Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 113
________________ : ૧OO : પંચસૂત્ર પોષાતા જ રહે. એમ, (૪) એ ત્રણે હોવા છતાં ધર્મપ્રવૃત્તિ જો ખોડખાંપણવાળી હશે, તો આત્માનું સત્ત્વ હણાશે. જો સત્ત્વ અખંડ, તો શું કામ દોષ લગાડે ? ત્યારે પ્રવૃત્તિ દોષ-અતિચાર વિનાની બને તો જ એથી ઉપરની કક્ષાની પ્રવૃત્તિ આવે, ઉપરનાં ગુણસ્થાનકે ચડે, ને ઠેઠ પરાકાષ્ઠાએ વીતરાગતા સુધી પહોંચી શકે. સત્ત્વ વિના એ કશું ન બની શકે. ઉન્નતિનાં અજોડ સાધન અને એનાં કારણ : તાત્પર્ય, જિનાજ્ઞાનો જાગતો ખપ, નિર્મળ હૃદય, પ્રબળ પુરુષાર્થ અને સત્ત્વ, એ ચાર ઉન્નતિનાં સાધન માટે (૧) સમ્યગુ વિધિનું પાલન, (૨) વિશુદ્ધ અધ્યવસાય, (૩) યથાશક્તિ સમ્યક ક્રિયા અને (૪) તેનો અખંડ નિર્દોષ નિરતિચાર નિર્વાહ, આ પ્રવૃત્તિ-અંગો છે. (૧) જિનાજ્ઞાના બંધનમાં જીવ જિનેશ્વરદેવનું સાચું શરણ પકડે છે. એમને ખરેખર શરણે ગયા એટલે એમને સાચા તારક, રક્ષક, શાસક માન્યા; “એમણે કહેલ તત્ત્વ જ સાચાં; એમણે કહેલ આરાધના માર્ગ જ સાચો'; આ હાર્દિક ભાવ ઊભો કર્યો, તેથી જિનોક્ત તત્ત્વ, માર્ગ અને વિધિ પ્રત્યે ભારે આદર રહે જ. અનાદિના મૂળભૂત દોષ અહત્વ અને આપમતિને દબાવવા માટે આ અદૂભૂત કામ કરે છે. એટલું ખરું કે “હું જિનાજ્ઞાને જ પ્રધાન કરું છું' એવું માત્ર કહેવા તરીકે કહેવાનું નહિ, પણ જીવનમાં જીવી બતાવાય, એ જિનાજ્ઞાબંધન છે. માટે સક્રિય જિનાજ્ઞાબંધન જોઈએ. (૨) સુંદર અધ્યવસાયોથી ભર્યું ભર્યું હૃદય, પવિત્ર ભાવવાહી હૃદય, સતત જાળવવામાં આવે, તો મલિન ભાવો અને હલકા વિચારો ઘણા ઘણા ઓછા થઈ જાય; કુસંસ્કારનો હ્રાસ થતો આવે; સુસંસ્કારનું બળ વધતું જાય. તેથી તો એ સંસ્કારોનો સારો જથો એકત્રિત થતાં આગળ આગળ અતિ ઉચ્ચકોટિના અધ્યવસાયને અવકાશ મળે, (૩-૪) પુરુષાર્થ અને સત્ત્વનાં વળી બહુ મૂલ્ય તો તીર્થકર ભગવાને કહેલી ધર્મશાસનની સ્થાપના પરથી સમજી શકાય એમ છે. જો કાળ, સ્વભાવ, પૂર્વક કે ભવિતવ્યતાથી જ આત્માનો ઉદ્ધાર થઈ જતો હોય, તો શાસન સ્થાપવાની જરૂર શી ? પરંતુ જીવો મોક્ષમાર્ગની આરાધનામાં પુરુષાર્થ ફોરવે એટલા માટે એ આરાધનાનું શાસન સ્થાપ્યું. એમાં પંચાચારમાં વળી વીર્યાચાર નામનો જુદો આચાર બતાવ્યો, એય ચારે આચારના પુરુષાર્થમાં વિશેષ સત્ત્વ ફોરવવા માટે, જેથી નિર્દોષ અને સબળ આરાધના થાય,

Loading...

Page Navigation
1 ... 111 112 113 114 115 116 117 118 119 120 121 122