થક ભાગો બૌદ્ધ સાહિત્યના અવતરણની પેઠે જ ઉતારી શકત. એમાં જરાય શંકા નથી કે મહાભારત અને પુરાણ આદિ બ્રાહ્મણ સાહિત્યમાંથી તેમણે ગાંધારીના પુત્રોની તેમ જ અગ્નિએ ખાંડવ વન બાળ્યાની જે અસંગત વાતો તે સાહિત્યની અસંબદ્ધતા બતાવવા રજૂ કરી છે તે જ વાતો બ્રાહ્મણ સાહિત્યના ભક્તને પણ આજે અસંગત જ લાગવાની, પણ કોશાંબીજીનું કર્તવ્ય આથી કાંઈક વધારે હતું અને તે મારી દૃષ્ટિએ એ હતું કે તેમણે બ્રાહ્મણ સાહિત્યમાંથી સારા અને સાત્ત્વિક ભાગો પણ તારવી દેખાડવા જોઈતા હતા. પાછળથી બૌદ્ધ સાહિત્યમાં કેટલીયે અસંબદ્ધતાઓ દાખલ થઈ, છતાં જેમ તેમને મૂળ પિટકમાંથી સરસ ભાગો મળી આવ્યા તેમ એવા સરસ ભાગોનો એક મોટો ખજાનો બ્રાહ્મણ સાહિત્યમાં પણ તેમની નજરે ચડત. ખુદ એકલા મહાભારતમાં અહિંસા, સત્ય, મૈત્રી, સત્સંગતિ આદિ સદ્ગુણો ઉપ૨ બીજા કોઈ શાસ્ત્રથી ન ઊતરે એવું હૃદયગ્રાહી વર્ણન છે. વળી જેની ટીકા કરવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org