Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

View full book text
Previous | Next

Page 16
________________ પંચસૂત્ર ભૂમિકા : ૩ : શાસ્ત્રકાર આચાર્યવર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે આ ગ્રંથ ઉપર શબ્દસંક્ષિપ્ત અને અર્થગંભીર વ્યાખ્યા લખેલી છે. એમના પણ વચનો સૂત્રવચન જેવા હોઈને એનાં ય રહસ્યો ગંભીરપણે ઉકેલવા રહે છે. પ્રસ્તુત વિવેચનનો પ્રયત એ માર્ગે એક અલ્પ પ્રયાસ છે. પંચસૂત્ર' શું? : પાંચ સૂત્રનો વિષય : આ શાસ્ત્રનું નામ શ્રી પંચસૂત્ર એટલા માટે છે કે આમાં મુખ્ય પાંચ અધિકારને લગતાં પાંચ સૂત્રનો સમૂહ છે. અધિકારનાં નામ આ પ્રમાણે છે - (૧) પાપ-પ્રતિપાત અને ગુણબીજાધાન (ર) સાધુધર્મ-પરિભાવના (૩) પ્રવ્રજ્યા-ગ્રહણ-વિધિ (૪) પ્રવજ્યા-પરિપાલન (૫) પ્રવ્રજ્યા-ફળ. (૧) પાપ-પ્રતિપાત અને ગુણબીર-આધાન : પાંચમા સૂત્રમાં પ્રવજ્યા એટલે કે દીક્ષાના ફળ તરીકે અનંત અવ્યાબાધ સુખાદિમય આત્માની સિત અવસ્થા, મુક્તદશા વર્ણવી છે. ત્યાં મોક્ષદશા પ્રગટ કરવામાં સર્વપ્રથમ કારણ તરીકે પહેલા સૂત્રમાં પાપ-પ્રતિપાત અને ગુણ-બીજાધાન કરવાની પ્રક્રિયા બતાવી છે. અહીં પાપ-પ્રતિપાતમાં “પાપ” એટલે અશુભ અનુબંધનો આશ્રવ આગમન, અથવા અશુભ અનુબંધવાળા કર્મોનો આશ્રવ. અનુબંધ એટલે તેવા તેવા પાપની પરંપરા ચલાવે તેવી બીજ -શક્તિ. એવી અશુભ પરંપરા ચાલે એવાં કર્મનું આત્મામાં આગમન એ પાપ કહેવાય, તેનો પ્રતિધાત એટલે વિચ્છેદ. એ એવો કે જેથી એ અનુબંધ નષ્ટ થયેથી એ પાપનો આત્મા પરથી અધિકાર જ ઉઠી જાય. અર્થાત એ પાપોમાં આવતા તીવ્ર મિથ્યાત્વ, ભવરુચિ, અસત્ અભિનિવેશ કષાયાવેશ, વગેરે પાપો તરફ આત્મા પ્રેરાય જ નહિ, અને તેથી આત્મા પર ગુણબીજનો અધિકાર સ્થાપિત થાય,. ગુણબીજ' એટલે ગુણોનું બીજ. ગુણો” એટલે ભાવથી પ્રાણાતિપાત-વિરમણ (હિંસાત્યાગ) વગેરે; કે જે શ્રાવકપણાના અંશે અને સાધુપણાના સંપૂર્ણતઃ ગુણ છે એનું “બીજ' એટલે એવા મુલાયમ વિપાકવાળા કર્મનું “આધાન'=સ્થાપન, કે જેથી તીવ્ર રાગ-દ્વેષ-આવેશના સંકલેશ અટકી જઈને ગુણની પરંપરા ચાલે. આનું નામ ગુણબીજાધાન. તેનો પરમ આધારભૂત પહેલા સૂત્રમાં બતાવેલ ચતુ શરણ-સ્વીકાર

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122