Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 115
________________ : ૧૦૨ : પંચસૂત્ર ધ્રુવતારાના પ્રભાવે થાય છે. એ તારાદેવની અમારા પર અનહદ કૃપા !' એમ અહીં ભીષણ ભવસાગરને વિષે ઈન્દ્રિય-વિષયદર્શનોના અને મિથ્યામત-દર્શનોના અંધકારમાં સાચા મોક્ષ-રાહે પ્રવાસ થઈ ઈષ્ટ મોક્ષ સ્થાને પહોંચાય, તે અરિહંત દેવના આલંબને, એમના પ્રભાવે, એમની કૃપાથી. એ. જો ન હોત, તો જીવની બુદ્ધિ અને મહેનત બધી ય સંસારના રાહે જ વેડફાઈ જાત. અનાદિ ભૂતકાળમાં એ આલંબન નથી લેવાયું માટે જ જીવ ભવમાં ભમતો રહ્યો છે. સૂત્ર : વિંતત્તિનુત્તા દિ તે પર્વતો, વીકરી સવ્ય પૂ પરમઝાન परमकल्लाणहेऊ सत्ताणं ॥ અર્થ : ખરેખર તે અરિહંત-સિદ્ધ ભગવાન અચિત્ય પ્રભાવશાળી છે, વીતરાગ સર્વજ્ઞ છે, પરમ કલ્યાણ સ્વરૂપ છે, જીવોને પરમ કલ્યાણનું કારણ છે. - વિવેચન : ખરેખર તે અરિહંતાદિ ભગવંતો (૧) અચિંત્ય શક્તિ- પ્રભાવવાળા છે, વીતરાગ છે, સર્વજ્ઞ છે. અચિંત્ય એટલે અગમ, અમેય, અને અનુપમ, અર્થાત એ અહંત-શક્તિ ન તો બરાબર ઓળખી (સમજી) શકાય, યા ન કશાથી માપી શકાય, કે ન કોઈ સાથે સરખાવી શકાય. (૨) તેમજ એ પ્રભુ પરમ યાને શ્રેષ્ઠ કલ્યાણ-સ્વરૂપ છે. આપણે એમનું દર્શન કર્યું એટલે જાણે શ્રેષ્ઠ કલ્યાણનું દર્શન કર્યું ! કેમકે પ્રગટ પરમજ્ઞાન અને પરમસુખમય એમના આત્માનું સ્વરૂપ એ શ્રેષ્ઠ કલ્યાણ છે. એ સ્વરૂપ આત્માથી અભિન્ન છે. એટલે હવે જે પરમાત્મા પોતે જ અનંત કલ્યાણ-સ્વરૂપ છે, એ પરમાત્માના સાચા દર્શનમાં પરમ કલ્યાણનું જ દર્શન કર્યું ગણાય. આત્મા જાણે સંસારના ત્રિવિધ તાપથી મુકાયો, અને અનંત કલ્યાણના આંગણે પહોંચ્યો ! આચાર્યાદિ પરમેષ્ઠી પુરુષો પણ જેમને કેવળજ્ઞાન હોય, તે મુખ્યપણે વીતરાગ સર્વજ્ઞ હોય છે, બીજા મહાવિરાગી અને બહુવૃત આચાર્યાદિ મહાપુરુષો બાળ જીવો માટે વીતરાગ સર્વજ્ઞની માફક પરમ આલંબન છે, તથા પરમ કલ્યાણ-સ્વરૂપ છે. વળી જીવોને તે તે ઉપાયોથી પરમ કલ્યાણ આપવામાં એ આચાર્યાદિ કારણભૂત છે. એ પંચ પરમેષ્ઠીની સાધના અને ઉપાસના કર્યું કલ્યાણ નથી અપાવતી ? એમનો તારક ઉપદેશ કલ્યાણના અનેક માર્ગો પ્રકાશિત કરે છે. એમનાં દર્શન કલ્યાણના ઉપાયોને જાગ્રત કરે છે. એમનું જ સ્મરણ, એમનું જ વંદન, એમની જ ભક્તિ એમના જ ગુણોનું ઉત્કીર્તન, એમનું જ આલંબન એમનું જ શરણ ઈત્યાદિ એ જીવોને માટે અચિંત્ય મહાકલ્યાણનાં સચોટ સચોટ સાધનો બને છે. માટે એ અચિંત્ય પ્રભાવવંતા છે. તેથી જ “એ અભય-ચક્ષુ-માર્ગ-શરણ-બોધિ-ધર્મદતા, એ જ જિન-તીર્ણ-બુદ્ધ-મુક્ત બનાવનારા,' વગેરે એવી સ્તુતિ ગણઘર મહારાજ જેવા શ્રેષ્ઠ વિદ્વાનો પણ કરે છે. તુલસાએ શું કર્યું હતું ? આ જ કે, એણે પ્રભુ શ્રી મહાવીર

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122