________________
પાંડવ ચરિત્રમ્ ( ૮ )
સર્ગ - ૧ રાજ્યની ધૂરાને ધરનારો છે (રાજ્ય કરે છે.) તે છે ત્યાં સુધી મારી આ સત્યવતી પુત્રીનો પુત્ર રાજ્યને પામશે નહિ, એટલે કે તે રાજા બનશે નહિ. તેથી તમે પ્રસન્નતાપૂર્વક સ્ત્રી માટે બીજે પ્રયત્ન કરો. કારણ કે તારા જેવા ઉદારને ઘણી સ્ત્રીઓ પગલે પગલે પ્રાપ્ત થશે.” તે નાવિકના આ પ્રમાણેના વચનથી અત્યંત દુઃખી થયેલો રાજા નિરાશ વદને પોતાના ગૃહે આવ્યો. પરંતુ કામને વશ થયેલો રાજા કોઈપણ પ્રકારના (લેશમાત્ર) આનંદને પામતો નથી.
કહ્યું છે કે - કામથી વિહ્વળ બનેલો ધ્રુજાર (કમ્પ), પરસેવો થાક, મૂછ, ચક્કર, ગ્લાનિ, બલહન, રાજ્યક્ષમાદિ રોગને પામે છે.
મુનિ, યતિ, જ્ઞાની, સુતપસ્વી, જિતેન્દ્રિય ત્યાં સુધી છે કે- જ્યાં સુધી સ્ત્રી નજરમાં આવતી નથી.
તે વખતે રાજસેવાર્થે આવેલો ગાંગેય રાજાને નમીને આગળ બેસીને મનમાં ચિંતવે છે.... શું મેં વિનય ઉલ્લંધ્યો છે, અર્થાત્ હું શું વિનય ચૂકી ગયો છું અથવા શું કોઈ આજ્ઞાનો અનાદર કર્યો છે અથવા શું મારી માતાનું સ્મરણ થયું છે, યાદ આવે છે. જેથી મારા પિતા આજ શ્યામ મુખવાળા દેખાય છે, તો લાવ પિતાને પૂછું? અથવા પૂછીશ તો પણ પિતા સત્ય કહેશે નહિ, તો પછી મંત્રીને પૂછું. એ પ્રમાણે વિચાર કરીને બુદ્ધિશાળી મહામંત્રીને એકાંતમાં લઈ જઈને બધું ચિંતાનું કારણ પૂછ્યું. મંત્રીએ જેવું હતું તેવું કહ્યું. તે સાંભળીને ગાંગેય નાવિકના ઘેર ગયો. તેણે પણ રાજાના પુત્રને આવેલો જોઈને વિનયપૂર્વક નમીને કહ્યું: “હે સ્વામિન્ ! મારા ઘેર તમે શા માટે આવ્યા છો ?” ત્યારે ગાંગેયે કહ્યું : “મારા પિતાને તારી પુત્રી સત્યવતી આપ. તારી પુત્રી મારી માતા થાઓ.”
નાવિકે કહ્યું : “હે નરરત શિરોમણિ ! રાજ્યલક્ષ્મી તને છોડીને શું મારા દોહિત્રને વરશે? જેવી રીતે લક્ષ્મી સમુદ્રને છોડીને શું ખાબોચિયા તરફ જાય છે? તો હું કેવી રીતે પુત્રીને આપું?” કારણ કે પતીને મોટું દુઃખ શોક્યનું છે.
શાસ્ત્રમાં કહ્યું છે કે “પ્રાણીનો સ્વેચ્છાએ વધ કરનારા કૂર જેલરક્ષકો સુપાત્રદાન વડે રાજાની રાણી થાય છે....” એમ રાજાની રાણીને મોટું દુઃખ શાસ્ત્રમાં કહ્યું છે, આથી મારી પુત્રીને હું નહિ આપું. ફરી શાન્તનુનો પુત્ર (ગાંગેય) બોલ્યો : “હે માતામહ ! (નાના), આ તમારો મોટો ભ્રમ છે. કારણ કે તમે તુચ્છ ઉચિત (ઉચિત નહિ એવું) બોલો છો. આ ગાંગેય અને સત્યવતીના પુત્રમાં કંઈ જ અંતર નથી. કલહંસ અને બગલાની જેમ કુરૂવંશ અને બીજા વંશનું અંતર મોટું છે. વિવેકી કુરૂવંશના કુલમાં આજ સુધી શોકની સાથે સંબંધ થયો નથી. ભવિષ્યમાં પણ ક્યારેય થશે નહિ. ગંગાથી પણ વિશેષ સત્યવતીને મારી માતા માનીશ. કારણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org