________________
સૂત્ર - ૧
જાગે છે, તેથી એ અશુભ અનુબંધોના ભુક્કા ઊડી જાય છે ! પછી આત્મા પર ચાલી આવતા સંસા૨પ્રવાહને સુકાઈ ગયે જ છૂટકો ને ? * પ્રદેશી રાજા મહા નાસ્તિક અને કઠોર-ધર્મી છતાં કેશી ગણધર મહારાજના ઉપદેશથી આ શરણ-સ્વીકારાદિને પ્રાપ્ત કરી એ પરમ આસ્તિકશ્રાવક બન્યો, જિનભક્ત સૂર્યાભદેવ થયો, ક્રમશઃ મોક્ષે જશે. सूत्र निरणुबंधे वाऽसुहकम्मे भग्गसामत्थे सुहपरिणामेणं, कडगबध्धे विअ विसे, अप्पफले सिआ, सुहावणिज्जे सिआ अपुणभावे सिआ ।
:
: ૧૦૫ :
અર્થ-વિવેચન :- આ રીતે આ પંચસૂત્ર દ્વારા હૃદયમાં ઉદ્ઘસિત થયેલા શુભ અધ્યવસાયોથી અશુભાનુબંધરૂપી ઝેર દૂર થાય છે, તેથી અશુભ કર્મનું હવે વિપાકની પરંપરા ચલાવવાનું સામર્થ્ય નાશ પામી જાય છે. જેમ મંત્રના સામર્થ્યથી કટકબદ્ધ (સર્પાદિ ડસ્યાના ડંખની નજીક સ્થાનમાં દોરી વગેરેથી બંધાયેલ) વિષ બહુ થોડા ફળવાળું થાય, તેમ ચાર શરણ આદિના શુભ ભાવરૂપી મંત્રથી અહીં બાકીનું અશુભ કર્મરૂપી વિષ પણ અલ્પ ફળવિપાકવાળું બને છે; તેથી સહેલાઈથી અને સંપૂર્ણપણે એ દૂર કરી શકાય એવું થાય છે; તેમજ તેવું બીજું પણ તેવી ઉત્કૃષ્ટ સ્થિતિવાળું, ફરી ન જન્મે તેવું થઈ જાય છે; અને એમ થવાથી પૂર્વકાળમાં જેમ ભોગવ્યું તેમ હવે ભવિષ્યકાળમાં અશુભ કર્મના મહા કુટુ વિપાક ભોગવવાના રહેતા નથી. ચાર શરણાદિ ત્રણ ઉપાયો અને પૂર્વોક્ત પ્રાર્થનાઓથી ઉભા થતા શુભ ભાવનો આ જબરદસ્ત લાભ સમજાય, તો એ રોજ ત્રિકાળ સેવાય.
અહીં એ પ્રમાણે નુકશાનોનું નિવારણ એ ફળ તરીકે કહ્યું. હવે સમ્યગ્ ઉપાયોની સિદ્ધિસ્વરૂપ ફળને કહે છે.
સૂત્ર :- તન્હા બાસાજિન્નતિ પરિપોસિદ્ધતિ નિવિન્નતિ સુદરમ્માળુવધા । साणुबन्धं च सुहकम्मं पट्टिभावन्जिअं नियमफलयं सुपउत्ते विअ महागए सुहफले सिआ, सुहपवत्तगे सिआ, परमसुह साहगे सिआ ।
અર્થ-વિવેચન :- આ સૂત્ર અને તેના અર્થના પઠન વગેરેથી શુભ કર્મના અનુબંધો આત્મામાં ભરપૂર એકત્રિત થાય છે; વળી શુભ ભાવની વૃદ્ધિથી તે અનુબંધ પુષ્ટ થાય છે અને પરાકાષ્ઠાએ પહોંચે છે. અહો ! કેવું મહિમાવંતુ આ પંચસૂત્ર ! ખરેખર, અનુબંધવાળું શુભ કર્મ એમાં રહેલા અત્યંત અનુબંધની અપેક્ષાએ ઉત્કૃષ્ટ (પ્રધાન) કોટિનું હોય છે. તેમજ તીવ્ર ‘શુભ’ અધ્યવસાયે એ ઉપાર્જેલું હોઈ નિયમા ઉત્તમ ફળને આપે છે. જેમકે ‘કોઈ એકાંતે કલ્યાણકારી એવા ઉત્તમ ઔષધનો સારી રીતે વિધિસર પ્રયોગ થયો હોય તો તે સુંદર ફળ તરીકે આરોગ્ય- તુષ્ટિપુષ્ટિને આપે છે. એમ, શુભ કર્મ અનુબંધવાળું હોઈ, એ વિપાકે નવા તેજસ્વી શુભમાં પ્રવૃત્તિ