________________
હિન્દી સંસ્કૃતિ અને અહિંસા • ૧૭ માનવજાતિના પારસ્પરિક સંબંધોને મધુર તેમ જ સુખદ બનાવવા જગતે કદાપિ નહિ જોયેલ એવો અખતરો તેમણે શરૂ કર્યો છે. લેખકની અહિંસાતત્ત્વ પ્રત્યે પુષ્ટ શ્રદ્ધા હોવાથી તે ગાંધીજીના અહિંસાપ્રધાન પ્રયોગને સત્કારે અને વધાવી લે છે, પણ સાથે સાથે લેખક એમ માને છે કે આ અહિંસાતત્ત્વ સાથે પ્રજ્ઞાનું તત્ત્વ મળવું જોઈએ, જે તત્ત્વની કાંઈક ખોટ તે ગાંધીજીમાં જુએ છે ને જે તત્ત્વનું વિશિષ્ટ અસ્તિત્વ તે સામ્યવાદના પુરસ્કર્તાઓમાં – ખાસ કરી કાર્લ માર્ક્સ જેવામાં – જુએ છે. સામ્યવાદીઓની પ્રજ્ઞા અને ગાંધીજીની અહિંસા એ બંનેના મિશ્રણથી જગતના ઉદ્ધારની પૂરી આશા સાથે લેખક પુસ્તક સમાપ્ત કરે છે. ટૂંકમાં, મારી સમજ મુજબ, સમગ્ર પુસ્તકનું પ્રતિપાદ્ય વસ્તુ આટલું જ છે.
અંગત પરિચયથી કોસાંબીજીની ચાર શક્તિઓની મારા ઉપર ઊંડી છાપ છે, જેને આ પુસ્તકનો કોઈ પણ વાચક પદે પદે અને પ્રસંગે પ્રસંગે જોઈ શકશે. અભ્યાસ, અવલોકન, કલ્પના-સામર્થ્ય અને નીડરપણું – એ ચાર શક્તિઓ મુખ્ય છે. એમનો મુખ્ય અને તલસ્પર્શી અભ્યાસ બૌદ્ધ પિટકો કે પાલિ વમયનો છે, જેની દૃઢ પ્રતીતિ કોઈ પણ વિષયની ચર્ચા વખતે જ્યારે તેઓ પાલિ વાડુમયમાંથી મનોરંજક અને મહત્ત્વના ઉતારા છૂટથી આપે છે ને તેના અર્થ સમજાવે છે ત્યારે થઈ જાય છે. એમનું અવલોકન માત્ર ધર્મસાહિત્ય પૂરતું નથી. એમણે દુનિયામાં જાણીતા લગભગ તમામ ધર્મસંપ્રદાયો વિશે કાંઈ ને કાંઈ વાંચેલું છે જ. તે ઉપરાંત જુદી જુદી મનુષ્યજાતિઓ, જુદા જુદા દેશના રીતરિવાજો, રાજ્ય સંસ્થાનો, સામાજિક બંધારણો, તેમની ચડતી પડતીના પ્રસંગો આદિ અનેક વિષયો વિશેનું તેમનું વાચન અને પ્રત્યક્ષ અવલોકન અતિ વિશાળ છે. એમની કલ્પનાશક્તિ કવિ કે નવલકથાકારને અદેખાઈ આવે એવી છે, જેની સાથે એમની વિલક્ષણ વિનોદક શૈલી પણ ઓતપ્રોત છે. એમનું નીડરપણું એ એમનું જ છે. જો તેઓ કાંઈ કહેવા માગતા હોય તો પછી સામે ગમે તે હોય, જરા પણ અનુસરણ કર્યા સિવાય કે દબાયા સિવાય, પ્રિયભાષિત્વને ભોગે પણ, તેઓ કહી જ દે છે. એમના આ ચાર ગુણો વાચક જાણી લે તો પછી આ પુસ્તક વાંચતી વખતે તેના મનમાં ઊઠતા ઘણા સવાલોનું સમાધાન એક યા બીજી રીતે કાંઈક તો થઈ જ જશે.
આજકાલ લખાતાં શાસ્ત્રીય પુસ્તકો ઘણુંખરું ઐતિહાસિક અથવા વૈજ્ઞાનિક એ બે દૃષ્ટિઓને અગર તેમાંની એક દષ્ટિને અવલંબી લખાય છે. કારણ, આ બે દષ્ટિઓ એના ગુણ ને યથાર્થતાને બળે પ્રતિષ્ઠા પામી છે. કોશાબીજીએ પ્રસ્તુત પુસ્તકના લેખનમાં શરૂઆતથી જ ઐતિહાસિક દષ્ટિનો આશ્રય લીધો છે. એ દૃષ્ટિથી તેમણે પોતાનું વક્તવ્ય કે મંતવ્ય સિદ્ધ તેમ જ સબળ બનાવવા પોતાની ઉક્ત ચારે શક્તિઓનો વધારેમાં વધારે ઉપયોગ કર્યો છે, પણ ઐતિહાસિક દૃષ્ટિનો આશ્રય લઈ પ્રવૃત્ત થવું અને સાચો ઇતિહાસ શોધી તે રજૂ કરવો એ બે વચ્ચે મહદત્તર છે. ઐતિહાસિક યુગની સર્વવિદિત સેંકડો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org