Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 114
________________ સૂત્ર - ૧ : ૧૦૧ : અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પ્રાર્થના “સવિષયા' છે, “સદ્ વિષયા” છે. સવિષયા એટલે કે આલંબનભૂત પ્રાર્થ વ્યક્તિવાળી. એમાંય આલંબન સત્, અર્થાત્ પ્રાર્થના કોઈ કાલ્પનિક કે અકિંચિકર વ્યક્તિ આગળ નથી કરવામાં આવતી, કિંતુ વાસ્તવિક અને સમર્થ પ્રભાવશાળી વિશિષ્ટ કાર્યકર વ્યક્તિ આગળ કરવામાં આવે છે; તેથી પ્રાર્થના નિષ્ફળ જવાનો સંભવ નથી. કેમકે પ્રાર્થ્ય પુરુષની લોકોત્તર ઉત્તમતા એ એમની આગળ પ્રાર્થના કરનારા હૃદયને એવું ભીનું, કુણું, નમ્ર અને ઉદાર બનાવી દે છે, કે તેથી એ હૃદયમાં પ્રાર્થના અનેક ગુણોના આવર્જન (આકર્ષણ) થાય છે. પ્રાર્થ્ય પુરુષના આલંબને જ આ બને છે, એ એમનો વિશિષ્ટ પ્રભાવ છે. તેથી એમની આગળ શુદ્ધ ભાવે કરાતી પ્રાર્થનાનાં પણ મૂલ્ય ઓછાં નથી. પ્રાર્થના તો પારસ છે, એ જીવને ગુણસુવર્ણનાં જ્વલંત તેજ અર્પે છે, લોઢા જેવા ગુણહીન આત્માને સોના જેવા ગુણ-સંપન્ન બનાવે છે. અનુમોદના માટેની પ્રાર્થના પણ એવી અનુમોદનાની સુંદર બક્ષીસ કરે છે કે જેના યોગે ક્રમશઃ નિરતિચાર વિશુદ્ધ ચારિત્ર સુધી પહોંચી, જીવ અજર અમર થાય છે. વાહ ! અહિ માનવ ભવમાં કેવી મહામૂલ્યવંતી પ્રાર્થનાની સુલભતા ! વસ્તુની પ્રાર્થના વસ્તુનું ઉત્કટ આકર્ષણ અને અભિલાષા સૂચવે છે; તથા આકર્ષણ સાથેની સાચી અભિલાષા એ બીજ છે; એમાંથી ફળ આવે જ. માટે પ્રાર્થનાથી બીજ રોપો. - નાગકેતુનો જીવ, પૂર્વ ભવ પટેલ, અઠ્ઠમ કરી શક્યો નહોતો; પરંતુ અઠ્ઠમની પ્રાર્થના, ઉત્કટ આકર્ષણ-અભિલાષા એણે કરેલી; તો પછી સાવકી માતાએ એને ઊંધમાં ઝુંપડી ભેગો બાળી નાખ્યો છતાં એ શુભ ભાવમાં આધ્યાન અને તિર્યંચગતિનો અવતાર ન પામતાં પ્રાર્થના-આશંસાના બળે નાગકેતુ તરીકે મનુષ્ય અવતાર પામ્યો ! ઉપરાંત જન્મતાં પૂર્વ ભવનું સ્મરણ થતાં અઠ્ઠમ- આચરણરૂપી ફળ પામ્યો ! અને ક્રમશ: એજ ભવનાં અંતે મોક્ષ પામ્યો ! પ્રાર્થના પારસમણિ ! સુકતની સાચી અનુમોદના પણ મિથ્યાત્વની મંદતા વિના ન થઈ શકે. મિથ્યાત્વ મંદ કરવા માટે આત્મામાં શુભ અધ્યવસાય અવશ્ય જગાડવા જોઈએ અરિહંત દેવાદિ ઉપર વિશિષ્ટ સદ્ભાવ જાગે, તો શુભ અધ્યવસાય પ્રગટ થાય. આમ અરિહંત સિદ્ધ વગેરે તત્ત્વ એવા પ્રભાવશાળી છે કે એમના પ્રત્યે હૃદયમાં ધારેલો ગદ્દગદ સદ્ભાવ શુભ અધ્યવસાય જગાડી મિથ્યાત્વને મંદ બનાવી દે છે ! અને હૃદયમાં સુકૃતની સાચી અનુમોદને ઉલ્લસિત કરાવે છે ! આ તે ભગવંતોના પ્રભાવથી બન્યું, કૃપાથી બન્યું, એમ કહેવાય. દા.ત. ધ્રુવતારાના આલંબને સમુદ્રમાં નાવિક સાચી દિશામાં નાવ ચલાવી ઈષ્ટ સ્થાને પહોંચે છે, તો ત્યાં નાવિક માને છે કે ભલે નાવ ચલાવવામાં બુદ્ધિ અને મહેનત મારી, તથા ઈષ્ટ સ્થાને પહોંચવામાં ભલે સાધન નૌકા, પરંતુ અંધારી રાત જેવા કાળે વિરાટ સમુદ્રમાં સચોટ પ્રવાસ

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122