Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila
Catalog link: https://jainqq.org/explore/005959/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પંચસૂત્રનું પ્રથમ સૂત્ર પાપ પ્રતિઘાત અને ગુફા બીજાથાના (આરાધના શિબિરનો વિષય) શ્રી રાજ-સૌભાગ સત્સંગ મંડળ સૌભાગ પરા, નેશનલ હાઈવે ૮-એ પાસે, સાયલા. જી. સુરેન્દ્રનગર Page #2 -------------------------------------------------------------------------- ________________ ૐ “ઉચ્ચ પ્રકાશના પંથે” માંથી પંચસૂત્રનું પ્રથમ સૂત્ર પાપ પ્રતિઘાત અને ગુડ્ડા બીજાથાન સંચાલનઃ પૂ. ભાઈશ્રી નલીનભાઈ કોઠારી ભાગ le સત્સંગ સાયલા મંડળ શ્રી રાજ-સૌભાગ સત્સંગ મંડળ સૌભાગ પરા, નેશનલ હાઈવે ૮-એ પાસે, સાયલા. જી. સુરેન્દ્રનગર Page #3 --------------------------------------------------------------------------  Page #4 -------------------------------------------------------------------------- ________________ સહજાત્મ સ્વરૂપાય નમ: શ્રી રાજ સૌભાગ આશ્રમના મુમુક્ષુઓનો અભ્યાસ વધે અને અધ્યાત્મના ગૂઢ રહસ્યો સમજી શકે તે લક્ષ શિબિર માટે પંચસૂત્ર' વિષય પસંદ કરવામાં આવેલ છે. પંચસૂત્રના રચયિતા શ્રી ચિરન્તનાચાર્ય (જેમની વિગત પ્રાપ્ત થયેલ નથી) છે. તેનો ભાવાર્થ આચાર્યવર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજીએ કરેલ છે અને સમર્થ આચાર્યો આ વિષયનો સ્વાધ્યાયબધા સાધુભગવંતો તથા શ્રાવકોને કરાવી તેની મહત્તા સમજાવતા હોય છે. પંચસૂત્ર' અત્યંત પ્રભાવશાળી છે આ સૂત્રનો વિધિપૂર્વક પાઠ કરવાથી અશુભ કર્મોનો અનુબંધ (એટલે કે અશુભ સંસ્કાર) અથવા વિશિષ્ટ કોટિના અશુભ કર્મો શિથિલ બની અનુક્રમે તેનો નાશ થઈ જાય છે. બાકી રહેલા અશુભ કર્મો પણ સુખપૂર્વક, સરળતાથી દૂર થઈ જાય છે અને ફરીથીન બંધાય તેવી સ્થિતિના બની જાય છે. આની સાથે સાથે શુભકર્મો અને શુભસંસ્કારો ઉત્પન્ન થાય છે. આ સંસ્કારો દિવસે દિવસે વધતા જાય છે અને પછી તેની પરાકાષ્ઠાએ પહોંચે છે. આવા પ્રકૃષ્ટભાવથી ઉપજેલ અને અનુબંધવાળુ શુભકર્મ નિશ્ચયથી ફળ આપનારૂ બને છે. આરાધક શુભ પ્રવૃત્તિ કરવામાં રાઓ પાઓ રહે છે જેના પરિણામે તે પરમસુખની પ્રાપ્તિ સાધનાર બને છે. શ્રી વિજયભુવન ભાનુસૂરીશ્વરજી મહારાજ સાહેબે આ વિષય પર વિવેચન કરેલ છે. જે ‘ઉચ્ચ પ્રકાશના પંથે' નામના પુસ્તક રૂપે પ્રગટ થયેલ છે. આ પુસ્તકના આધારે પંચસુત્રના પાંચ પ્રકરણોમાંનું પ્રથમ સૂત્રપાપ પ્રતિઘાત અને ગુણ બીજાધાન’ લઈને શિબિરાર્થીઓને મોક્ષમાર્ગમાં આગળ વધવા માટે મદદરૂપ થાય તેવા શુભભાવ સાથે સ્વાધ્યાયમાં લેવામાં આવશે. લી. ૨૫/૧ર/ર૦૧ર. પ્રકાશન સમિતિ શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળ Page #5 -------------------------------------------------------------------------- ________________ : ૧ : આ ગ્રન્થની બીજી આવૃત્તિમાંથી તીર્થોદ્ધારક પ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયનીતિસૂરીશ્વરજી મ. ના પ્રશિષ્યરત્ન ત્યાગી તપસ્વી પૂ. આચાર્યદેવશ્રી વિજય મંગલપ્રભસૂરીશ્વરજી મહારાજનું પંચસૂત્ર સંબંધી વક્તવ્ય * * * * શ્રી વીતરાગ સર્વજ્ઞ જિનેશ્વર પ્રભુના શાસનમાં પ્રવેશ કરવા આ પંચસૂત્રનો પ્રકાશ મુમુક્ષુ માટે અતિ જરૂરનો છે. જે સાચું શાશ્વતસુખ મોક્ષમાં છે, એની પાયાથી ટોચ સુધીની માર્ગસાધના એજ આ પંચસૂત્રનો પરમાર્થ છે. જે મોહનો ક્ષય કરીને જ મોક્ષની પ્રાપ્તિ થાય છે, તે મોહનો ક્ષય ક૨વાનો સહજ સરલ માર્ગ અતિનિપુણભાવે આ ગ્રન્થમાં ભરપૂર વિશદતાથી વર્ણવ્યો છે. જીવોની તથાભવ્યતા ભિન્નભિન્ન હોય છે. એટલે તુચ્છ બુદ્ધિવાલાને સુખની ઇચ્છાએ અર્થ-કામ-પુરુષાર્થમાં લગની તીવ્ર હો છે. આશ્ચર્ય છે કે તે સુખ કિંપાકફળ જેવું દુ:ખદાયી, પરાધીન, નિરાધાર છતાં એ જીવોને ઇષ્ટ હોય છે ! ત્યારે ઉત્તમ મુમુક્ષુ આત્માને સાચું અને શાશ્વતું સહજ સુખ વહાલું હોવાથી ધર્મ અને મોક્ષ-પુરુષાર્થમાં એ લાગેલા હોય છે. ચારે પુરુષાર્થમાં પ્રધાન ધર્મપુરુષાર્થ છે, કેમકે એ સર્વને સિદ્ધ કરનાર છે. તો જ્યારે અર્થ, કામ અને મોક્ષ ધર્મપુરુષાર્થથી જ મળ્યા છે અને મળશે, તો પછી દરેકે ધર્મ પુરુષાર્થ સાધવો જ હિતાવહ છે. શુદ્ધ ધર્મ માટે શ્રી સર્વજ્ઞનાં શાસ્ત્રોની પૂરેપૂરી જરૂર છે. એમાં મધ્યસ્થ અને બુદ્ધિકુશળ મુમુક્ષુ માટે સર્વજ્ઞ-વચનાનુસારી આ પંચસૂત્ર મહાશાસ્ત્ર કે જે મંદશક્તિવાળા દુષમકાળના જીવોને ટૂંકમાં સર્વજ્ઞકથિત ધર્મનો સાર જાણવા એક રતખાણ સમું છે, તેની અતિનિપુણ સૂત્રરચના તો ભૂખ્યાને ઘેબર જેવી સ્વાદિષ્ટ છે. પ્રામાણિક શાસ્ત્રોમાં આ પંચસૂત્ર પ્રધાનપદે રહી માનવભવમાં મોક્ષ પ્રાપ્ત કરાવી આપનાર સાધનાનું બોલતું શાસ્ત્ર વર્તે છે. અનાદિ ભવસમુદ્રમાં અજ્ઞાનદશાવશ દુઃખના જ ઉપાયો યોજ્યા ! દુઃખમય દશા ભોગવી ! દુઃખની પરંપરા જ વહી ચાલી ! અવ્યવહાર- નિગોદમાં એવો અનંતાનંત કાળ નારકીથી અનંતગુણાં દુઃખમય જન્મમરણાદિ અનુભવતાં, પછી ત્યાંથી છૂટીને Page #6 -------------------------------------------------------------------------- ________________ L: ૨ : વ્યવહાર નિગોદ આદિમાં એજ મહા મોહના ઉદયને લઇને અનંત પુદ્ગલપરાવર્ત વિતાવ્યા ! જેમાં કૃષ્ણપક્ષીય અમાસ જેવા મનુષ્યભવ પણ પામ્યા અને હારી ગયા. હવે આજે જો સર્વજ્ઞ-શાસનની પ્રાપ્તિ થઈ છે તો એથી આસન્નભવી બનીને પંચસૂત્રના મહા પ્રકાશથી પશુ જીવનને પાર કરી આ ઉત્તમભવને અજવાળીને પરમેશ્વરના શાસન- રજવાડામાં પ્રથમસૂત્રે બતાવેલ માર્ગનું આરાધન કરીએ, તો પાપનો ક્ષય કરી સહજાનંદી ગુણોના બીજનું ભોજન બનાય. ત્યાં સમ્યગ્દર્શનના શુક્લપક્ષીય પૂનમ-ચાંદની જેવા પ્રકાશમાં પુણ્યાનુબંધી પુણ્યોદય વધારતા જવાય, અને મોહનો ક્ષય થતાં અંતે મોક્ષની પૂર્ણિમા-ચંદ્ર પ્રકાશી ઉઠે. એ સામર્થ્ય આ સૂત્રમાં છે. સંસારી જીવોમાં મોટો ભાગ બાળ-અજ્ઞાન હોય છે. પરંતુ જે મધ્યમ કોટિના મધ્યસ્થ સત્યગવેષક જીવો છે, તેમાં ય અતિ અલ્પસંખ્યાક જીવો ગંભીર સ્યાદ્વાદસમુદ્રમાં ઊતરે છે. એમને પ્રારંભે ભલે નાની પણ શુક્લપક્ષીય બીજચંદ્રરેખાનો પ્રકાશઉદય થતાં એ આ પંચસૂત્રના સહારે પૂનમપ્રકાશરૂપે ઝળહળી બાહ્યાત્મામાંથી ઠેઠ પરમાત્મદશાએ પહોંચાડે છે. મૂળ પંચસૂત્ર રાજાની જેમ પંડિતોને આનંદ સાથે રક્ષણ આપે છે. આ. શ્રી હરિભદ્રસૂરિ જેવા મહાપ્રાશે એ “વૃત્તિ રચવાથી વ્યક્ત કર્યું. એના પરની વિવેચના “ઉચ્ચપ્રકાશના પંથે' મધ્યમ કોટિના જીવોને મંત્રની જેમ સમાધિ-હેતુ બને છે; અને એમાંનાં બાળ-ભોગ્ય દ્રષ્ટાંતો અજ્ઞાનીને પણ જ્ઞાની બનાવે એવા સૌભાગ્યવતી સ્ત્રીની શિખામણ જેવા છે. દ્રવ્યાનુયોગ, ચરણકરણાનુયોગ વગેરે અનુયોગમાં સમર્થ આચાર્યોએ અનેક શાસ્ત્રો રચ્યા; તેમાં જેમ ‘તત્ત્વાર્થાધિગમ' મહાશાસ્ત્ર અતિગંભીરરૂપે પ્રખ્યાત છે, એમ આ “પંચસૂત્ર” પણ તેની તુલના કરે એવું છે; એ વસ્તુ સમર્થ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીની વૃત્તિ કહે છે, પ્રdવનસાર Uષ સ ળિયા-યોતિ અર્થાત સમગ્રં આહત શાસ્ત્રોનો સાર આ પંચસૂત્ર છે, કેમકે એમાં સમ્યગ જ્ઞાનક્રિયાનો ખજાનો સંક્ષેપમાં ભર્યો છે. “ગીતા' જેવા શાસ્ત્ર ગંભીર છતાં ગીતાનો એ ઉપદેશ શા માટે યોજાયો અને એનું પરિણામ શું આવ્યું એ જોતાં વિષયાસક્તિ અને કષાયની વૃદ્ધિ થવાનું દેખાય છે, કે જે સંસારવર્ધક છે; ત્યારે આ પંચસૂત્ર' માં કેવળ પાપક્ષય અને અસંક્લિષ્ટ અને ગુણાધાયક પુણ્યવૃદ્ધિ દ્વારા મોક્ષ પમાડવાનો જ હેતુ છે, અજ્ઞાન-અવિરતિનો નાશ કરી ભવરોગ મટાડવાની રાસાયણિક ચિકિત્સા છે. આ સૂત્રમાં હેતુ-હેતુમભાવ અવ્યાબાધ વધે જાય છે. પૂર્વ પૂર્વના સૂત્રવચનોનો ભાવ આત્મસાત્ બનતાં એ જીવનનો સુધારો કરતો કરતો ઉત્તરોત્તર સૂત્રપંક્તિઓના વિષયને અવકાશ આપતો જાય છે. એમ આ સૂત્ર ક્રમબદ્ધ વ્યવસ્થિત જીવનશુદ્ધિ Page #7 -------------------------------------------------------------------------- ________________ : ૩ : આત્મશુદ્ધિને સાકાર કર્યો જાય છે. એના પાલનમાં સાધક જો જરાક પણ ભૂલ કરે તો રોગમાં મિથ્યાભાવે સેવાયેલ કુપથ્યની જેમ અનર્થકારી બને છે. એ સમજવા આ સૂત્ર સુંદર સાધન છે. માટે, ઉત્તમ આત્માએ આ પંચસૂત્ર કંઠસ્થ કરવા લાયક છે, વારંવાર સ્વાધ્યાય કરવા યોગ્ય છે. દુષ્કાળમાં દ્વાદશાંગીનો મોટો ભાગ વિચ્છેદ પામે થકે અવશિષ્ટ આગમ-શાસ્ત્રો પણ પરમ આલંબન છે. એમાં આ સૂત્રની આરાધના પણ સમ્યગુ મોક્ષસાધકરૂપે પરમ આધાર છે. તત્ત્વાર્થ-ભાષ્યમાં, મરિ તુ નિનવનસ્ યWનિર્વાહ દ્રિ મવતિ એક પણ જિનવચનસાગરનું વચન આરાધ્ય મોક્ષગામી બનાવે છે, એ માપતુષમુનિ, ચિલાતિપુત્ર જેવા આરાધકોમાં દેખાય છે. ત્યારે ૧૪ પૂર્વી જેવા પણ જો પ્રમાદભાવે વિરાધક થયા, તો નીચગતિમાં રીબાવાનું ભુવનભાનુકેવળી ચરિત્રમાં જોવા મળે છે. માટે સુજ્ઞ આત્માઓ વિરાધના ટાળી સમ્યક્ શ્રદ્ધાપૂર્વક આ સૂત્ર અને સૂત્રોક્ત માર્ગની આરાધના અવશ્ય કરીને મોક્ષસાધક થાઓ; જેથી જીવન ધન્ય કૃતાર્થ બને, એવી મારી મંગળકામના છે. ગ્રંથપ્રકાશનમાં ઉપકાર કરનારાઓને ધન્યવાદ - આ પંચસૂત્ર ઉપર પૂર્વે અનેક વિદ્વાનોએ ગુર્જર અનુવાદ કરેલ છે. પરંતુ તેનું વિશદ વિવેચન તો તલસ્પર્શી ગંભીર ભાવોભરી પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરીશ્વરજીની સંક્ષિપ્ત સંસ્કૃત વૃત્તિને સ્પષ્ટ કરવામાં કુશળ સહજસિદ્ધ લેખક પન્યાસ ભાનુવિજયજી ગણિવરે (હાલ સ્વ. પૂ. આચાર્યદેવશ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ) ઉચ્ચ પ્રકાશના પંથે નામના વિવેચનથી કર્યું છે. તે જોતાં મને નિર્ણય થયો કે વર્તમાન જડવાદના અનાર્ય સંસ્કારી જમાનામાં મુગ્ધ થયેલ ભવી આત્માને શ્રી જિનેશ્વર ભગવંતના અમૃત-વચનોનો આસ્વાદ સચોટ રીતે પમાડનારું આ કલ્યાણહેતુ લખાણ છે, અને મેં તેથી ઘણા આત્માઓને મનનપૂર્વક વાંચવાને પ્રેરણા કરેલ. પરંતુ થોડા જ વખતમાં આ ગ્રન્થ અલભ્ય થયો અને જિજ્ઞાસુઓને આની જરૂર પડી; તેથી આ ગ્રન્થની બીજી આવૃત્તિ માટે પંન્યાસજીને મારી પ્રેરણા થઈ. જો કે તેમને અનેક સાહિત્ય-સર્જન વ્યાખ્યાન, મુનિસમૂહ-સંભાળ વગેરેને લીધે સમય-સંકોચ હતો, છતાં જીવોની ભાવદયા જાણી એમણે આ વિવેચનગ્રન્થમાં બાળજીવોને ઉપકારક સંવેગ-વૈરાગભર્યા દ્રષ્ટાનો દાખલ કરવા સાથે પૂર્વ આવૃત્તિના ભાવોને વિશેષ સ્પષ્ટ સુગમ કરનાર સુધારાવધારા કરી આપવા સંમત થયા, ને લખાણ તૈયાર થવા સાથે મુદ્રણનું કાર્ય શરૂ થયું. એ ઘણા આનંદની વાત છે કે આ ગ્રન્થ વાચકવર્ગને અમૃતના આસ્વાદ સાથે મુમુક્ષુ બનાવે એવો છે. એમાં શાસનદેવોને સહાયક થવા અભ્યર્થના છે. Page #8 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય આવૃત્તિ પ્રસંગે વિવેચનકારે આલેખેલ ગ્રન્થ-પરિચય : ૪ : પરમ પુણ્યનિધિ શ્રી વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ વહાવેલી નિર્મળ ભારતી ભાગીરથીના અખંડ સ્રોતથી આર્યદેશ આજે પણ ગૌરવવંતો છે. અંતરની તૃષ્ણાના તાપને, વિષયાસક્તિ-જવરના દાહને અને કર્મલેપના મળને મિટાવી, ભવભ્રમણના થાક ઉતારી, મોક્ષપર્યંતના અનંત ગુણોના પાકને આત્મક્ષેત્રે પકવનારી એ ભાગીરથીથી હારીને જાણે લૌકિક ભાગીરથી સમુદ્રમાં આપધાત અર્થે ન પડતી હોય ! આ વીતરાગની વાણીને ચિરસ્થાયી રૂપમાં ગુંથી લેનાર અનેકાનેક જૈન શાસ્ત્રરતો છે. શ્રી પંચસૂત્ર એ પૈકીનું એક ભવ્ય શાસ્ત્ર છે. કર્મને પલ્લે પડેલા ભવ્ય જીવો સંસાર અટવીમાં રઝળતા રઝળતા મહામુશીબતે માનવ જીવનમાં આવ્યા પછી, એ જીવો કર્મનો સર્વનાશ નીપજાવી, માનવતા અને દિવ્યતાને ય વટાવી પરમાત્મતામાં મ્હાલતા કેવી રીતે બને, એ માટેની ક્રમિક સાધનાનું વર્ણન પંચસૂત્રમાં કરવામાં આવ્યું છે. અહિ સૂત્ર એટલે એકેક પ્રકરણ, એકેક અધિકાર, એ ગંભીર અને વિશાલ અર્થનું સંક્ષેપમાં સૂચન કરે છે એ માટે સૂત્ર કહેવાય છે. આ શાસ્ત્રના રચયિતાનું નામ તથા ઇતિહાસ મળ્યા નથી. પરંતુ શાસ્ત્રની ભાષા આગમસૂત્ર જેવી ગદ્ય પ્રૌઢ અને ભાવવાહી હોઇને એ કોઇ બહુ પ્રાચીન અને પૂર્વનું જ્ઞાન ધરાવતા મહર્ષિની કૃતિ હોય એમ સંભવે છે. એ શાસ્ત્ર મૌલિક વાતો કહેતું હોઇ શ્રી તત્ત્વાર્થ મહાશાસ્ત્રની પૂર્વે એ રચાયું હોય એ બનવા જોગ છે. અલાબુનું દ્રષ્ટાંત વગેરે એમાંથી તત્ત્વાર્થકારે લીધા સંભવે છે. શ્રી પંચસૂત્ર ઉપર ટૂંકું વિવેચન લખનાર મહર્ષિને કોણ નથી ઓળખતું ? ચિતોડના રાણાના સમર્થ વિદ્વાન પુરોહિત બ્રાહ્મણપણામાંથી જૈન સાધુદીક્ષા પામી, જૈનશાસનના મહાપ્રભાવક જૈનાચાર્યપદે પહોંચી જનાર, ૧૪૪૪ અજોડ શાસ્ત્રોના પ્રણેતા, ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ આ પંચસૂત્ર ઉપર વિવેચન લખે, એ ગ્રંથની મહાન ઉપયોગિતા અને ગંભીરતા સૂચવે છે. આ વિવેચનના આધારે જ ગુજરાતી ભાષામાં અહીં વિવેચન કરવામાં આવ્યું છે. ગ્રંથનું નામ ટીકાકારના અનુસારે પંચસૂત્રક, અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજી Page #9 -------------------------------------------------------------------------- ________________ : ૫: મહારાજની ધર્મપરીક્ષાના હિસાબે પંચસૂત્રી એવું નામ મળે છે, છતાં ચાલુ વ્યવહાર પંચસૂત્ર એવું નામ રાખ્યું છે. આ પંચસૂત્રમાં વિવિધ અર્થિઓને ગ્રાહ્ય મહાન નિધાન પડેલાં છે. આમાં નિર્મલ શ્રદ્ધાબલ અને ઉચ્ચ આધ્યાત્મિક તત્ત્વચિંતન કેળવવાની પ્રેરણા અને પ્રકારો છે; મોહ અજ્ઞાનના અંધત્વ મિટાવવા દિવ્ય અંજન છે; દુર્બાન અને ચિતાની દાહક જ્વાળાઓ સમાવનાર શીતલ શુભ ધ્યાનના સિંચન છે. માનસિક ઉદ્વેગ અને વિદ્વલતોની નાગચૂડમાંથી છોડાવનાર મંત્રો છે. દીનતા સુદ્રતાદિ દૂષણો કે દિલના દર્દો દૂર કરવાના સચોટ ઔષધો છે, ઉચ્ચ યશસ્વી જીવન જીવવાની ચાવીઓ છે. આપત્તિમાં આશ્વાસન સાથે સાત્વિક સહિષ્ણુતા કેળવવાના બોધપાઠ છે. ટૂંકમાં પંચસૂત્ર એટલે મહાગુલામી અને મહાત્રાસના મેરુ નીચે અંતરાત્મામાં દબાઇ રહેલ ભવ્ય સમૃદ્ધિ-વૈભવને પૂર્ણ પ્રકાશિત કરવાનું અમોઘ માર્ગદર્શન. એ દ્વારા સૂત્રકારે આપણા પર અનંત ઉપકાર કર્યો છે. સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રના ખપીને, ત્યાગ તપ અને વિરાગ-વિરતિના અર્થિને, ઉચ્ચ ભાવના- ધ્યાન અને આત્મરમણતાના અભિલાષીને આ શાસ્ત્ર વિના ચાલી શકે એમ નથી. તેથી આ ગ્રંથના પદે પદનું વારંવાર અધ્યયન, મનન, નિદિધ્યાસન કરવું જોઈએ. અહિ નીચે મૂળ ગ્રંથની અતિ ટૂંકી રૂપરેખા દોરી છે. પરંતુ ગ્રંથનું મહત્ત્વ તો વિવેચનમાં ખૂબ ઊંડા વિચારો પૂર્વક યોજેલા સ્પષ્ટીકરણોને પુનઃપુનઃ મથવાથી સમજાશે. ગ્રન્થવસ્તુ- પંચસૂત્રના ૫ પ્રકરણોમાં ૧ પાપપ્રતિઘાત પૂર્વક ગુણબીજાધાન, ર સાધુધર્મ-પરિભાવના, ૩ પ્રવજ્યા-ગ્રહણ વિધિ, ૪ પ્રવ્રજ્યા પાલન અને ૫ પ્રવજ્યાફળ મોક્ષ એ મુખ્ય વિષય છે. | પંચસૂત્ર અને વિવેચનનો ટૂંકસાર વિવેચન-ગ્રંથના પ્રારંભે આત્માની વિકૃત અંધકારમય દશાના કારણ તરીકે “અહ-મમ' ના સાચાં સ્થાનનું વિસ્મરણ બતાવી “ઉચ્ચ પ્રકાશના પંથે' નામની સાર્થકતા બતાવી, “પાપ પ્રતિઘાત- ગુણબીજાધાન,” “સાધુધર્મની પરિભાવના” વગેરે પાંચ સૂત્રનામોનો પરિચય આપ્યો. પછી પંચસૂત્ર “સતુ” યાને સત્ય ને સુંદર કેવી રીતે તે દર્શાવતાં કૃષ્ણ અને ઋષભદેવના દ્રષ્ટાંતથી જિનવચનની અનન્ય વિશિષ્ટતા બતાવી, એમાં પ્રભુનો ૯૮ પુત્રોને ઉપદેશ કહ્યો. પછી પાંચ સૂત્રોના ક્રમનું પ્રયોજન, સૂત્રનામનો ભાવાર્થ, દ્વાદશાંગીસાર જ્ઞાન-ક્રિયા, ને નિર્બેજ-સબીજ ક્રિયા (પૃ.૧૩) નું સ્વરૂપ કહ્યું. Page #10 -------------------------------------------------------------------------- ________________ : ૬ : આ પછી તો ટૂંકમાં પતિત-ઉત્થિત અવસ્થા બહુ સ્પષ્ટ કરી તેમાં પંચસૂત્રનો માર્ગ ભવાભિનંદીને ન જચવાનું કહી. એના ક્ષુદ્રતાદિ ૮ દુર્ગુણો કથાઓ સાથે વિસ્તારથી વિચાર્યા. (પૃ.૧૫) ૧. પર્વત-નારદની કથા સાથે આમાં ક્ષુદ્રની વિચારણા. ૨. લોભતિની ભયાનકતા-કપિલ કેવળી-મમ્મણ શેઠ નાળિયેરીજીવનાં દ્રષ્ટાંત (પૃ.૨૧), ભવવ્યાધિનું કુપથ્ય લાભલોભ, ૩. દીનતા શું શું કરાવે, (પૃ.૨૪) ૪. માત્સર્યની દુર્દશા સિંહગુફાવાસી મુનિ (પૃ.૨૭) ૫. ભયની અવદશા, તિજોરીમાં શેઠ, ૬. શઠતા પર ચંદ્રકાંતના નોકરની કથા, ૭. અજ્ઞતા-મૂઢતા કેવી ? (પૃ.૩૪) મૂઢ પંડિત, ૮. નિષ્ફળારંભનું રહસ્ય, ભવાભિ માં દોષસહજતા વગેરે કહ્યું. (પૃ. ૩૭થી) અવ્યવહાર વ્યવહારરાશિ- કૃષ્ણપક્ષ-ચરમાવર્ત-ભવ્યત્વનો પાસપોર્ટ, સહજમળહાસ, યોગની પહેલી ૪ દ્રષ્ટિ, ૫ યોગબીજ, યથાપ્રવૃત્તકરણ, ગ્રંથિભેદ, અંગારમર્દક-કથા (પૃ.૪૨), ધર્મસાધનાનો દુર્લભ પુરુષાર્થકાળ, સમ્યગ્દર્શન, સાનુબંધ ક્ષયોપશમ, એના ઉપાય, નંદમણિયાર (પૃ.૪૫), અને આરાધક ભાવનું શ્રેષ્ઠ કર્તવ્ય બતાવી ભૂમિકા પૂર્ણ કરી. સૂત્ર-૧. ‘પાપપ્રતિઘાત-ગુણબીજાધાન' આમાં (પૃ.૪૮) મંગળ-નમસ્કારમાં અરિહંતના ૪ વિશેષણોની સાર્થકતા, ૪ અતિશય, અને એમાં ‘વીતરાગ’-વિશેષણના પ્રસંગમાં દ્વેષ કરતાં ય મોહ કેમ પ્રબળ, એના પર ૩૫ હેતુઓ, (પૃ.૪૯) તથા એ બે કરતાં ય મોહ કેમ વધુ ખતરનાક એનાં કારણો, (પૃ.૫૩) અને પ્રશસ્ત-અપ્રશસ્ત રાગ-દ્વેષનું સ્વરૂપ બતાવ્યું. સુરેન્દ્રપૂજાનું રહસ્ય (પૃ.૫૬), સર્વજ્ઞ કેમ ? અરિહંત શું શું પ્રકાશે ? જિનવચનનાં શ્રવણ કેવાંમ થાય ? માનવકાળનું મૂલ્યાંકન, ઇત્યાદિ બતાવ્યું. પછી (પૃ. ૬૦) વિષયપ્રારંભ કરતાં કહ્યું, જીવ-સંસાર- કર્મસંયોગ અનાદિ, .દુઃખરૂપ-દુઃખફલક-દુઃખાનુબંધી સંસારનો ઉચ્છેદક શુદ્ધધર્મ, એના પ્રાપક પાપકર્મનાશ તથાભવ્યત્વાદિલભ્ય; એનાં વિપાકસાધન, ૧. ચતુશરણ-સ્વીકાર, ૨, દુષ્કૃતગહ અને ૩ સુકૃતાનુમોદન. વિવેચનમાં, સદ્ભત્મસિદ્ધિ, સંસાર અનાદિ, કાર્યકારણનાં નિયમથી અનાદિ દુઃખરૂપ, વિષયખણજ-જન્મ-જરાદિરૂપ હોવાથી, દુ:ખલક, અવશ્યવેધ કર્માનથી; દુઃખાનુબંધી કર્મબીજોથી. ભવોચ્છેદક ઉપાય ઔચિત્ય-સાતત્ય-સત્કારવિધિથી સાધ્ય (પૃ.૧૦૩), તથાભવ્યત્વ શું ? ત્રણ ઉપાય કેમ સાધન ? વગેરે બતાવ્યું. શરણ સ્વીકાર તે તે વિશેષણોની શ્રદ્ધાથી સાચો' બતાવી સુલસાનો શરણસ્વીકાર, એની ચાવી, (૧) અરિહંતનાં વિશેષણો (પૃ.૭૨) પરમ ત્રિલોકનાથ, Page #11 -------------------------------------------------------------------------- ________________ : ૭ : અનુપમ પુણ્યસમૂહ આદિ, શ્રીપાળને શરણ, (૨) સિદ્ધનાં વિશેષણ (પૃ.૭૫), જરા-મરણમુક્ત, અઇમુત્તા... નિરુપમસુખ, કરકંડુ, શ્રેષ્ઠ તત્ત્વ, (૩) સાધુનાં વિશેષણો (પૃ.૭૭) પ્રશાંત ગંભીરાશય, સુદત્તમુનિ, સાવદ્યવિરત, મંત્રીની હવેલી.... પરોપકારક્ત કેશી-પ્રદેશી, પદ્મઉપમા, ભાવવિશોધન; (૪) ધર્મનાં વિશેષણ (પૃ. ૮૧) ત્રિલોકપૂજિત, મોહાંધકારનાશક, રાગદ્વેષ-વિષમંત્ર, ૩ કર્તવ્ય, સકલકલ્યાણહેતુ, કુમારપાળને બે યોગમાયાદર્શન...આદિ બતાવ્યું. દુષ્કૃતગર્હામાં (પૃ.૮૫) અનેકવિધ દુષ્કૃત્ય તથા એનાં સેવનપ્રકારો કહી દ્રઢપ્રહારીને ‘તું મરે તો ય તારા પાપ ક્યાં મરે ?? -મુનિનો ઉપદેશ, ‘મિચ્છામિદુક્કડં’ના અક્ષરાર્થમાં આત્મવિકાસકર સુંદ૨ ૫ ગર્ભિતભાવ, દોષતિરસ્કાર- કૈસ્વાત્મદુગંછા- મૃદુતા- નમ્રતા- “બીજભૂત- કુવૃત્તિનાશ વર્ણવી, ગહં, અકરણનિયમ, દેવગુરુની શિક્ષા- સંયોગ-બહુમાનની પ્રાર્થના, પ્રાર્થનાનું મહત્ત્વ, ચિતારાની પુત્રી તથા સેવા-આજ્ઞા- સ્વીકાર-પાલનની પ્રાર્થના કહી. ૪ સુકૃતાસેવનમાં, -અરિહંતનાં સુકૃતો, (પૃ.૯૫) અનુમોદનનો પરમાર્થ, સિદ્ધનું અનુમોદનીય , આચાર્ય-ઉપાધ્યાય-મુનિઓનાં સુકૃત, મોહનો અધિકાર ઊઠી ગયા બાદ અધ્યાત્મયોગ શ્રાવકના મોક્ષમાર્ગ-યોગો, ઇતરના માર્ગસાધન યોગો, આ સુકૃતો અનુમોદવાનું કહે છે. (પૃ.૯૭), આ અનુમોદના યથાર્થ થઇ આચરણમાં પરિણમે માટે ઉન્નતિકારક અંગો વિધિપાલન શુદ્ધભાવ-સન્ક્રિયા-નિર્દોષપાલનમાં જરૂરી જિનાજ્ઞાપેક્ષા-નિર્મળહૃદય પ્રબળ પુરુષાર્થ-સત્ત્વ વર્ણવ્યાં. અનુમોદનનાં મૂળમાં પ્રાર્થના-સવિષયા શી રીતે, અરિહંતાદિ પર વિશિષ્ટ સદ્ભાવ, જિનનો ધ્રુવતારાની જેમ આલંબન-ઉપકાર ને અચિંત્ય શક્તિ, પ્રાર્થકનો મૂઢતાનો ઇકરાર (પૃ.૧૦૩), આ સૂત્રપઠનાદિનું ફળ અશુભાનુબંધÇાસ, કટકબદ્ધ વિષનું દ્રષ્ટાંત, શુભાનુબંધઅર્જન. નિયાણાનું લક્ષણ (પૃ.૧૦૬) બ્રહ્મદત્ત-અમિશર્માના દ્રષ્ટાંતથી વર્ણવી પાપપ્રતિઘાત- ગુણબીજાધાનને વર્ણવતું ૧ હું સૂત્ર પૂર્ણ કર્યું. ત્યાં અંતે નમસ્કાર્યને નમી સર્વે સુખી થવાની મૈત્રી ભાવના કરી. * * Page #12 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા XX ૪૫ સૂત્ર-1 ૪૦ ४८ ૫૩ ૫૮ ૬O વિષય પાનું વિષય આત્મવિકૃતિ-અંધકાર-પ્રકાશ ૧ સાનુબંધ ક્ષયોપશમ-ઉપાય પાંચ સૂત્રની ઓળખ ૩ *નંદમણિયાર-પ્રિય મિત્રચક્રી સસત્ય સુંદરઃ શ્રીકૃષ્ણ ભગવાન શ્રી આદિનાથ પ વીતરાગનમન-ભાવમહત્ત્વ સૂત્રક્રમ સહેતુક: બીજાધાન ૭ ૪ વિશેષણોની સાર્થકતા પરિભાવના-જીવને સહજ શું ? ૧૦ રાગ એ દ્વેષથી પ્રબળ નિર્ભુજ-સબીજક્રિયા ૧૩ ૩૫ હેતુએ ભવાભિનંદીના ૮ દુર્ગુણ ૧૫ મોહની વિશેષ ભયાનકતા *ક્ષુદ્રતા-પર્વત-નારદ ' ૧૫ અરિહંત શું શું પ્રકાશે ? પ૭ *લોભરતિ-મમ્મણ બાલચંદ્ર ૨૧ સર્વજ્ઞવચન શ્રવણની રીત *દીનતા-કંડરીક , ૨૩ અનાદિ જીવ ભવ-કર્મસંયોગ *માત્સર્ય-સિંહગુફાવાસી ૨૭ સંસારનું સ્વરૂપ દુઃખરૂપ *ભય-તિજોરીમાં શેઠ મર્યા ઉપાસનાના અંગોઃ *શઠતા-ચંદ્રકાંતનો નોકર ૩ર. ઔચિત્ય-સાતત્ય-વિધિસત્કાર *અજ્ઞતા-મૂઢ પંડિત તથાભવ્યત્વ-વિપાક-સાધના ૪ શરણ સ્વીકાર-સુલસા ૬૯ *નિષ્ફળારંભસંગતતા અવ્યવહારરાશિ-વ્યવહારરાશિ અરિહંત પરમત્રિલોકનાથ આદિ ૭૧ કૃષ્ણપક્ષ-શરમાવર્ત-ભવ્યત્વ સિદ્ધ પ્રહણજરામરણઆદિ ૭૫. પાસપોર્ટ ૩૯ સાધુ પ્રશાંત ગંભીરાશય આદિ ૭૭ સહજમલહાસલક્ષણ ૪ યોગદ્રષ્ટિ ૪૦ કેશી ગણધરપ્રદેશી યથાપ્રવૃત્તકરણ-ગ્રંથિભેદ ઘર્મ સુરાસુરમનુજ-પૂજિત આદિ ૮૨ ૫ યોગબીજ ૪૧ ધર્મ સકલ કલ્યાણ હેતુ ૪૧ - તે *અંગારમર્દક: ધર્મમાં મલિનાશય ૪ર *કુમારપાળ-દેવબોધિ-હેમચંદ્રસૂરિ ૮૪ સમ્યક્ત-આરાધકભાવ ૪૩ "દુષ્કૃતગ-દ્રઢપ્રહારી ૬૧ ૨૯ ૬૬ 9(ત Page #13 -------------------------------------------------------------------------- ________________ ૮૯ O જી. ૯૩ વિષય ‘દ્રઢપહારી ! જીવનમોત થાય, પાપમોત ક્યાં ? મિચ્છામિ દુક્કડ'માં પ વિકાસમાર્ગ અઈમુત્તામુનિ હિતશિક્ષાદિનું પ્રણિધાન *પ્રાર્થનાબળ-ચિતારાની પુત્રી સુકૃત આસેવનઅદાદિનાં સુકૃતો ઉન્નતિનાં ૫ સાધના-અંગો *પ્રાર્થના-પારસ : નાગકેતુ ૧૦૧ ભગવસ્ત્રાર્થના ૧૦૨ પ્રથમ સૂત્રપાઠનું ફળ ૧/૪ *સઆશસ નયણું નથ : ૧૦૫ ત્રિપૃષષ્ઠ બ્રહ્મદત્ત ૧૦૬ ૯૫ ૯૯ Page #14 -------------------------------------------------------------------------- ________________ પંચસૂત્ર ભીમકા ઉચ્ચ પ્રકાશના પંથે યાને શ્રી પંચસૂત્ર-વિવેચન : ૧ : આત્માની વિકૃત દશા : આત્મા અનાદિ અનંતકાળથી આ વિરાટ વિશ્વમાં અવિરતપણે પરિભ્રમણ કરી રહ્યો છે. આ પરિભ્રમણ પણ કેવું દુઃખદ ! એનું પોતાનું વિશુદ્ધ અનંત જ્ઞાન-વીર્ય-સુખાદિમય સહજ સ્વરૂપ દબાઈ જઈ વિકૃત બનેલા એને અજ્ઞાન-દુર્બળ-દુઃખિત વિટંબણામય ચોરાશી લાખ યોનિઓમાં પુનરપિ જનનં પુનરપિ-મરણં કરવા સ્વરૂપ ! કે જેમાં-રોગ-શોક-દારિદ્રત્ય, ઈષ્ટવિયોગઅનિષ્ટસંયોગ, માન-અપમાન, તિરસ્કાર, ભય ચિંતા-સંતાપ આદિ પીડાઓનો પાર નથી ! ‘અહં-મમ’ના સાચાં સ્થાન ભૂલ્યો : આત્માની આ વિકૃતિ અને પરિભ્રમણ શા કારણે ? કર્મના જબરદસ્ત બંધનોની જકડામણના કારણે કર્મ દશા છે, અવળી મતિ છે. આત્મા પોતે ‘અહં' ‘મમ'નાં સાચા સ્થાનને ભૂલ્યો છે. આત્માને બદલે માટીની કાયાને ‘અહં' - ‘હું' માની બેઠો છે ! જ્ઞાનાદિ આત્મસંપત્તિને બદલે કાયાનાં સુખ-સગવડ અને તત્સંબંધી જડચેતનને ‘મમ'- ‘મારા' કલ્પી બેઠો છે ! આ 'અહં' ‘મમ'ના અયોગ્ય સ્થાનને લીધે જ જડ પ્રત્યે અનાસક્ત રહેવાને બદલે આસક્તિભર્યો રહ્યો છે. પછી જડની આસક્તિમાં જડતિ સાધવા અર્થે જડની ધોધમાર પ્રવૃત્તિ અવિરતપણે કર્યે જાય એમાં શી નવાઈ ? આશ્ચર્ય તો એ છે કે એથી કપરાં દુસ્સહ દુઃખદ ફળોમાં અનંતાનંત કાળથી વિડંબાવાં છતાં એ અંધકાર- ચેષ્ટાથી હજી થાક્યો નથી ! અરે ! તત્ત્વાંધકારને લીધે હજી એમાં કશું અજુગતું એને લાગતું નથી ! પછી એ અ ં-મમનાં સ્થાપન શાનો રદ કરે ? વિટંબણામય કર્મબંધનોથી શે મૂકાય ? Page #15 -------------------------------------------------------------------------- ________________ : ૨ : પંચસૂત્ર તત્ત્વોનો અંધકાર : આહાહા ! કેવી દુઃખદ દુર્દશા ! અનંત પ્રકાશ અને અનંત સામર્થ્યનો ઘણી આત્મા નિજની અનંત શુદ્ધ સમૃદ્ધિ પુનર્વસ્તગત થવાની આડે ઊભેલા અસતુ “અહ-મમ' યાને અજ્ઞાન અને મોહ જેવા કારમા શત્રુને જ અંધકારવશ જ્યાં કલ્યાણમિત્ર માની છોડવા તૈયાર ન હોય, ઉલટું જન્મોજન્મ એને જ આદરવાનું અને તેથી એના ફળસ્વરૂપ ઊંડા અંધકારમય પ્રદેશમાં વિહરવાનું ચાલુ રાખે, ત્યાં ઉચ્ચ પ્રકાશમય અનંતાનંત સ્વરૂપને ક્યાંથી પામે ? અનાદિથી ચાલી રહેલી અવળી ચાલે ચાલવાનું સર્વથા બંધ કરાય તો જ અનંત સુખના ધામભૂત આત્માની મુક્તિનું પરમપદ પ્રાપ્ય છે. તો જ અનાદિથી ઘોર તિમિરાચ્છાદિત જન્મમરણની ગુફા પાર કરીને ઉચ્ચ પ્રકાશના અજર અમર અખૂટ આનંદમય સ્વસ્થાને શાશ્વત સ્થિતિ કરી શકાય એમ છે. માર્ગ અંધકારનો લેવો અને અનવધિ (અમર્યાદિત) સતત નિર્ભેળ સુખની આશા રાખવી એ હળાહળ ઝેર ખાઈ જીવવાની આશા રાખવા જેવું છે. અનાદિના વિષમ વિષમય મોહ-અજ્ઞાનના રાહે ચાલવામાં દુઃખ, દુર્દશા, પરાધીનતા અને વિટંબનાભર્યા સંસારમાં દીર્ઘ ભ્રમણ સિવાય બીજું કાંઈ જોવા ન મળે. એવી આત્માની વિકૃત અવસ્થાનો અંત તો જ આવે કે આત્મા ઉચ્ચપ્રકાશના પંથે વળી જાય. ગ્રંથનું નામ “ઉચ્ચ પ્રકાશના પંથે શાથી :| ઉચ્ચ પ્રકાશનો પંથ મહાજ્ઞાની ચિરંતન આચાર્ય મહારાજે શ્રી પંચસૂત્ર નામના આ શાસ્ત્રમાં અભુત કોટિનો બતાવ્યો છે. એના અનુસારે જે પોતાના જીવનને ઘડે છે, જીવન એના આદેશોના માર્ગે જીવે છે, તે ઉચ્ચ પ્રકાશના પંથે ચાલી રહ્યો છે એમ કહી શકાય. એટલા માટે આ ભાવાર્થ-ગ્રંથનું નામ “ઉચ્ચ પ્રકાશના પંથે' રાખવામાં આવ્યું છે. પંચસૂત્રના પદપદના અર્થનું શ્રવણ ચિંતન અને આત્મપરિણમન કરતાં કરતાં એવું આંતર સંવેદન થાય છે કે જાણે લોકોત્તર રાજમાર્ગે આત્મા કૂચ કરી રહ્યો હોય. પંચસૂત્ર' અજ્ઞાનના પંથેથી પાછા વાળીને પ્રકાશના પંથે વિચરવાનું સચોટ દિગ્દર્શન કરાવી આંતરચક્ષુ ખોલવા પ્રોત્સાહન આપે છે. એટલે પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કે સ્વાધ્યાય કરતાં કરતાં આત્મામાં નવનવી-સંવેગ-વૈરાગ્યની પરિણતિ,-આંતરદ્રષ્ટિનો વિકાસ અને કર્તવ્ય- અમલનો વર્ષોલ્લાસ અધિકાધિક જાગતો જાય છે ને ? એ ખાસ તપાસવું ઘટે. આ પંચસૂત્રની ભાષા આગમ જેવી અતિમધુર, પ્રૌઢ અને ભાવવાહી હોઈ એની રચના કોઈ પ્રાચીન પૂર્વઘર કોટિના ભાવો જોઈને ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા મહાન Page #16 -------------------------------------------------------------------------- ________________ પંચસૂત્ર ભૂમિકા : ૩ : શાસ્ત્રકાર આચાર્યવર્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે આ ગ્રંથ ઉપર શબ્દસંક્ષિપ્ત અને અર્થગંભીર વ્યાખ્યા લખેલી છે. એમના પણ વચનો સૂત્રવચન જેવા હોઈને એનાં ય રહસ્યો ગંભીરપણે ઉકેલવા રહે છે. પ્રસ્તુત વિવેચનનો પ્રયત એ માર્ગે એક અલ્પ પ્રયાસ છે. પંચસૂત્ર' શું? : પાંચ સૂત્રનો વિષય : આ શાસ્ત્રનું નામ શ્રી પંચસૂત્ર એટલા માટે છે કે આમાં મુખ્ય પાંચ અધિકારને લગતાં પાંચ સૂત્રનો સમૂહ છે. અધિકારનાં નામ આ પ્રમાણે છે - (૧) પાપ-પ્રતિપાત અને ગુણબીજાધાન (ર) સાધુધર્મ-પરિભાવના (૩) પ્રવ્રજ્યા-ગ્રહણ-વિધિ (૪) પ્રવજ્યા-પરિપાલન (૫) પ્રવ્રજ્યા-ફળ. (૧) પાપ-પ્રતિપાત અને ગુણબીર-આધાન : પાંચમા સૂત્રમાં પ્રવજ્યા એટલે કે દીક્ષાના ફળ તરીકે અનંત અવ્યાબાધ સુખાદિમય આત્માની સિત અવસ્થા, મુક્તદશા વર્ણવી છે. ત્યાં મોક્ષદશા પ્રગટ કરવામાં સર્વપ્રથમ કારણ તરીકે પહેલા સૂત્રમાં પાપ-પ્રતિપાત અને ગુણ-બીજાધાન કરવાની પ્રક્રિયા બતાવી છે. અહીં પાપ-પ્રતિપાતમાં “પાપ” એટલે અશુભ અનુબંધનો આશ્રવ આગમન, અથવા અશુભ અનુબંધવાળા કર્મોનો આશ્રવ. અનુબંધ એટલે તેવા તેવા પાપની પરંપરા ચલાવે તેવી બીજ -શક્તિ. એવી અશુભ પરંપરા ચાલે એવાં કર્મનું આત્મામાં આગમન એ પાપ કહેવાય, તેનો પ્રતિધાત એટલે વિચ્છેદ. એ એવો કે જેથી એ અનુબંધ નષ્ટ થયેથી એ પાપનો આત્મા પરથી અધિકાર જ ઉઠી જાય. અર્થાત એ પાપોમાં આવતા તીવ્ર મિથ્યાત્વ, ભવરુચિ, અસત્ અભિનિવેશ કષાયાવેશ, વગેરે પાપો તરફ આત્મા પ્રેરાય જ નહિ, અને તેથી આત્મા પર ગુણબીજનો અધિકાર સ્થાપિત થાય,. ગુણબીજ' એટલે ગુણોનું બીજ. ગુણો” એટલે ભાવથી પ્રાણાતિપાત-વિરમણ (હિંસાત્યાગ) વગેરે; કે જે શ્રાવકપણાના અંશે અને સાધુપણાના સંપૂર્ણતઃ ગુણ છે એનું “બીજ' એટલે એવા મુલાયમ વિપાકવાળા કર્મનું “આધાન'=સ્થાપન, કે જેથી તીવ્ર રાગ-દ્વેષ-આવેશના સંકલેશ અટકી જઈને ગુણની પરંપરા ચાલે. આનું નામ ગુણબીજાધાન. તેનો પરમ આધારભૂત પહેલા સૂત્રમાં બતાવેલ ચતુ શરણ-સ્વીકાર Page #17 -------------------------------------------------------------------------- ________________ : ૪ : પંચસૂત્ર વગેરે ઉપાયો છે. એ એવા સચોટ છે કે એનાથી આ પાપ પ્રતિઘાત અને ગુણબીજ-સ્થાપન થવા દ્વારા પછીના સૂત્રોના વિવિધ પદાર્થ આત્મામાં ઊભા થવાની ભૂમિકા સર્જાય છે. (૨) સાધુધર્મની પરિભાવના :- સાધુ-ધર્મ એટલે પંચમહાવ્રત અને કષાયોપશમરૂપ ક્ષમાદિ ૧૦ પ્રકારનો ચારિત્ર ધર્મ - એની પરિભાવના એટલે એની પૂર્વભૂમિકા તૈયાર કરવા માટે કરાતો એનો તીવ્ર ઝંખનાભર્યો અણુવ્રતો વગેરેનો અભ્યાસ. જૈન શાસ્ત્રોમાં ભાવના શબ્દનો અર્થ (૧) ચિંતવન, ઝંખના, અને (૨) અભ્યાસ, યાને વારંવારનો પ્રયત્ન થાય છે. તેથી અહીં પરિભાવના એ ચિંતવન કે. ઝંખના શુષ્ક નહિ કિન્તુ દિલને ભાવિત કરે એવી ચોક્કસ પ્રયતવાળી અને આત્માના ચારિત્રના વર્ષોલ્લાસને જાગ્રત કરવા તરફ પ્રેરે એવી લેવાની છે. એ માટે બીજા સૂત્રમાં શ્રાવકના પાંચ અણુવ્રત ઉપરાંત બીજી અનેકાનેક અદ્ભુત અને અતિ આવશ્યક સાધનાઓ બતાવી છે. (૩) પ્રવજ્યા-ગ્રહણ-વિધિ :- એટલે કે મુમુક્ષુએ દીક્ષા યાને સંસારત્યાગ કઈ રીતે કરવો તેનું વિધાન. આ સૂત્રમાં પણ ગંભીર સુંદર પ્રક્રિયા બતાવવામાં આવી (૪) પ્રવ્રયા-પરિપાલન :- આમાં સાધુ-ધર્મના ચારિત્રગુણથી આત્મા અધિકાધિક ભાવિત ને વાસિત યાવત્ એ ચંદનમાં સુગંધની જેમ આત્મામાં એકગુણ એકરસ કેમ બને એ માટેના ચોક્કસ પ્રકારના અત્યંત આવશ્યક ઉપાયોનું વર્ણન છે, કે જે ઉપાયો સાથે ચારિત્રધર્મની ચર્યાનું પાલન કરવાનું છે. (૫) પ્રવજ્યા-ફળ :- તરીકે ચારિત્રની પરાકાષ્ઠાએ પહોંચીને સર્વકર્મના ક્ષય પૂર્વક ઊભું થતુ મોક્ષફળ ગ્રાહ્ય છે. આ સૂત્રમાં મોક્ષ અંગેનું અદ્દભૂત પ્રતિપાદન કરેલું છે. ટીકાકારનો મંગળ શ્લોક : નમસ્કાર :શ્રી પંચસૂત્ર ઉપર વ્યાખ્યાકાર વ્યાખ્યા કરતાં મંગળમાં આ શ્લોક લખે છે કે – प्रणम्य परमात्मानं महावीरं जिनोत्तमम् । सत् पञ्चसूत्रक-व्याख्या समासेन विधीयते ॥ અર્થાત જિનેશ્વર ભગવાન પરમાત્મા શ્રી મહાવીરદેવને નમસ્કાર કરીને સત Page #18 -------------------------------------------------------------------------- ________________ | પંચસૂત્ર ભીમકા એવા પંચસૂત્રની વ્યાખ્યા સંક્ષેપથી કરવામાં આવે છે. પરમાત્માને નમસ્કારરૂપી મંગળ એ ઈષ્ટ શુભકાર્યની આડે ઊભેલા વિધોનો યાને અંતરાય કર્મનો નાશ કરે છે, માટે શુભ કાર્યના પ્રારંભે તે જરૂરી છે. ભગવદ્ - નમસ્કાર સુવર્ણસિદ્ધિ કે અન્ય મહામંત્રો કરતાં પણ મહા કિંમતી છે. માટે તો કહે છે કે ને કે : ૫ : इको वि नमुकारो... तारेइ नरं व नारिं वा । મહાવીર પ્રભુને કરેલો એક પણ નમસ્કાર પુરુષને યા સ્ત્રીને ભવપાર કરી દે છે. નમસ્કારનું આટલું ઉત્કૃષ્ટ કોટિનું અચિંત્ય સામર્થ્ય જોઈ કોણ સુજ્ઞ એમાં પ્રમાદ કરે ? અલબત, એ નમસ્કારનું મૂલ્ય, નમસ્કાર સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાસ્વીકારરૂપ બની જવાથી, ઘણું વધી જાય છે. જિનની આજ્ઞાનો સ્વીકાર યાને આત્મસાત્ કરણ જેટલું ઊંચુ, તેટલું ફલ ઊંચુ. આમ જો નમસ્કારથી મોક્ષ સુધીનું ફળ મળે છે, તો બીજી સદ્ગતિ અને અચિન્ય સિદ્ધિઓ પ્રાપ્ત થાય તેમજ ભયંકર આપત્તિઓ ટળે એમાં નવાઈ શી ? વચન સત્-સત્ય-સુંદર :- પંચસૂત્રક એટલે પાંચ સૂત્રોનું બનેલું ‘પંચસૂત્ર' નામનું શાસ્ત્ર. અહીં ‘સસ્તું પંચસૂત્રક' કહીને આ શાસ્ત્રને ‘સત્' એવું વિશેષણ લગાવ્યું. શાસ્ત્ર સત્ એટલે સત્ય અને સુંદર. એ શાસ્ત્ર સત્ય એટલા માટે છે કે એની બતાવેલી પ્રક્રિયા જો બરાબર રીતે આરાધવામાં આવે તો તે નિશ્ચિતપણે નિર્વિવાદ તદુક્ત અનંત સુખમય મોક્ષને પમાડે છે. વળી શાસ્ત્ર સુંદર એટલા માટે કે એ મોક્ષ માટેની જે પ્રક્રિયા બતાવે છે તે મનોરમ છે, સુશક્ય છે, અને સ્વહિત-સાધક સાથે પરહિત-સાધક છે. પરને લેશ માત્ર પણ પીડાકારક નથી. સ્વાત્માનું અહિત હોય કે બીજાને પીડાકારક હોય તે તો અસુંદર ક્રિયા ગણાય. પંચસૂત્રે બતાવેલી મોક્ષ-પ્રક્રિયા એવી નથી. વિચારક પુરુષો આવી સત્ય અને સુંદર હિત-સાધના જ પસંદ કરે છે, અને તેનો આદર કરે છે. સર્વજ્ઞ-અસર્વજ્ઞ-વચનના બે દાખલા : એમ તો ઘણા ય મોક્ષની વાત તો કરે છે; પરંતુ તે નથી તો હોતી સર્વથા સત્ય, કે નથી એની સાધના-પ્રક્રિયા એકાંત સુંદર. અહીં સર્વજ્ઞવચન અને ઈતર વચનના બે દાખલા લઈએ. શ્રીકૃષ્ણ-વચન : - મોક્ષ અને તેના ઉપાયની વાત કરનાર ઈતર શાસ્ત્રમાં એવું સાંભળવા મળે છે કે Page #19 -------------------------------------------------------------------------- ________________ પંચસૂત્ર અર્જુન કૌટુમ્બિક ઝઘડાને લીધે લડવા તૈયાર થયો; છતાં યુદ્ધભૂમિ પર “જુગારમાં ગુમાવેલું રાજ્ય પાછું લેવા જતાં, યુદ્ધ કરીને કુમ્બિઓ, વિદ્યાગુરુ તથા અન્ય ગુણિયલ પુરુષોનો સંહાર કરવો પડે છે; તો એ યુદ્ધ કરવા કરતાં ભીખ માગવી સારી,' એવી ભાવના કરી ! પછી વિજયથી લભ્ય રાજ્ય-સંપત્તિ પર એમ વિરત થઈને શસ્ત્રો હેઠાં મૂકી દીધા ! હવે તેને શ્રીકૃષ્ણ તરફથી લડાઈ માટે એમ ઉત્તેજિત કરવામાં આવે છે કે “આ વિરાગ નથી પણ તારી કાયરતા છે ! આત્મા અજર અમર છે, “એને હું મારું છું' એવો ભ્રમ યાને અભિમાન તું શા માટે રાખે છે ? ...” ઈત્યાદિ. તેથી એ ઉત્તેજિત થઈ ભયંકર લડાઈ લડે છે. આર્યો વચ્ચે ખૂનખાર જંગ જામે છે. તેમાં કોઈ મહાન પુરુષનો નાશ, ભયંકર દ્વેષ, અને દુર્ગાન તથા વિષયતૃષ્ણાનાં પોષણ વગેરે પરિણામ નીપજે છે ! શું આવા વચનો સત્ય અને સુંદર? પાયામાં માંડણી અને અન્તિમ પરિણામ જ આ પ્રકારનું હોય એવાં વચનોને સત્ય અને સુંદર શી રીતે કહી શકાય ? કષાયથી ભૂલા પડેલા જીવોને તથા સંયોગવશ એવાઓનો પક્ષ કરનાર સનોને મારી નાખવામાં મૈત્રી અને કરુણાભાવ ક્યાં રહ્યો ? તો તે વિનાની મોક્ષ-સાધનાની પ્રક્રિયા સત્ય યાને યથાર્થ કેમ ગણાય ? અને એ વીતરાગતા તથા મોક્ષને કેવી રીતે નિપજાવી શકે ? શ્રી ઋષભદેવ-વચન : ત્યારે પંચસૂત્રમાં દર્શાવેલ પ્રયોગ-વિધિનાં ચમત્કાર જોઈએ. ભગવાન ઋષભદેવના અઠ્ઠાણુ પુત્રો, જેમને ભગવાને પોતાની સંસારી અવસ્થામાં અલગ અલગ રાજ્ય આપેલ હતા, તેમના પર મોટાભાઈ ભરતે, ચક્રવર્તીપણું સંપૂર્ણ કરવા માટે પોતાની આજ્ઞામાં આવી જવા, નહિતર લડાઈ માટે તૈયાર થવા આદેશ કર્યો. અઠ્ઠાણું ગુસ્સે થઈ ગયા અને લડી લેવાનું ધારીને પ્રભુ પાસે ભરતની અન્યાયી માગણી પર ફરિયાદ કરવા અને પોતાને ન્યાયી પક્ષવાળા તરીકે લેખાવવા ગયા. તે વખતે આ વીતરાગ સર્વજ્ઞ જગન્દયાળુ પરમાત્માએ એમને કેવો અદ્દભુત બોધ આપ્યો ! એ કહે-- મહાનુભાવ ! તમે ભૂલા ક્યાં પડ્યા ? ભરતને દુશ્મન સમજો છો ? દુશ્મન તો તમારા અંતરમાં બેઠેલ વિષયતૃષ્ણા અને અભિમાન આદિ કષાયો છે. વિરાટ પૃથ્વી પર એક નાનકડા જમીનના ટૂકડાની રાજ્ય-સંપત્તિ પર તમને રાગ અને “અમે એના વ્યાજબી હકદાર' એવું મમત્વ અભિમાન જો ન હોત, તો ભરતને દુશમન શું કામ દેખત ? ભરત એ ઝુંટવીને તમારો પરલોક બગાડે જ એવો નિયમ નથી. જ્યારે આ તૃષ્ણા અહંત આદિ આંતર શત્રુઓ તો પરલોક નિશ્ચિત બગાડે છે. માટે તે Page #20 -------------------------------------------------------------------------- ________________ પંચસૂત્ર ભૂમિકા - નરવીરો ! બહારના કહેવાતા દુશ્મન જોવા કરતાં અંદરના ભયંકર દુશ્મન જુઓ. કષાયોથી આપણો આત્મા અનંત કાળથી સળગી રહ્યો છે. એવા કષાયોની ભયંકર આગ બુઝવો. રાજ્ય-લક્ષ્મી અને માન-પાનના પલ્લે પડી અનંતા આત્મજનને કાં ગુમાવો ? આ મહા મૂલ્યવાન અને અતિ દુર્લભ માનવભવ વિષય- ઘેલછામાં તથા કષાયના આવેશમાં બરબાદ કરી નાખી, જાતને અને બીજાને અનંત ભવસાગરમાં ડૂબાડવા માટે નથી, પરંતુ આંતર શત્રુઓ અને જુના કર્મના બંધન તોડીને અનાદિ અનંત કાળથી ચાલી આવેલી ભવપરંપરાનો કાયમી અંત લાવવા માટે છે ! અનંત જ્ઞાન- સુખાદિયમ શાશ્વત મુક્તિનાં નિજનાં સામ્રાજ્ય લેવા માટે છે. ........ ” ઈત્યાદિ. આ સમજુતીનું સુખદ પરિણામ એ આવ્યું કે પૂર્વોક્ત પ્રસંગમાં જ્યારે પહેલાં જાતે વિરક્ત બનેલો એ પાછળના ઉપદેશથી કષાય અને ભયંકર હિંસામગ્ન બન્યો તે ખૂનખાર લડાઈની લોહીની નદીઓ વહી ! ત્યારે અહીં જાતે કષાયથી ધમધમતા આવેલા, પણ હવે ઉપદેશથી શાંત અને વિરક્ત બની સંસારત્યાગી સંયમી સાધુ બન્યા ! વળી એ સાંભળીને ભરત દોડતો આવ્યો, અને પશ્ચાત્તાપ કરતો ક્ષમા માગે છે, ને રાજ્ય સ્વતંત્રપણે સુખ ભોગવવા વિનંતિ કરે છે. ! પરંતુ આ તો સાચું સમજીને ખરા ત્યાગી બનેલા છે; તેમને સંસાર સાથે શી નિસ્બત ? એ તો પોતાના ત્યાગ-માર્ગમાં જ ૬ઢ રહી આગળ વધતાં વધતાં ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચી જાય છે. પત્યું. લોહીનું એક ટીપું પણ રેડાયું નહિ ! દુશ્મનાવટ વરાળની જેમ ઉડી ગઈ! મૈત્રી અને કરુણાના પૂર વહ્યા ! જેમાં આગળ જઈ અંતે ભરત પણ કેવળજ્ઞાની બન્યા ! સર્વજ્ઞવચનથી આવું સુખદ પરિણામ નીપજ્યુ ! એ સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવાનનો મોક્ષપ્રક્રિયાનો ઉપદેશ આ “પંચસૂત્ર” શાસ્ત્રમાં સંગૃહીત કરાયેલો છે; માટે એ સત્ય અને સુંદર છે. 1. પાંચ સૂત્રનો ક્રમ સહેતુક :- હવે પ્રશ્ન છે કે પાંચ સૂત્રનો ઉપન્યાસ આમ કેમ ? ઉપન્યાસ એટલે સમીપ ન્યાસ, અર્થાત અમુક ક્રમવાળી રચનાની રજુઆત. તો અહીં સૂત્રોનો આ ક્રમ કેમ મૂક્યો ? ઉત્તર એ છે કે આ પાંચ સૂત્રોમાં કહેલા પદાર્થ વસ્તુગત્યા એવી જ રીતે એટલે કે એ જ ક્રમથી પ્રગટ થાય છે. તે આ રીતે કે પાપનો પ્રતિઘાત કર્યા વિના ગુણબીજાધાન થતું નથી, અને ગુણ બીજાધાન થયા વિના વસ્તુત ધર્મગુણ ઉપરના શ્રદ્ધાપરિણામનો અંકુરો ફુટતો નથી; અને તે ન થાય તો સાધુધર્મની પરિભાવના અશક્ય છે. ત્યારે સાધુધર્મની પરિભાવના ન કરેલાને દીક્ષા લેવાની વિધિ આદરવાનો હક્ક નથી. આમ દીક્ષા ન લીધી, તો તેના પાલનનો પ્રયત ક્યાં રહ્યો ? દીક્ષાનું પાલન ન કરે તેને દીક્ષાનું ફળ મોક્ષ ક્યાંથી મળે ? મળે. જ નહિ. Page #21 -------------------------------------------------------------------------- ________________ : ૮ : પંચસૂત્ર આ ક્રમ જાળવવાને બદલે જો કોઈ માણસ પાછલા સૂત્રની વસ્તુ દા. ત. સાધુ-ધર્મની પરિભાવના અગર પ્રવજ્યા વગેરે પહેલી જ ઉપાડે અને પૂર્વનાં પગથિયાં ન રચે, તો એ યથેચ્છ તફડંચી કહેવાય. એમાં કાંઈ વાસ્તવિક ગુણ નહિ, આત્માની ઉત્ક્રાંતિ નહિ. તેથી મોક્ષ સિદ્ધ ન થાય. માટે અહીં કહ્યું કે પાંચસૂત્રના કમે જ વસ્તુ પ્રાપ્ત થાય. આવો પાપપ્રતિઘાત કરીને ધર્મગુણનાં બીજનું આધાન કરવાનું છે. અહીં ગુણ તરીકે પ્રાણાતિપાતવિરતિ આદિ છે. અર્થાત જીવહિંસા, અસત્ય વગેરે દોષ-દુષ્કૃત્યો ઉપર સહજ અરુચિ, અપક્ષપાત, દ્વેષ, વગેરે થઈને હવે એનો પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ થાય તે ગુણ. એમાં પણ સ્વર્ગીય સુખ વગેરેની આશંસાથી જ આ હિંસાદિત્યાગ આદરાય, એની કશી કિંમત નહિ. એ કાંઈ ગુણરૂપ નથી. એમાં તો ભૌતિક સુખ-સિદ્ધિઓની જ અંધ તૃષ્ણા મુખ્ય રહે છે. એના બદલે, “એ હિંસાદિ દુષ્કૃત્યો ભવવર્ધક છે, મોક્ષને અટકાવનાર છે, આત્માની એક અધમ નિંદ્ય દશા છે,” એમ સમજી એનો ત્યાગ થાય, ગુણની જ શુદ્ધ ચાહના સેવે, એ અહિંસાદિ ગુણોનો આદર થાય, ત્યારે ધર્મગુણ પ્રગટ્યો કહેવાય. - બીજા સૂત્રમાં એ હિંસાત્યાગાદિ ગુણોના સ્વીકારની વાત છે. એના બીજનું આપાન વાવેતર કરવાનો ઉપાય અહીં પહેલા સૂત્રમાં બતાવવામાં આવ્યો છે. બીજાધાન એટલે શું : કોઈપણ ધર્મ કે ગુણ એનું બીજ સ્થપાયા પછી ક્રમશઃ એ બીજમાંથી અંકુર, નાળ, પત્ર વગેરે ઉત્પન્ન થઈને એના ફળરૂપે તે તે ધર્મ કે ગુણ પ્રાપ્ત થાય છે. શ્રી લલિત વિસ્તરશાસ્ત્રમાં આનું વર્ણન કરતાં કહ્યું છે કે બીજું સત્મશંસાદિ ધર્મગુણની પ્રશંસા એ એનું બીજ છે. અર્થાત્ તે તે ધર્મ-ગુણ કોઈનામાં જોઈને યા ઉપદેશમાં સાંભળીને મનમાં એનું આકર્ષણ ઊભું થાય, અને ઉદ્દગાર સરી પડે કે “અહો ! કેવો સરસ ધર્મ-ગુણ ! કેવા સરસ હિંસા-ત્યાગ, અહિંસા, સત્ય ! ...' વગેરે. એ ધર્મગુણની પ્રશંસા થઈ કહેવાય. આગળ પર ઘર્મગુણરૂપી ફળ પ્રાપ્ત થવામાં આ બીજ છે. પછી એના પર એ ધર્મ-ગુણની ચિંતા અર્થાતુ અભિલાષા, ઝંખના થાય કે “મને આ ક્યારે મળે ? મલે તો કેવું સરસ !' એવી ધર્મગુણની હાર્દિક અભિલાષા એ અંકુર તરીકે છે. પછી એ કેમ પ્રાપ્ત થાય, એ માટેનું શાસ્ત્ર-શ્રવણ કરાય, એની પ્રાપ્તિ માટે ઉપાયો યોજાય, ઈત્યાદિ કરતાં કરતાં જીવનમાં એ ધર્મગુણનો સ્વીકાર યાને ધર્મગુણ પ્રાપ્ત થાય, એ બીજનું ફળ આવ્યું કહેવાય. Page #22 -------------------------------------------------------------------------- ________________ પંચસૂત્ર ભૂમિકા આ ગુણબીજ ખરેખર પાપપ્રતિઘાત કર્યા પછી જ પ્રાપ્ત થાય છે. એમાં જેવી રીતે પાપપ્રતિઘાતમાં અશુભ અનુબંધના આશ્રવ અટકાવવામાં આવે છે, તેવી રીતે શુભ અનુબંધવાળા કર્મ ઊભા થાય છે. આમ તો પ્રતિસમય કર્મોનો બંધ ચાલુ જ છે. પરંતુ તીવ્ર મિથ્યાત્વ કષાયાવેશ વગેરે શાંત પડી ગયા હોવાથી એના સ્થાને ચિત્તમાં શુભ ભાવ પ્રગટ થાય છે; અને એથી શુભ અનુબંધ એટલે કે શુભ કર્મની પરંપરા ચાલે એવી સ્થિતિ ઉભી થાય છે. એને પુણ્યાનુબંધી કર્મ કહી શકાય. એના વિપાક વખતે આત્મામાં એવા તીવ્ર મિથ્યાત્વ, કષાયાવેશ વગેરે નહિ હોવાથી ઘર્મગુણની રુચિ ઊભી થાય છે. સારાંશ - ગુણબીજાધાન કરવાની લાલસા હોય તો એ પ્રાણાતિપાત વિરમણ આદિ ગુણોનું પહેલાં તો આકર્ષણ એવું ઊભું કરવું જોઈએ કે જીવનમાં ધર્મગુણ એજ ઉપાદેય લાગે, એજ કર્તવ્ય અને હિતરૂપ લાગે એજ પ્રાપ્ત કરવા યોગ્ય લાગે, અને હિંસા અસત્ય વગેરે અકર્તવ્ય સમજાય. એમાંથી ધર્મગુણની એ શ્રદ્ધા ઊભી થાય છે કે એ ધર્મ ગુણોની પ્રાપ્તિથી જ જીવન ધન્ય લાગે, એ ધર્મગુણો જ સારભૂત લાગે. આ શ્રદ્ધારૂપ બીજ એ સખ્યત્ત્વ છે. એમાં મોક્ષની રૂચિ છે, તત્વનો આગ્રહ છે, પરિણતિજ્ઞાન છે. આ બધું ક્યારે આવે ? પાપનો પ્રતિઘાત થયા પછી જ. ભવરુચિનું પાપ જાય તો મોક્ષરુચિ વગેરે પ્રગટે. અતત્ત્વ-મિથ્યાત્વની રુચિનું પાપ જાય, તો જ તત્ત્વની રુચિ જાગે. સંસારરસિકતાનું પાપ જાય, તો જ મોક્ષ-રસિકતા આવે. વિષય-પ્રતિભાસ જ્ઞાન અર્થાત્ વિષયોને સુખભર્યા અને ઈન્દ્રિયોને સુખસાધન તરીકે દેખવું, એ પ્રતિભાસ જ્ઞાન જાય, તોજ તત્ત્વ-પરિણતિનો ગુણ આવે. પરિણતિ એટલે વિષયો એના સાચા સ્વરૂપે ઓળખાય, હળાહળ વિષસમાં સમજાય, ભવવૃદ્ધિ કરનારા તરીકે હૃદયમાં અંકિત થાય. એવું જ હિંસા અસત્યાદિ પાપો માટે લાગે. આ થવાથી મિથ્યાત્વપાપનો પ્રતિઘાત થઈને સમ્યગદર્શનરૂપી ગુણબીજની પ્રાપ્તિ થાય. . આ સૂત્રોનો પદાર્થ ઉપરથી સમજવો સહેલો છે, પરંતુ ગંભીર છે. અર્થાત હૃદયમાં એની સ્પર્શના કરવાનું કાર્ય ઊંડો વિચાર માગે છે. પાપ-પ્રતિઘાતથી અશુભાનુબંધનો આશ્રવ અટકી જવાથી તથા ગુણબીજાધાન દ્વારા શુભાનુબંધનો આશ્રવ ઊભો થવાથી હવે હૃદયમાં હિંસાદિ દુષ્કૃત્યોના ભાવ જાગવાની પાપ સામગ્રી અટકી જઈને ગુણના ભાવ જાગવાની સામગ્રી ઊભી થાય છે. એવી શુભ વૃત્તિ-પ્રવૃત્તિને અનુકૂળ સામગ્રી બાહ્યથી માનવ દેહ, આર્યક્ષેત્ર, પાંચ ઈન્દ્રિયની પટુતા તથા સ્વસ્થ મન, આરોગ્ય, અરિહંત દેવાધિદેવ, નિગ્રંથ ગુરુ, સર્વજ્ઞ વચન ઈત્યાદિ, તથા અત્યંતરથી શુભભાવ સમ્યગુ વીર્યોલાસ વગેરે ઊભા Page #23 -------------------------------------------------------------------------- ________________ : ૧) : પંચસૂત્ર થાય છે. ઠેઠ મોક્ષ પામવા સુધી આવી સામગ્રી મળ્યા કરવાની. અશુભ અનુબંધના પ્રતિઘાત અને શુભાનુબંધના આધાનથી આ બની આવે છે. એ પુણ્યાનુબંધી પુણ્યનો પ્રભાવ છે. એમાં મુખ્ય તો વિશુદ્ધ અધ્યવસાય યાને હૃદયનો વિશુદ્ધાભાવ કે જેમાં મોક્ષ ને ધર્મગુણની તીવ્ર તમન્ના વગેરે છે એ ગુણબીજ છે. જ્યારે ગુણબીજાધાનથી હિંસા-વિરમણ આદિ ગુણો તરફ રુચિ સાથે આકર્ષણ ઊભું થયું એટલે આ ગુણો ભૂલથી સ્વીકારવા માટે પ્રયત્ન થાય છે. “શૂલથી' એટલે ગૃહસ્થ ઘરવાસમાં રહેતાં પાળી શકે તેવા મોટા મોટા રૂપમાં હિંસા-વિરમણ, અસત્ય-વિરમણ, વગેરે. એમાં દા.ત. ૧. “નિરપરાધી હાલતા ચાલતા જીવને જાણી જોઈને હું મારીશ નહિ” ૨. “કન્યા, ઢોર, ભૂમિ વગેરે અંગે જૂઠું બોલીશ નહિં....' ૫. પરિગ્રહ અમુક પ્રમાણથી વધુ રાખીશ નહિ....” વગેરે. એને અણુવ્રત કહે છે. સંસારત્યાગી સાધુને મહાવ્રત હોય છે કે જેમાં પૃથ્વીકાય, અકાય, વગેરે નાના જીવોની પણ હિંસા વજર્ય છે, એમ સૂક્ષ્મ પણ અસત્યનું ભાષણ નહિ, ... રાતી પાઈનોય પરિગ્રહ નહિ, ઈત્યાદિ. એ સ્થિતિનું દિલ ઊભું કરવા માટે અહીં અણુવ્રતો, અને એનાં પોષક બાબતોનો આદર, તથા બાધક બાબતોનો ત્યાગ, આ બધાનો અભ્યાસ કરવાનો હોય છે. આ અભ્યાસ મહાવ્રત અને ક્ષમાદિ દશ પ્રકારના સાધુધર્મે પહોંચવા માટે છે ... તેથી એને સાધુધર્મની ભાવનાવાળો અભ્યાસ યાને પરિભાવના કહે છે. પરિભાવના' એટલે ભાવના, ઝંખના, તત્પરતા સાથે ચોક્કસ રૂપના વ્રત-આચારાદિના પાલનનો વારંવાર અભ્યાસ. સાધુધર્મ યાને સર્વવિરતિમય ક્ષમાદિ દશ પ્રકારનો ચારિત્રધર્મ બહુ ઊંચો ધર્મ છે. સર્વ બાહ્ય માયા અને અત્યંતર મમતાદિ છોડીને એ કરવાનો છે, અને તે પણ મન-વચન-કાયા અને ઈન્દ્રિયોની સર્વ અશુભ પ્રવૃત્તિઓ છોડીને મહાવ્રતો અને એની તકેદારીઓના અણીશુદ્ધ પાલન સાથે કરવાનો છે. એ માટે આત્મામાં તેવો વીલાસ જગાડવા માટે પહેલાં અણુવ્રતોનો શુદ્ધ અભ્યાસ કરવો જોઈએ. તે પણ એ અહિંસા-સત્ય વગેરેની સહજ સુંદરતા વગેરે હૃદયમાં અંકિત કરી દઈ તથા એ અકલ્યાણ મિત્રોનો સર્વથા ત્યાગ કરીને કલ્યાણમિત્રોનો ખાસ સંસર્ગ રાખી, ધર્મ-જાગરિકા આદિ સાથે કરવાનો છે. સાધુધર્મ આત્મામાં ઉતારવા માટે આત્માને બહુ યોગ્ય બનાવવો જોઈએ. જીવના સ્વભાવમાં શું લાગે છે ? :- પરિસ્થિતિ એ છે કે આત્માએ અનંતાનંતકાળ એનાથી અવળી ચર્યા ખૂબ રસપૂર્વક આદરી છે, તેથી સાધુધર્મનો સ્વપ્ન પણ ખ્યાલ આવ્યો નથી. સાધુધર્મની કોઈ વાત કરે તો “એજ ખરેખર આત્માનો સ્વભાવ છે એવું ક્યાં ભાસે છે ? સાધુધર્મમાં મુખ્ય તપ અને સંયમ આવે Page #24 -------------------------------------------------------------------------- ________________ પંચસૂત્ર ભૂમિકા : ૧૧ : છે, શ્રાવક-ધર્મમાં દાન અને શિલ આવે છે. હવે જીવને પૂછીએ કે તારો સ્વભાવ તપનો કે ખાવાનો ? પૈસા દેવાનો કે લેવાનો ? દિલમાં સંયમની વૃત્તિ જાગે કે વિષય-કષાયની ? સંયમી એટલે તો ગમે તેવા રળિયામણા વિષયો આંખ સામે આવે પણ મનને વિષયમાં ન ભળવા દે. આવો સ્વભાવ હજી સ્વપ્ન પણ નથી અનુભવ્યો. જાણે જીવના-સ્વભાવમાં વિષયરસની ઓતપ્રોતતા થઈ ગઈ છે ! આહાર સ્ટેજે યાદ આવે છે, તપ નહિ ! પરિગ્રહમાં સ્ટેજે આબાદી ભાસે, નિષ્પરિગ્રહતામાં નહિ ! ઈદ્રિયોના વિષયોનો ભોગવટો નિર્ભય લાગે, ત્યાગ નહિ ! જીવને અતૃષ્ણા સાથે નહિ પણ તૃષ્ણા અને તાલાવેલી સાથે એકરૂપતા જાણે સ્વભાવમાં કાં ન હોય ? સાધુધર્મમાં આવા ઉલટા ભાસ ન નભે. એવા ઉલટા ભાસ ટાળવા આત્મામાં કોઈ પ્રકારની યોગ્ય તૈયારી કરવી જ પડે. તે કર્યા વિના સાધુધર્મની સ્પર્શના ન થાય. પ્રતિપક્ષી જે ચીજો આત્મામાં પેસી ગઈ છે તે કાયમ ન રહેવી જોઈએ. ચર્યા ફેરવવી જોઈએ :- આત્મસ્વભાવથી વિરુદ્ધ ચર્યા અનંતકાળ આદરી છે, એ સહજ જેવી બની આત્મામાં પેસી ગઈ છે, તેને ઓછી કરવી જોઈએ. ઓછી નહિ કરાય તો જીવન હાલબેહાલ થશે. તેને ઓછી કરી ઉચ્ચ સંયમ અને તપોમય જીવન માટે ભૂમિકા તૈયાર કરવાની. એ કેમ બને? તો જ, કે જો જડને ભૂલાય અને ચેતનને જ યાદ રખાય. અર્થ-કામ વિસરાય અને ધર્મ-મોક્ષ જ મરાય, : વિષય-કષાયનું નામ મુકાય અને ત્યાગ-વૈરાગ્ય અને ક્ષમાદિમય જીવન બનાવાય. પણ અફસોસ ! કે જે ચીજો ભૂલવાની છે તેનું વારંવાર સ્મરણ સહેજે થઈ જાય છે, અને જે યાદ કરવાનું તે યાદ આવતું નથી ! અને કદાચિત યાદ આવ્યું હોય તો ભૂલતા વાર નથી લાગતી ! રતચિંતામણિ જેવા માનવભવમાં યાદ કરવા લાયક શું ? :- અહિંસા, સંયમ અને તપ, ત્યાગ, વૈરાગ્ય અને ઉપશમ; પરિણતિ, વિરતિ અને અપ્રમાદ, દર્શન જ્ઞાન અને ચારિત્ર. વગર ખ્યાલ પણ હેજે હેજે યાદ આવે, આજ મગજમાં રમ્યા કરે, ભૂલ્યું ભૂલાય નહિ, એ સ્થિતિ ઊભી કરવી જોઈએ. એ માટે ભૂમિકારૂપે છેવટે આંશિક તપ, આંશિક સંયમ, આંશિક અહિંસા, એમ એ અંશે પણ સ્વભાવમાં આવી જવા જોઈએ. એ પોતાની ચીજ લાગે અને તેના પ્રતિપક્ષી હિંસાદિ પાપસ્થાનકો, આહારાદિ સંજ્ઞાઓ, સંસારના કંચન કુટુંબ વગેરે હૃદયથી પારકા લાગે, વેઠરૂપ લાગે, નુકસાનકારી ભાસે. સ્વભાવમાં પેસી ગયેલી અનાદિની અવળી ચર્યા સહજ ભાવે ઉછળી શકે નહિ તેવું થવું જોઈએ. ઉઠે તો બળાત્કારે ઉઠતી હોય એવી સ્થિતિ કરવી જોઈએ. સંયમ લીધો હશે ત્યાં ભૂખ બી લાગશે. પણ હવે મનમાં આહાર અને રસનાની સંજ્ઞા એટલી ઉત્કટ નહિ ઉઠે. તપ અને સંયમ મનને ધ્યાન તરફ લઈ જશે, આહાર સંજ્ઞા તરફ નહિ ઘસડતા સ્વરૂપ-રમણતા તરફ ઘસડશે. Page #25 -------------------------------------------------------------------------- ________________ : ૧૨ : પંચસૂત્ર સાધુધર્મની પરિભાવના ન થાય ત્યાં સુધી સાધુધર્મ લેવો કારગત ન થાય. તેથી સાધુધર્મ લેતાં પહેલાં લેવાની જે પ્રાથમિક વિધિ, તેના અધિકારની તજવીજ થવી જોઈએ. વિધિપૂર્વક સાધુધર્મ લી નહિ હોય તો સાધુધર્મ પાળવા માટે શું પ્રયત્ન કરશે ? જેને સાધુધર્ડ લેવાનો છે તેના પોતાના આગળ પાછળ ના નિકટના સંબંધીજનો સહેજે સહેજે એની સાથે બૂઝી જાય. ન બૂઝે તો ઉપાયોથી પ્રતિબોધે. - તેમય ન બૂઝે તો યથાશક્તિ એમની આજીવિકાની ચિંતા કરી રજા માગે. રજા ન મળે તો અટવી ગ્લાન-ઔષધ ન્યાયે ઘરનો ત્યાગ કરે. આ વિધિ પછી પાલન માટે પ્રયાસ થવો ઘટે. આત્મા અને પર્યાયની કોરી વાત કર્યું કાર્ય નહિ સરે , પણ તે પ્રમાણે પ્રવૃત્તિ જોઈએ. સાધુપણાનો સોલરાઈટ (એકાન્ત હક) ફક્ત મનુષ્યને છે. અસંખ્ય તિર્યંચો સમકિત અને વ્રતધારી દેશવિરતિ અત્યારે મોજુદ છે, પણ એમને સર્વવિરતિ નથી. નરકમાં સમકિતી અને દેવભવમાં પણ સમકિતી છે, પણ વિરતિધર નથી. મનુષ્યભવમાં જ સાધુપણું-સર્વવિરતિ સ્વીકારી શકાય છે; તો તે લીધા અને પાળ્યા વિના મિથ્થા-સપાપ પ્રવૃત્તિ કેમ અટકે ? ને સંસ્કાર કેમ ઘસાય ? સાધુધર્મની પાલના સિવાય અંતિમ ફળ મોક્ષની પ્રાપ્તિ શી રીતે થશે ? પહેલાં સાધુધર્મનું પાલન અને પછી પાલનનું ફળ મોક્ષ. ક્રમ આજ પ્રમાણે છે. આ ક્રમે જ આ પદાર્થ આત્મામાં પ્રગટ થાય છે. દ્વાદશાંગી પ્રવચનનો આ સાર છે. દ્વાદશાંગીમાં અગણિત પદાર્થો કહ્યા છે. શ્રુતનો એ મહાસાગર છે ને એ બધાને સાર આ પંચસૂત્રમાં છે. જેણે પંગસૂત્ર ભણીને આત્મામાં પરિણમાવ્યું બાદશાંગીનું નવનીત પરિણમાવ્યું કેમકે દ્વાદશાંગી ભણીને આત્મામાં જે ઉતારવાનું છે તે પંચમૂત્રમાંથી સારભૂત તત્વરૂપે મળે છે. આખી દ્વાદશાંગી જુઓ, બે વાત નજરે તરે છે, એક જ્ઞાન અને બીજી ક્રિયા. કોઈ પણ વાત જુઓ, કાં જ્ઞાનની હશે અથવા ક્રિયાની હશે, તે પરસ્પરના સહકારવાળી, અર્થાત જ્ઞાન સહિત ક્રિયાની અગર ક્રિયા સહિત જ્ઞાનની. એકલા જ્ઞાનની અથવા એકલી ક્રિયાની વાત નથી. જ્ઞાન વિના કિયા આંધળી છે, ક્રિયા વિનાનું જ્ઞાન લૂલું પાંગળું છે. જ્ઞાન અને ક્રિયા બંને જોઈએ - દ્વાદશાંગીના પહેલાં અંગ આચારાંગમાં મુખ્યપણે આચારની ક્રિયાની વાત છે, પણ વજીવનિકાય અને એના ઘાતક શસ્ત્રના જ્ઞાન સાથે. બારમા અંગ દ્રષ્ટિવાદમાં દ્રવ્યાનુયોગ છે. એ જ્ઞાન શુદ્ધ ક્રિયાની સાથે આત્મસ્વરૂપની નજીક લઈ જાય છે. પદ્ગવ્યની વિચારણા યાને જ્ઞાન જડની વાસના ભૂલાવે, અને સાધુપણાના આચારનું પાલન શુદ્ધ ચેતનાનો પક્ષ મજબૂત કરે છે. સમ્યક્ ક્રિયા આત્માની પ્રવૃત્તિના ચકડોળને મિથ્યા ધુમરડી લેતું અટકાવી સમ્ય Page #26 -------------------------------------------------------------------------- ________________ પંચસૂત્ર ભૂમિકા : ૧૩ : દિશાએ સવળું ફેરવે છે; આ જીવના અનાદિના “લાવ લાવ ના સંસ્કારને અટકાવી સઘળા સંસ્કાર ‘લે લે'ના ઊભા કરે છે; “આવ, આવ'ની વાત મુકાવી ‘જા, જા'ની વાત કરાવે છે. ભેળું કરવાના સંસ્કાર જતા કરાવી, છોડવાના સંસ્કાર સિંચે છે. આ બધું સમ્યક્ ક્રિયા કરી શકે. ક્રિયા અને જ્ઞાનની વાત જ દ્વાદશાંગીમાં, અહીં પણ તેજ વાત, તેથી દ્વાદશાંગીનો આ સાર. એકલા જ્ઞાનવાળાને તો વાત કાંઈ અને ક્રિયા કાંઈ. તે ચાલે નહિ, શોભે નહિ, સફળ થાય નહિ. જ્ઞાનની વાત સાથે તેની અનુકૂળ ક્રિયા જોઈએ. જ્ઞાન સાથે સમ્યફ ક્રિયાના ખૂબ જોરથી જ્યારે કુસંસ્કાર નષ્ટ થઈ જાય, મોહ સદંતર નાબૂદ થઈ જાય, ત્યારે અનંત જ્ઞાન પ્રગટ થાય. પછી શૈલેશી ક્રિયા દ્વારા મોક્ષ થાય, એટલે આત્માનું શુદ્ધ જ્ઞાનસુખાદિ સ્વરૂપ પૂર્ણપણે પ્રગટ થયું; હવે ક્રિયાની જરૂર નહિ. પાપ પ્રતિઘાત-ગુણબીજ વિના બધું એળે એ પહેલાં પાપનો પ્રતિઘાત કર્યા વિના ધર્મગુણ બીજનું આરોપણ થતું નથી. એ બંને વિનાનો બધો પ્રયાસ અફલ જશે, અને સંસારની રખડપટ્ટી ચાલુ રહેશે. પરિમિત સંસારને બદલે અપરિમિત સંસાર રહેશે. અનાદિ એવા આ સંસારમાં પાપનો નાશ કર્યા વિના અને ધર્મગુણબીજનું આરોપણ કર્યા વિના જ અનેકવાર આ જીવે કડક સાધુપણું પાળ્યું; પણ પરિણામે મુક્તિ જે થવી જોઈએ, તે થઈ નથી એ જોઈ શકીએ છીએ. શાથી એમ બન્યું ? ક્રમ વિના વાસ્તવિક પદાર્થની પ્રાપ્તિ થતી નથી. ક્રમિક પ્રયાસ વિના સાધુધર્મ ગમે તે રીતે લીધો હોય તો તે ગુણકારક નથી થતો; કેમકે એ ચારિત્ર ગુણરૂપ નથી પણ ગુણાભાસ છે. નિર્બેજ ક્રિયા :- ચારિત્રનું નજીકનું ફળ શું? મુખ્ય ફળ આત્માની શુદ્ધિ, અને ગૌણ ફલ સુદેવપણું, સુમનુષ્યપણું, પુણ્યાનુબંધી પુષ્પાઈવાળું ઊંચ ગોત્રીય દેવત્વ-મનુષ્યત્વ. આ ન લાવે એ ચારિત્રક્રિયા ગુણાભાસ છે. નિર્બેજ ક્રિયા છે. બીજ આ, પાપપ્રતિધાતપૂર્વક ગુણબીજ, પૂર્વ કહ્યું કે, અશુભાનુબંધ તોડી શુભાનુબંધ ઊભા કરાય છે. શાસ્ત્રમાં લખ્યું છે દેવપણું અનંતવાર મળ્યું, પણ એ પુણ્યાનુબંધી નથી બન્યું. દેવપણું ચારિત્રના ગુણ વિના અજ્ઞાન કષ્ટથી પણ મળે. ગમે તે રીતે ચારિત્ર લે, અને અંનતીવાર નવમા સૈવેયક સ્વર્ગ સુધી ઉત્પન્ન થાય. એ રૈવેયક દ્રવ્યચારિત્ર વિના તો ન જ મળે. સાધુક્રિયા વિના રૈવેયકમાં ન જવાય. જીવે અનંતીવાર ઊંચી સાધુકિયા પાળી, પણ પછીય સંસારભ્રમણ રહ્યું, મુક્તિ ન મળી. એ બતાવે છે કે વિધિપૂર્વક, ક્રમપૂર્વક સાધુક્રિયા લીધી નહિ. પાપપ્રતિધાત જ ન કર્યો, ચારિત્રક્રિયાની તફડંચી કરી. આત્મામાં કાંઈ મહત્ત્વનો પલટો કરવો જોઈએ, એ વાત જ ન જાણી. સહન કરેલું કષ્ટ એળે ગયું. દેવલોક મળ્યો તેથી તો આત્માનો Page #27 -------------------------------------------------------------------------- ________________ : ૧૪ : પંચસૂત્ર અનાદિ જડાનંદનો સ્વભાવ ગાઢ બન્યો, પણ તેમાં ઉલટ પરિવર્તન ન થયું. સાધુ બન્યો, કષ્ટ સહ્યું, છતાં સ્થિતિ કંગાળ ! કેમકે સર્વવિરતિ લીધી ખરી, મહાવ્રતની પ્રતિજ્ઞાઓ કરી ખરી, પણ જીવ ખાવાપીવામાં સુખશીલતામાં, માનપાનમાં, કષાયોમાં, મસ્તાન બન્યો ! સંજ્ઞાઓ એણે જીતી નહિ, પણ સંજ્ઞાઓથી એ જીતાયો ! મોક્ષ-સાધનામાં બીજ સમ્યક્ત : સબીજ ક્રિયાથી જ મોક્ષ : દા.ત., પ્રોફેસરે વિદ્યાર્થીને રપ વર્ષ ભણાવ્યો. મહાન ગ્રંથોનું દોહન આપી આપી વિદ્યાર્થીને ભણાવ્યો. પણ છવ્વીસમાં વર્ષે પરીક્ષા લીધી ત્યારે સામાન્ય ગણિતના હિસાબમાં ચૂક્યો એ કેવું કરૂણ અંજામ ! તેવીજ રીતે સાધુધર્મ લીધો પણ તેના ફળમાં સંસાર મળે એ કરુણ અંજામ થયો. હિંસાની ઘેલછા, અસંયમની અહર્નિશ કુટેવ, ખાવાપીવાની લાલસા, વિષયોની લંપટતા, કષાય અને પ્રમાદની પરવશતા, - એ આત્માને દયાર્ટ કોટિમાં મૂકે છે. સાધુકિયા કરી પણ ફળ ન મળે તો સમજવું કે વિધિ અને ક્રમમાં ખામી છે. ક્રમથી વિધિપૂર્વકના માર્ગ તરફ માત્ર સમ્યક દ્રષ્ટિ પણ થાય, તો પણ તેની ભવસ્થિતિ અર્ધપુગલ પરાવર્તની અંદર જ. તે વિના ભાવિમાં પારવિનાનો સંસાર છે ! માટે સમ્યત્વ વિના કોઈપણ કરણી અથવા સમ્યક્ત વિનાનું ચારિત્ર આગામી સંસાર-સ્થિતિકાળની કોઈ ગેરેન્ટી (પ્રમાણપત્ર) નથી આપતું. કેમકે એ ક્રિયા નિર્બીજ છે, વંધ્યા છે. બી નહિ હોય તો ફળ થવાની આશા જ નથી. દરેક ક્રિયા અને ચારિત્રમાં બીજ માટે તત્ત્વશ્રદ્ધા અને મોક્ષરુચિ હોવી જ જોઈએ. બીજવિનાની ક્રિયા નિર્બીજ ગણાય, સબીજ ક્રિયાથી જ ફળની પ્રાપ્તિ થાય. સબીજ ક્રિયા આવ્યા પછી દીર્ઘ સંસાર ન હોય. આત્માના પ્રદેશ પ્રદેશે (અણુએ અણુએ) તત્ત્વની શ્રદ્ધા અને મોક્ષરુચિ હોય તો કોઈપણ ક્રિયા તેને સંસારમાં રખડાવનારી ન થાય. એટલા માટે આ શાસ્ત્રના પદાર્થો પરમાર્થથી એજ ક્રમે આવિર્ભત પ્રગટ થાય છે, એમ કહ્યું. ભવાભિનંદી અયોગ્ય : अयं चातिगम्मीरो न भवाभिनन्दिभिः क्षौद्रायुपघातात्प्रतिपत्तुमपि शक्यते આ પંચસૂત્રમાં કહેલા ભાવ અતિગૂઢ અને ગંભીર છે; માટે જ પહેલાં પાપનો સંપૂર્ણ સમૂળગો નાશ કરી ધર્મગુણબીજનું આધાન કરવાનું કહે છે. ભવાભિનંદી (સંસાર-રસિયો) જીવ પોતાની ક્ષુદ્રતા, લોભરતિ વગેરે દૂષણને લીધે આ પવિત્ર પદાર્થો મેળવવા માટે યત નથી કરતો. અરે ! આ પદાર્થોને સમજવા પણ શક્તિમાન Page #28 -------------------------------------------------------------------------- ________________ પંચસૂત્ર ભીમકા નથી, અને પદાર્થને સમજવાની દરકાર સરખીય એને નથી. એની કિંમત જ ન હોય પછી એની ગરજ કે દકાર શેની જાગે ? એટલે ગુણબીજ જ નથી તો ફળ ક્યાં ? બીજ વિનાની ગમે તેટલી કષ્ટમય ક્રિયા પણ કરવામાં આવે તેથી ફળ ન જ બેસે. એ તો ભવાભિનંદીપણાના પાયા પર ઊભેલા અને એને પોષનારા ક્ષુદ્રતા આદિ આઠ દુર્ગુણોથી આત્માનો જે પ્રાથમિક શુદ્ધ ભાવ હણાઈ ગયો છે, તેને તે દુર્ગુણો ટાળી શુદ્ધ કરવામાં આવે, અને શ્રદ્ધાપૂર્વક શ્રાવકના અણુવ્રત, ગુણવ્રત, અને શિક્ષાવ્રત સ્વીકારી એનો ખૂબ ખૂબ અભ્યાસ થાય, સાથે જરૂરી બીજા ગુણો અને સાવધાનીઓમાં સતત પ્રયત રહે, ત્યારે સાધુધર્મને યોગ્ય તથા ઉત્સુકતાવાળું મન ઊભું થાય છે. આ બધો અભ્યાસ અને પ્રયત એ પરિભાવના છે. ભવાભિનંદીના ૮ દુર્ગુણ : ૧૫ : અહીં ભવાભિનંદીના આઠ દુર્ગુણો સમજી લેવાની જરૂર છે. જેથી જીવનમાંથી હંમેશ માટે એને દૂર કરી લેવાય, અને સબીજ ધર્મક્રિયાને ધર્મઆચારને અવકાશ મળી શકે. આઠ દુર્ગુણો આ પ્રમાણે છે – क्षुद्रो लाभरतिर्दीनो मत्सरी भयवान् शठः । अज्ञो भवाभिनंदी स्याद् निष्फलारंभसंगतः || (૧) ક્ષુદ્રતા, (૨) લાભરિત, (૩) દીનતા (૪) માત્સર્ય, (૫) ભય, (૬) શઠતા, (૭) અજ્ઞતા, અને (૮) નિલૢારંભ પ્રયત. આનો ટૂંકો વિચાર આ મુજબ છે : (૧) ક્ષુદ્રતા :- હૃદય ક્ષુદ્ર એટલે તુચ્છ, છીછરું, ઉત્તાન, ઉછાછળું, હલકટ, વગેરે હોય. એમાં વસ્તુને ઊંડાણથી જોવાની વાત નહીં. માત્ર પોતાનો અધમ સ્વાર્થજ પ્રિય હોવાથી એ સ્વાર્થ સિદ્ધ કરવાની તાલાવેલીમાં કોઈ પણ વસ્તુ કે પ્રસંગને દીર્ઘદ્રષ્ટિથી કે નિપુણદષ્ટિથી જોવાની વાત જ ન હોય. આ સ્થિતિમાં તાત્ત્વિક શ્રદ્ધા આવે જ ક્યાંથી ? તત્ત્વ ગળે ઊતરે નહિ, સમજાય નહિ, તો પછી ટકવાની વાત શી ? તત્ત્વોની વાતો ગળે ઊતરે અને ટકે તો જ સતત વિચાર તાત્વિક કોટિના રહી શકે. એ માટે તુચ્છ સ્વાર્થની અંધતા ટાળી વસ્તુ કે પ્રસંગને સાચા રૂપમાં જોઈ તપાસવી, અને એ માટે સૂક્ષ્મ બુદ્ધિથી વિચાર કરવો. એમ કરવાથી અનુચિત વર્તન, દુષ્કૃત્ય કે દિલના દુષ્ટ ભાવથી બચી જવાય, આના માટે ધર્મરત પ્રકરણ’ ગ્રંથમાંનો પ્રસંગ જોવા જેવો છે. Page #29 -------------------------------------------------------------------------- ________________ : ૧૬ : પંચસૂત્ર પર્વત નારદનું દષ્ટાંત : શ્રોત્રીમતી નામની એક નગરીમાં ક્ષીરકદંબ નામે એક પાપભીરૂ બ્રાહ્મણ રહેતો. એ વેદશાસ્ત્રનો જાણકાર હોઈ એની પાસે એનો પુત્ર પર્વત, બહારથી આવેલ નારદ, અને રાજપુત્ર વસ્તુ શાસ્ત્રાભ્યાસ કરતા હતા. એકવાર ત્યાં આવેલા મહાજ્ઞાની બે મુનિઓમાં એક મુનિ ધીરેથી બીજા મુનિને કહે છે કે આ ત્રણમાંથી બે અધોગામી અને એક ઊર્ધ્વગામી છે. ઉપાધ્યાય એ સાંભળી ગયો. મનને થયું કે વીતરાગના માર્ગને અનુસરનારા આ મહાભાગ અસત્ય બોલે નહિ. ત્યારે એમાં રાજપુત્ર પ્રાયઃ અધોગામી સંભવે છે. બાકી બેમાં કોણ એક અધોગામી, એ તપાસવું જોઈએ. કેમકે અધોગામી હોય તે કોઈ પાપ કર્મો કરે. એવાના ગુરુ બનવામાં મોટો દોષ છે. કહ્યું છે. :-- 'भर्तृ भार्याकृतं पापं शिष्यपापं गुरोर्भवेत् । राज्ञि राष्ट्रकृतं पापं, राजपापं पुरोहिते ॥ અર્થાત “પતિના માથે પતીના, ગુરુના માથે શિષ્યના, રાજાના માથે પ્રજાના, અને પુરોહિતના માથે રાજાના દુષ્કૃત-પાપોનો ભાર ચઢે છે.' એમ વિચારી પરીક્ષા માટે અંધારી રાતે લાખના રસનો ભરેલો ૧-૧ કૂકડો નારદ અને પર્વતને આપી કહ્યું કે મેં આને મંત્રથી મૂચ્છિત કરેલો છેતમે એને “જ્યાં કોઈ ન દેખે ત્યાં મારીને લાવો.” નારદ ગુરુનું વચન અલંધનીય છે એમ માનતો તે લઈને ઉપડ્યો. જંગલમાં જુએ છે તો તારામંડળ જોતું લાગે છે. યક્ષમંદીરમાં યક્ષ જોતો લાગ્યો. શૂન્ય ઘરમાં પણ લાગ્યું કે “અહીં હું પોતે જોવું જ છું. કદાચ આંખ મીંચી દઉં તોય પાંચ લોકપાલ અને દિવ્યજ્ઞાનીઓ આ જુએ જ છે. માટે ગુરુના વચનનો ભાવ એ છે કે આને વગર માર્યો લઈ આવવો.” એમ કરી પાછો લાવી ગુરુને સોંપી દીધો, અને ખુલાસો કર્યો. પર્વત તો સુદ્રમતિવશ જંગલમાં કોઈ માણસ ન દેખે ત્યાં મારીને લાવ્યો. ગુરુએ નારદને આવકાર્યો, અને પર્વતને ઠપકાર્યો કે “ત્યાં તું, લોકપાલ, દેવતાઓ, વગેરે તો દેખતા જ હતા, તો કેમ મારી લાવ્યો ?' હવે ઉપાધ્યાયને મનમાં મુંઝવણ થઈ કે “અરે ! આવા નરકગામી શિષ્યને પકવી હું પાપથી કેવી રીતે છૂટીશ ? સવારે ઉદ્યાનમાં મુનિ પાસે જઈ પૂછે છે, ભગવંત ! કુટુંબનો માણસ દુષ્કૃતમાં પ્રવર્તે તો માલિક અધર્મ વડે બંધાય કે નહિ ?' Page #30 -------------------------------------------------------------------------- ________________ પંચસૂત્ર ભૂમિકા : ૧૭ : સાધુ કહે છે “સળગતો ઘાસનો પૂળો હાથમાં લેનારો દાઝે કે નહિ ? બસ, એમ ઘરમાલિક પણ બંધાય.' બ્રાહ્મણ પૂછે છે તો પછી એ પાપથી મૂકાય કેવી રીતે ?' સાધુ કહે, “જેમ બળતો પૂળો મૂકી દે અને પછી ન દાઝે એની જેમ.' એ સાંભળીને ક્ષીરકદંબે મુનિ પાસે ચારિત્ર લીધું, અને સદ્ગતિનો ભાગી થયો. પાછળથી પર્વતે છાત્રોને “અજૈષ્ણવ્યું ' એવા વેદવાક્યનો “બકરાથી યજ્ઞ કરવો એવો અર્થ બતાવતાં ત્યાં આવેલા નારદે સાંભળ્યું ને કહ્યું કે “ગુરુજીએ તો અજ એટલે બકરો નહિ પણ ન ઉગે એવું જુનું ધાન્ય ડાંગર વગેરે કહ્યું છે.' પરંતુ ક્ષુદ્રતાવશ પર્વત એ કબુલ્યું, નહિ, તેમ ખાનગીમાં એની માતાના કહેવા છતાંય ન માન્યું, અને એ અર્થમાં વસુરાજાની સાક્ષી લેવાનું નક્કી કર્યું. માતાએ પણ પુત્રમોહવશ વસુને ખાનગીમાં પહેલેથી પર્વતનો પક્ષ કરવા ભોળવ્યો. વસુએ જૂઠી સાક્ષી આપતાં ભવનદેવતાએ એને તરત નીચે પટક્યો, એ મરીને નરકમાં ગયો ! પર્વતનો લોકમાં ફિટકાર થવાથી ત્યાંથી એ ભાગ્યો, અને બહાર ઘોર હિંસાનો માર્ગ પ્રવર્તાવી અંતે અધોગતિમાં પટકાયો ! સુદ્રના વિચાર : એક ક્ષુદ્રતા કેવું તત્ત્વ ભૂલાવે છે ! સત્યને ઓલંધાવે છે. અને ભયંકર હિંસાદિમાં રક્ત બનાવે છે ! ત્યાં પછી મોક્ષની દ્રષ્ટિ જ ક્યાંથી જાગે ? માત્ર ભવનો જ આનંદ હોય છે. માટે આ ક્ષુદ્રતા ટાળી ઉદાર દિલે વિચારવું જોઈએ કે, ‘દ્રતાથી તો અનંતા ભવો ભમ્યો ! હવે મોક્ષ ક્યારે નિકટ કરીશું ?' કર્મને શરમ Oી. કર્મ તો શુદ્ર દિલના અતિ દારુણ પરિણામ દેખાડે છે. માટે શુદ્રતાવશ ભવવર્ધક વિષયભોગ અને સ્વાર્થના તુચ્છ બહુમાન ન કરાય.' જો માનપાનાદિ તુરછ સ્વાર્થ તથા ધનમાલ આદિ તુચ્છ વસ્તુના લોભ બહુ સતાવે છે, એની ન્યૂનતામાં બહુ બળાપો થાય છે, તો એ તુચ્છના બહુમાનથી હૃદય શુદ્ર જ રહ્યા કરશે ! દા.ત ઊંધ બહુ વહાલી કરી, ત્યાં અડધી રાતે કોઈએ બારણું ઠોકી બૂમ મારી, તો જાગી જતાં શુદ્ર મનને થશે કે “આ કોણ હરામી આવ્યો ?' પછી ભલે કદાચ પેલાને અંદર લેતાં, એ કોઈ સારી વાત કરવા ઉપર, દિલ લલચાઈ જશે ! ખરી રીતે ક્ષુદ્રતાને બદલે ઉદાર મન રાખી એજ વિચારાય કે “કોણ ભાગ્યશાળી કયા સંકટને લીધે અત્યારે આવ્યો હશે?' તેથી દિલ દયા-સહાનુભૂતિ ભર્યું રહે, અને આત્મા ઉદયના માર્ગે પ્રયાણ કરતો રહે. માત્ર મનનો ઝોક ફેરવવાનો છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ : ૧૮ : પંચસૂત્ર ક્ષુદ્રના તુચ્છ વસ્તુના બહુમાન : ક્ષુદ્રતા કેવળ સાંસારિક સ્વાર્થના પાયા પર ફાલીફૂલી રહે છે. તુચ્છ ભોગના બહુમાનથી ક્ષુદ્રતા સતત જેવી બની જાય છે. તેથી તુચ્છ વસ્તુનો ભારે લોભ, એની ન્યૂનતામાં ભારે બળાપો, એ મળવા પર તુચ્છ હરખનો પાર નહિ, દિવસનો મોટો ભાગ એની વાતો, એના વિચારો, અને એવી હલકી પ્રવૃત્તિઓ, આ બધું સહજ બને છે. આમાં પછી ઊંચી વિચારસરણી, માનસિક ઊંચા ધોરણ, ઉદાર વૃત્તિઓ, ઉદાર વ્યવહાર એ બધું ક્યાંથી આવી શકે ? “મારે હજી મુક્તિનું કેટલું અંતર ? હું ભવવૃદ્ધિ કરી રહ્યો છું કે ભવસંકોચ ?' એને સ્વપ્ન વિચાર આવતો નથી. શુદ્ધતા ટળી મન વિશાળ બને, ઉદાર બને, તો તુચ્છલોભ, તુચ્છભોગ, તુરચ્છમાન, તુચ્છવિષયો વગેરેને મહત્વ જ ન અપાય. બનવા જોગ છે કે એનો ત્યાગ ન કરી શકતો હોય પરંતુ ત્યારે દિલ એમાં ઓતપ્રોત પણ ન થાય. ઉર્દુ એવી ક્ષુદ્ર-તુચ્છની રમત ઠરૂપ લાગે, ગ્લાની કરાવે, એના એવા આંધળિયા નહિ કે જેથી જીવો પ્રત્યે દયા ગુમાવે, સહાનુભૂતિ ભૂલે, પરોપકાર વીસરે. એ બધું તો સુદ્રતાના ખેલ છે. મુદ્ર નિષ્ફર બને છે, નિર્દય થાય છે. બીજાની ભૂલ, અગર પોતાને થતું લેશ પણ નુકશાન સાંખી શકતો નથી. એને વિચાર નથી કે, ઉદારની વિચારણા : સામાં જીવ પણ મારી માફક એક સંસારી જીવ છે, કર્મથી કચરાયેલો છે. એની તો બિચારાની દયા જ ખાવી રહી, એના પર ગુસ્સો શો કરવો ? ગુસ્સો થાય તો આખા જગતને પીડનારી એ કર્મસત્તા અને મોહના અંધાપા પર થાઓ. બાકી એ જીવને તો બુદ્ધિ મળો. એ બિચારો ભૂલ, કષાય અને દુષ્કૃત્યથી બચો; બિચારો દુર્ગતિના દુઃખમાં ન ફસાઓ. એનું ભલું થાઓ” આવી કરુણા-મૈત્રીભાવ રાખવો જોઈએ. નિર્દયતા અને દ્વેષ રાખવાથી ધર્મની સગાઈ નહિ થાય. જ્યાં આ વિચાર જ નહિ ત્યાં એ ક્ષુદ્રતાવશ ધર્મ આવે જ ક્યાંથી ? વાતવાતમાં “હું' પદ આવે,- “હું જ કાંક છું. બીજા કુછ નહિ' - એવો ગર્વ રહે. યેનકેન પ્રકારે મને મનગમતું મળવું જોઈએ. હું સારો લાગું...” એવી તુચ્છતામાં બડાઈ હાંકવી, જુઠાં બોલવા, નિંદા કરવી, વગેરે દુર્ગણો ઘર જ ઘાલી બેઠા હોય. એમ તુચ્છ સ્વાર્થમાં બીજાનું વટાઈ જાય એની ચિંતા નહિ. ઘન આદિના લોભે બીજાને કચરવામાં સંકોચ નહિ ! માયા-પોલિસી હૃદયમાં રમતી, અને વર્તનમાં વણાયેલી ! આત્મહિતકર દાન-શીલ-તપ વગેરેની સાધના કડવી લાગે. આ બધા ક્ષુદ્રતાનાં પરિણામો છે. વળી જરૂર પડયે પોતાને દાનની ટીપમાં લખાવવું પડશે એ ભયથી “આ ટીપ ને આ Page #32 -------------------------------------------------------------------------- ________________ પંચસૂત્ર ભીમકા : ૧૯ : કામની જરૂર જ શી છે ?' એમ કરીને આખું જ ઉડાવવાની વાત ! તેમાં બીજાઓના દાન પણ ઉડી જાય એટલી હદની ચેષ્ઠા ક્ષુદ્ર હૃદયમાંથી ઉઠે છે. દિલ જો ક્ષુદ્ર ન હોય, ઉદાર હોય, તો તો આત્મહિતકારી અને જગતહિતકારી દાનાદિધર્મ પ્રત્યે ચાહના ઊભી થાય. એના વિના જીવન અસાર કૂચા લાગે. હૃદયમાં ધર્મની ભાવના એવી ઊછળ્યા કરે કે ધર્મના બાધક પ્રલોભનો તુચ્છ ગણે. ભય રહે કે આ દુન્યવી પ્રલોભનોથી રખે ધર્મભાવના તૂટે ! ધર્મભાવના શું શીખવે છે ? : ધર્મ-ભાવના તો શીખવે છે કે ‘નાશવંત અને આત્મહિતધાતક જડ પદાર્થની બહુ કિંમત શી આંકવી ? રસદાર ભોજન કે હીરામાણેક આદિ તો જીવને પાગલ બનાવી નચાવનારા છે, દુર્ગતિના કૂવામાં ઉતારનારા છે. એના શા` અભખરા રાખવા ? દિલની અભિલાષા તો એક માત્ર અનાસંગ પદની રખાય, પણ પુદ્ગલના સંગની નહિ. હીરામાણેક, મેવામિઠાઈ, બંગલા-વાહન વગેરે બધું તો એકેન્દ્રિય જીવોનાં ક્લેવર છે. એવા તુચ્છ કલેવર માટે ક્ષુદ્ર શું બનવું ? એની ઉજાણી શી માનવી ? મડદા પર ઉજાણી ગીધડા કરે, - ક્ષુદ્રતાને લીધે આવા વિચારનું સ્વપ્ન પણ નથી આવતું. તત્ત્વની મશ્કરી કરવાનું સુઝે છે ! નિર્બુદ્ધિ પોતાની જાતને મહાબુદ્ધિમાન માની મહાજ્ઞાનીઓને સમજણ વિનાના માને છે. અગર થોડું શાસ્ત્રજ્ઞાન પણ હોય તો ય ક્ષુદ્રતાવશ પોતાને પ્રાજ્ઞતાનો ભ્રમ અને અભિમાન ભારે ! ટૂંકમાં કહીએ તો આ ખતરનાક સુદ્રવૃત્તિના પાયા પર અનેકાનેક દોષ દુર્ગુણો અને દુષ્કૃત્યો એટલા રસપૂર્વક સેવાય છે કે ત્યાં ગુણબીજ લાવે એવા વિષયવિરાગ, કષાય-અરુચિ, ક્ષમાદિગુણોની પ્રશંસા, ભવનો ભય, મોક્ષની રુચિ વગેરેના ફાંફા હોય છે. માટે દિલ ઉદાર, ઉમદા, વિશાળ જરૂરી. ભવાભિનંદીનો બીજો દુર્ગુણ લોભરતિ : (લાભતિ) : જીવનમાંથી સદંતર લોભ જવો ઘણો મુશ્કેલ, બહુ ઊંચી કક્ષાની વાત ! પરંતુ ભવાભિનંદી જીવને લોભની ભારે વૃદ્ધિ હોય છે, પક્ષપાત હોય છે. એ તો સિક્કો મારે છે કે ‘લોભ તો રાખવો જ જોઈએ. આપણે તો સાધુ થોડા જ છીએ ? સંસારી છીએ. લોભ ન હોય, ધંધો ન કરીએ, પછી સંસાર કેમ ચાલે ? એવું જીવન તો મુફલિસ ગણાય ! માણસને મહત્વાકાંક્ષા તો હોવી જ જોઈએ' આમ લોભ નીડર૫ણે સેવ્યે જાય, એ માત્ર લોભ નહિ, કિન્તુ લોભરતિ છે. એથી એ અલ્પ લોભી અને અલ્પ ધન ધાન્ય આદિમાં સંતોષી જીવને તો મૂઢ, અજ્ઞાન, એદી રાંકડા સમજે છે. ત્યાગની વાત આવે ત્યારે કહેશે કે બહુ ઝીણું શાસ્ત્ર ! ચોથા આરાની વાત ! Page #33 -------------------------------------------------------------------------- ________________ : ૨૦ : પંચસૂત્ર આજના કાળે તો વળી લોભ ને લાભ વિના ચાલે ?' એવી લાભારતિવશ ધનમાલ, માનસન્માન, મેવાડકવાન્ન, વગેરેનો લાભ થવા પર એટલો બધો એમાં આસક્ત બને છે, એને એવું સર્વસ્વ માને છે, પ્રાણથી અધિક સમજે છે, કે રાતદિવસ એની જ ચિંતા, એના જ વિચાર, અને એની જ ગડમથલ કર્યા કરે છે. ત્યાં પછી એ ક્ષણિક, ચંચળ અને મર્યા પછી જીવની સાથે નહિ જ જનારી વસ્તુના લાભ કડવા માનવાની વાત ક્યાં ? કપિલ કેવળી : પૌદ્ગલિક લોભ, એની પછી થતો લાભ, એના પર વધતો લોભ અને વધુ મેળવવાની દોડધામ, વળી પૂર્વની પુષ્પાઈ-વશ થતો લાભ, એમ લોભ-લાભની પરંપરા ચાલે છે. એ વિષચક્ર છે. કપિલ બ્રાહ્મણને રાજા બે માસા સોનું ભેટ આપશે એ આશા હતી, પણ જ્યારે રાજા કહે છે “માગ શું જોઈએ છે ?' ત્યારે કપિલને એટલો લાભ નક્કી થઈ જવા પર વધુ લોભ જાગ્યો કે “રાજા મારી ઈચ્છા મુજબ માગવા કહે છે તો પછી ચાર માસા માગું' પણ પાછું મનમાં થયું કે “એટલું તો રાજા આપશે પણ એટલેથી શું ?' એમ લાભ ઉપર લોભ વધ્યો. વળી પાછો રાજાએ આપવાનો આંકડો માંડ્યો નથી એટલે અધિકાધિક લાભ કલ્પી એના પર ‘૮-૧પ-રપ... માગું' એમ લોભ વધતાં ઠેઠ ક્રોડના આંકડે કામ પહોંચ્યું ! ત્યાં પોતે હવે ગોંકી ઉઠે છે, કે “અરે ! આ શું ? આમ તો લોભનો થોભ નહિ ‘રૂચ્છા હું બાસિસમાં મutતો !” અહો ! આ મૂઢ જીવની કેવી અનંતાનંત કાળથી ગોઝારી લોભ ની લત કે હજી આવા ઉચ્ચ માનવભવે પણ છૂટતી નથી ! એ આવા બુદ્ધિ-સમજ-વિવેકના ભવે નહિ છૂટે તો ક્યાં છૂટશે ? લાભ તો અનંતીવાર અનુપમ અનુપમ થઈ ગયા, છતાં લોભ શમ્યો નથી એ હકીકત છે. લાભથી લોભ ન શમે; એ તો તદ્દન નિઃસ્પૃહતાથી જ શમે. માટે મારે હવે લોભ કરાવનાર ઘરવાસ માત્રથી સર્યું” એમ કરી કપિલ મુનિ બન્યા. છ માસમાં આંતરિક સૂક્ષ્માતિસૂક્ષ્મ પણ લોભના ફુરચા ઉડાવી કેવળજ્ઞાની બન્યા ! પરંતુ ભવાભિનંદી જીવ લાભ-લોભના વિષચક્રમાં ફસેલો એ બન્નેને અતિ જરૂરી લેખે છે. કદાચ ભગવાનની ભક્તિ કરે, ગુરુનો ઉપદેશ સાંભળે, આંખમાં આંસુ ય લાવે, ગળગળાપણું દેખાડે, છતાં અંતરમાં લોભ-લાભની ગાંઠ સજડ રાખે છે. ધર્મ-સાધનાને પૌદ્ગલિક લાભ-લોભના ઢાંચામાં ઢાળે છે એનો એને એટલો બધો પક્ષપાત રહે છે કે ત્યાં સર્વથા ધન અને ઈન્દ્રિય વિષયોના ત્યાગની વાત મગજમાં બેસતી જ નથી ! એને સમજાતું જ નથી કે Page #34 -------------------------------------------------------------------------- ________________ પંચસૂત્ર ભૂમિકા : ૨૧ : લોભ સર્વ પાપનું મૂળ છે ! સર્વ ગુણોનો નાશક છે ! જીવને આ સંસારમાં અપાર પીડા પમાડનાર છે ! અનંતકાળથી કર્મના ચીંથરેહાલ ગુલામ તરીકે ભટકાવનાર છે ! જીવને નિજના મુક્તિના અનંત આનંદથી તો દૂર શું, પરંતુ અહિ પણ તૃપ્તિ અને અપરિગ્રહ તથા સર્વત્યાગના અપૂર્વ સુખથી દૂર ને દૂર રાખનારો છે. આવી સમજના અભાવે માત્ર જડ જગતની જ એક રટના અને આનંદ હોય છે. એને જ ઉપાદેય માની એ લોભ ન કરનારને ગમાર લેખે છે. તો પરિણામ કેવું ? સુભૂમ ચક્રવર્તી રાજ્ય-લોભની વૃદ્ધિમાં, ચક્રી બ્રહ્મદત્ત અને ત્રિપૃષ્ઠ વાસુદેવ ઈન્દ્રિયવિષયના લોભ-લાભની આસક્તિમાં, મમ્મણશેઠ ધનના લોભની રતિમાં... વગેરે કઈ પામરો મરી મરી સાતમી નરકમાં પટકાઈ ગયા ! મમ્મણનો પ્રસંગ બતાવે છે કે વાતમાં કંઈ માલ નહિ અને લાભ-લોભની ચીકણી રતિ હૃદયમાં કેવીક જામી પડી ! ને કેવી રીતે એ ફાલીફૂલી સાતમી નરકમાં એને ઉતારનારી બની ! ટૂંકો પ્રસંગ આ પ્રમાણે છે - મમ્મણનું દષ્ટાંત : મમ્મણ શેઠ પૂર્વ જન્મમાં એક વણિક હતો. એકવાર ઘરે સાધુ આવ્યા. ઘરમાં બીજું કાંઈ દેખ્યું નહિ, પણ કોઈને ત્યાંથી આવેલો સિંહ-કેસરિયો લાડુ જોયો, તે સાધુને વહોરાવી ખુબ ખુશીખુશી થઈ ગયો. સાધુના ગયા બાદ પણ માને છે કે ધન્ય દિવસ કે મુનિને સુંદર દાન દેવાનો લાભ મળ્યો !' એટલામાં પડોશી આવી પૂછે છે કે કેમ ? પેલો લાડુ ખાધો કે? આ કહે “અરે ? એનો તો સુંદર લાભ મળ્યો !' પેલો કહે “અરે, શું મારા ભાઈ ! લાભ તો ઘણા ય લેવાય. આ તો એક ચીજ હતી. લાવો જો એ શેમાં મૂક્યો'તો ? મમ્મણે ભોજન આપ્યું. એમાંથી કણિયા ચોટેલા જોઈ મમ્મણને કહે, “ચાખો આ.” મમ્મણ ચાખીને ચકિત થઈ ગયો “વાહ, આ તો કોઈ અવ્વલ ચીજ છે ! અરે હું ભૂલ્યો. રહો હમણાં જ જઈ લાડવો પાછો લઈ આવું; ગયો. ગામ બહાર નીકળતા મહારાજને બૂમ મારી “મહારાજ ઊભા રહેજો,' મહારાજ કહે “ભાઈ ખપ નથી.” આ કહે “અરે પણ મારે ખપ છે.” મહારાજ સમજ્યા કંઈક બાધા-નિયમ લેવો હશે, તે ઊભા રહ્યા. મમ્મણ કહે બાપજી જરાક ભાઈસાબ ! માફ કરજો તમે ઘેર આવ્યા તે સારું કર્યું. ફરી પણ પધારજો, જોગ હશે તો હું બીજા બહુ લાડવા વહોરાવીશ. પણ હમણાં તો ભાઈસાબ, મને પેલો મારો લાડવો પાછો આપો.' સાધુ કહે “ઓ ભલા માણસ ! દાન કર્યા પછી પાછું ન મંગાય.” “પણ જરાક મને એની તૃષ્ણા જાગી છે. તો ઘો ભાઈસાબ મારો લાડવો.” સાધુ સમજાવે છે અને મહાનુભાવ ! એ તો હવે ચારિત્રનો માલ થઈ ગયો, તે હવે સાધુને દેવાય. ગૃહસ્થને નહિ.” “એ બાપજી ગમે Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૨: પંચસૂત્ર તે હોય, પણ મને એનો મોહ લાગી ગયો છે એટલે તમારે પગે પડું, ઘો મને તમે મારો લાડવો.’ ‘ભલાભાઈ ! આ તો અમે ગુરુજીની ચિઠ્ઠીના ચાકર, તે ભિક્ષા લઈ જઈએ. બાકી આ માલ તો ગુરુજીનો છે એટલે અમારે તો ગુરુજીનેજ આપવાનું.' મમ્મણ કહે કે ‘ભાઈસાબ ! હું ગુરુજી પાસે ક્યાં આવું ? મેં તો તમને આપેલો છે. માટે મહેરબાની કરીને દઈ ઘો પાછો મારો લાડવો.' મમ્મણને લાડવાનો એવો તો લોભ લાગ્યો છે કે સાધુએ એ લોભના ભયંકર પરિણામ અને દાનના અઢળક લાભ સમજાવ્યા છતાં ન માન્યું ત્યારે સાધુ નીચે બેસી એને વાતમાં રાખી કપડાંની અંદર હાથ ઘાલી લાડવો નીચે ધૂળ-ભેગો ચોળી નાખ્યો, ઊભા થઈ કહે છે કે હવે તમે જાઓ દીધેલા દાનની બહુ અનુમોદના કરો. પુણ્યલાભ ઘણો વધી જશે.' પેલો કહે ‘ના મહારાજ ! મને લાડવો દ્યો' ‘તો જુઓ, આ ઘૂળમાં ભળેલો છે, તમે જાણો.' મમ્મણ લોભની વૃદ્ધિમાં શોક કરતો કરતો પાછો ગયો; દાનથી જબરદસ્ત પુણ્ય ઊભું કરેલું, તેમાંથી ઘણું બાળી નાખ્યું. વધારામાં બાકીના પુષ્યામૃતમાં મોહના ઝેરી કણિયારૂપી પાપાનુબંધ નાખ્યો. પરિણામે બીજા ભવમાં મમ્મણ શેઠ થયો. રતે જડેલા સોનાના બળદિયા જેટલું અઢળક ધન મેળવવા છતાં પેલા પાપાનુબંધથી અત્યંત મમતા રહી ! એને ધન ભેગું કરતાં માલ મફત કે સસ્તો યા વધુ ન મળવા વગેરેનો ભારે શોક થતો; મેળવવાની લોભરતિ રહેતી, અને માત્ર તેલ ને ચોળા ખાવાની ભારે કૃપણતા રહી. ઈત્યાદિ તામસ ભાવથી મરીને સાતમી નરકે ગયો. એવા અનંતા પામરો મરીને સાતમી નરકે ગયા. દાટેલા નિધાન ત્યાંને ત્યાં પડી રહ્યા, અને લોભ-લાભરતિવશ જીવોને અનેક ભવોમાં ભ્રમણ, કપામણ, છૂંદામણ યાવત્ એકેન્દ્રિયકાયમાં અસંખ્ય કે અનંતકાળની કેદ મળી. સમરાદિત્ય ત્રીજાભવના અધિકારમાં અવાંતર કથામાં બાલચંદ્ર પોતાનો ભાઈ ગુણચંદ્ર ભાગ ન લઈ જાય અને સાત લાખ સોનૈયા પોતાને પચે, એ માટે ભાઈને મારી પર્વતના ભાગમાં દાટેલ એ ધન પર ચોકી કરતો હતો. પણ મહાકાય સાપથી મર્યો ! કેટલાય ભવો બાદ ગુણચંદ્ર ત્યાં બાજુના નગરમાં વણિકપુત્ર થઈ તે પર્વત પર પધારેલા તીર્થંકર ભગવાનને વંદન કરવા ગયેલ. ત્યાં પ્રભુને પૂછે છે, ‘ભગવંત! આ શું આશ્ચર્ય કે પર્વત પર ઉગેલ એક નારિયેળીના વૃક્ષનું મૂળ નીચે ઠેઠ તળેટીએ હતું ? શું ત્યાં નિધાન છે ? અને તે કોણે દાઢ્યું ?' ભગવાન કહે છે, ‘હા, ત્યાં નિધાન છે અને તે તે તથા નારિયેળીના જીવે પૂર્વના એક ભવમાં બે ભાઈ બનીને પર્વતના નીચેના ભાગમાં દાટેલ, પણ ભાઈએ તને ધનલોભથી માર્યો. પછીથી વચલા એક ભવમાં એણે જાતિસ્મરણથી ધન જાણી ત્યાંથી ઉઠાવી તળેટીએ દાટ્યું. Page #36 -------------------------------------------------------------------------- ________________ પંચસૂત્ર ભૂમિકા : ર૩ : આમ લાભારતિવશ જીવ એકેન્દ્રિયપણામાં ગયો. હવે એનો શે ઉદ્ધાર ? ભવાભનંદિતા એટલે કે સંસારનો રસ આવા લોભ-લાભરતિ આદિ દુર્ગુણો પર પોષાય છે. ભવવ્યાધિનું કુપથ્ય લોભ-લાભ-રતિ સામે વિચારણા :- અતિ લોભ ને લાભરતિ તો દીર્ઘ ભવવ્યાધિને લાવનાર ભયંકર કપથ્ય છે. જડ પદાર્થના લાભમાં લોભનો વિજય થાય છે. એવા લાભ- લોભના સત્કાર ન હોય, એમાં ખૂમારી ન શોભે. વિચારવું જોઈએ કે “અહો મારા જીવનું કેવું અજ્ઞાન ! કે પરાધીને લાભ પર શાબાશી ? આત્માને કાળો મેશ કરનાર લોભમાં ઉજમાળતા ? લાભ તો પૂર્વના પુણ્યની અનુકૂળતા હોય તો વગર ધારણાએ, અને નહિ જેવી મહેનતે, અઢળક થઈ જાય છે. અનુકૂળતા ન હોય તો ગમે તેટલી ઝંખના, દોડધામ અને હોશિયારી છતાં ખુશામત કરીને પણ લાભ નથી થતો. કદાચ પાપોદયે લેવાના દેવા ય થાય છે. આવા કર્મને આધીન પરના લાભની પૂંઠે શું પડવું ? આત્મામાં પાપનો ગંજ ખડકે એવા તુચ્છ માન-માલનો લોભ શો કરવો ? લોભ તો સુકૃતો, સદાચારો અને સગુણોનો જ કરાય, જેથી સુસંસ્કારો વધે. સત્તા-સંપત્તિ-સન્માનવિષયસુખોના લાભથી તો જુનાજુના અને ભવવર્ધક જાલિમ કુસંસ્કારો દઢ થાય છે ! જેને ભૂંસવાની તક પછીના ભાવોમાં ક્યા મળવાની ? એ તો એને નિર્મળ કરવાની અનુપમ તક આ માનવભવમાં છે. તેને કેમ ગુમાવી દેવાય ?' આ વિચાર નથી. ઈચ્છાઓના ધાડેધાડા હૃદયમાં ઘુસે છે. ચિંતાનો હુતાશન સળગે છે; કારમાં પાપ કરવામાં આંચકો નથી આવતો, ભાઈ ભાઈના કે પિતાપુત્ર જેવાના પવિત્ર સંબંધો ગંદા બનાવાય છે. મહાન ઝઘડા ખડા થાય છે. હિંસા જૂઠ, અનીતિ, ગુસ્સો, પ્રપંચ વગેરે અનેક દુર્ગુણો આત્મામાં જીવંત થાય છે ! આવા અનેક અનર્થોને લાવનાર લોભમાં ખુમારી અને મગ્નતા કરવી એ કેટલી બેવકુફી છે ! આવી જંજાળમાં જીવન પાણીના રેલાની જેમ ચાલ્યું એકાએક પૂર્ણ થઈ જાય છે ત્યારે એ એ લોભ અને લાભ ભવાંતરે જીવને ક્યાંય શરણ કે બચાવ નથી આપવાના એ નિશ્ચિત છે. માટે વિચારીએ કે - “જીવ ! લોભ લાભથી જરા પાછો વળ. એ થઈ જાય ત્યાં એની કવિતા ન ગા. એને કર્તવ્ય ન માન. સમજ કે એ આત્મગુણના ચોર છે, ત્યાજ્ય છે. એને સેવવામાં પુરુષાર્થિપણું નહિ પણ કાયરતા છે. દુન્યવી મહત્વાકાંક્ષા પર . કર્તવ્યને, ગુણનો, હોશિયારીનો, કે નિષ્પાપતાનો સિક્કો મારવો એ ભવાભિનંદીનું બીજું લક્ષણ. ત્રીજો દુર્ગુણ દીનતા એ, કે વાતવાતમાં ઓછું આવે, બધું સુંદર અને સર્વાગ Page #37 -------------------------------------------------------------------------- ________________ : ર૪ : પંચસૂત્ર સંપૂર્ણ જોઈએ, જરાએ ઓછું ન ચાલે, સારું મળ્યું તો પણ ટેવ રોદણાં રોવાની ! હંમેશનો અસંતોષ ! ગમે તેટલું મળે, ગમે તેટલું સચવાય, તો પણ ઓછું પડે. કાંઈ નથી મળ્યું એમ લાગ્યા કરે ! એમ તો જગતની કઈ વાતમાં ખામી અને અધુરાશ નથી રહેવાની ? કોઈનીય બધી ખામી કદીય નથી ટળી. ત્યાં ખોટી ઝંખના શી કરવી ? પરંતુ ભવાભિનંદીને મળેલાના સંતોષને બદલે ન મળ્યાનો ખટકો થાય છે, મળેલામાં સત્તર ખામીઓ દેખે, શોક કરે અને ઝુરે છે ખામી ટાળવા અને મનમાન્યું મેળવવા અધમ ગુલામીઓ અને ચાપલુસી કરે છે ! સદાનો માગણિયો તે કૂતરાની જેમ દીન બની ચાટું કરીને માંગ-માગ કરવામાં એને શરમ નહિ ! પોતાના ઉત્તમ કુળ, ધર્મ, ગુરુ આદિનું કાંઈ જ ભાન નહિ. જાત ભૂલે, કુળ ભૂલે, સ્વમાન ચૂકે, પાપમાં ડૂબે ને પાશવી સંજ્ઞામાં પરવશ બને છે. સંસાર પોતે સર્વાગે દુઃખમય છે, સર્વાગે સુખમય નથી. સર્વાગે સુખ તો પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપમાં છે, અને આછું સુખ એવા આત્મસ્વરૂપની રમણતામાં છે. તે સિવાય તો જડ પદાર્થોના સંયોગોમાં સુખાભાસ છે, સુખના પડછાયા છે; તે પણ બહાદુઃખની ફોજ લાવનારા ! ત્યાં સુખની આશા શી ? ાઁ આશા ખોટી છે, તો ઈષ્ટ જડ-સંયોગ ઓછો ય મેળવ્યા પછી મનને ઓછું શું લગાડવું ? સંસાર સર્વ અંગે તો નહિ પણ એક અંગે ય સંપૂર્ણ દેનાર નથી, છતાં સંસાર-રસિકનો સ્વભાવ જ. દીનતા કરવાનો ! વારેવારે મનને ઓછું જ આવ્યા કરે ! સંસારનો રસ જીવને મૂઢ બનાવે છે. એ પુદ્ગલનું ય સ્વરૂપ સમજતો નથી, તેમજ આત્માનું ય સ્વરૂપ સમજતો નથી ! એ આત્માનું અવિનાશી, અપરાધીન, એકાંત સુખસ્વરૂપ જડ પુદ્ગલના સ્વરૂપમાં શોધે છે એને ભાન નથી કે “પુદ્ગલ તો નાશવંત છે, પરાધીન છે, અને પુલના આશીને એ દુઃખ દેવાના સ્વભાવવાળા છે, ત્યાં તે સુખ જડે ? અમૃતની શોધ સર્પના મુખમાં કરાય ? સાચા સુખી થવું હોય તો સંસારનો વિશ્વાસી ન બન. સંસાર એટલે જ ઓછપ ! ત્યાં પૂર્ણતા ન હોય; તેથી થોડામાં તૃપ્તિ કર. મારે શી ખામી છે ?' એમ મન રાખી જાય દીન ન બન, થોડું મળ્યું ઝાઝું માન, તો જ હજુ કાંઈ સુખની આશા રહે, આ તો જ બને કે જો જીવ અર્થકામને સર્વસ્વ ન માને, ને ઈન્દ્રિયોના વિષયોમાં લુબ્ધ ન બને. નહિતર એકાદવાર મહાસંયમ પણ પાળ્યું હોય છતાં જો વિષય ગૃદ્ધિ જાગી, તો પછી જીવ એવો દીન અને કંગાળ બને છે કે પૂર્વકમાઈ જાણે બધી ડૂલ ! કિંડરીકની દીનતા : બહુ ઊંચે ચઢેલાને પણ જો દીનતા આવી જાય તો કેવો પટકે છે એ પુંડરીકકંડરીકની કથામાં જોવા મળે છે. પુંડરીક રાજા છે, નાનો ભાઈ કંડરીક યુવરાજ છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ પંચસૂત્ર ભીમકા : ૨૫ : એકાદનગરમાં મહામુનિ પધાર્યા. એમની દેશના સાંભળી બંને વૈરાગ્યવાસિત બન્યા. પુંડરીક કંડરીકને કહે છે ‘ભાઈ ! તું આ રાજ્ય સંભાળ, હું ચારિત્ર લઈશ.' કંડરીક કહે ‘મોટા ભાઈ ! ચારિત્ર તો મારે જ લેવું છે. તમે તો રાજ્ય સંભાળતા પણ વૈરાગ્ય ટકાવી શકશો, અને પછી ય ચારિત્ર લઈ શકશો, ત્યારે હું તો જો રાજ્યમાં પડ્યો તો પછી વૈરાગ્યને મહા જોખમ. પછી કાંઈ આ જિંદગીમાં ચારિત્રનો પુરુષાર્થ થાય નહિ. માટે મને તો હમણાં જ લેવા દો.’ પુંડરીકને લાગ્યું કે એ ઠીક કહે છે, તેથી રજા આપી. કંડરીકે સિંહના જેવા પરાક્રમથી ચારિત્ર લીધું અને એ રીતે પાળવા માંડ્યું. એક હજાર વર્ષ સુંદર તપસ્યાઓ પણ કરી ! હવે દૈવયોગે કંડરીકમુનિ માંદા પડ્યા ! ગુરુ સાથે વિહાર કરતા કુદરતી એ પુંડરીકના નગરમાં આવ્યા છે. ગુરુને રાજા વિનંતિ કરે છે કે ભાઈની ચિકિત્સા અહીં જ કરાવો અને જે કાંઈ અનુપાનાદિ જોઈએ તેનો લાભ મને આપો. મારે રસોડું મોટું છે, એટલે બધું નિર્દોષ મળશે.' ગુરુએ સ્વીકાર્યું. કંડરીક મુનિ ઔષધ પ્રયોગથી સાજા તો થઈ ગયા, પણ દરદની દીનતા-પર હવે રાજવી માલમશાલાનો ચટકો લાગવાથી વધુ દીન બન્યા ! તે હવે વિહાર માટે તૈયાર નથી થતા. ગુરુએ સમજાવ્યા છતાં ખાવાની દાઢમાં એવા નિઃસત્ત્વ રાંકડા મનવાળા થઈ ગયા કે ગુરુ પરિવાર સાથે વિહાર કરી જવા છતાં પોતે ત્યાં જ એકલા રહ્યા ! રાજા પુંડરીકે જોયું કે મામલો બગડ્યો છે, તેથી કંડરીક પાસે આવી મધુર શબ્દોમાં કહે છે, ‘મહારાજ ! આપે તો કામ સાધ્યું, અને અમે કીચડમાં પડ્યા છીએ. છતાં અમને વૈયાવચ્ચનો સુંદર લાભ આપ્યો, એ અહોભાગ્ય અમારા ! ફરીથી પણ પાછા ગુરુ મહારાજને લઈને પધારજો, લાભ આપજો !' વિહાર અને સાધુતાની સામાન્ય ગોચરીના કાયર અને દીનહીન બનેલા કંડરીક મુનિને જવાની ઈચ્છા નહોતી, પણ હવે મોટાભાઈ રાજા ગર્ભિત સૂચન કરે છે કે ‘સિધાવો અહીંથી,’ એટલે શરમના માર્યા ત્યાંથી વિહાર તો કરવો પડ્યો; પરંતુ મન મીઠા સ્નિગ્ધ રસનું લાલચુ અને તેથી દીન કંગાલ બનેલું, તે થોડા વખતમાં એકલા પાછા આવ્યા નગરના ઉદ્યાને ! માળીના ખબર આપવાથી રાજા ગભરાઈને ઝટપટ આવ્યો. દેદાર જોતાં સમજી ગયો ‘છતાં સ્થિરીકરણ ઉપબૃહણાપૂર્વક કરવું' - એવા શાણપણથી મુનિને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદના કરી કહે છે ‘ભાગ્યવંતા છો, દીર્ઘકાળના સંયમી ! બ્રહ્મચારી ! મહાતપસ્વી ! કેવા પરાક્રમી કે રાજશાહી વિષયોના બંધન ફગાવી દઈ મોહના ફુરચા ઉડાવી રહ્યા છો ! હવે ગુરુમહારાજ પાસે જ જશો ને ?' કંડરીક મુનિ બોલતા નથી. Page #39 -------------------------------------------------------------------------- ________________ : 28: પંચસૂત્ર રાજાએ જોયું કે તલમાં તેલ નથી; તેથી પૂછે છે ‘શું ગલીચ ભોગ જોઈએ છે?’ કંડરીક નિર્લજ્જ અને દીન થઈ આંખ માથું નમાવી હા સૂચવે છે. એજ વખતે પુંડરીક રાજા એને પોતાનો વેશ આપી એનો વેશ પોતે લઈ ભાવથી સાધુ બની ગુરુને ભેગા થવા ચાલી જાય છે. બે ઉપવાસ બાદ ત્રીજે દિવસે ગુરુને ભેટી ચારિત્રક્રિયા કરીને શુષ્ક-શીત અંતપ્રાંત આહારથી પારણું કરે છે. એ ન પચવાથી એજ રાતે પીડા ઊભી થવા છતાં ઉંચા ઉછળતા ભાવોલ્લાસમાં કાળ કરી અનુત્તર વિમાને દેવ તરીકે જન્મે છે ! કંડરીક દીન રાંકડાની જેમ ખાનપાન પર તૂટી પડે છે, રાતના અજીર્ણથી મરતાં ભયંકર રૌદ્રધ્યાનને લીધે સાતમી નકમાં ઉત્પન્ન થાય છે ! દીનતાએ કેટલું મોટું અંતર પાડ્યું ? પેલા ૧૪મા રાજલોકના છેડે, આ ૭મી પાતાલે ! અહીં જોવાનું એ છે કે દીનતાથી માણસનું સત્ત્વ નષ્ટ થઈ જતાં હાથમાં આવેલ પણ ધર્મ જતો રહે છે. પછી તૃપ્તિ ધરપત ધરવાનું ક્યાં ? અર્થ- કામની સતેજ અભિલાષા ‘થોડામાં ઘણું લાગે' એવી તૃપ્તિ નથી આવવા દેતી. મૂઢ જીવ અર્થકામને સર્વસ્વ માને છે. એમાં પછી મન સદાનું દીન-દુખિયાર્ં રાખ્યા કરે છે. એને ખબર નથી કે અર્થની પાછળ દોડધામ એટલે તો આપણા માથાના પાછળ રહેલા પડછાયાને પકડવાનો નિષ્ફળ પ્રયત્ન !' જેમ જેમ પાછળ ભાગીએ તેમ તેમ એ આધા ભાગે. એને બદલે જો આગળ દોડાય, તો પડછાયો પૂંઠે લાગશે. તેમ અર્થથી પણ મોઢું ફેરવવાની જરૂર છે. મોઢું ફેરવાશે તો અર્થ પછવાડે દોડશે. કવિ કહે છે ને, જે જન અભિલષે રે તે તો તેહથી નાસે; તૃણસમ જે ગણે રે તેહને નિત્ય રહે પાસે. - તીર્થંકર ભગવંતે અર્થ-કામથી મોઢું ફેરવ્યું, તો ચાલતી વખતે પગ તળે સુવર્ણના સુંદર મુલાયમ કમળ હાજર થયા ! પણ આપણે તો અર્થને માથા પર ચઢાવીને નાચવું છે ! આત્માના ચૈતન્યને પુદ્ગલની જડ વાસનાઓની નીચે કચડાઈ જવા દેવું છે. ભાન નથી કે આ રતચિંતામણિ જેવો માનવભવ તો જડવાસનાઓને કચડી ચૈતન્યને ખૂબ ખૂબ વિકસાવવા માટે છે. અર્થ કામની બહુ કિંમત કરવાથી ચૈતન્ય બુઠ્ઠુ બનતું જાય છે. અર્થ તો નામથી અર્થ છે પણ પરિણામે ભયંકર અનર્થ નીપજાવે છે. અર્થની તૃષ્ણાભરી વિચારણા જ ખરાબ, તેમાં ગમે તેટલું મળે તોય ઓછું પડે. વાતવાતમાં ઘમંડ, ઈર્ષ્યા, શોક, અરતિથી ક્ષણેક્ષણે મનને કાળું કરવાનું ! જરા ગયું તો ‘કેમ ગયું' થાય. કેવી મૂર્ખતા ! જેનો સ્વભાવ જવાનો જ છે તેને મારૂં કરી બેસવું છે ! અને જે પ્રાપ્ત કરીએ તો પછી એ જાય જ નહિ એવા આત્માના ઉત્તમ ગુણોને પ્રગટ કરવાથી દૂર રહેવું છે ! ક્ષુદ્રતા જીવને વિવેક- શૂન્ય રાખે છે. લોભરતિ અને લાભરતિ આત્માને કંગાળ અને પામર બનાવી દે છે - દીનતા નિત્ય દુઃખી Page #40 -------------------------------------------------------------------------- ________________ પંચસૂત્ર ભૂમિકા : ૨૭ : રાખે છે. એ ટાળવા શ્રી વીતરાગ પ્રભુ પાસે ત્રણ પ્રાર્થના, ૧. - આ જીવન દુઃખક્ષય સાથે કર્મક્ષય, ગમેતેવી વિકટ પરિસ્થિતિમાં પણ માનસિક દુઃખનો ક્ષય, અર્થાતુ મનને ઓછું ન લાગે, મન મસ્ત રહે, તૃપ્ત રહે, એની સાથે નિર્જરા યાને ૧૨ પ્રકારે તપની આરાધના. ૨. અંત સમયે સમાધિ અને ૩. ભવાંતરે બોધિલાભ. પહેલું આખી જીંદગી દરમ્યાન, બીજું મરણ સમયે, ને ત્રીજું મરણ બાદ. ભવાન્તરમાં ત્રણેથી પાપ ટળે, આત્મા ઉજ્જવલ બને. ટૂંકમાં, અહીં સુખશાંતિ જોઈતી હોય, પરલોકમાં સુખ ઊભું રાખવું હોય, અને પરિણામે શાશ્વત સુખ પ્રગટ કરવું હોય તો દીનતા છોડવી જોઈએ. ચોથો દુર્ગુણ માત્સર્ય એટલે ઈર્ષા, દ્વેષ, ખાર, વેરઝેર, મોટું કટાણું થાય, અસહિષ્ણુતા, તિરસ્કાર, બીજાનું સારું ન જોઈ શકે. (સૌથી ઉચ્ચ કક્ષા વીતરાગની, તેની નીચે અપ્રમત્ત સરાગ સંયમી, તેની નીચે કમસર પ્રમત્ત સર્વવિરતિધર, દેશવિરતિઘર, સમ્યક્તી અને મોક્ષરુચિવાળા, મિથ્યાત્વી, ત્યાં સુધીની જીવની દશા ગુણની છે. તેથી નીચે ભવાભિનંદીની સ્થિતિ એ ગુણ વિનાની દોષભરી દશા છે.) આ છેલ્લા પાટલાની સ્થિતિ મજબૂત રાખનાર ઈર્ષ્યા છે, માત્સર્ય છે. એ કોઈનું પણ સારું જોઈ ન શકે. તેને જોઈને બળાપો કરે, ખાર આવે હલકો પાડે, તેની સીધી સારી વાત પણ તોડી પાડે, “મને લાખ મળ્યા પણ એને સવાલાખ કેમ ? કાં મારા વધે, કાં એના જાય !' આવી અધમ વૃત્તિ કરાવે, ત્યાં આનંદ માનવાનું ખમીર જ ક્યાંથી હોય ? પોતાનાથી વધારે ધનિક, વધારે આબરૂવાળો, અધિક જ્ઞાની, અધિક તપસ્વી ઈત્યાદિ અધિકને જોઈને અંદર બળે, અસહિષ્ણુ બની વિકલ્પો ઘડે, સામાને ફજેત કરે. ‘ઊંચો, બીજા નીચા.” આ અપલક્ષણ કષાયને તેજ રાખે; વિષયરુચિ દૃઢ કરે, પાછા એને ઉપાદેય માને. આ ઈર્ષ્યા ભવવિરાગ અને સમ્યક્તને કોરે રાખે છે, તત્ત્વ સાંભળવા- સમજવાને સ્પર્શવા નથી દેતી. - ઈર્ષાવશ માણસ એટલો બધો સત્વહીન બની જાય છે કે આમ બીજી રીતે બીજા પરાક્રમ પણ કર્યા હોય, છતાં ઈષ્યવશ અવસરે ઉપકારી પૂજ્યને પણ અવગણે છે ! - સિંહગુફાવાસી મુનિ શ્રી આર્યસંભૂતિવિજય જેવા શ્રુત કેવળી આચાર્ય ભગવાનની આજ્ઞા લઈને સિંહની ગુફા આગળ ઉપવાસ અને ધ્યાનમાં ચોમાસું પસાર કરી આવેલા. “ગુફામાંથી ભૂખ્યો સિંહ બહાર નીકળે તો એ ચીભડાની જેમ બટક બટક બચકા ભરીને મને ખાઈ જશે,' એવો ભય શું ન લાગે ? પરંતુ આ પરાક્રમી મુનિ લેશ પણ ગભરાયા વિના ત્યાં મહિનાઓ સુધી ધ્યાન-સાધનામાં રહ્યા. ચોમાસું ઉઠયે પાછા આવતાં ગુરુએ એમને “દુષ્કરકારક” તરીકે ધન્યવાદ આપ્યો. પણ ત્યાં સ્થૂલભદ્રજી કોશાવેશ્યાને ત્યાં ચોમાસું કરી આવેલા, એમને “દુષ્કર દુષ્કરકારક' Page #41 -------------------------------------------------------------------------- ________________ : ૨૮ : પંચસૂત્ર | તરીકે આવકાર્યા ! સિંહના રોજના ભયંકર ભયને જીતી આવેલા મુનિ અહીં ઈર્ષ્યાને જીતી ન શક્યા. એમને લાગ્યું કે વૈશ્યાને ત્યાં ચોમાસું કરવામાં દુષ્કર-દુષ્કર’ કારકતા શી ? બીજા ચોમાસે ગુરુની ના છતાં ઉપકોશાને ત્યાં ચોમાસું કરવા ઉપડ્યા ! ત્યાં એ કાળની રાજામહારાજાઓમાં પ્રસિદ્ધ સૌંદર્યવાળી વેશ્યાને વગર શણગારે પણ જોતાં મુનિ ઢીલાઢચ ! એમના પર કામવાસના ચઢી બેઠી ! વેશ્યા આગળ ભોગની પ્રાર્થના કરે છે. વેશ્યા કોશાની બેન છે, એટલે સમજી ગઈ કે ‘આમ તો સ્થૂલભદ્રજીનો ઈર્ષ્યાથી આ ચાળો કરવા આવ્યા હશે, પણ આમના શા ગજા ? હવે એ કેવળ શિખામણથી માર્ગે નહિ આવે. એમને તો જરા ચમત્કાર દેખાડવો જોઈએ.’ એમ વિચારી કહે છે કે ‘મહારાજ ! અમે તો વેશ્યા, નાણાં વિના અમારો માલ ન મળે.' પેલા દીન બની કહે છે, ‘પણ હું પૈસા ક્યાંથી લાવું ?' વેશ્યા કહે ‘જાઓ, નેપાળ દેશના રાજા નવા સંતને રતકાંબલ ભેટ આપે છે તે લઈ આર્વા.' મુનિ ઉપડ્યા ભર ચોમાસામાં નેપાળ ! લઈને પાછા વળતાં જંગલમાં ચોરો લૂંટવા આવ્યા. એમને દીનતાથી પગે પડી પોતાની સ્થિતિ દયામણી ભાષામાં કહી, દયા માગે છે. ઈર્ષ્યાએ ક્યાં પહોંચાડ્યા ? ક્ષુદ્ર યાચના, વિષય, લોભ, રતિ, દીનતા ઈત્યાદિ કોટે વળગ્યા. ચોરોએ દયાથી છોડ્યા. રતકાંબલ લાવીને વેશ્યાને દેતાં કહે છે' લે હવે તો નાણું પહોંચ્યું ને ?' વેશ્યાએ સવા લાખ રૂપિયાની કાંબલ લઈ સીધી ખાળમાં જ નાખી ! મુનિ ગભરાઈ જઈ કહે છે, અરે ! અરે ! આ તું શું કરે ? કેટલી ત્રાસ મુશ્કેલીથી આ હું લાવ્યો છું ! તે તને ખબર છે ?' બસ, લાગ જોઈ વેશ્યા આંખ ચડાવી કહે છે, ‘અરે ત્યારે તમને ભાન છે કે ગુરુએ આખા જગતની સંપત્તિ કરતાં કેટલી બધી ઉંચી કિંમતના દર્શન-જ્ઞાન- ચારિત્ર રત તમને આપ્યા ? અને તમેય કેટલાય જન્મોના ત્રાસ પછી અહીં એ પામી શક્યા ? હવે એને આ મારા મળમૂત્રાદિથી ભરેલી દેહ-ખાળમાં નાખતાં શરમ નથી આવતી ?...' મુનિ તરત બોધ પામી એનો ઉપકાર માનીને ગુરુ પાસે જઈ ક્ષમા માગે છે. થોડી પણ ઈર્ષ્યાવશ પીઠ અને મહાપીઠ જેવા અનુત્તર સ્વર્ગગામી મહામુનિઓને પછી બ્રાહ્મી સુંદરી તરીકે સ્ત્રીપણે અવતરવું પડ્યું ! માટે ઈર્ષ્યા ભૂંડી; તે ભવસ્થિતિ પકવનાર એક મહાન આવશ્યક સાધન પરસુકૃતાનુમોદન- ગુણાનુરાગ એનો નાશ કરે છે; મોટી વિદ્વત્તાને પણ અવસરે આવરી દે છે. અસદ્ આવેશ અભિનિવેશમાં ફસાવી જીવને એટલો બધો એ નીચે પટકે છે કે પછી જીવ કોઈને માનવા તૈયાર થાય નહિ, શાસ્ત્રની પણ કંઈ અસર લે નહિ. એ ભવાભિનંદિતાને સારી રીતે પુષ્ટ રાખે છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ પંચસૂત્ર ભૂમિકા ': ર૯ : પાંચમો દુર્ગુણ ભય :- દીનતામાં પોતાને ન મળ્યાનું દુઃખ છે; મત્સરમાં બીજાને મળ્યાનું દુઃખ છે, ને ભયમાં પોતાને મળેલું ખોવાય તો ? એ ચિતાનું દુઃખ છે, ત્રણેય દુઃખ ભૂંડા. એમાં ભય વિલક્ષણ ! દુર્ગાનનું પ્રબળ કારણ ભય, ભયથી ભવ નીપજે, ભયથી ભવ વધે. “હાય, હાય, ચાલ્યું જશે ? નાશ પામશે ? દુઃખી થઈશ તો ?' - એ જ હાયવોય, વિષયકષાયની ઉપર અત્યંત અનહદ આસક્તિ, જરાપણ ઉણપ ન આવે, આપત્તિ ન આવે તેવી સતત ઈચ્છા ! કેમ જાણે, “સર્વ સંપત્તિનો ઈજારદાર પોતે ! લેશ પણ આપત્તિને યોગ્ય નહિ !' કર્મના સંજોગો વિચિત્ર છે. વારંવાર ભય રાખવા છતાં ક્યારે કર્મ ઠગી જાય, કષ્ટ ઉભા કરે, સુખ નષ્ટ કરે, તેનો નિયમ નહિ. તો પછી ભય રાખવાથી શું વળ્યું? જવાનું તો જાય છે જ. પણ વધારે ભય કરી કરીને મમતા વધારી ચિંતામાં બળ્યા, આત્મચિંતા કરી નહિ, પરમાર્થ સૂઝયો નહિ, પોતાની માલિકીના માનસને જડ પદાર્થોનું ગુલામ બનાવ્યું, અને પોતે એ બંનેના ગુલામ બન્યો ! ભયભીતને તો ખાય તો પણ ભય; ખરચ્ચે ભય; ખુટી જવાનો ભય; લુંટાઈ જવાનો ભય, કોઈ માગી જશે તો ? એ ભય, સરકાર કાયદા કરશે તો ? એ ભય, માન જવાનો ભય, સત્તા જવાનો ભય, નહિ સચવાય, પોતાના તાબામાં નહિ રહે, કહ્યું નહિ માને, તેનો ભય ! કેવા ભયના ઘા? ભયની ઘોર પરંપરા ! ભય અજંપો ચંચળતા કરાવે, સ્થિરતા ન રહેવા દે. ભયમાં ને ભયમાં સુખે ખાય નહિ. ખાવા દે નહિ, પરમાર્થ જાતે કરે નહિ, બીજાને કરવા દે નહિ, ગુણની ને ધર્મની કદર નહિ. ભય તામસ ભાવમાં રમાડે, ધર્મગુરુઓથી ડરાવે, ઉપદેશ-શ્રવણથી આધા રાખે, અમૂલ્ય ધર્મ-સાધનાથી વંચિત રાખે, કેમ ? એક ભય ! “ગુરુ પાસે જાઉં ને દાનનું કહે તો ? તપનું કહે તો ? માટે જવું જ નહિ, સજનતાના સંગથી દૂર રાખનાર ભયભીત કલ્પના છે. એ જીવનને હાથે કરી અકારું બનાવે. પોતાના હાથે પોતાના ઉવલ જીવનને એ મલિન કરે, ડરપોક બને, અસત્ય કલ્પનાઓ કરે, પશુથી કરાતી સંજ્ઞામાં જ જીવન પુરૂં ! કેમકે એને તો સંસાર એજ કર્તવ્ય. સંસાર જોઈએ એને ભય વિના કેમ ચાલે ? જ્યાં તૃષ્ણા છે, ત્યાં ભય છે, તૃષ્ણાથી ભય વધે છે; સંસાર વધે છે. ઘેરથી બહાર નીકળી, તીજોરી બંધ કરી કે નહિ તેની યાદ નથી રહી. સાંજ સુધી ઘેર પાછા જવાય તેમ નથી, બસ આખા દિવસની આધિ, આખો દિવસ ભય, નજર સામે એક જ લક્ષ્ય, ક્યારે સાંજ પડે ને ઘેર જવું ને તપાસું કે બધું બરાબર છે કે નહિ ! વાત વાતે ભય. ભયનું કારણ ન હોય છતાં પણ ભય લાગે કે “હાય, હાય બધું જતું રહેશે તો ?' ભયને લીધે કેઈક અસત્યોની, પ્રપંચોની, હિંસાની, કષાયોની યોજનાઓ મનમાં ઘડે. જરૂર Page #43 -------------------------------------------------------------------------- ________________ : ૩૦ : પંચસૂત્ર પડ્યે એ આચરવા ય ન પડે, છતાં ભય એ પાપોને વિચારમાં લાવ્યા વિના ન રહે. એ વિચારમાં રૌદ્ર ધ્યાન પણ સંભવે. એમાં આયુષ્ય બંધાય તો મરીને જાય નરકે ! ત્યાંથી દુર્ગતિમાં ભટકે ! કેમકે પાપના અનુબંધ લઇને અહીંથી ગયો છે. ભયવાળાને અસમાધિનો પાર નહિ. સાચવવાની તાલાવેલી ખૂબ; ‘રાતના સૂતી વખતે દરવાજા તો બંધ કરવો નથી રહ્યો ને ?' બધુ બરાબર પેક કર્યું છે ને?' રાતના જરાપણ અવાજ થતાં એમ થશે કે ‘એ ચોરનો અવાજ તો નથી? કોઇએ તિજોરો ખોલી ?' જ્યાં આસક્તિ વધારે, ત્યાં ભયનો પાર નહિ. ભયમાં ધર્મક્રિયા ચૂકાય તો પરવા નથી. પરમાત્માની પૂજા ભક્તિ સેવા નથી થતી ત્યાં ભય દેખાતો નથી માટે તેનો ભય નથી. ‘સાધના અટકી તો કંઇ વાંધો નહિ; કાલે કરશું. શું ઊતાવળ છે વખત ક્યા વહી ગયો છે?' ધર્મ આખો ખોવાય તો ભય નહિ! ‘સંસારની સામગ્રીમાં ટાંચ ન પડવી જોઇએ.' આ લત ! ભવાભિનંદીને સમાધિનો સ્વાદ નથી, સમાધિનું ભાન પણ નથી. સમાધિની કિંમત નથી; એટલે દુન્વયી ભયોમાં સમાધિ ગુમાવી રહ્યો છે ! અસમાધિનો એને ભય કે દુઃખ નથી. ભવાભિનંદીને ભય ઘણા, આત્માને કલેશ ચોવીસે કલાક. " તિજોરીમાં શેઠ : એક શેઠની પાસે પૈસા બહુ હતા પણ બિચારાને એવો ભય રહ્યા કરે કે રખેને આ છોકરા જાણે કે આપણી પાસે પૈસા બહુ છે તો ખર્ચ કરવા લાગે; ને એમ તિજોરી ખાલી થઈ જાય. માટે કોઈને ખબર પડવા ન દેતા. એ બારણું બંધ કરી ઓરડાની અંદર તિજોરી ખોલીને રૂપિયાની થેલીઓ બહાર કાઢી ગણતા. પછી ખૂબ ધન નજર સામે જોઈ ખુશ થાય કે ‘અહો ! કેટલું બધું ધન છે !' પાછો રાતદિવસ ભય રહ્યા કરે ને રાતમાંય ઉઠીને આજુબાજુ જોઈ આવે કે કોઈ અહીં આવતું તો નથી ને ? જરાક ખડખડાટ થાય કે ઝબકીને જાગે ! પહેલી તપાસ કરે કે ‘કેડે ચાવી છે ને ? તિજોરીનું બારણું બરાબર બંધ છે ને ?' કેવી ભય સંજ્ઞા કે એને ભગવાનનું નામ પણ ન સાંભરે, તો સુકૃત કરવાની તો વાતેય ક્યાં ? ભયની વૃત્તિને લીધે ધર્મની લેશ્યા ઉઠવા જ ન પામે. કદી મુનિ પાસે જાય નહિ, રખે પૈસા ખર્ચાવે કે બાધા દે તો ?' એવો ભય. એકવાર રૂપિયા ગણવા બેઠેલા. એટલામાં બહારનો કાંઈક અવાજ સાંભળ્યો. બારણા સામે જુએ છે તો સાંકળ દેવી જ ભૂલી ગયેલા ! એ જોઈ વિચારે છે કે ‘વળી સાંકળ દેવા જાઉં એનો અવાજ બહારનાને સંભળાવાથી વહેમ પડે તો ? અથવા તે એટલામાં અંદર આવી જાય તો ?' તેથી ઝટપટ નાણાંકોથળી તીજોરીમાં Page #44 -------------------------------------------------------------------------- ________________ પંચસૂત્ર ભીમકા નાખી પોતે પણ અંદર પેસી ગયો અને સાચવીને તિજોરીનું બારણું બંધ કર્યું. ભયની લેશ્યામાં એ જોવું ભૂલી ગયા કે જો આને કળ બેસી જશે તો અંદરથી પછી શી રીતે ઉઘાડીશ ? કેમકે હેન્ડલ તો બહાર હોય. અને ખરેખર અહીં બન્યું પણ એમજ ! બારણું અર્ધખુલ્લું બંધ થવાને બદલે પૂરું બંધ થઈ ગયું ! કળ બેસી ગઈ. થોડીવાર પછી ખોલવા જાય તો ખૂલે નહિ. અકળાય, ગુંગળાય, હવે તો અવાજ કરવા છતાં બહાર કોણ સાંભળે ? તે એમાં ને એમાં અંતે મરી ગયા ! : ૩૧ : પાછળથી છોકરા બહાર શોધાશોધ કરે કે બાપા ક્યાં ગયા ? આખા ઘરમાં જોઈ વળ્યા. બહાર કાકા, મામા, ફોઈ વગેરેને ત્યાં અને ગામ બહાર પણ જોઈ આવ્યા, મળ્યા નહિ, એટલે માન્યું કે ‘જંગલમાં ગયા હશે અને ત્યાં શિકારી પશુએ મારી નાખ્યા હશે.' બસ, ડોસાનું મરણકાર્ય કર્યું. પછી ૧૩મે દિ' ઘરનું સંભાળવા જતાં તિજોરી બંધ દેખી, ચાવી જડી નહિ, લુહારને બોલાવ્યો. લુહારે તો પહેલું હેન્ડલ જ તપાસ્યું. ખટ બારણું ખૂલતાં ગંધાઈ ઉઠેલું બિહામણું મડદું જોયું ! બહાર લોકોમાં ખબર પડી ગઈ ને ગામમાં કહેતી ચાલી કે, ‘શેઠ તિજોરીમાં મરી ગયા !' આમ ખોટા ભયના દોષ પર ડોસાના બેહાલ થયા ! ચિત્તમાં તીવ્ર રાગદ્વેષના સંક્લેશ કરી કરીને જિંદગી પૂરી કરી ! પરિણામ શું ? દુઃખદ અધમ દુર્ગતિઓમાં તીવ્ર રાગાદિના સંકલેશ અને દુષ્ટ પાપોભર્યા જીવનની પરંપરા ચાલવાની ! **** જડ ખાતરના આ ભારે રાગ, તૃષ્ણા, મમતા, મદમાયા, કામક્રોધ વગેરેની સતામણી એ ચિત્તની સંક્લિષ્ટ દશા છે. ભય ચિત્તના સંક્લિષ્ટ પરિણામોને અતિ સંક્લિષ્ટ કરાવે છે. ભયસંજ્ઞા કાયા, કુટુંબ, ધન, દોલત વૈભવ ઘરબાર, માનમર્તબો, આબરૂ-સત્તા વગેરે પૂરતી છે ? કે ધર્મધન નહિ મળે તો ? ધર્મ મળેલો લુંટાઈ જશે તો ?' એવો પણ ભય છે ? ‘કાયાના મોમાં તપ ગુમાવીશ તો ? રસનાના ટેસમાં ત્યાગ કરવાનું ચૂકીશ તો ? • દાનમાં વિઘ્ન આવશે તો ? ધર્મ નથી સાધતો અને આયુષ્ય પૂર્ણ થશે અગર રોગ આવશે તો ?' આ ભય નથી. અનાદિની ભયસંજ્ઞાને કારણે સામાયિક, પ્રતિક્રમણ પ્રભુભક્તિ, દાન- શીલ-તપ-ભાવ, ક્ષમાદિ ગુણો, વ્રત-પચ્ચક્ખાણ, કર્મક્ષય વગેરે ન સધાય ત્યાં ભય નહિ ! ઊલટું ‘એ બધું સાધવા જાઉં, અને કાયા ઓગળી જાય, ધન ઓછું થઈ જાય, ટાઈમ બગડે, વેપારમાં વાંધો આવે, વ્યવહાર ઘવાય તો શું થાય ? એ ભય ખરો. અહો, જીવની કેવી દુર્દશા ! અરે ! કદાચ ધર્માનુષ્ઠાન કરશે તો પણ બીજા-ત્રીજા ભયથી ચિત્ત સ્થિર નહિ રાખી શકે. ભય તે કેવા ? તુચ્છ બાબતોના ! એ સારી પ્રવૃત્તિને ડહોળી નાખે છે. ભય ભારે પેંધેલો છે ! સાધુ પણ સાધવાની જાગૃતિ ન રાખે તો ભય એમને ય છોડતો નથી; કેમકે Page #45 -------------------------------------------------------------------------- ________________ : ૩ર : પંચસૂત્ર ઈન્દ્રિયો ડાકુ છે. મન ચોર છે. નાગણ જેવી કુવાસનાના થોકબંધ હુમલા છે. વિષયોનો દુમન-ઘેરો છે. વિષયની છાયાનો, આગમનનો, એવાનાં સંપર્કનો ભય થવો જોઈએ. જેટલો ભય મોહની સામગ્રી લૂંટાઈ જવામાં થાય છે, તેટલો આત્મહિતની પ્રવૃત્તિ કે વિચારણા લૂંટાઈ જાય તેમાં નથી ! કેવી કારમી દશા ? મુક્તિનું પહેલું પગથિયું મોક્ષરુચિવાળી અવસ્થા છે. જ્યાં સુધી દુન્યવી ભયોથી ભવાભિનંદિતા જીવતી રહે ત્યાં સુધી તે આવે નહિ. છઠ્ઠો દુર્ગુણ શઠતા - એમાં જીવ વાતે વાતે માયા રાખે; લુચ્ચાઈ પ્રપંચ, દગો, ફટકો, વિશ્વાસઘાત કરે. સ્વભાવથી કપટ કરનારો; કેળવેલી ગુંડાગીરી આદરનારો. નિપ્રયોજન નાની વાતમાં; નકામી બાબતમાં પણ માયા ! સીધી વાત કરે નહિ, સરળતા નહિ. કાંઈ લેવાદેવા નથી; છતાં સ્વભાવથી જ દગો ! ભૂતકાળનો અનંતવારનો અભ્યાસ કારમી માયાનો. માયા જ આવડે. એના લોહીના પરમાણુ જ એવા કે એકલી માયા જ કરે. તેના યોગે કર્મ પણ એવા બાંધે. આ બધા અનંતકાળના અવળા વળ સીધા સવળા કરે નહિ. અવળાં વીંટ્યા તેવા સવળા ઉકેલે નહિ, ઊંધાઈ મૂકી સીધી દિશા પકડે નહિ, એ બધું ભવાભિનંદીપણામાં સુલભ છે. એનાથી બચવું હોય તો અંતરમાં કદાચ માયાનો વિચાર જાગે, પણ એમાં પુરુષાર્થ ન જ ભેળવાય, અર્થાત્ માયાને અમલી ન બનાવાય, પણ તેને ગુંગળાવાય, જેથી એ કારગત ન થાય તો હજી બચાય. છળ પ્રપંચ દગોફટકા કર્યે રાખવા છે, જગતના લાભ કે જગતની વડાઈ લેવા માટે વાતવાતમાં વક્રતા વાપરવી છે, માયા આચરવી છે, ત્યાં મોક્ષની તમન્ના ક્યાં ઉભી રહે ? માયાનું પાપ જગતમાં બહુ સહેલું, એમાં ઉઘાડા પડીએ છીએ એવું ન દેખાય. પાછું હોશિયારમાં ખપાય, અને માયાથી લાભ થતો દેખાય. આ કાળજુની એની કુટેવને ટાળવા દિલને શુદ્ધ બનાવવું પડે. કદાચિત માયા કરવા મન ઊઠે, પણ હૃદય ના પાડે. “ધ્રુવ આત્માના ગુણ અધુવ જડ ખાતર મારે ગુમાવવા નથી,' એમ હૃદય પોકારે, પછી મન કદાચ માયા કરાવી જાય પણ તે કેવી ? મોળી. ભવાભિનંદીને તો છૂટથી પ્રપંચ, માયા કપટ જોઈએ, જોરદાર જોઈએ, એમાં અફસોસ નહિ. મામુલી તુચ્છ વાત હોય પણ માયા ન છોડે. તુચ્છ માન, આબરૂ, અલ્પ વખાણ, તૃણ જેટલી શાબાશી મેળવવા માટે ય માયા કરતાં સંકોચ ન થાય. ભવાભિનંદીતાને મહાન દુર્ગુણ માયા. જેને સંસાર બહુ ગમે તે માણસ માયા કે જે સંસારની માતા છે, તેને કેમ ન સાચવે ? ખૂબી જુઓ, લોભની રતિને ભવાભિનંદિનું અપલક્ષણ કહ્યું, પણ લોભને નહિ ! જ્યારે શઠતાની રતિને દુર્ગુણ કહેવાની જરૂર ન પડી. પણ શઠતાને જ દુર્ગુણ કહ્યો. એ સૂચવે છે કે ખાલી લોભ તેવા સંસારરસિક નહિ બનાવે, જેવી શંઠતા સંસારરસિક બનાવશે. શઠતા યાને માયા ખતરનાક છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ પંચસૂત્ર ભૂમિકા : ૩૩ : | માયા માણસને કેવો પકડમાં પકડી રાખીને એની પાસે રાત-દિવસ અંતે પોતાને જ ખતરનાક ઊંધા વેતરણની ચિંતા કરાવે છે ! ત્યારે એની સામે સરળ જીવ અંતે કેવી સુન્દર ઉન્નતિ પામે એવા પવિત્ર વિચારમાં રહે છે એનો અદ્ભુત ખ્યાલ સમરાદિત્ય ચરિત્રના અવાન્તર કથાપ્રસંગોમાંથી મળે છે. ચન્દ્રકાન્ત નામે એક શ્રેષ્ઠિ પુત્ર બહારગામ ગયેલો છે. એવામાં એના ગામ પર ધાડ પડી છે. ચન્દ્રકાન્ત આવીને જુએ છે તો ઘરમાંથી કંઈક માલ ચોરાયો છે અને પોતાની પત્નિ ચંદ્રકાન્તાનો પત્તો નથી. ગામના એક બુઝર્ગ પાસેથી જાણવા મળે છે કે આ લૂંટારાઓ અવારનવાર માણસને ઉપાડી જાય છે, જેથી પછી એના સગાવહાલા ઘણું ઘન આપીને એને છોડાવી લાવે. ચંદ્રકાન્ત એ પરથી ધનની થેલી લઈ પોતાના નોકરને સાથે લીધો. એને ભાતાંથેલી પકડાવી. ચાલતાં-ચાલતાં રસ્તામાં નોકરની બુદ્ધિ બગડેલી તે કોઈ પ્રપંચથી ઘનઘેલી ચાઉં કરી ભાગવા ધારે છે. પણ કરે શું ? એ થેલી શેઠના હાથમાં છે. એમાં જોગાજોગ એવું બન્યું કે એક સ્થાને બન્ને જણ ભાતું ખાવા બેઠા. પણ ઊઠતી વખતે સહજ ભાવે ચંદ્રકાન્તના હાથમાં ભાલાળેલી પકડાઈ; પેલાએ ધનની થેલી પકડી. હવે નોકર મનમાં ખુશી થતો શેઠ ટળે એની તક શોધે છે. એમાં દૂરથી એક કૂવો દેખતાં ગળગળો થઈ શેઠને કહે કે મને બહુ તરસ લાગી છે.' ભલા શેઠ કૂવો દેખતાં પાણી માટે ગયો. નોકર ચૂપકીથી પાછળ જાય છે. ત્યાં ચંદ્રકાન્ત વાંકો વળી કૂવામાં જેવો પાણી જોવા જાય છે કે તરત પેલાએ એને હડસેલ. મેલ્યો; તેથી એ પડ્યો અંદર ! ત્યાં અંદરથી “નમો અરિહંતાણ” અવાજ આવ્યો. અવાજ પોતાની પત્નિનો પારખીને બોલી ઉઠે છે, “અહો તું અહીં ક્યાંથી ?' પેલી કહે “મને લૂંટારા લઈ ચાલ્યા, રાત પડવાથી બધાંનો અહીં પાસે મુકામ હતો. મને થયું કે કદાચ એમને ત્યાં મારા શીલ પર આક્રમણ આવે એના કરતાં અહીંથી જ રસ્તો કરવો સારો; એટલે બધાને ત્યાં સુતા મૂકી આ કુવામાં પડતું મૂક્યું. પરંતુ તમે અહીં કૂવામાં શી રીતે ?' ચન્દ્રકાન્ત કહે છે. હું તને ધનથી છોડાવી લાવવા આપણા નોકર સાથે નીકળેલો. વચમાં ખાવા બેઠા ત્યાં કુદરતી ધનની થેલી નોકરના હાથમાં રહી ! એને બિચારાને એનો લોભ લાગ્યો હશે, તેથી આ કૂવામાં પાણી જોવા હું જેવો વાંકો વળ્યો કે તરત પેલાએ પાછળથી મને હડસેલ્યો.' પત્નિ કહે, અરે કેવો દુષ્ટ નૌકર !' આ કહે છે ‘ભલી રે બાઈ, એ તો ઉપકારી કહેવાય કે અહીં આપણા બેનો ભેટો કરી આપ્યો. નહી તો હું ચોરોની પલ્લીમાં જવા છતાં તને ક્યાંથી પામી શકત ! સરળ માણસ દરેક પ્રસંગમાંથી સારી જ તારવણી કરે. બન્ને જણ કૂવામાં નિરાધાર રહ્યા પાણીની બાજુના એક ટેકરા જેવા ભાગ પર બેઠા Page #47 -------------------------------------------------------------------------- ________________ : ૩૪ : પંચસૂત્ર બેઠા કોઈ પ્રવાસી કૂવા પર આવવાની રાહ જુએ છે. એમાં દિવસો વીત્યા. છતાં ચન્દ્રકાન્ત કહે છે “જો પુણ્ય કેવું અદ્ભુત કામ કરે છે કે ધન જતાં તું મળી અને અહીં મારા હાથમાં રહેલ ભાતાયેલી આપણા બન્નેને જીવન ટકાવી રાખવા કામ લાગી છે ! ખાવા તો ભાતું કામ આવે, હીરા માણેક નહિ !' ચન્દ્રકાન્તાને પતિના આવા આવા તાત્ત્વિક બોલ પર શ્રદ્ધા વધી જાય છે. હવે ભાતું ખૂટટ્યા આવ્યું. બન્ને જણ ચિંતા કરે છે. કે “અરે ! અમારે આવા ઉત્તમ ભવમાં શું ચારિત્ર પામ્યા વિના એમ જ મરવાનું ? ક્યારે આ ભવધૂપસમાં કૂવાની કેદમાંથી છૂટવાનું ? સદ્ભાગ્યે એટલામાં એક સાર્થવાહ તે પ્રદેશમાં આવી લાગે છે. એના માણસો કૂવા પર પાણી લેવા આવતા ચન્દ્રકાન્ત બોલે છે, અરે ? અમને બહાર કાઢો ' પેલાઓએ જઈને શેઠને વાત કરતાં શેઠે માંચાથી એમને બહાર કાઢવા કહ્યું. એ બંને એમ બહાર નીકળી સાર્થવાહનો ભોજન-સત્કાર પામી ગામ તરફ પાછા વળે છે. રસ્તામાં એક બાજુ મડદું અને પોતાની જ ધનથલી જુએ છે ! ચન્દ્રકાન્ત તરત કલ્પના કરી કે કોઈ શિકારી પશુથી મરાયેલ નોકરનું બિચારાનું આ મડદું લાગે છે. એથી વૈરાગ્ય વધુ દઢ કરી, જઈ તે બન્નેએ ચારિત્રમાર્ગ અપનાવ્યો સરળતાનાં મીઠાં ફળ; માયા કૂડી અને ભૂંડી ! (૭) સાતમો દુગુણ અજ્ઞાનતા :-- અજ્ઞાનતા યાને અજ્ઞાનના બે ભેદ, - (૧) મૂર્ખતા, અને (૨) મૂઢતા, મૂર્ખતા છે એટલે ગતાગમ નથી. એકજ વાત છે “લૂંટો, ભેગું કરી, ઉડાઓ, એ માટે બધું કરી છૂટો.” ભલે પછી મૂર્ખને લોક નિંદે હસે, કે એ પીડાય સંસારમાં, યા દુર્ગતિઓમાં ભારે ત્રાસથી દંડાવું પડે. તેની ખબર નથી, ચિંતા નથી, પરવા નથી, આ મૂર્ખતા. બીજી છે મૂઢતા. પંડિત હોય, શાસ્ત્રો ભણેલો હોય કે પ્રોફેસર હોય, બીજાને ભણાવે ખરો, પણ તેની પંડિતાઈ મૂઢતાના ઘરની, જો જ્ઞાન છે પણ વિવેક નથી, ભણ્યો છે પણ હૃદય પરિણત નથી બન્યું. શાસ્ત્રથી જો આત્મા કેળવાયો નથી તો એકલી બુદ્ધિ કેળવાય તેથી શું ? ભણતરમાં એવો મુંઝાયો કે તેની બધી પ્રવૃત્તિ જડ પાછળની ! પોતાના આત્માનું જ ભાન નથી ! વિચારબોલી-આચરણ બધું જડ પાછળનું ! આત્માના હિતની વાતના વિચાર-વાણી-વર્તન નથી. નરી મૂઢતા ! પરમાર્થની ખબર નથી. મૂઢ પંડિત ઉત્તર પ્રદેશના એક ગામમાં એક પંડિત ઘરે છોકરાઓને વિદ્યાભ્યાસ કરાવતો. એમાં એક યુવાન વિદ્યાર્થી પંડિતની યુવાન પતીની સેવા કરતાં કરતાં એ બંને પ્રેમમાં પડ્યા ! પણ પંડિતપતી પરના મૂઢ રાગમાં એની સાથેની આ વિદ્યાર્થીની મર્યાદાબહારની છૂટને શુદ્ધ સેવા માનતો. અલબત પંડિતના દેખતાં કાંઈ વિલાસ થઈ Page #48 -------------------------------------------------------------------------- ________________ પંચસૂત્ર ભૂમિકા : ૩પ : શકતો નહોતો, તેથી જ બંનેએ ભાગી જવાનું નક્કી કર્યું. એમાં એકવાર પંડિતને બહારગામ જવાનું થયું ત્યારે મૂઢતામાં એ આ વિદ્યાર્થીને પતીની સંભાળ રાખવાનું સોંપતો ગયો. હવે તો બંનેને ફાવતું થયું. એક મડદું લાવી ઘરમાં મોટું વગેરે અડધું પડધું સળગાવી ઘરમાં મોટી આગ લાગ્યા જેવું કરી, ઓલવીને બંનેય બહારગામ ચાલ્યા ગયા. પંડિત આવ્યો. જુએ છે, ઘર સળગેલું છે મડદું પડ્યું છે, એટલે રોવા બેઠો કે “હાય ! હું બહાર ગયો તે પતી બિચારી બળી ગઈ !' હવે એના હાડકાં ગંગાજીમાં પધરાવવા લઈ ચાલ્યો. ગંગાના કાંઠે પેલા બે અચાનક આને હાડકાનાં પોટકાં સાથે રોતો-કકળતો અને માથું કુટતો જુએ છે ! એ જોઈને બંનેને દયા આવી ગઈ. ભારે પશ્ચાત્તાપ સાથે એની પાસે આવી કહે, “માફ કરજે, અમે કુબુદ્ધિથી તમને દગો દીધો. બનાવટી મડદું બાળી ભાગી આવ્યા. ક્ષમા કરો.” પંડિત કહે, ‘તમે કોણ છો ? હું તમને ઓળખતો નથી. જાઓ અહીંથી. સ્ત્રી કહે છે, “અરે મને ય ભૂલી ગયા ? હું તો તમારી ઘરવાળી.” મૂઢ બનેલો પંડિત માનવા તૈયાર નથી એ તો કહે છે, “જા રે જા બાઈ ! ગળે ફાં પડે ? મારી પતી તો બળી ગઈ. આ રહ્યા એનાં હાડકાં, તું વળી કોણ ? કાશીમાં તારા જેવા ઠગારા બહુ ફરે. જા અહીંથી.” પંડિતે ધરાર ન સ્વીકારી. પાંડિત્યે ક્યાં બચાવ્યો ? રાગની મૂઢતામાં ભાનભૂલો બન્યો, શોક કરી કરીને રખડી મર્યો ! મૂર્ખતાના યોગે જ્ઞાન જ નથી, મૂઢતાના યોગે રહસ્યનું ભાન નથી. ઉચ્ચ આદર્શ નથી. પશુતાથી શી વાસ્તવિક વિશેષતા માનવમાં હોય તે સમજતો નથી. સનાતન સ્વાત્માને ભૂલી ક્ષણિક સુખ દેખાડનારા વિષયોમાં રાતોમાતો રહે છે. તત્ત્વની રુચિ તો શું પણ કોઈ તત્ત્વની વાતો પણ યુક્તિપૂર્વક બીજાને સંભળાવે અને બીજાને તે ચે, તેય આને ખટકે છે. સ્વજીવનમાં રાતદિ' અતત્ત્વનું પોષણવર્ધન કરે જાય છે. સંસારની ચિંતા સિવાય બીજું સમજવા માગતો નથી. ઈત્યાદિ સ્થિતિ મૂઢતા અને મૂર્ખતાની છે. આ અજ્ઞતા એ ભય, શઠતા, ક્ષુદ્રતા, લોભરતિ, માર્ય, વગેરે દુર્ગુણોને પોષી રહે છે. જીવ ભવાભિનંદી છે, એટલે આ અપલક્ષણો છે; અને આ દોષના યોગે સંસારનો રસ એટલે કે ભવાભિનંદિતા મજબુત બને છે. કોઈક મોહના પાત્રો અને સ્વાર્થમાં ઉપયોગી વ્યક્તિઓ પ્રત્યે સુદ્રગ્રહ સાથે એવા પ્રેમમાં મૂઢ હોય કે તેના સત્તર દોષને ગણે નહિ. કોઈ સમજાવે તો માનવા તૈયાર થાય નહિ. ત્યારે કેટલાક કદાગ્રહીઓ એવા કે પકડેલું ખોટું છતાં મૂકવા તૈયાર નહિ. વળી કેટલાક સારાસારમાં ને કાર્યાકાર્યમાં અજ્ઞાન એવા કે જ્ઞાનીની નિશ્રા (આશરો) પણ ન લે ! મૂઢતા ભયંકર ! આમ પોતાને સમજદાર ગણે, પણ પાછા બીજા મૂઢ બનેલાની પાછળ પોતે મૂઢ બને. ઉદ્યોગપતિઓ મૂઢ, તેની પાછળ દુનિયા મૂઢ શું કરવું તે Page #49 -------------------------------------------------------------------------- ________________ : ૩૬ : પંચસૂત્ર સૂઝતું નથી. બધા કરે છે માટે કરવું ! આંધળી દોટ ! જાણે રહી ગયા. “મૂઢતા એટલે પ્રબળ મોહથી ઘેરાઈ જવું. ચેતન છતાં જડ નચાવે તેમ નાચવા તૈયાર; પણ જ્ઞાની વિવેકી સંતોની શિખામણે સારી ચાલે ચાલવામાં તૈયાર નહિ. એ પોતાને વિચારપૂર્વક કામ કરતો હોવાનું માને પણ તેના કામ બધા અવિચારી !'' એક બાપને મૂઢ દીકરો, બાપે કહ્યું, “તારે ચંચળ ને અધીરા ન બનવું, સ્થિર થવું. કાર્ય કરતા પહેલાં વિચારવું. પછી કાર્ય કરતા ડગવું નહિ.' તેના મકાનની આગળ એક પાડો રોજ આવી બેસે. છોકરો વિચારે છે કે “આના શિંગડા વચ્ચે મારા માથું આવે કે નહિ ?' છ મહિના સુધી આ વિચાર કર્યો. પછી નક્કી કર્યું કે જરૂર બે શિંગડા વચ્ચે મારું માથું આવી જાય કે નહિ એનો પ્રયોગ કરવો. એક દિવસ વખત જોઈ પાડો બેઠો હતો, ત્યારે માથું બરાબર શિંગડા વચ્ચે ધાવ્યું. પાડો ભડક્યો, ને નાઠો. પણ બાપાએ ટેક જાળવવા કહેલું, માટે માથું કાઢ્યું નહિ. મૂઢ જીવની ખાસીયત કે તેના કાર્ય અવિચારી, બુદ્ધિ સ્થૂલ, તીવ્ર મોહની દષ્ટિ. તે ટૂંકી હોય અને પરિણામે એ લોકમાં બેઆબરૂ અને ભારે પશ્ચાત્તાપ પામે. લોક પાછળથી હાંસી કરે. ભણ્યો પણ ગણ્યો નહિ. મૂઢ જીવ લાડી, વાડી અને ગાડી પાછળ ગાંડો. આ જ જીવનનું સર્વસ્વ માને. પરમાર્થ કરવા બુદ્ધિ નથી, ગમ નથી. સ્વાર્થમાં આંધળો, સ્વાર્થને પોષવા કંઈક ઊંધાચત્તાં કરે. આ લક્ષણો મૂઢતાના છે. અહો ! જડમાયાને આ જીવની પરવા કે ચિંતા નથી ! પણ જીવ ઘેલો એની જ ચિંતામાં રક્ત છે ! જડ માયા જીવનું નિકંદન કાઢે છે, ત્યારે જીવ જડ માયાને આબાદ કરવા-રાખવામાં જીવન અર્પે છે. જડ માયા જીવને મૃત્યુબાદ એક તસુ કે ક્ષણ પણ આગળ અનુસરવા તૈયાર નથી, પણ જીવ જડમાયાને જિંદગીભર વળગ્યો રહે છે. આ બધું મૂઢતાને આભારી છે. ભલે એટલો બુદ્ધિશાળી ન હોય, પોતે પ્રજ્ઞા ન હોય, જૈન ન હોય, સમકિત ન હોય, પણ માત્ર મૂઢ ન હોય તોય વિચાર કરી શકે. વિવેકપૂર્વક કામ કરે, બીજાને લાભ થતો હોય તો થવા દે, પોતે થોડું નુકશાન પણ વેઠે. ચાર શાણા કંઈ કહે તેનો વિચાર કરે. વારે વારે નુકશાન થતાં હોય, ઠગાતો હોય તો ચેતે. ચિંતવે બોલે કે આચરે તે કાંઈક જડની બહાર નીકળીને, જડમાંથી ઊંચે આવીને. આવું કંઈ ન આવે તો ભવાભિનંદિતા શે જાય ? આઠમો દુર્ગુણ નિષ્ફળારંભસંગતતા - મૂર્ખ પાસે વિચાર જ નથી, અને મૂઢ ઊંધા જ વિચાર કરે છે; તેથી બન્નેનાં કાર્ય મૂર્ખતા અને મૂઢતાના પરિણામે નિષ્ફળ નીવડે તેમાં નવાઈ નહિ. કદાચ શરૂઆતમાં સફળતા દેખાય તોય પરિણામે અવશ્ય નિષ્ફળ. અથવા “નિષ્ફળ' એટલે નિસ્સાર. ભવાભિનંદી જીવ નિસાર પ્રવૃત્તિને આચરનારો હોય છે. કહો કે એને નિષ્ફળ બને એવા કાર્યો સહેજે કરવા મળે. જેના Page #50 -------------------------------------------------------------------------- ________________ પંચસૂત્ર ભૂમિકા : ૩૭ : ઉદ્યમમાં બહુધા નિષ્ફળતા અને નિસ્સારતા હોય, તે જીવ ભવાભિનંદી છે. એકવારના નિષ્ફળ કાર્યના યોગે પાછા વળવાનું તો એને બાજુએ રહ્યું, ઉર્દુ એવા કાર્યોને એને દ્વિગુણો આગ્રહ વધે. એ વધુને વધુ નિષ્ફળતા મેળવતો જાય, પણ સફળતાની ચાવી ન પામી શકે. એને લક્ષ્મી મળી હોય, તો ય સફળ નથી, કેમકે એને એથી આનંદ કે શાંતિ મળતી નથી; હૈયામાં હોળી સળગે છે; પાછળ નુકશાન અને પશ્ચાત્તાપનો પાર નથી. કાર્યમાં ભલીવાર નથી. એના નિષ્ફળ પ્રયતો એનામાં દોષો વધુ ખીલવે છે. નિસાર ઉદ્યમ જડતા વધારે છે. ભવાભિનંદિતાના દોષોની સહજતા :- ભવાભિનંદિતાના આ બધા દૂષણ વળવા માટે ખાસ કાળજી રાખવાની છે ; પ્રતિક્ષણ જાગ્રત રહેવાનું છે. કારણ કે, દુર્ગણોનો અભ્યાસ અનંત કાળનો છે. એથી જીવનમાં દૂષણ સહજ જેવા થઈ ગયા છે, અને ગુણ જાણે તદ્દને અપરિચિત. ક્ષુદ્રતા સહેજે આવે, ઉદારતા મુશીબતથી લાવવી પડે. લોભ સહેજે થાય, સંતોષ રાખવો મુશ્કેલ. ઘડી ઘડીમાં દીનતા આવતાં વાર ન લાગે, અને ધીરજ અને નફરત રાખતાં નેવનાં પાણી મોભે ચડાવવા પડેઈર્ષા બહુ સહેલી, કોઈનું પણ સારું જોઈ ઉગ ઝટ થાય, પણ પ્રેમ બળાત્કારે લાવવો પડે. મન ઉગ કરાવે પણ દિલ જો પ્રેમ કરાવે, તોય વિચારાય કે આપણે નારાજ શા માટે થવું? મનને ઉગથી પાછું વાળી પ્રેમમાં જોડવું જોઈએ. પણ આ શુભ વિચાર પરાણે લાવવો પડે છે. ભયભીત થવું સહેલું છે, નિર્ભય થવું મુશ્કેલ છે. ભય જેટલો જલ્દીથી આવે એટલી નિર્ભયતા જલ્દી આવતી નથી. શઠતાના વિચારો જીવને બહુ સુલભ. સ્વાર્થ સાધવો, પોતાની જ અનુકુળતા જોવી, આ વૃત્તિઓ જીવની સાથે જાણે સહજ ઘડાઈ ગઈ છે. એ વૃત્તિઓને સિદ્ધ કરવા ઉદ્યમ કરવો પડતો નથી. બીજાની સેવા લેવાના, બીજાના ભોગે સુખ લેવાના વિચાર પહેલા આવે, પણ પરમાર્થ માટે જાતનો ભોગ આપવાની વૃત્તિ છેલ્લે ય આવવી મુશ્કેલ. આપણી હોશિયારીથી જ અનુકુળતા મળે છે, એવી માન્યતા ઘડાઈ ગઈ છે, માટે આ વૃત્તિ સુલભ થઈ પડી છે. ખબર નથી કે પુણ્ય વિના ફાંફાં. એક જરાક આપત્તિ આવી પડી કે જીવ દુષ્ટ વૃત્તિઓનો આશ્રય સહેજે લે છે, પણ જો સાવધાન બને, તો આપત્તિ તો આવી અધમ વૃત્તિઓને દબાવવા ખરેખરી ઉપયોગી થાય એમ હોય છે. આપત્તિ તો ગુણશ્રેણીની પરીક્ષામાં જલ્દી પાસ થવાની પરીક્ષા છે. આપત્તિ જ ખરો કસોટીનો કાળ છે. આમ તો આવી અધમ વૃત્તિઓ ઝટ જાગે નહિ; પણ આપત્તિ કાળે જાગે, તે વખતે એને શુભ વૃત્તિઓથી કચડી શકાય. મૂર્ખતા અને મૂઢતા કે જે ગળથૂથીમાં એકમેક થઈ ગઈ છે, તેને ટાળી આત્મામાં જ્ઞાન અને વિવેકની નવી ભાત પાડવાની છે. સ્વેચ્છાથી, મૂર્ખતાથી ને મૂઢતાથી કરેલા કાર્યમાં નિષ્ફળતા અને Page #51 -------------------------------------------------------------------------- ________________ : ૩૮ : પંચસૂત્ર નિસ્મારતા લગભગ રોજની વસ્તુ થઈ પડી છે. જ્યારે સફળતા હંમેશની, અને નિષ્ફળતા કોક દિવસની. સારવાળી પ્રવૃત્તિ ઘણી, અને અસાર પ્રવૃત્તિ બહુ ઓછી; તે બનવું જોઈએ, પણ એ મુશ્કેલ છે. કેમકે દોષો જાણે સ્વભાવ થઈ પડ્યા છે, અને ગુણ અપરિચિત, કે અળખામણા જેવા રહ્યા છે. પંચસૂત્રમાં કહેલી વાતો સ્વીકારવા માટે આત્મામાંથી ભવાભિનંદીપણાના આ અપલક્ષણો-દુર્ગણો ચાલ્યા જવા જોઈએ. કેમકે ભવાભિનંદિની અંદર ક્ષુદ્રતા વગેરેનું જોર જ્યાં સુધી હયાત છે, ત્યાં સુધી તેને તત્ત્વ પર દ્વેષ છે, તત્ત્વની રુચિ થતી નથી; સાચી તત્ત્વની એને સમજણ જ નહિ પડે. જ્યારે પંગસૂત્ર તો લાયકને જ સમજાય અને લાયકને જ અપાય. એ ગંભીર રસાયણ છે. એ પચાવવા દોષ વિનાની અને જોરદાર હોજરી જોઈએ. હોજરીમાં દોષો ખદબદતા હોય તો રસાયણ ફૂટી નીકળે. સર્વ જીવોને આ વસ્તુની પ્રાપ્તિ ન થાય. વાયડી વાતોથી આ ન મળે. ભવાભિનંદીના દુર્ગુણો ટાળવા જ જોઈએ, મન મારવું પડે, કાયા ઘસવી પડે, તુચ્છ લાભ જતા કરવા પડે, સ્વચ્છંદતા મૂકવી પડે, અનંત જ્ઞાનીને સમર્પિત બનવું પડે. એ બધું આજ સુધી નથી કર્યું, માટે જ ભવાભિનંદી જીવ સંસારમાં રખડે છે. મોક્ષ એ પાપપ્રતિઘાત વગેરેના ક્રમથી મળે. સાધનની ભૂમિકા તે પ્રમાણે જ રચાવી જોઈએ, અને સાધનાની ઈમારત તેજ કમે પૂરી થવી જોઈએ. પાપ પ્રતિધાત માટે (૧) ભવાભિનંદીના દુર્ગુણોનો નાશ કરવો જોઈએ, (૨) પંચસૂત્રમાં બતાવેલ સાધનાના ક્રમ ઉપર દઢ શ્રદ્ધા જોઈએ. (૩) તે ક્રમ મુજબ પુરુષાર્થ કરવો જોઈએ. તે ધર્મ પુરુષાર્થ પણ (૧) સતત (૨) વિધિપૂર્વક અને (૩) હૃદયના બહુમાન સાથે, યોગ્ય કાળે અને (૪) જીવનમાં ઔચિત્ય જાળવીને થવો જોઈએ. આમ કરવાથી અવશ્ય સબીજ-ક્રિયાની પ્રાપ્તિ અને અવંધ્ય પાલન પ્રગટશે. જે પાલનના ફળરૂપે થોડા જ કાળમાં ક્રમશઃ મુક્તિ અવશ્યભાવી બનશે, અર્થાત્ સિદ્ધ થશે. પંચસૂત્ર જે વસ્તુનું નિરૂપણ કરે છે, તે સત્ય અને સુંદર છે, તેથી પરિણામે આત્માને અજ્ઞાન અને મોહની અંધારી અટવીમાંથી અળગો કરી, ઉચ્ચ પરમાત્મ-પ્રકાશના પંથે ચઢાવી અનંત જ્યોતિ જગાવનારું છે. “પંગસૂત્રમાં કહ્યા મુજબનો ક્રમ તો દુર્લભ છે,” એમ કહી અટકવાનું નથી, પણ મનમાં ખૂબ ઉત્સુક બનવાનું છે. જેથી આવી અતિ સુંદર દુર્લભ વાતો આ જીવનમાં પમાઈ જાય, અને જીવન ધન્ય બને. મનુષ્ય ભવ અને મળેલ સામગ્રીને સફળ કરવા ગમારી ન ચાલે, આવડત જોઈએ; દિવાનાપણું ન નભે, સાવધાની- હોશિયારી જોઈએ. ભાવનિદ્રા નકામી, જાગૃતિ જરૂરી; વાતોથી કાંઈ ન વળે, ગુણોનો ખપ કરવો પડે. જીવનમાં આ કરેલું કર્યું ગણાશે, એથી જન્મ-જરા-મરણાદિની જંજાળ વેઠવાનું અટકશે. Page #52 -------------------------------------------------------------------------- ________________ પંચસૂત્ર ભૂમિકા : ૩૯ : ટીકાકાર મહર્ષિ આ બધા ઉત્તમ પદાર્થોને કહેનાર શ્રી પંચસૂત્ર મહાશાસ્ત્ર ઉપર વ્યાખ્યા કરે છે તે ભગવાન મહાવીર દેવને નમસ્કાર કરીને કરે છે, સબીજ ક્રિયાની પ્રાપ્તિ માટે ભવાભિનંદીપણાના દોષો ટાળવાનું ગર્ભિત સૂચન કરે છે. અવ્યવહાર રાશિ :- ધ્યાન રાખવાનું છે કે એમણે યોગદ્રષ્ટિસમુચ્ચ નામના શાસ્ત્રમાં આજ વાત કરી છે કે જીવ પહેલી યોગદ્રષ્ટિમાં ત્યારે જ પ્રવેશ પામી શકે છે કે જ્યારે એ ઓઘદ્રષ્ટિમાંથી બહાર નીકળે છે. ઓઘદ્રષ્ટિ એ અનાદિ અનંતકાળથી ભવાભિનંદીપણાને અર્થાત કેવળ જડ રસિકતાને લીધે આત્માને સરાસર બાદ રાખી કેવળ જડતા તરફની દ્રષ્ટિ છે. અનાદિકાળથી જીવ અનંતાનંત પુદ્ગલપરાવર્તકાળ સૂક્ષ્મનિગોદમાં પસાર કરતો રહ્યો છે. નિગોદ એટલે સાધારણ વનસ્પતિકાય-જીવનું અતિ સૂક્ષ્મ શરીર કે જેમાં ભૂત ભવિષ્ય કાળના સર્વ મુક્ત આત્માઓની સંખ્યા કરતા પણ અનંતગુણી સંખ્યામાં જીવો હોય છે. એ જીવોનું આયુષ્ય માત્ર અંતર્મુહૂર્ત; અને કેટલીક વાર તો ક્ષુલ્લક ભવ તરીકે એક શ્વાસોશ્વાસમાં ૧૭ ઉપરાંત ભવ પણ થાય એટલું. તેય બધું અત્યલ્પ આયુષ્ય સર્વનારકીઓથી અનંતગુણા દુઃખવાળું ! આ બધોય અનંતકાળ એકલા સૂક્ષ્મ નિગોદના જ અવતાર. બીજો બાદર નિગોદ કે પૃથ્વીકાયાદિનો વ્યવહાર જ નહિ. તેથી તેને અવ્યવહાર રાશિનો જીવ કહેવાય છે. - અનંતા જીવોને દરેકનાં કર્મ જુદા. અનંત એની ભેગા એક જ શરીરમાં અનંતીવાર પુરાઈ અનંત દુઃખ વેઠવાના ! આવી દુઃખદ સ્થિતિના કાળ આપણા જીવે અનંતા પસાર કર્યા છે, એ જો લક્ષમાં લેવાય તો અહીં મળેલ અનુપમ તત્ત્વ-દ્રષ્ટિના સંયોગનું મહત્ત્વ સમજી એ સંયોગનું સુંદર ફળ ઉપજાવી લેવા પુરુષાર્થમાં લાગી જવાય. વ્યવહાર રાશિ : એવી અનાદિથી ચાલતી એક સરખી સૂમ નિગોદની પરંપરામાંથી છૂટવાનું, સંસારમાંથી કોઈ એક જીવ મોક્ષ પામે ત્યારે, જેની ભવિતવ્યતા પાકી હોય તે જીવને થાય છે. પછી બાદરનિગોદ વનસ્પતિકાય દા.ત. કંદમૂળ, લીલ, શેવાળ, ફૂગ વગેરેમાં તેમજ પૃથ્વીકાયાદિ સ્થાવરકામાં તેમજ કીન્દ્રિયાદિ ત્રસકાયમાં જીવને ચડવાનું, પડવાનું, ભટકવાનું થયા કરે છે. હવે એ વ્યવહાર રાશિનો જીવ ગણાય. એમાં અનંત જન્મમરણાદિ દુઃખો અનુભવવા પડે છે ! પ્રાપ્ત જીવનની બાજી હારે તો નીચેની યોનિમાં જાય, અને જીતે તો ઊંચે ચઢે. છે. આ હાર-જીતમાં ક્યારેક મનુષ્ય જન્મ પણ મળી જાય છે. એવું અનંતીવાર બને છે. છતાં જીવનની બાજી હારવાના પ્રતાપે પાછું ચોરાશી લાખને ચક્કરે ચઢવાનું થાય છે. એમાં સૂક્ષ્મ નિગોદમાં જાય, છતાં હવે એ વ્યવહારરાશિનો જ જીવ ગણાય. Page #53 -------------------------------------------------------------------------- ________________ : ૪૦ : પંચસૂત્ર કૃષ્ણપક્ષ ચરમાવર્ત : જીવનની બાજી હારવાનું શાથી ? જીવ કેવળ ભવાભિનંદી, માત્ર પુદ્ગલ-રસિયો, એકલી વિષય તૃષ્ણા, સ્વાર્થ અને અહંત્વના આવેશમાં જ લયલીન રહે છે. એ સ્થિતિમાં જીવ કૃષ્ણપક્ષીય જ બન્યો રહે છે, અર્થાત્ એવા તામસ ભાવમાં રાચતો રહે છે કે કદાચ સ્વર્ગાદિ-સુખની અભિલાષાએ ચારિત્ર લઈ કઠોર ક્રિયા પણ આદરે છે, છતાં આત્મસ્વસ્થતાનો ઝાંખો શુક્લપક્ષ પણ એને બિચારાને સાંપડતો નથી. એ તો જ્યારે હવે મોક્ષ પામવાને એક જ પુદ્ગલ પરાવર્તકાળ બાકી હોય એવા કાળમાં જીવ આવી જાય, પછી જ પ્રાપ્ત થાય છે. આને ચરમાવર્ત કાળ પણ કહે છે. ચરમાવર્ત કાળમાં આવવાનું જીવની પોતાની કોઈ હોશિયારી કે પુરુષાર્થથી નથી થતું, કિન્તુ પોતાનો અનાદિસિદ્ધ ભવ્યત્વ-સ્વભાવ તથા અનાદિથી અહીં સુધીનો તેટલો કાળ પસાર થવો,- આ બે તત્ત્વોના પ્રભાવે થાય છે. ભવ્યત્વ મોક્ષમાર્ગ માટેનો પાસપોર્ટ : ભવ્યત્વ એટલે મોક્ષ પામવાની યોગ્યતા. જેમ નદીની રેતી ઘડો બનવા માટે અયોગ્ય છે, કુંભારના ઘરે પડેલી માટી ઘડો બનવા માટે યોગ્ય છે, અને દૂર જંગલમાં પડેલી માટી યોગ્ય છતાં એને સામગ્રી ન મળવાથી એનો ઘડો બનવાનો નથી; એવી રીતે જગતમાં કેટલાક જીવો મોક્ષ પામવાને સર્વકાળ માટે તદ્દન અયોગ્ય છે તે અભવ્ય છે; બીજા અનાદિ નિગોદમાંથી બહાર નીકળી મોક્ષ પામવાની દિશામાં છે એ યોગ્ય છે; તે ભવ્ય કહેવાય; જ્યારે યોગ્યતા છતાં જે જીવો અનાદિનીગોદમાંથી નીકળવાના જ નથી, તે જાતિભવ્ય કહેવાય છે. આનો અર્થ તો એ કે ભવ્યને પોતાના કોઈ પુરુષાર્થ વિના જ અનાદિસિદ્ધ ભવ્યત્વ-સ્વભાવ યાને મોક્ષે જવાના પાસપોર્ટની મફત બક્ષીસ મળેલ છે ! માત્ર એને પકવવાની જ અર્થાત્ મોક્ષમાર્ગની સ્ટીમરમાં બેસવાની જરૂર છે. જો મફતમાં મળેલ આ પાસપોર્ટનું મૂલ્ય ન સમજાય, ને એને પકવવા પ્રયત્ન ન કરાય, તો એ કેટલી બધી કરુણ દશા કહેવાય ? સહજમલ હાસનાં ૩ લક્ષણ : ચરમાવર્તમાં આવવા છતાં નિયમ નથી કે જીવ તરત ઓઘદ્રષ્ટિમાંથી બહાર નીકળે. હા, એ નિયમ ખરો કે ઓઘદ્રષ્ટિમાંથી બહાર નીકળી યોગદ્રષ્ટિમાં આવવાનું બને તો તે ચરમાવર્ત યાને છેલ્લા પુદ્ગલપરાવર્તકાળમાં જ બને. કોઈને તરત જ બને, કોઈને કાળ પસાર થાય પછી પણ બને. પરંતુ સહજ-મળના નોંધપાત્ર હ્રાસથી આ વસ્તુ બને છે. અનાદિના તીવ્ર રાગદ્વેષનો આત્મા પર જામ થયેલો મળ એ સહજ મળ છે. ચ૨માવર્તમાં એનો નોંધ પાત્ર હ્રાસ પ્રાપ્ત થાય છે. ત્યાં દુઃખી જીવો Page #54 -------------------------------------------------------------------------- ________________ પંચસૂત્ર ભૂમિકા : ૪૧ : પર દયા, ગુણવાન પર દ્વેષનો અભાવ, અને ઔચિત્ય, - એ ત્રણ લક્ષણ પ્રગટ થાય છે. આમાં ગર્ભિત રીતે આત્મા તરફ દ્રષ્ટિ ઊભી થઈ હોય છે, એમાં સગુરુઓનો ઉપદેશ વગેરે નિમિત્ત મળતાં આત્માને ભવની જંજાળમાંથી મુક્ત-શુદ્ધ સ્વરૂપ પર દષ્ટિ પડે છે. આ મોક્ષ તરફની દષ્ટિ છે. પહેલી ૪ યોગદ્રષ્ટિ : માર્ગાસારિતા : અલબત હજી તત્ત્વની તેવી સમજ નથી એટલે એને તત્વચિ નથી. પરંતુ (૧) પૂર્વનો ચાલી આવતો તત્ત્વનો દ્વેષ શાંત થાય છે. (૨) પછી તત્ત્વની જિજ્ઞાસા જાગે છે, અને (૩) પછી તત્ત્વ સાંભળવાની ઈચ્છારૂપ શુશ્રુષા જાગે છે. બાદ (૪) તત્ત્વશ્રવણ કરે છે. આ પહેલી ચાર યોગદ્રષ્ટિમાં આરોહણરૂપ છે. એથી એને સંસારમાં જન્મ-જરા-મૃત્યુ, રોગ, શોક, ઈષ્ટવિયોગ, અનિષ્ટસંયોગ, ત્રાસ અપમાન વગેરે સંસારનું દુઃખદ સ્વરૂપ અને એથી સંસારની નિર્ગુણતા-અપકારકતાનો ખ્યાલ આવે છે. તેથી એનાં પ્રત્યે નફરત છૂટે છે. મનને એમ થાય છે કે ક્યાં સુધી આ વિષચક્રમાં ભમ્યા કરવાનું ?' તાત્પર્ય, સંસારના આભાસરૂપ સુખો ઉપરથી આસ્થા બહુમાન ઉઠી જાય છે, એમ એ વૈરાગ્ય યાને ભવનિર્વેદ પામ્યો ગણાય. વળી એને સંસારના કારણભૂત પાપસેવન કરવામાં એવી હોંશ નથી રહેતી. આ બધી સ્થિતિમાં જીવને અપનબંધકપણું પ્રાપ્ત થાય છે. અપુનબંધક એટલે દુઃખદ મોહનીય કર્મની ૭૦ સાગરોપમ કોડાકોડી સ્થિતિ જેવી ઉત્કૃષ્ટ સ્થિતિ હવે ફરીથી ન બાંધે એવી દશા. એના યોગે દયા, દાન, ત્યાગ, તપસ્યા, દેવગુરુસેવા, વ્રત-નિયમ વગેરેનો અંશે પુરુષાર્થ કરે એ ઘર્મ પુરુષાર્થ છે. ધર્મ પુરુષાર્થ જીવના અન્યાય અનીતિ, અનુચિત વ્યય, ઉદ્ભટવેશ વગેરે દોષો અટકાવી દઈ માર્ગાનુસારી જીવનના ન્યાયસંપન્નતા, માતા-પિતાની પૂજા, અતિથિસેવા, જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રશીલની ભક્તિ, આંતર-શત્રુનો નિગ્રહ, ઈન્દ્રિયો ઉપર અંકુશ, દયા-પરોપકાર-સૌમ્યતા-ધર્મશ્રવણ ઈત્યાદિ ઈત્યાદિ ગુણભર્યું જીવન ખડું કરે છે. અહીં યોગની પહેલી ચાર દ્રષ્ટિમાં અનુક્રમે (૧) અહિંસા સત્ય- નીતિસદાચાર-પરિગ્રહણપરિમાણ, એ “યમ' અને (૨) તપ-સ્વાધ્યાય-ઈશ્વરધ્યાનશૌચ-સંતોષ, એ “નિયમ' તથા (૩) પદ્માસન, યોગમુદ્રા વગેરે દ્વારા ચિત્તસ્થિરતા એ આસન, અને (૪) બાહ્યભાવનું રેચન (ત્યાગ) તથા આંતરભાવનું પૂરક અને કુંભક (પ્રગટીકરણ અને સ્થિરતા) એ “પ્રાણાયામ” સાધવામાં આવે છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ : ૪૨ : પંચસૂત્ર યોગબીજ :- વળી (૧) વીતરાગનું શુભચિંતન પૂજનાદિ અને પ્રણામ, (૨) આચાર્યસેવા, (૩) સહજ ભવોદ્વેગ, (૪) અભિગ્રહો, ને (૫) શાસ્ત્ર લખાવવાવંચાવવાદિ, એ પાંચ યોગબીજ સંગૃહીત કરવામાં આવે છે. યથાપ્રવૃત્તકરણ : ગ્રંથિભેદ : ઉપર કહેલ આત્મદૃષ્ટિ અને દુઃખી પ્રત્યે દયાથી માંડી પ્રાણાયામ વગેરે સુધીના સદ્ગુણ ને સત્યવૃત્તિ એ બંધુ જીવને જે શુભ ભાવ શુભ વીર્ષોલ્લાસથી પ્રાપ્ત થાય છે, એ ‘યથાપ્રવૃત્તકરણ’ કહેવાય છે. એ થવા છતાં પછી રાગદ્વેષની નિબિડ ગાંઠ (ગ્રન્થિ) ભેદવા જે અપૂર્વ બળ ઉલસવું જોઈએ, યાને અપૂર્વકરણ કરવું જોઈએ, તે ઝટ પ્રાપ્ત થતું નથી. આ ગ્રંથિભેદ કરનારું અપૂર્વકરણ ઘણું દુર્લભ છે. એ ચ૨માવર્તના પાછલા અર્ધભાગમાં જ પ્રાપ્ત થાય છે. તેની પૂર્વે અસદ્ રાગનું જોર રહે છે. આત્મહિત કયારે ? મોક્ષ માટેની શુદ્ધ સાધના કેટલી બધી કપરી છે ! કેટલી દુર્લભ છે ! કેટકેટલો વીર્યોલ્લાસ માગે છે ! એમાં તો આશંસા એકમાત્ર આત્મહિતની જ રખાય. પણ જીવની મૂઢતા તો એવી હોય છે કે હજીય સાંસારિક સુખ-સન્માનના ઉદ્દેશથી કપરાં કષ્ટ સહવા તૈયાર ને અનહદ ગુલામી કરવા તૈયાર ! પરંતુ પોતાના આત્મહિત માટે જ એ કરવામાં એને વાંધા પડે છે ! કેવું આશ્ચર્ય ? નાશવંત કાયા અને માયા પાછળ તૂટી મરાય, અવિનાશી આત્મા પાછળ વાતે ય નહિ ! તો એનું પરિણામ પણ કેટલું બધું દુઃખદ આવે છે ! નક-તિર્યંચાદિ ગતિઓના જાલીમ દુઃખભર્યા ભવચક્રમાં પાછું ભમ્યા કરવાનું ! ભમ્યા કરવાનું ! અંગારમઇક આચાર્ય અભવી છે. અભવીને આત્મદષ્ટિ જ ન જાગે, ‘મોક્ષ હોઈ શકે જ નહિ’ એવી એની સજ્જડ માન્યતા, છતાં એ સ્વર્ગાદિની ઈચ્છાથી ઉગ્ર કષ્ટમય ચારિત્ર પાળે, શાસ્ત્ર ભણે, તપ કરે, પણ સરવાળે મીંડું ! દીર્ઘ દુર્ગતિઓમાં દટાઈ જવાનું ! આ આચાર્યે પોતાના બાહ્ય ત્યાગ અને ઉપદેશથી પ્રતિબોધી ૫૦૦ શિષ્યો કરેલા. એમને શાસ્ત્રો ય ભણાવે, શાસ્ત્રમાં શ્રદ્ધા ય કરાવે ! પરંતુ એક દિવસ બહારથી ગીતાર્થ મુનિ પધાર્યા, એમણે આચાર્યની આંતરિક સ્થિતિ પારખી, કોલસી પથરાયેલ જગા પર રાતના આચાર્ય એકલા ચાલતા નિર્દયપણે શું બોલતા હતા, તે ગુપ્તપણે એમના મુનિઓને બતાવ્યું ! પગ નીચેની કોલસીના કચુડ કચુડ અવાજ પર આચાર્ય બોલ્યા ‘વાહ, મહાવીરના જીવડા ! વાહ, શું તમારું સંગીત સરસ ! લો લો, કરો સંગીત.' એમ કહી એના પર નિઘૃણપણે ચાલતા ! એથી બીજે દિવસે ૫૦૦ શિષ્યો ગુરુને અભવ્ય જાણી છોડી ગયા. પછીના ભવમાં એ ૫૦૦ રાજકુમાર Page #56 -------------------------------------------------------------------------- ________________ પંચસૂત્ર ભૂમિકા : ૪૩ : - થયેલા. એક વાર ક્યાંક પ્રસંગ પર ગયેલા તે રસ્તામાં એક ઊંટ જોયું કે જે અતુલ વેદનાની તીણી ચીસ નાખી રહ્યું હતું એની પીઠ પણ ભાર, ઉપરાંત ગળે પણ ભાર લટકાવેલા ! માલિકના કેટલા સોટા ખાધેલા ! ને શરીર પણ માખીઓજીવાતના ચટકાથી પીડાતું હતું ! પાંચસોને પૂર્વના સંબંધથી કુદરતી વિશેષ લાગણી થઈ આવી. વિશિષ્ટ જ્ઞાની ગુરુને પૂછતાં એમણે કહ્યું, “આ પૂર્વ ભવે તમારા ગુરુ અંગારમર્દક આચાર્ય હતો. અભવી હોઈ ચારિત્ર પાળવા છતાં આત્મગુણ- આત્મહિત સાધવાની વાત નહિ, તેથી અહીં મહા પીડા પામી રહ્યો છે, ને સંસારમાં ભટક્યા કરશે !” ધર્મસાધનાનો દુર્લભ કાળ : કેવી દુર્દશા ! એક મન સુધારવાની વાત નહિ. તેથી મોક્ષસાધનામાં કોઈ પગથિયાં રચાય નહિ. માનવભવે આરાધનાનો અતિદુર્લભ પુરુષાર્થ-કાળ મળવા છતાં આ તુચ્છ ઈન્દ્રિયોના તર્પણમાં અને મૂઢ મનના અસદ્ ગ્રહોમાં એને વેડફી નાખવાની મહામૂર્ખાઈ છે. આ પુરુષાર્થ-કાળનું એટલું બધું મહત્વ છે કે માતાપિતાની આજ્ઞાનું પાલન એ એક આદરણીય કર્તવ્ય છતાં જો એ ધર્મવિરોધી આજ્ઞા હોય તો એનું પાલન નહિ કરવાનું, પણ ધર્મપુરુષાર્થે જ અબાધિત રાખવાનો. કેમકે એ દુર્લભ છે. સમ્યગ્દર્શન : છેલ્લા અર્ધ પુદ્ગલ પરાવર્તમાંજ આ પુરુષાર્થ વિકસ્વર બની અપૂર્વકરણરૂપ થઈ રાગદ્વેષની નિબિડ ગાંઠ ભેદ છે, ગ્રન્થિભેદ કરે છે. ત્યાં ઉત્કટ ભવવૈરાગ્ય સાથે મોક્ષદાયી અને સર્વજ્ઞકથિત તત્ત્વ પર અનન્ય શ્રદ્ધા પ્રગટ થઈ સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. એ પ્રશમ-સંવેગ-નિર્વેદ- અનુકંપા-આસ્તિકય એ પાંચ લક્ષણથી અલંકૃત હોય છે. બીજા પણ તત્ત્વપરિચય, કુદષ્ટિજન સંસર્ગયાગ, જિનેશ્વરદેવનાં શાસન અંગે મન-વચન-કાયશુદ્ધિ વગેરે અનેક ગુણોથી એ વિભૂષિત હોય છે. મહાપ્રભાવી આરાધક ભાવ : સમ્યકત્વ પામ્યા પછી પણ ખૂબ સાવધાની જરૂરી છે, જેથી આરાધકભાવ નાશ પામી વિરાધકભાવમાં ન પડાય. સમ્યગ્દર્શનના પાયામાં વીતરાગ સર્વજ્ઞ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું બંધન હૈયે ધરવાનું હોય છે, તે ઠેઠ વીતરાગ બનવા સુધી, અણીશુદ્ધ ઘરવું જોઈએ છે. “ધમો આણાએ પડિબદ્ધો' ધર્મ શું? જિનાજ્ઞા ફરમાવે તે ધર્મ. માટે ધર્મ આજ્ઞામાં જ સંબંધિત છે. સમ્યક્ત-અવસ્થામાં જિનાજ્ઞાન બધા Page #57 -------------------------------------------------------------------------- ________________ : ૪૪ : પંચસૂત્ર વિધાનો પાળવાનું નથી બનતું, છતાં એને આજ્ઞાનું બંધન આટલું હોય છે કે જિનની આજ્ઞા જ તારણહાર છે, જિનવચને કહ્યું તે જ બરાબર છે, એજ કર્તવ્ય છે, બાકી બધું અનર્થરૂપ છે. તેથી જિનોક્ત આરાધના તરફ અપેક્ષાભાવ હોય છે. એજ આરાધકભાવ. સાનુબંધ ક્ષયોપશમ : આ જિનાજ્ઞાના ઊંચા ઉપાયભાવ, કર્તવ્યભાવ હૈયે વસ્યા હોવાથી વર્ષોલ્લાસ જાગતાં બધા યા થોડા અંશે આજ્ઞાના વિધિ-નિષેધના પાલનમાં જે જીવ આવે છે, એ અનુક્રમે સાધુ યા શ્રાવક બન્યો કહેવાય.. અહીં સાવધાની બહુ રાખવાની છે; કેમકે જગતના સંયોગો અને કર્મના ઉદય એવા છે કે આરાધના ભુલાવી નાખે ! એટલે જ જો એવા બાધક સંયોગોથી દૂર રહેવાય, સાવધાન રહેવાય, અને કર્મના ક્ષયોપશમ ટકાવી રખાય તો આરાધના અને આરાધકભાવ ચાલુ રહી શકે. જિનાજ્ઞાની આરાધના અને આરાધક ભાવ એ મોહનીય આદિ કર્મના આંશિક નાશથી પ્રાપ્ત થાય છે. પરંતુ જો આ ક્ષયોપશમ સાનુબંધ હોય તો ઉત્તરોત્તર ક્ષયોપશમ ચાલુ રહે છે. તેથી આરાધના અને આરાધક ભાવ બંને ટકે છે. પણ જો નિરનુબંધ હોય તો ક્ષયોપશમ ટકતો નથી; તેથી પાછો કર્મનો ઉદય ચાલુ થઈ જાય છે ! એથી એ ગુમાવી જીવ વિરાધના અને આગળ વધીને વિરાધભાવમાં ચડી જાય છે. આનો અર્થ એ કે ગુણ ટકાવવો હોય તો ક્ષયોપશમ ટકાવવો જોઈએ, અને એના માટે અનાયતનનાં સેવન આદિથી દૂર રહેવું જોઈએ. “અનાયતન” એટલે આયતનથી વિરુદ્ધ, અર્થાત ગુણના શોષક સ્થળ કે નિમિત્ત એ અનાયતન. દા.ત. બ્રહ્મચર્ય પાળવું હોય હોય તો વેશ્યાવાડાના રસ્તેથી ગમનાગમન કરવું, સ્ત્રી સંબંધી કથા કરવી, એ અનાયતન, એમ સમ્યગદર્શન માટે મિથ્યાદ્રષ્ટિનો પરિચય અને એમના ઉપદેશ-શ્રવણ એ અનાયતન છે. દાનની રુચિ સામે કુપણોના પરિચય એ અનાયતન; કેમકે એ વાતો એવી કરે છે કે જે સાંભળતાં સાંભળતાં દાનના પરિણામ મંદ પડી જાય. સાનુબંધ ક્ષયોપશમના ઉપાય : (૧) અનાયતનના ત્યાગની સાથે, (૨) વારંવાર પોતાની પરિણતિનું અવલોકન યાને તપાસ પણ કરતા રહેવું જોઈએ કે એ મન કોઈ અશુભ વિચાર અને અશુભ લાગણીઓમાં તો નથી ખેંચાતું ને ? સાથે (૩) ગુણની સહજ સુંદરતાનું સચોટ Page #58 -------------------------------------------------------------------------- ________________ પંચસૂત્ર ભૂમિકા : ૪૫ : હાર્દિક આકર્ષણ સહેજે રહેવું જોઈએ. એમ (૪) એથી વિપરીત દોષોની ધૃણા પણ જીવતી જાગતી રાખવાની. (૫) ગુણપોષક સ્થાન અને નિમિત્તોનું સેવન પણ ચાલુ રહેવું જોઈએ. એવો સત્સંગ અને કલ્યાણમિત્રનો યોગ બરાબર રાખવો પડે. આવી બધી તકેદારીથી કર્મનો ક્ષયોપશમ સાનુબંધ બને છે, ટકે છે, તેથી આરાધના અને આરાધક ભાવ સલામત રહે છે. કદાચ સંયોગ-પરિસ્થિતિ કે અશક્તિવશ આરાધના ચૂકાઈને વિરાધના ઉભી થાય છે એવું દેખાય ત્યાં પણ દિલમાં આરાધક ભાવ તો બરાબર જાગ્રત રાખવાનો. દિલને કમમાં કમ એટલું તો જરૂર લાગે કે “જિનની આજ્ઞા તો અમુક જ વાત ફરમાવે છે; હું કમનસીબ છું કે એ પાળી નથી શકતો. બાકી પાળવું તો એજ પ્રમાણે જોઈએ. જે એ પાળે છે તેને ધન્ય છે, અને મારી જાત માટે ઈચ્છું છું કે એ પ્રમાણે પાળનારો બનું” આમ જિનાજ્ઞા પ્રત્યે સચોટ અપેક્ષાભાવ એ આરાધકભાવ ટકાવે છે. ઉપેક્ષા થાય તો આરાધભાવ જાય. નંદમણિયારનો આરાધકભાવ નષ્ટ : આરાધકભાવ નાશ પામે તો જીવનું ભારે પતન થાય છે. નંદમણિયાર એ શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનનો એક શ્રાવક. પણ પછીથી એ કલ્યાણમિત્રરૂપ સગર અને ધર્મી શ્રાવકોનો સંગ ચૂક્યો. મિથ્યાત્વીઓના સંગમાં પડ્યો, તો ધીરેધીરે શ્રાવકપણાના ગુણ અને આચાર ચૂકતો ગયો. એકવાર એને પવતિથિએ પષધઉપવાસમાં રાતને તૃષા લાગી, મન વિકલ્પમાં ચડ્યું કે જે પ્રવાસી માણસો અને ઢોર દૂરથી ગરમીમાં ચાલીને આવતા હશે એમને તરસની કેટલી બધી પીડા થતી હશે ! ત્યારે મારા પૈસા શું કામના ? બસ, નગર બહાર એક સરસ વાવ બંધાવું.” આ વિચારમાં પૌષધની પ્રતિજ્ઞા, શ્રાવકપણાનાં વ્રત, અસંખ્ય અકાયજીવો અને એના સંબંધી બીજા અગણિત ત્રસ જીવોની દયા, વગેરે ચૂક્યો ! અને પાછું આ વિચારમાં કાંઈ ખોટું લાગ્યું નહિ, જિનાજ્ઞાની અપેક્ષાભાવ ગયો, આરાધક ભાવ નાશ પામ્યો ! મરીને એજ વાવડીમાં દેડકા તરીકે ઉત્પન્ન થયો ! ત્યાં લોકોને ‘વાહ નિંદમણિયારે કેવી સરસ વાવ બંધાવી !' એ વારંવાર સાંભળતાં એને પૂર્વજન્મનું સ્મરણ થયું અને એને ત્યાં ખ્યાલ આવ્યો કે “મેં આરાધના સાથે આરાધક ભાવ પણ ગુમાવી વિરાધના અને વિરાધભાવ અપનાવ્યો તેથી આ તિર્યંચ યોનિમાં પટકાયો!' ભારે પશ્ચાતાપ કરે છે. પછી તો મહાવીર પ્રભુ ત્યાં પધાર્યા જાણી પ્રભુ પાસે જતાં ઘોડાના પગ નીચે દાયો; આરાધક ભાવમાં મરીને દેવ તરીકે ઉત્પન્ન થઈ ત્યાં પ્રભુના સમવસરણમાં આવ્યો ! આમ આરાધકભાવે એને તાર્યો. Page #59 -------------------------------------------------------------------------- ________________ : ૪૬ : પંચસૂત્ર એટલું ભૂલવાનું નથી કે આરાધનાથી આરાધક ભાવ આવે છે, ટકે છે, અને વધે છે. માટે આરાધનાની મનમાં જરાય ઉપેક્ષા નહિ લાવવાની. “એના વિના ચાલે, એ ન હોય તો ય કાંઈ બહુ વાંધો નહિ, એતો શક્તિ અને ભાવના હોય તો કરીએ,' આવા આવા લોચા નહિ વાળવાના. નહિતર આરાધક ભાવ પણ ચાલ્યો જાય અને વિરાધક ભાવમાં પડી જવાય. ખરેખર જો આરાધક ભાવ હોય તો આરાધના શક્તિસંયોગો મુજબ કર્યા વિના દિલને ચેન જ ન પડે, અને જેમ જેમ આરાધના થતી જાય તેમ આરાધક ભાવ વધતો જાય. જગદ્ગુરુ મહાવીર પરમાત્મા, એ પૂર્વભવે પ્રિયમિત્ર નામના ચક્રવર્તી થયા, ત્યાં એમણે એક કોડ વરસ ચારિત્રની આરાધના ચક્રવર્તીપણે મહાલેલા સુંવાળા સુકોમળ શરીરે ચક્રીપણાના વૈભવ વિલાસ ફગાવી દઈને, એવી એવી જોરદાર કરી કે એમાં આરાધક ભાવ સારી રીતે ખૂબ પુષ્ટ થતો ગયો. પછી દેવલોકમાં જઈ આવી પચીસમાં ભવે નંદન રાજાના ભવમાં દીક્ષા લીધી. એક લાખ વરસ ઉગ્ર ચારિત્ર ઉપરાંત લાખેય વરસ માસ ખમણના પારણે માસખમણ, એમ ૧૧ લાખ ૮૦ હજાર ઉપર માખમણોની અત્યંત ઉગ્ર તપસ્યાની અને અરિહંતાદિ વીસસ્થાનકની આરાધના કરી ! અદ્ભુત આરાધભાવ વધાર્યો કે એમાં તીર્થકર નામકર્મ ઉપાજર્યું ! જેથી પછી સ્વર્ગમાં જઈ માનવજન્મે ચારિત્ર અને ઉત્કટ આરાધના સાથે આરાધક ભાવ સેવતાં વીતરાગ સર્વજ્ઞ ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી થયા ! એ જગત-દયાળુ પ્રભુને અહીં ટીકાકાર મહર્ષિ પ્રારંભે નમસ્કાર કરે છે. Julbjple Page #60 -------------------------------------------------------------------------- ________________ :૪૭ પંચસૂત્ર - ૧ લું (પાપપ્રતિધાત-ગુણબીજાધાન) ... णमो वीअरागाणं सवण्णूणं देविंदपूइआणं जहट्ठिअ वत्थुवाइणं तेल्लुकगुरुणं अरुहंताणं भगवंताणं । અર્થ :- વીતરાગ સર્વજ્ઞ દેવેન્દ્રોથી પૂજાયેલ, તથાસ્થિત વસ્તુવાદી ત્રણલોકના ગુરુ અરિહંત ભગવાનને હું નમસ્કાર કરું છું. વિવેચન :- હવે પંચસૂત્રની શરૂઆત થાય છે, તેમાં “નમો વિયરાગાણું' એ પહેલું વાક્ય ગ્રંથના મંગળાચરણનું છે. શુભ કાર્યના પ્રારંભે મંગળ તો ખાસ કરવું જોઈએ, જેથી વિધ દૂર થાય. શુભ કાર્ય કરતાંજ વિધો નડે છે, માટે જ ત્યાં મંગળ જોઈએ. અશુભ કાર્ય કરતાં વિદ્ધ નડે તો સારું, જેથી અશુભ કરતાં અટકીએ; પણ અશુભમાં તો વિમો ન આવીને પાપની સગવડ કરી આપે છે ! એ વાત અજ્ઞાની સમજતો નથી તેથી અશુભથી શા સારુ પાછો હટે ? મંગળ એ વિદ્વોનો નાશ કરે તેવું કૌવતવાળું છે. મંગળ ઈષ્ટ દેવતાના સ્મરણથી યા નમસ્કારથી થાય. જગતમાં દેવાધિદેવ અરિહંત વીતરાગ પરમાત્મા એ સર્વશ્રેષ્ઠ ઈષ્ટદેવ છે, તેમને કરેલો એક નમસ્કાર પણ વિમોનો નાશ કરવા પૂરતો છે. ભાવનું મહત્ત્વ : ક્રિયાનો ટેકો : વીતરાગ પરમાત્મા અનંત ગુણોના અને અનંત જ્ઞાનના ઘણી છે. એવા એમનું વિશુદ્ધ ધ્યાન, અને ઉચ્ચ કોટિનો એમનો સંકલ્પ એ ઘણાં કર્મની નિર્જરા કરાવવાના સામર્થ્યવાળો છે. પણ એ નમસ્કાર ભાવથી થવો જોઈએ. જેટલી ભાવમાં કમીના - તેટલી જ ફળમાં કચાશ. ભાવમાં કચાશ રહે તે દોષ આપણો છે. શુભ અધ્યવસાય (ભાવ) ઉચ્ચ કોટિનાય અશુભ કર્મો તોડે છે, અને શુભ ફળ આપે છે, ત્યારે અશુભ ભાવ અધમ કોટિના ચીકણાં પાપ કર્મ બંધાવે છે. અધ્યવસાયનો મહિમા જુઓ કે ક્યારેક દેખાવમાં બહુ હિંસા કરનારો જેટલો નીચે જતો નથી, તેથી વધારે નીચો હિંસાની ઉગ્ર ભાવનાવાળો જાય છે. તંદુળિયા મચ્છને બહુ જ નાની કાયા, શક્તિ બહુ ઓછી, એથી દેખીતી હિંસા અલ્પ, છતાં પણ પાપના વિચાર એટલા બધા હલકા કે એ મરીને નરકે જાય. અહીં એમ ન વિચારવું કે “ત્યારે તો હિંસા કરવામાં વાંધો નહિ, ભાવ શુદ્ધ રાખશું.”- આ ખોટી માન્યતા ન ધરવી, કેમકે હિંસાની ક્રિયા Page #61 -------------------------------------------------------------------------- ________________ : ૪૮ : પંચસૂત્ર પણ હિંસાના ભાવને પોષનારી છે; કારણ જીવ એમાં લાભ દેખે છે, એથી હિંસા પર રાગ થાય છે એટલે રાગથી નવી નવી હિંસાની ભાવના જાગે છે જ. આ બહુ ભયંકર છે. હિંસા તો હજી ય કોઈક જ વખતે થાય, જ્યારે હિંસાની ભાવના સદા જાગ્રત રહે છે. ક્રિયા કરતાં પણ ક્રિયાની ભાવના, લેશ્યા, પરિણામ, અધ્યવસાય વધારે સબળ વિકસેલા અને દીર્ધાયુષ્ય, દીર્ધકાળ રહેનારા હોય છે. એમાં જો શુભ ક્રિયાના સારા અભ્યાસથી શુભ ભાવ વધારે સબળ હોય, તો તે અશુભ ક્રિયા વખતે પણ અશુભ ભાવને સારી રીતે દબાવે છે. દા.ત. ક્રિયા તો ખાવાની થતી હોય પણ જો ગુરુના વૈરાગ્ય-નીતરતા ઉપદેશની શ્રવણક્રિયા બાદ એના સ્મરણથી આહારની સંજ્ઞા ઉપર જુગુપ્સા થાય “રસનો અને આહારનો હું ક્યારે ત્યાગ કરીશ !' એવી ઝંખના વારંવાર રહેતી હોય, તો તે ઝંખના આત્માને બચ્ચાવનાર થાય છે, કમમાં કેમ હૃદયના ભાવ તો આહાર-સંજ્ઞાને કાપવાના જોઈએ, પોષવાના ન હોવા જોઈએ. અરિહંત ભગવાનને નમસ્કાર કરી શાસ્ત્રકાર મંગળ કરે છે. તે ભગવંતના ચાર વિશેષણ-૧, વીતરાગ, ૨. સર્વજ્ઞ, ૩. દેવેન્દ્રપૂજિત, ૪. અને યથાસ્થિત વસ્તુવાદી; એવા ભુવનના ગુરુ. આ ચાર વિશેષણ જગદ્ગુરુ પરમાત્માના ચાર મહાન અતિશય બતાવે છે. પહેલાં ચાર વિશેષણ સમજી લઈએ. વીતરાગ આદિ ૪ વિશેષણની સાર્થકતા (૧) વીતરાગ એટલે રાગદ્વેષ વિનાના. અહીં. રાગ એટલે આત્માની આસક્તિ-પરિણામ જગાડનારૂં મોહનીય કર્મ. તેજ પ્રમાણે આત્માને કોઈ વસ્તુ પર અપ્રીતિ કરાવનારૂં કર્મ તે દ્વેષ. તેમજ અજ્ઞાન-મિથ્યાજ્ઞાનના પરિણામ જગાવનારૂં કર્મ તે મોહ. ટીકામાં “રાગ વેદનીય કર્મ' એ પદ , તેનો અર્થ રાગરૂપે વેદના એટલે ભોગવવા યોગ્ય કર્મ એવો સમજવો. રાગાદિ પદોનો અર્થ, રાગ-મોહનીય કર્મની જેમ, આત્મામાં થતા રાગાદિ-પરિણામો લઈ શકાય. આ રાગદ્વેષ-મોહથી અત્યંત રહિત તે વીતરાગ. મોહને જેમણે આત્માની અંદર દબાવી તેનો ઉદય સંપૂર્ણ રોક્યો છે, એવા ઉપશાંત-મોહી પણ વીતરાગ હોય છે; પણ અહીં તો સર્વથા ક્ષીણમોહી અને છદ્મસ્થ (અજ્ઞાન)ભાવ વિનાના લેવા છે, માટે વીતરાગની સાથે. (૨) સર્વજ્ઞ' એ વિશેષણ મૂક્યું. “સર્વજ્ઞ' એટલે ભૂત, ભવિષ્ય, વર્તમાન- એ સર્વકાળના સર્વ દ્રવ્યોને અને એના સર્વ પર્યાયને જાણે તથા જુએ તે. નિમિત્તશાસ્ત્રાદિના આધારે ત્રિકાળવેત્તાને પણ વ્યવહારમાં સર્વજ્ઞ કહે છે, પણ તે તો સરાગ છે, તેથી અહીં સર્વજ્ઞની સાથે “વીતરાગ” એ વિશેષણ મૂક્યું. Page #62 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૧ : ૪૯ : (૩) વીતરાગ-સર્વજ્ઞ તો સામાન્ય કેવળજ્ઞાની પણ હોય છે, તે અહીં નથી લેવા, પણ શ્રી જિનેશ્વરદેવો લેવા છે; તેથી દેવેન્દ્રોથી પણ પૂજાયેલા' એ ત્રીજું વિશેષણ કહ્યું. પરમાત્માની જગત પર હયાતી ઈદ્રોને કે ભક્તિથી ગળગળા કરી પ્રભુના ચરણસેવક બનાવે છે. પ્રશ્ન- દેવેન્દ્ર-પૂજિત એવું ત્રીજું વિશેષણ કહે અને પહેલા બે ન કહે તો કેમ ? ઉત્તર- દેવેન્દ્રથી પૂજ્ય ગણધર ભગવંત પણ હોય છે, તે તો વીતરાગ-સર્વજ્ઞ નથી, એટલે તે અહીં લેવા નથી; માટે પૂર્વના બે વિશેષણ મૂક્યાં. (૪) આમ ત્રણે વિશેષણે અલંકૃત પરમાત્મા ધર્મ-તીર્થ સ્થાપ્યા પછી જ, અર્થાત્ મોક્ષમાર્ગ અને તત્ત્વો ઉપદેશ્યા પછી જ મોક્ષે જનારા હોય છે એ સૂચવવા યથાસ્થિતવસ્તુવાદી' એ ચોથું વિશેષણ કહ્યું. ચૌદપૂર્વી શ્રુતકેવલી ભગવાન પણ યથાસ્થિત વસ્તુવાદી હોય છે. પરંતુ તે ન લેતાં, પૂર્વના ત્રણ વિશેષણો જોડી અહીં શ્રી જિનેશ્વર દેવો જ લીધા. મૂળમાં “અરુહંતાણ’ એ પદ તેનો અર્થ, - જેમનામાં હવે કર્મબંધનાં કારણે નથી તેથી જેમનામાં કર્મઅંકુર ઊગતો નથી તે,” એવો કરવો. ૪ વિશેષણમાં ૪ મહા અતિશય :- શ્રી તીર્થકર પ્રભુના ચાર મહા અતિશયો છે. (૧) અપાયાધગમ અતિશય અપાય એટલે દોષો તેના અપગમ યાને નાશવાળા એટલે કે સર્વ રાગદ્વેષાદિ દોષથી રહિત બનેલા, માટે વીતરાગ. વળી અપાય એટલે ઉપદ્રવ પણ કહેવાય. પ્રભુ અપાયાપરામવાળા છે, અર્થાત તીર્થકર નામકર્મના ઉદયથી વિહારનાં સવાસો યોજનમાં મારી મરકી વગેરે ઉપદ્રવને નિવારનારા છે. (૨) “સર્વજ્ઞ' વિશેષણથી જ્ઞાનાતિશય સૂચવ્યો. (૩) દેવેન્દ્રપૂજિત'થી પૂજાતિશય બતાવ્યો. (૪) યથાસ્થિતવસ્તુવાદી' કહી પાંત્રીસ અતિશય યુક્ત વાણીનો વચનાતિશય નિર્દેશ્યો. ચાર મહા અતિશયના ધણી પ્રભુ ત્રણ લોકના ગુરુ છે. “મૃતિ તિ :” હિતનો -ઉપદેશ આપનાર તે સાચા ગુરુ. તે શુદ્ધ અને સત્ય ધર્મના ઉપદેશક, સંસારત્યાગી અને વિરાગી નિગ્રંથ મુનિઓ સિવાય બીજા ન હોય. એમાં શ્રી અતુ પરમાત્મા એ શ્રેષ્ઠ ગુરુ છે, આદ્ય ગુરુ છે. વીતરાગ શબ્દથી પ્રભુ વિતવેષ, વતમોહ પણ છે તે સમજી લેવાનું છે; કેમકે રાગ બધા દોષોમાં રાજા છે; એ જતાં બીજા દ્વેષ વગેરે દોષ નષ્ટ જ છે. - રાગ એ દ્રષ કરતાં પ્રબળ દોષ છે. તે આ રીતે (૧) રાગનો નાશ દશમાં ગુણસ્થાનકને અંતે થાય, દ્વેષનો નાશ નવમાં ગુણસ્થાનકે થાય. આ સૂચવે છે કે જ્યારે દ્વેષ નાશ કર એવી આત્મવિશુદ્ધિ કરતાં Page #63 -------------------------------------------------------------------------- ________________ : ૫૦: પંચસૂત્ર અધિક આત્મવિશુદ્ધિ થાય અર્થાત્ ચિત્તના અધ્યવસાયની અધિક વિશુદ્ધિ થાય ત્યારે જ રાગનો નાશ થાય. (૨) દ્વેષનું મૂળ રાગ. ક્યાંક રાગ છે, માટે જ છે. રાગ એ દ્વેષનો બાપ છે. (૩) ઢેષ કાઢવો સહેલો, કેમકે દ્વેષમાં કાળે કાળે ઘસારો પડે છે, પણ રાગમાં વૃદ્ધિ થતી જાય છે. (૪) રાગનું આયુષ્ય દ્વેષ કરતાં ઘણું મોટું. (૫) દ્વેષ ભૂલવો સહેલો, પણ રાગ ભૂલવો કઠણ. હદ કરતાં વધારે ભોજન કર્યું ઝટ ભોજન ઉપર દ્વેષ થાય; પણ જરા વાર થઈ ભૂખ લાગી એટલે કેષ ભૂલાઈ રાગ થતાં વાર નહિ. દ્વેષ થાય તોય રાગ જલ્દીથી ન ભૂલાય, અંદર બેઠો હોય. (૬) વૈષ કર્કશ લાગે, રાગ મીઠો લાગે. મીઠો શું કામ ન ગમે ? રાગનો રંગ લાલચળક, દ્વેષનો રંગ કાલો. રાગ પાછળ હર્ષ, ને દ્વેષ પાછળ ખેદ, એવા અનુભવો સિદ્ધ છે. એમાં હર્ષ સહેજે ગમે; (૭) દ્વેષ કરવો પડે છે; જ્યારે રાગ સહેજે થઈ જાય છે. (૮) હજીયે સમજુ માણસને કદાચ દ્વેષ ગમતો નથી, અયોગ્ય લાગે છે, પણ રાગ અયોગ્ય ક્યારેય લાગતો નથી. કેમકે (૯) દ્વેષથી પરિણામે નુકશાન સમજાય છે; રાગથી નુકશાન થાય છે તે સમજાતું નથી. હજીય દ્વેષ ભયંકર લાગે, રાગ ભયંકર લાગતો નથી. રાગમાં ખરાબી જણાતી નથી. (૧૦) દ્વેષ ન કરીશ” એમ હજીય જગત કહે; રાગ ન કરીશ'. એમ જગત નથી કહેતું, એ તો વીતરાગનું શાસન કહે છે. (૧૧) તેષ દુર્થાન કરાવે છે એમ હજીય લાગે પણ રાગ તેથી વધારે દુર્બાન કરાવે છે એમ લાગતું નથી. (૧૨) દ્વેષ જાણકારીમાં પેસે છે, રાગ બીન-જાણકારીમાં પેસે છે. દિગુસ્સો થતાં માલુમ પડે છે, માટે તો એ ઢાંકવા મોંઢાનો, આંખનો દેખાવ પ્રયતથી. ફેરવી નાખવો પડે છે. પણ રાગ પેસતો દુશ્મન તરીકે, કે દુર્ગણ તરીકે માલુમ જ પડતો નથી, સહેજે ખુશીનો દેખાવ થાય છે. (૧૩) દ્વેષ હિંસા સુધી પહોંચે ખરો, પરંતુ તે પૂર્વે જીવ જો પરિણામ વિચારશે તો કદાચ પસ્તાશે અને હિંસાથી અટકશે. રાગ તો ઠેઠ આત્માની ભાવ-હિંસા સુધી પહોંચશે, અને અટકવાની વાત નહિ. (૧૪) રાગ કરનારને અને રાગના પાત્રને બંનેને ભાવથી સ્વાભહિંસા થાય છતાં ખબર પડતી નથી, અને રાગની અંધતામાં પડશે પણ નહિ. (૧૫) રાગમાં બંને ભાવ વિના ફસાય છે, કોઈ પશ્ચાત્તાપ નહિ; દ્વેષની પાછળ બંનેને ભાન અને પસ્તાવાનો અવકાશ રહે છે. (૧૬) દ્વેષનું પાત્ર આપણા પ્રત્યે દ્વેષી તરીકે રહે તે ગમતું નથી, પણ રાગનું પાત્ર આપણા પ્રત્યે અખંડ રાગી રહે એવું જોઈએ છે. અર્થાત રાગીપણું છૂટતુંય નથી, અને બીજાનું પણ રાગીપણું છૂટે તે ગમતુંય નથી. (૧૭) દ્વેષ ભસીને કાટનારો કૂતરો છે, જ્યારે રાગ પગ ચાટીને ફૂંકી ફૂંકીને બચકું જોરથી ભરનારો છે. પહેલાં ખબર જ ના પડે. સંયોગોના વિયોગે રાગની ખબર પડે, ને ત્યારે રાગ ઊછળે છે. (૧૮) જીવ રાગના પાત્ર માટે કોઈ પાપ અને Page #64 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર – ૧ : ૫૧ : ઘસાવાનું કરી છૂટે છે. છેષ પોષવા તો ઘસારો ન ય વેઠ. (૧૯) ૮ષ દુર્ગુણ છે એ હજી ખબર હશે, પણ રાગ એ આત્માનો સ્વભાવ નથી. કિંતુ દુર્ગુણ છે એ ખબર નથી. (૨૦) દ્વેષ દઈ કાળ રહે તે કેટલીક વાર ગમતું નથી. પણ રાગ લાંબો રહે તે ગમે છે. પણ (૨૧) એકજ વસ્તુ પર રાગ કાયમ ટકતો નથી; કારણ કે એ સ્વભાવ નથી. વળી રાગને વફાદાર રહી શકતા નથી. તો જ્યારે રાગને વફાદાર રહી શકાતું નથી, ત્યારે રાગ ધરવો શા માટે ? એનું કારણ જણાતું નથી, અને રાગ કર્યા વિના રહી શકાતું નથી. છોડવો પડશે એ ચોક્કસ છે. (૨૨) રાગ સર્વથા ભયંકર ! તે ગયો એટલે તો બધી ભયંકરતા ગઈ. ક્રોધ, માન, માયા, લોભ, બધાય રાગની સેવામાં, અને રાગને મજબુત કરનારા. (૨૪) રાગને લીધે મિથ્યા મતિ ટકે, અને મિથ્યા મતિથી રાગ પોષાય. રાગની વસ્તુ પ્રાપ્ત કરવા, સાચવવા, ભોગવવા, ક્રોધ, માન, માયા, અને લોભ છૂટથી કરાય છે. રાગના પાત્ર પર કાં કામવાસના, કાં સ્નેહ, કાં દ્રષ્ટિરાગ રહેવાનો; રાગની વસ્તુ અંગે હાસ્ય અને આનંદ (રતિ), ઉદ્વેગ (અરતિ) અને શોક, રાગની વસ્તુ અંગે ભય ... એમ રાગ પાછળ તોફાન ઘણાં ! ઠેષ પાછળ એટલા ન પણ હોય. (૨૫) આઠ કર્મની જડ મોહનીય; અને મોહનીયની જડ રાગ. મોહનીયની બધી પ્રકૃતિનાં મૂળમાં રાગ. તીવ્ર કોટિનો રાગ એટલે કે અનંતાનુબંધી રાગ ન જાય ત્યાં સુધી મિથ્યાત્વ ન જાય. (૨૬) રાગનો પક્ષપાત ભારે હોય છે. પક્ષપાતવાળો રાગ એ તીવ્ર રાગ છે. જે કષાય હિતકારી લાગે, કર્તવ્ય લાગે, “કેમ ન કરીએ ? એમાં શું થઈ ગયું ?' એમ ભાસે, અંતરના ઉંડાણમાં પણ એ ખૂંચે તો નહિ, કિન્તુ ટુચે, એ તીવ્ર કષાય અનંતાનુબંધી કષાય છે. એ હોય ત્યાં સુધી સંસારનો રસ અને અતત્ત્વનો દુરાગ્રહ હૃદયમાંથી ખસે નહિ. એ તો કહે છે, “પતી ઉપર, પુત્ર ઉપર રાગ કરીએ તો શું વાંધો ? ત્યાં રાગ ન કરીએ તો શું ત્યાં ઝઘડીયે ?' પણ તેના જવાબમાં એમ પૂછીએ કે દુનિયામાં હિંસા, જૂઠ, ચોરી કોના માટે થાય છે ? એજ પતી પુત્ર માટે ને ? એની સાથે લડો નહિ, પણ અંધ રાગ ઓછો કરો તો જીવનમાં દુર્ગુણો અને દુષ્કૃત્યોના ગુના ઓછા થાય. હિંસા, જૂઠ, ચોરી દુનિયા ઉપરથી ઓછા થાય તે સારૂં ? કે વધે તે સારૂં ? જગત શેનાથી સુખી ? (૨૭) હિંસા, જૂઠ, ચોરીમાં સહાયક તરીકે દ્વેષ કરતાં રાગ વધારે. ચોરી કરાવી કોણે ? રાગે કે દ્વેષે ? દુનિયામાં કોઈને દુઃખી જોવા છતાં તેનું દુઃખ ઓછું કરવા શા માટે યત નથી ! ધનના અને કુટુંબના રાગને અંગે જ. (૨૮) પરમાર્થ ચૂકાવે છે કોણ ? રાગ જ ને ? એજ રાગને લીધે પછી ગરીબ પર દ્વેષ થાય, કહે “તગડો થઈને માગે છે ? મજુરી કરવી નથી' ... ઈત્યાદિ (૨૯) અનીતિ કરી પચીસ-પચાસ મળતા હોય તો કોના અંગે મેળવાય ? રાગના અંગે કે દેશના Page #65 -------------------------------------------------------------------------- ________________ : ૫ર : પંચસૂત્ર અંગે? દુનિયામાં તોફાન મૂળ રાગના જ છે. રાગ મોળો પડે, તો પાપ ઓછા થઈ જાય. (૩૦) દુનિયા કદાચ દ્વેષમાં ડાહી હશે, પણ રાગમાં તો પાગલ જ છે. (૩૧) જીવનના મહાન દોષોનો પોષક રાગ છે. (૩૨) વિવેકી પાસે પણ અવિવેકનાં કૃત્ય રાગ કરાવે છે. (૩૩) બળિયો ય જીવ રાગ પાસે માંયકાંગલો. (૩૪) દુઃખની હોળી સળગાવનાર રાગ છે, - માટે દુન્યવી ફરજોનું માપ રાગાંધ થઈને ન કાઢવું. આશ્રિતનું પોષણ વગેરે કરવામાં રાગાંધ ન થવું. રાગ ઓછો થશે તો ગેરવ્યાજબી જરૂરિયાત આપોઆપ ઓછી થશે. રાગ છે ત્યાં સુધી જ હિંસાદિનાં પાપ છે. રાગ બે જાતના છે; ૧ પ્રશસ્ત, ર અપ્રશસ્ત. પ્રશસ્ત રાગ બંધનકર્તા નથી, બંધનથી છોડાવનાર છે. પ્રશસ્ત રાગ એ ઔષધની જેમ અપ્રશસ્ત રાગથી છોડાવે છે. પ્રશસ્ત રાગ એટલે દેવ-ગુરુ-ધર્મ પર રાગ, સમ્યશાસ્ત્ર, તીર્થ, પર્વ, ધર્મક્ષેત્ર, આત્મગુણ વગેરે પર રાગ; તેથી પાપનો બંધ થતો નથી. ખોટી આશંસા યાને દુન્યવી રાગ પાપનો બંધ કરાવે. પ્રશસ્ત રાગ તો અપ્રશસ્ત રાગને નબળા પાડે છે. પ્રશસ્તમાં ધર્મ-લેયા ઘર્મનો અનુરાગ સહેજે કરાવે. ધર્મરાગ એટલે ધર્મની વેશ્યાવાળો રાગ. એ પાપોને કાપી આત્માનો વિકાસ સધાવે છે. અપ્રશસ્ત રાગ એટલે પાપની વેશ્યાવાળો રાગ. એ પ્રશસ્તનો દેખાવ કરે તેથી કાંઈ પ્રશસ્ત ન થઈ થાય. જાતનો ગુંડો હોય, પણ શાહુકારના કપડાં પહેરી લે, તેથી કાંઈ શાહુકારમાં ન ખપે. ગુંડાગીરીની દિશા ફેરવે, ધંધો ફેરવે, વૃત્તિ પલટે, તો લોકો વિશ્વાસ કરે. દીકરા ઉપર, સ્ત્રી ઉપર પ્રશસ્ત રાગ ત્યારે કહેવાય કે જ્યારે સ્નેહરાગ અને કામરાગ જતો કરી શુદ્ધ સાધર્મીનો અને મોક્ષ-કુટુંબીનો જ નીતરતો રાગ આવે. સાધુ ઉપર પણ અપ્રશસ્ત રાગ સારો નહિ. આ સાધુ વાસક્ષેપ સારો નાખે છે, ફાયદો થાય તેવો,' વગેરે. તો એ અશુભ-અપ્રશસ્ત રાગ બની જાય. સંસારના લાભની અપેક્ષાએ, હાસ્યાદિ મોહની વૃત્તિના પોષણની દ્રષ્ટિએ, રાગ કરવો તે અપ્રશસ્ત રાગ. સંસારથી વિસ્તાર પામવા, મુક્ત થવા માટે, અને તેના ઉપાયમાં જોડાવા બદલ જે રાગ કરાય તે પ્રશસ્ત રાગ. એથી ધર્મ-લેશ્યા અને ધર્મનો રાગ બંને વધતા જાય. જેટલી શુદ્ધ ધર્મ-લેશ્યાની માત્રા અને વેગ (Degree, Force) ઓછા તેટલું પુણ્ય કાચું બંધાય; ધર્મની લેગ્યા જોરદાર, તો પુણ્ય પણ જોરદાર, અને એથી સામગ્રી પણ ઊંચી જોરદાર મળે. શાલિભદ્રને લેગ્યા ઊંચી હતી તો દેવતાઈ નવ્વાણું પેટીઓ રોજની મળતી છતાં, ઊંચી ઘર્મની લેશ્યાથી ચારિત્ર લીધું અને પાળ્યું ! ઊંચી ધર્મ-લેશ્યાવાળો અધુરી સાધનાનો ખપ ન કરે. એને ગયા ભવમાં ખીર વહોરાવ્યા પછી ય ગુરુમહારાજ Page #66 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર – ૧ : ૫૩ : ઉપર પ્રશસ્ત રાગનો પ્રવાહ એવો, કે પેટમાં પછી શૂલની પીડા થતી હતી તો પણ માતાને ભૂલી, એના ચિત્તમાં એકલા ગુરુની યાદી હતી. પેટમાં શૂળ વખતે માતા હાથ ફેરવતી હશે, સેવા કરતી હશે, પણ તે વખતે માતાને યાદ નહિ કરતાં ધ્યાન એક માત્ર ગુરુમાં અને દાન કરાવવાના ગુરુના ઉપકારમાં – “અહો ! મારા ઉપકારી ગુરુએ કેવો મને તાર્યો ! આ ક્યારે આવ્યું ? માતાએ ફરી ખીર આપી-ખવરાવી તે લક્ષમાં નહિ, પણ ગુરુના પાત્રે ગઈ તે લક્ષમાં ! કેવો સુંદર યોગ ! ખીર ! અને દાનમાં ! તેય મહાત્માને !” આવી દાનધર્મની અનુમોદના હૃદયે ! આ પ્રશસ્ત રાગ; ને તેથી એ ઉચ્ચ વૈભવી સામગ્રીનો ઘણી બન્યો ! પણ એ સામગ્રી પાપાનુબંધી નથી, એટલે મોહમાં અંધ નથી કરતી. તેથી જ જ્યારે “માથે એક મોહગ્રસ્ત માનવ રાજા પોતાની જેમજ બે હાથ બે પગવાળો છતાં ઘણી છે” એવી ખબર પડી કે રોજ નવી આવતી રતાદિએ છલકાતી દેવતાઈ નવ્વાણું પેટી ય કથીરની લાગી, ને અપ્સરા જેવી ૩૨ નારીઓ પણ નરકની દીવડી લાગી. “ખામીવાળી આ પુણ્યાઈ ન જોઈએ,'... ઋદ્ધિને છોડી, સ્ત્રીઓને છોડી, વહાલી માતાને છોડી, વીતરાગ પ્રભુ મહાવીર ભગવાનનાં ચરણ પકડ્યાં, ચારિત્ર લીધું, અને તર્યા. પ્રશસ્ત રાગ તારે, અપ્રશસ્ત રાગ મારે. . (૩૫) રાગ કરતાં ખરાબ લાગે છે; પણ વસ્તુતઃ ષ કરતાં રાગ ભયંકર છે. રાગ આત્મામાં વસ્તુ પ્રત્યે આકર્ષણનો ભાવ પેદા કરે છે, આત્માને ખેંચે છે; જ્યારે, કેષ આત્માને વસ્તુથી દૂર ખસેડે છે. આમ અનેક દ્રષ્ટિથી રાગ એ શ્વેષ કરતાં ખૂબજ બળીઓ અને મહાન અનર્થકારી છે, તેમજ એમાં બીજા દૂષણો બલાતુ પોષાય છે, માટે રાગ કાઢયો એટલે બીજા દોષો તો ગયા જ. એટલે અહીં વીતરાગ' એવું વિશેષણ કહ્યું. રંગે તે રાગ, આત્મા જેનાથી રંગાય છે તે રાગ. આત્માને વસ્તુ પ્રત્યેના આકર્ષણના રંગથી રંગે છે માટે તે રાગ, દ્વેષ, ‘દ્વિવું' ધાતુ-અપસંદ પડવું, અઠીક લાગવું, અણગમો કરવો એના પરથી બન્યો. વીતરાગ એટલે જેને ઈષ્ટ તરફ આકર્ષણ નથી, અને એજ વીતષ છે, તેથી અનિષ્ટ પ્રત્યે અપ્રીતિ-અનાદરનો ભાવ મુદ્દલ નથી. અર્થાત જેને ઈષ્ટ અને અનિષ્ટ ઉપરથી આદર અને અણગમો ચાલ્યો ગયો છે તે વીતરાગ. મોહની વિશેષ ભયાનકતા :- એજ વીતરાગ વીતમોહ છે, એટલે મોહ વિનાના છે. મોહ એટલે અજ્ઞાન, મિથ્યાજ્ઞાન, વિપર્યાસ, મૂઢતા, મિથ્યાત્વ, દુરાગ્રહ, અસત્ બુદગ્રહ વગેરે. રાગ, દ્વેષ બે મહાન ડાકુ આત્માને કબજે કરી આત્માના અસલી પોતાના સ્થાન (મોક્ષ)થી એને પરા મુખ રાખે છે. આ બે ડાકુ સાથે મોહ વળી ગજબનો લૂંટારો છે. રાગ ભસ્યા વિના ફૂકી ચાટીને બચકું ભરે છે, Page #67 -------------------------------------------------------------------------- ________________ : પ૪ : પંચસૂત્ર દ્વેષ ભસીને બટકું ભરે છે, જ્યારે મોહ અંધારામાં રાખીને કરડે છે. રાગદ્વેષમાં આ કુતરો છે એમ માલુમ પડે, મોહમાં તો કૂતરો છે એમ ખબર જ ના પડે. મોહ કૂતરાને બકરૂં દેખાડે, સાપને દોરડું માની હાથમાં પકડાવે. દુનિયામાં જો કાંઈ કિંમતી છે તો તે જડ છે, શબ્દાદિ વિષયો, ધન, કુટુંબ કાયા, ઘર દુકાન વગેરે જ મહત્ત્વનાં છે, તે જ શ્રેષ્ઠ છે, તે જ સર્વસ્વ છે, તે જ હિતકારી છે'- એવું એવું મોત એને મનાવે છે. એને મન કિંમત જડની. એની આગળ આત્મા કોઈ વસ્તુજે નહિ. એ જડથી જ જીવી જડથી જ મરે; આ બધા ચાળા મોહના છે. “આત્માને માટે દેહ છે,’ એ વસ્તુ ભૂલી, “દેહ છે તેજ વસ્તુ છે , માટે એની જ કાળજી કરવી,' એમ માને, એમ વર્તે. “આત્મા માટે દેહ' ને બદલે દેહને ખાતર જ આત્મા’ સમજે. જેટલો મોહ જીતવો મોંધો છે, મોહથી જીતાવું તેટલું જ સહેલું છે. મોહ ન હોત, ને એકલા રાગદ્વેષ હોત તો એ કરડી ખાનારા કૂતરાને ઓળખત. તો કુતરા ઉપર વિશ્વાસ ન રાખત. મોહ કૂતરાને બકરો દેખાડે છે, તેથી બચકું બીજાએ ભર્યું હશે એમ નિશ્ચિતપણે બળાત્કારે મનાવે છે. બકરું કરડે ? કૂતરાને બકરૂં દેખાડવું તે મોહનું કામ. એમ મોહ પ્રતિકૂળતાને અનુકૂળતારૂપે દેખાડે છે, અને અહિતને હિત તથા હિતને અહિતરૂપે દેખાડે છે, અને અહિતને હિત તથા હિતને અહિતરૂપે સચોટ મનાવે છે. એ જગતના ભયંકર ત્રાસ, આયાસ અને વેદનાદાયી પણ આનંદાદાયી મનાવે; જેમ, કોઈ દારૂ પીધેલાને તમાચો મારે તોય એ હસે છે. ગંધાતી ગટરને સુખનો સાગર મનાવનાર દારૂ છે ! તે પ્રમાણે ગંધાતી ગટર જેવી કાયાને ઉપરના મઢેલા માત્ર ચામડાના રૂપરંગથી ખૂબસુરત મનાવનાર મોહ છે. વાહ ! મોહ તારી માયા ! મોહ આત્માને ભયંકર નુકશાન તો કરે જ છે, પણ નુકશાનને પાછો લાભમાં ખતવાવે છે. મોહને કાબુમાં લો તો જ રાગ કાબુમાં આવે. જીવ મોહ છે ત્યાં સુધી જ આનંદથી રાગ કરે છે, અને રાગને હિતકારી માને છે. આત્મામાંથી મોહ એટલે મિથ્યા મતિ ખસી ગયા પછી તો રાગને દુશ્મન દેખશે. રાગ કરતાં કાળજુ કપાશે. મોહ ભાન રહેવા દે નહિ; દોષના જ બચાવ કરાવે. કોઈ આપણી ચીજ માગી લે તે ખમાય, ભૂલમાં લે તે ય ખમાય, પણ ઉપાડી જાય, આંચકી લે, ખૂંચવી લે, અને પાછો પોતાને એનો હકદાર માને તે નથી ખમાતું, ગુંડાગીરી લાગે છે. “ચોરી કરે અને પાછો શાહુકારીનો ફાંકો ? આ તો હદ થઈ એમ થાય છે. બસ, મોહ આ કોટિનો ગુંડો લૂંટારો છે, છતાં એને એવો માનવાને બદલે પરમમિત્ર માનીએ છીએ એજ આપણી ગમારી છે. મોહ ન હોય તો રાગદ્વેષના દૂષણની ઓળખાણ હોય, દૂષણ તરીકે હજી માનવાનું બને, પણ મોહ દૂષણ ને દૂષણ તરીકે નહિ માનવા દેતાં, ગુણની Page #68 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૧ [: ૫૫ : મહોર-છાપ મારી આપે છે. દોષ પર ગુણનું લેબલ લગાડવું તે મહાભયંકર. દળેલા મીઠાના ડબા પર ખાંડનું લેબલ મારી પછી તે દૂધમાં નંખાય તો દૂધ બગડી જાય. દોષના ડબા ઉપર ગુણનું લેબલ મારવાથી તેના તે સંપર્કમાં આવતી ગુણકારી વસ્તુ દોષરૂપ થઈ જાય છે. દા.ત. એક માણસ અભિમાની છે, પણ પોતે દોષિત છતાં જાતને ગુણવાન માને છે. હું સમજુ છું, હું કાંઈ મૂર્ખ નથી, ભોઠ નથી.” વગેરે અભિમાનથી દોષ ઉપર ગુણનું લેબલ લગાડે; હોય પ્રમાદી અસ્થા, તથા ધર્મ પ્રત્યે અને આત્મહિત પ્રત્યે બેપરવાહી, ને પાછો તે ઉપર લેબલ મારે સાવધાનીનું, આત્મજાગૃતિનું ! ગુરુ ઘણું કહે, પણ અભિમાન અને સત્ય વસ્તુ સમજવા જ ન દે. હોય અલ્પ જ્ઞાન, અને પોતાને જ્ઞાનનો મહાસાગર માને ! આવાને આત્મદોષના સ્પષ્ટીકરણની, પોતાની અધમ દશાના ખ્યાલની, કે ત્યાગ-વૈરાગ્યની વાત પણ ન સ્પર્શે. કેમકે મોહના ઘરનું હું પદ છે. આ જાગૃતિ નથી. આ તો ધોર નિદ્રા છે, અહંભાવનો ખોટો ખ્યાલ છે. તેને “અનંતજ્ઞાની આગળ હું કાંઈ વિસાતમાં નથી' એ સમજવા નથી દેતો. હોય કૃપણતા દોષ, પણ કરકસર ગુણ માને. હોય ખરાબ ગુસ્સો, પણ માને પ્રશસ્ત દ્વેષ ! હું તો હિતનું કહું છું, હિત માટે કરૂં છું' એમ માને. આ ઘમંડ છે. કુમતિ ઘમંડ ઓછો થાય તો ગુણ સમજે, ને અવગુણ કાઢવા કોશિષ થાય, તથા ગુણકારી વસ્તુના સંપર્કથી ગુણનું ગ્રહણ કરાય. અહંભાવ કુમતિ જાય તો આત્માનું સ્વરૂપ સમજાય, ગુણદોષનો વિવેક થાય, દોષ ઉપર ગુણનું લેબલ ન લગાવાય; સમજે કે “પુણ્ય જાગ્રતું હશે તો દોષ પણ ગુણમાં ખપશે ખરા, પણ દોષ તે દોષ જ. ગુણ તરીકે દોષનું સેવન મહાભયંકર પરિણામ લાવશે.” એમ એ અહંભાવ છોડી સર્વજ્ઞનું ઉપશમવિરાગકારી શાસન સેવે તો જ દોષની પિછાણ અને નિકાલ થાય. બહાર પ્રત્યેના ઉઘાડા ડોળાથી તો બહારની આળપંપાળ વધશે, અને દોષો કાંઈ ગુણ નહિ થાય. જીવને કહો કે બચાવ તરીકે આગળ ઘરેલા અને પોષેલા દોષો નહિ તજે તો ભારે થઈ પડશે. સમજ જીવ ! સમજ, વીતરાગનું શાસન છોડી, મોહના જોરે કરાતી જગતની શાબાશીની ઘેલછા પાછળ, મનઃકલ્પિત ખોટા સુખ પાછળ, સગવડ સાહ્યબીના ખોટા કદાગ્રહ પાછળ, તારા હાથે તારા આત્માને ગુણથી દૂર-અલગ કરી રહ્યો છે, અને આત્માને દોષમાં ડુબાડી રહ્યો છે. માટે મોહનો ત્યાગ કર. એ માટે નિર્મોહી પરમાત્માની અહર્નિશ નિરંતર ઉપાસના કર.' ' (૨) સર્વજ્ઞ :- પ્રભુનાં પહેલાં વિશેષણ વીતરાગ'ની વાત થઈ. પરમાત્માનું બીજું વિશેષણ સર્વજ્ઞ. એમાં જ્ઞાનાતિશય સૂચવ્યો. સર્વજ્ઞ એટલે અનંત કેવળજ્ઞાનવાળા. સર્વજ્ઞ, એટલે વિશ્વના સમસ્ત જીવ પુદ્ગલ વગેરે અનંતાનંત Page #69 -------------------------------------------------------------------------- ________________ : પ૬ : પંચસૂત્ર દ્રવ્યોના અનંત ભૂત ભવિષ્ય અને વર્તમાન કાલના, પ્રત્યેક દ્રવ્ય ઉપર બનેલા, બનતા, બનનારા સર્વ અનંતાનંત ભાવો પર્યાયો (અવસ્થાઓ)ને હાથમાં રહેલા આમળાની માફક દરેક સમયે પ્રત્યક્ષ જોનારા અને જાણનારા. ત્રિકાળના પરમાણુ પરમાણુના પર્યાયો અને સર્વ જીવ ઉપરના ભાવો અનંતાનંત સંખ્યામાં છે, તે બધું પ્રત્યક્ષ જુએ. આ કેવળજ્ઞાનનો પ્રકાશ જબરદસ્ત ! એમાં અનંતાનંત કાળની કોઈ વસ્તુ કે ઘટના છૂપી નહિ. પ્રત્યક્ષ શુદ્ધ જ્ઞાનનો સ્વભાવ જ શેય વસ્તુને જણાવવાનો. કેટલું જાણે એ મર્યાદા ન બંધાય; કેમકે મર્યાદા બાંઘવામાં નિયમ શો કે આટલી જ વસ્તુ જાણે? પ્રકાશ સ્વભાવ એ કે જેનું નામ શેકે, તેને જાણે. પછી ભલે તે અનંત કાળપૂર્વના હો કે પછીના; અને અનંતાનંત સંખ્યામાં હો; રૂપી હો યા અરૂપી, બધાં જ જોય ત્યાં જણાય, કેવળજ્ઞાન વર્તમાન-ભૂત-ભવિષ્ય સર્વકાળનાં સમસ્ત ય પ્રત્યક્ષ જુએ , કોઈ પ્રસંગ કે કોઈ સ્થિતિ છૂપી નહિ. (૩) ઈદ્રોથી પૂજ્ય કેમ ? અરિહંત પરમાત્માનું ત્રીજું વિશેષણ દેવેન્દ્ર-પૂજિત'. એમાં પૂજાતિશય સૂચવ્યો. અસંખ્ય દેવતાઓના સ્વામી ઈન્દ્રો પણ જેની પૂજા ભક્તિ કરે. શું જોઈને પૂજા કરતા હશે? પૂજા બે પ્રકારે થાય. (૧) લાલચ, સ્વાર્થ, પરાધીનતા અગર બીકથી, એ અધમ પૂજા. અને (૨) ઉપકારી માનીને યા ગુણના બહુમાનથી, અને ગુણ મેળવવા માટે પૂજા, આ ઉત્તમ પૂજા. નિર્મળ અવધિજ્ઞાનના માલિક અને પૂર્વ ભવની સુંદર આરાધનાવાળા ઈન્દ્રો પરાધીનતાથી અગર લાલચથી નમતા નથી. જેને અસંખ્ય કાળ સુધી પૌગલિક સુખનો પાર નથી, તેવા ઈન્દ્રો અરિહંતની પૂજા કરે છે, તે (૧) અરિહંત પરમાત્માના અનંતાનંત ઉપકાર અને ગુણનાં બહુમાનથી, તથા (૨) તેમના જેવા ગુણના સ્વામી બનવા માટે. જ્યારે ઈન્દ્રો આ રીતે પૂજા કરે ત્યારે આપણે કેવી રીતે ને કઈ આશાથી પૂજવા ? ઈન્દ્રો પરમાત્માની પૂજા ભૌતિક અપેક્ષા વિના અને ઋદ્ધિની આશા વિના કરે છે, માનવભવ પામી પ્રભુના જેવા શુદ્ધ ભાવો અને તેમના જેવું વિશુદ્ધ ચારિત્ર મેળવવા પૂજા કરે છે, પણ ઈન્દ્રાસન કાયમ ટકાવવા નહિ, ફરી ઈન્દ્રની અદ્ધિ મેળવવા નહિ, જે માનવભવ ઈન્દ્રને વર્તમાનમાં નથી, તેને માટે ઈન્દ્ર તલસે છે ! અને આપણે ? આપણને મનુષ્ય-ભવ મળ્યો છે, તેથી કેવી ઉત્તમોત્તમ સાધના થઈ શકે તેની આપણને પરવા નથી, કે ભાન નથી ! મનુષ્ય ભવ ફક્ત (૧) તુચ્છ વિષયોને કેળવવામાં (૨) કંગાળ કષાયનો પારો ચડાવવામાં અને (૩) સ્વર્ગના રસ-ઋદ્ધિ-શાતા કરતાં રદી એવા રસ-ત્રદ્ધિ અને શાતાની જાળમાં ગુંથાઈ જવામાં પસાર કરીએ છીએ !!! ખૂબી જુઓ, ઈન્દ્ર જેવો મનુષ્યભવ માટે ઝંખે છે, પ્રભુનો પૂજક બને છે, છતાં - ઈન્દ્રની પૂજા અધૂરી છે. કારણ કે વીતરાગ પરમાત્માની સર્વવિરતિ-ચારિત્રની આજ્ઞાનો અમલ કરી શકતા નથી. ભગવાનની શ્રેષ્ઠ પૂજા ભગવંતની આજ્ઞા સર્વાશે અમલમાં મૂકી છે. તે સર્વવિરતિ ચારિત્રનાં પાલનથી થાય. Page #70 -------------------------------------------------------------------------- ________________ | સૂત્ર - ૧ : પ૭ : પ્ર૦- ભગવંતની આજ્ઞાને અમલમાં ગણધર મહારાજ શ્રેષ્ઠ મૂકી શકે છે, તો પંચસૂત્રકારે પ્રભુને ગણધરપૂજિત કેમ ન કહ્યા? દેવેન્દ્રપૂજિત શા માટે કહ્યા? ઉo- દેવતાઈ અતિશય સુખ-સન્માનાદિમાં મહાલતા ઈન્દ્રો અરિહંતની ભક્તિ કરે એ એક અનેરી વિશેષતા છે. જે ક્ષેત્રે અરિહંત ભગવંતો વિચરે છે, તેજ ક્ષેત્રે ગણધર ભગવંતો વિચરે છે. એટલે કે ત્યાંના રહેલા ત્યાં જ પૂજા અરિહંત ભગવંત વિચરે છે તે જ ક્ષેત્રે કરે છે. તે કરતાં બહુ જ દૂરથી, પરજાતિ, પરક્ષેત્રી, એવા દેવોના પણ સ્વામી મનુષ્ય ક્ષેત્રની દુર્ગન્ધ અવગણીને પણ અહીં પ્રભુને પૂજવા આવે તે વિશેષતા ગણાય. વળી જગતના બાળ જીવો દિવ્ય ઋદ્ધિાંત અને વૈભવશાળી એવા પણ દેવોથી થતી પૂજા જોઈને વધારે આકર્ષાય છે. દેવોથી કરાતી સમવસરણાદિ પૂજા બહુ જ ઊંચી ! અને એ અસંખ્ય યોજનથી દેવો નીચે આવી કરે છે, તેથી બાળ જીવોને આકર્ષણ થાય છે. ૪) અરિહંત શું શું પ્રકાશે છે ? :- ચોથું વિશેષણ “યથાસ્થિતવસ્તુવાદી એમાં “વચનાતિશય” સૂચવ્યો. કેવળજ્ઞાન મેળવ્યું, સર્વજ્ઞ બન્યા, કૃતકૃત્ય થયા, પોતાનું પ્રયોજન સિદ્ધ થયું, એટલે હવે મૂંગા મૂંગા મુક્તિમાં ગયા એમ નહિ; પણ જે તત્ત્વ પોતાને પ્રગટ થયું, પોતાને પ્રત્યક્ષ થયું, તેનો માર્ગ જગત સમક્ષ મૂક્યો, - જગતને મુક્તિમાર્ગનો ઉપદેશ આપ્યો, અને યોગ્યને તાર્યા, પોતે અક્ષય રતત્રયીનું ભાતું બાંધ્યું અને વિશ્વમાં તેની પ્રભાવના કરી. એ વસ્તુતત્ત્વને યથાસ્થિત રુપમાં (જેવાં છે તે રૂપે) કહેનારા છે. વસ્તુમાત્ર ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્યવાળી છે, તો વસ્તુને તે રીતે ઓળખાવનારા છે. જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, અને મોક્ષ એ શેય-હેય-ઉપાદેય તત્ત્વો. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ ચાર નિક્ષેપે ચાર ભેદે વસ્તુમાત્ર વહેંચાયેલી છે. વસ્તુ પ્રમાણ અને નયજ્ઞાનથી શેય છે. સ્વાદસ્તિ' વગેરે સપ્તભંગીના સ્યાદ્વાદથી વસ્તુનો પ્રત્યેક ઘર્મ પ્રતિપાદ્ય છે. વસ્તુમાત્ર અનંત ધર્માત્મક છે ... આ બધું યથાર્થ અને સ્પષ્ટ કહેનારા. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન કરતાંય સર્વજ્ઞનું જ્ઞાન અનંતગણું શ્રેષ્ઠ. એમાં એમણે જોયું કે જીવ જડમાં મુંઝાયો, ફસાયો અને અટક્યો છે, તેથી જ ભવમાં ભમે છે, અને દુઃખમાં સબડે છે. જડના આકર્ષણ તૂટે તો જ મુક્તિનો સાધક બને. એ માટે પ્રભુએ જડ કાયાની દયા ન ખાધી. તેથી કાયાની નહિ પણ આત્માની મરામત શીખવી. એ કહે છે કે આ માનવભવ હાથમાં છે, ત્યાં સુધીમાં જીવે પૂર્વે જે અનંતા કર્મના જાળાં બાંધ્યાં છે, તે તોડી નાખવાનો અપૂર્વ અવસર છે. માટે એ તોડી નાખવાના છે, પણ વધારવાના નથી. સર્વજ્ઞનું વચન હૃદયે ફરસવું જોઈએ. સર્વજ્ઞના વચનની શ્રદ્ધા આત્માના પ્રદેશ Page #71 -------------------------------------------------------------------------- ________________ : ૫૮: પંચસૂત્ર પ્રદેશે વ્યાપ્ત થઈ જવી જોઈએ. એનાથી આત્મા ભાવિત થવો જોઈએ. એ માટે ખોટાનો બચાવ નહિ કરવાનો. જીવને બચાવ કરવાની આદત અનાદિની છે. બચાવ એ દંભ છે. બચાવ એ મોહની શિખવણી છે. હવે તો જ્ઞાનીની શિખવણી જોઈએ. જ્ઞાનીનાં વચન હૃદયે આરપાર ઊતરી જવા જોઈએ. એમના વિરાગના ઉપદેશ-બાણોથી રાગ-હૃદય વિઘાઈ જવું જોઈએ. માત્ર સાંભળતી વખતે ગળગળા થવાય એટલું જ બસ નથી. સર્વજ્ઞનાં વચન ઉપર અવિચળ શ્રદ્ધાથી એ ઉપદેશ હવે આત્મઘરમાં એવો રમતો થઈ જાય, કે એ ઘેર બજારમાં કે મિત્રોમાં, સુખમાં કે દુઃખમાં આત્માની હાજરી લે, એને જાગ્રત રાખે. બચાવ કોઈના ચાલ્યા નથી. જિનશાસનમાં તો જરાક અરુચિ કે અણગમો એ પણ દ્વેષ છે. દુનિયામાં આપણને અનિષ્ટ લાગતા વિષયો, અનિષ્ટ જીવો, અને અનિષ્ટ સંયોગો પ્રત્યે ખેદ દ્વેષ જેટલો વખત રહે, તેટલો વખત એ આત્માને કાળો બનાવે છે. અહો ! શા સારુ આત્મા પરમાં પડતો હશે ? પરની જંજાળ કરતો હશે ? એને પોતાનું સંભાળવાનું, પોતાની ખરાબી મિટાવવાનું ક્યાં ઓછું છે ? પણ પ્રભુવચનની શ્રદ્ધાની કમીના છે; નહિતર એ સમય માત્ર પણ પરચિંતા કરવાની જરૂર નથી. પર તો આપણા ભાગ્ય મુજબ જ વર્તશે. દુનિયામાં રહ્યા ત્યાં ત્યાં અતિ આવશ્યક દેખાવ રાખવા પડતા હોય તોય, જેમ સર્પની દાઢમાંથી ઝેર કાઢી નાખ્યું, પછી હુંફાડો નુકશાન કરનારો નહિ; તેમ આપણા દેખાવના હુંફાડા પાછળ રાગદ્વેષના ઝેર ન રહેવા જોઈએ. કષાય-ઝેરનો સમૂળગો નાશ થવો જોઈએ. નાનો સરખો પણ કષાય કરવો પડે એ સંસ્કારને પોષવાનું થાય છે, એને તાજા કરવાનું થાય છે, એ હરગીઝ ન ભૂલાવું જોઈએ. ત્યારે મનુષ્ય જીવન મળ્યું એટલે ધંધો શું રાગદ્વેષ અને વેરઝેરનો કરવો ? જ્યાં સુધી જીવનમાં આવી અધમ કાર્યવાહી જોરદાર છે ત્યાં સુધી જગનાથનું દર્શન દોહ્યલું છે. મયગ્દર્શનની સુંદર સામગ્રીવાળા આ મોંધેરા માનવભવમાં દર્શનની આડે નડતી ઘાતકર્મની દિવાલ મજબૂત ન કરાય, પણ તેને તોડી નાખવી જોઈએ. તેને ખોખરી કર્યા વિના જિનોક્ત તત્ત્વનું સાચું દર્શન નહિ થાય, દર્શનાભાસ થશે. “મારે સેવક જગનાથનો બનવું છે, કિંત વિષયકષાય કે રાગદ્વેષનો નહિ. માટે જિનની વાણીના અનુસારે જ મારી વિચારસરણી હોવી જોઈએ.” આ જો નિર્ધાર રખાય, પરમાત્મા યથાસ્થિત વસ્તુવાદી છે તો તે રીતે જો એ સ્વીકારાય, તો મોહની પ્રબળતા ન રહે. પછી કદાચ મોહનું દેણું ભરવું પડે, પણ તે છૂટવા માટે, વળગવા નહિ; મોહને આધીન ન બને, પણ મોહ ઉપર પાકો તિરસ્કાર રાખે. આંતર શત્રુ જે ક્રોધ તે કદાચ મન માંહી ઉદયમાં આવે, પણ બહારથી આંખ પણ લાલ થવા ન દે. કષાયના ઉદય વખતે જાગ્રત રહે. કષાયના ઉદયને આત્મવીર્યની સહાય ન દે. મોહના પગ એ ભાંગે, પણ મોહ એના પગ ન ભાંગે. Page #72 -------------------------------------------------------------------------- ________________ | સૂત્ર - ૧ : ૫૯: ચાર વિશેષણવાળા પરમાત્મા ત્રણ ભુવનના ગુર, ત્રણે લોકના જીવને હિતકારી, એક માત્ર શરણ, એ જ પિતા, માતા ભ્રાતા અને ત્રાતા છે. અરિહંતને “અરહંત' પણ કહેવાય છે. અ-રહંત એટલે જેમનામાં નાનો સરખો પણ કર્મનો ફણગો ફૂટે નહિ, કર્મનો અંકુરો ઊભો થાય નહિ તે. તેમ અરિહંતને “અરહંત' પણ કહેવાય છે; અ-રહંત એટલે જેના કેવળજ્ઞાન આગળ બધું પ્રગટ છે. કાંઈજ રહસ્ય અજ્ઞાત છૂપું નથી તે. પ્ર0 - જે વીતરાગ સર્વજ્ઞ છે, તે યથાર્થ વસ્તુ કહેનારા તો છે જ, તો જુદું વિશેષ કહેવાની શી જરૂર ? ઉત્તર - અમારે જરૂર નથી, પણ જેઓ અસત વસ્તુ સ્વીકારે છે તેના નિષેધ માટે આ વિશેષણ છે. તેઓની આ અસતુ માન્યતા છે કે “વસ્તુ વાણીનો વિષય જ નથી, શબ્દ અને અર્થનો સંબંધ જ લાગી શકતો નથી; તેથી વસ્તુને યથાર્થ કહેનારા કોઈ હોઈ શકે જ નહિ.' પણ જો વસ્તુ અને શબ્દને સંબંધ જ ન હોત તો અમુક સંકેતેલા શબ્દથી અમુક જ વસ્તુ કેમ જણાય ? - પૂર્વધર મહર્ષિઓ પણ યથાસ્થિત વસ્તુવાદી છે તે અહીં નથી લેવા, માટે વિતરાગ વગેરે વિશેષણ મૂક્યા. પૂછો કે “ભલે ને એ પણ સાથે સાથે ખવાય તો વાંધો શો ? પૂજ્યોને સ્તવવાનું તો સારું જ છે. પરંતુ એમાં વિવેક એ છે કે સર્વત્ર ગુણોની પરાકાષ્ઠા જેમનામાં હોય તે મુખ્યપણે સ્તવવા યોગ્ય હોય છે. વળી ઉત્કૃષ્ટ ગુણોની સ્તુતિ કરી, એટલે એ ગુણોની અન્તર્ગત સમાન અવાન્તર ગુણોની સ્તુતિ તો આવી જ ગઈ,' માત્ર એ ન્યાય બતાવવા અલગ રીતે બીજા મહર્ષિ ન લીધા, પણ નહિ કે ખાસ એમને બાદ રાખવા માટે જ ન લીધા, અહીં એ પણ સમજવાનું છે, અહીં ટીકાકાર “અપાયાપગમ અતિશય' રાગદ્વેષ-મોહના અત્યંત ક્ષયને કહે છે, એ “વીરાગાણ” વિશેષણના રહસ્ય તરીકે છે. બાકી તો પ્રભુના વિહાર-ક્ષેત્રના સવાસો જોજનમાં મારી મરકી વગેરે ઉપદ્રવના રહિતપણાને પણ અપાયાપગમ' કહે છે. આ ચાર અતિશય સાથે અવશ્ય રહેવાવાળા,-દેહની દિવ્યાતિદિવ્ય સુંદરતા, શ્વાસની સુગન્ધિતા, વગેરે બીજા પણ ઘણા અતિશય સમજી લેવા. તેથી અહીં “ચોત્રીસ અતિશય યુક્ત પરમાત્માને નમસ્કાર હો' એવું કથન થયું. મૈલોક્ય-ગુરુ' એ વિશેષણ સર્વ વિશેષણના અર્થનો ઉપસંહાર કરે છે. એમાં (૧) ત્રણે લોકના વાસી જીવોને (પાતલાવાસી દેવને પણ) તત્ત્વભૂત પદાર્થો કહેનાર છે માટે, (૨) ત્રણ લોકના જીવો કરતા અધિક ગુણ, પ્રભાવ અને ઉપકારવાળા છે માટે, અથવા (૩) ત્રણ લોકને પૂજ્ય છે માટે એ ત્રણ લોકના ગુરુ છે. તેમને નમસ્કાર હો “ભગવંત' શબ્દમાં ભગ શબદથી સમગ્ર ઐશ્વર્ય વગેરે ગુણસંપત્તિ લેવી. Page #73 -------------------------------------------------------------------------- ________________ : ૬૦ : પંચસૂત્ર सूत्र :- जे एवमाइक्खंति-इह खलु अणाई जीवे, अणाई जीवस्स भवे, अणाई कम्मसंजोग-निवत्तिए, दुक्खरूवे, दुक्खफले, दुक्खाणुबंधे । एअस्स णं वुच्छित्ती सुद्धधम्माओ । सुद्धधम्मसंपत्ति पावकम्मविगमाओ । पावकम्मविगमो तहाभवत्ताइभावाओ । तस्स पुण विवागसाहणाणि-१, चउसरणगमणं, २ दुक्कडगरिही, ३. सुकडाण सेवणं । ___ अओ कायव्वमिणं होउकामेणं सया सुप्पणिहाणं भुजों भुजो संकिलेसे, तिकालमसंकिलेसे। અર્થ :- જે (અરિહંત પ્રભુ) આ પ્રમાણે કહે છે, - આ જગતમાં જીવ અનાદિ છે, જીવનો સંસાર (પણ) અનાદિ છે, એ સંસાર) અનાદિ કર્મસંયોગથી બનેલો છે, નેિ તે) દુઃખરૂપ, દુઃખફલક, દુઃખાનુબંધી છે. એનો ઉચ્છેદ શુદ્ધ ઘર્મથી થાય; શુદ્ધ ઘર્મપ્રાપ્તિ પાપકર્મના નાશથી થાય, પાપકર્મનો નાશ તથાભવ્યત્વાદિ ભાવથી થાય. તે (તથાભવ્યત્વાદિ)ના પરિપાકનાં સાધનો, -૧. ચાર શરણાંનો સ્વીકાર, ૨. દુષ્કતગઈ, ૩. સુકૃતોનું સેવન (અનુમોદન). એટલા માટે મુક્ત થવાની ઈચ્છાવાળાએ હંમેશા સંક્લેશ વખતે વારંવાર, અને સંક્લેશ ન હોય ત્યારે ત્રિકાળ સમ્યક પ્રણિધાન સાથે આ સાધન આચરવાં જોઈએ. જીવનું સ્વરૂપ :- જે પરમાત્મા એમ ભાખે છે કે (૧) લોકમાં જીવ અનાદિ કાળનો છે. (૨) જીવનો સંસાર અનાદિ કાળનો છે. (૩) સંસાર એ અનાદિ કાળથી ચાલ્યા આવતા કર્મ-સંયોગથી બનેલો છે. માટે (૪) સંસાર દુઃખ રૂ૫ છે, (પ) પરિણામે ફળરૂપે પણ દુઃખ આપનારો છે, અને (૬) તેય દુઃખ એકવાર નહિ, પણ દુઃખની પરંપરાને ભવોભવ સરજનારો છે. પરમાત્માએ કહેલું ગ્રંથકાર કહે છે તે અનુવાદ કરે છે' એમ કહેવાય. મહાપુરુષોના ઉપદેશનો અનુવાદ એ પણ કલ્યાણરૂપ હોવાથી શુભ કાર્ય છે; તેથી તેના પ્રારંભે વિષ્ણપિશાચની શાન્તિ માટે પૂર્વના “નમો વીયરાગાણે” સૂત્રથી ઈષ્ટદેવને નમસ્કાર જે કર્યો તે મંગળ માટે છે. મુક્તિની સાધનાના પ્રથમ પગથિયા તરીકે બતાવેલ જે પાપ- પ્રતિઘાત પાપનાશ, તેના ઉપાય અહીં કહેવા છે; તે એટલા જ માટે, કે પાપના ઉચ્છેદથી સંસારનો ઉચ્છેદ થાય. એ સંસાર કોનો છે ? ક્યારનો છે ? કેવી રીતે થયેલો છે ? અને કેવા સ્વરૂપ અને પરિણામવાળો છે ? એ આ સૂત્રમાં બતાવ્યું છે. આ બધું Page #74 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૧ : ૬૧ : ઈહ' એટલે કે લોકમાં છે, અલોક આકાશમાં નહિ. “જીવ' એટલે આત્મા. “અતતિ' યાને ભિન્ન-ભિન્ન જ્ઞાનાદિ પર્યાયો (અવસ્થાઓ)માં સતત રહે તે “આત્મા'. એ આત્મદ્રવ્ય અનાદિ કાળથી છે, સનાતન છે; પણ નહિ કે નવું જ ઉત્પન્ન થાય છે. શરીરથી આત્મા કે ચૈતન્ય તદ્દન નવું ઉત્પન્ન થાય એવું નથી. કેમકે પૂર્વે જે સર્વથા અસત હોય, તે કદિયે ઉત્પન્ન થઈ હયાતિમાં આવી શકે જ નહિ. તેમ અહીં પણ પંચભૂતના સમૂહથી આત્મા નવો જ ઉત્પન્ન થતો મનાય નહિ. જેમ માટીના પિંડામાં અપ્રગટરૂપે ઘડો છે, તો તેના ઉપરની ક્રિયાથી ઘડો પ્રગટ થાય છે. તંતુમાં અપ્રગટરૂપે પણ ઘડો નથી, તેથી તંતુ-ક્રિયાથી કદિયે ઘડો પ્રગટ થતો નથી. તેવી રીતે પૃથ્વી આદિ ભૂતમાં અપ્રગટરૂપે ચૈતન્ય છે જ નહિ, તેથી નવું જ પ્રગટ ન થાય, આત્મા તેનાથી ઉત્પન્ન થયો એમ ન કહેવાય. આ સિદ્ધાંતને સત્ કાર્યવાદ કહે છે. સ્યાદ્વાદની શૈલીએ તો સદસત્કાર્યવાદ છે, અર્થાત દા.ત. માટીમાં ઘડો કથંચિત સત્ છે, એટલે કે સત પણ છે, અને અસત પણ છે; અણઘડાયા રૂપે સત્ છે, ને ઘડાયેલા ગોળાકાર રૂપે અસત્ છે. જ્યારે તંતુમાં ઘડો સર્વથા અસત્ છે. હવે જો આત્માને પણ સર્વથા અસત માનીએ તો એ કદિયે પ્રગટ થાય નહિ. માટે આત્મા અનાદિ કાળનો અને જડ ભૂતોથી તદ્દન જુદી જાતનો સિદ્ધ થાય છે. એ આત્મા પોતાના પ્રદેશો ઉપર કર્મના યોગે શરીર રચે છે. પ્રશ્ન : પંચભૂતોના સમુદાયની વિશિષ્ટ શક્તિથી ચેતના કેમ ઉત્પન્ન ન થાય ? ઉ૦ : ભૂતસમૂહમાં આવી કોઈ વિશિષ્ટ શક્તિ છે, એમાં પ્રમાણ શું ? કેમકે તમે તો અદ્રશ્ય શક્તિ માનો નહિ, અને પ્રત્યક્ષ શક્તિ ભૂતોમાં દેખાતી નથી. ચેતના જે દેખાય છે, તે ક્યાંથી આવી તેનો તો પ્રશ્ન છે. અદ્દશ્ય શક્તિ માનો તો મરેલાં શરીરમાંયે પાંચ ભૂત છે, તો તેમાં કેમ ચેતના નહિ ? માટે કહો કે આત્મા એક સ્વતંત્ર વસ્તુ છે, તે અનાદિ સત્ છે, શરીર સાથે માત્ર તેનો સંબંધ થાય છે એટલું જ; ને તેને જ જન્મવું કહે છે. આ સંસારનું સ્વરૂપ : જેમ આત્મા અનાદિકાળનો છે, તેમ જીવનો ભવ અર્થાત્ સંસાર પણ અનાદિ છે. તે “સંસાર” એટલે આત્માની પલટતી રહેતી અશુદ્ધ અવસ્થા. આત્માની મનુષ્યાદિ ગતિ-શરીર વગેરે વિભાવ દશા. કોઈ કાળેય જીવ તદ્દન શુદ્ધ હતો ને ત્યારે સંસાર હતો જ નહિ' એવું નથી. જેમાં પ્રાણીઓ કર્મને પરવશ મનુષ્ય દેવ આદિ રૂપે થાય છે (ભવતિ), એવા આ સંસારને ભવ કહે છે. તે અનાદિ સંસાર પણ અનાદિકાળથી કર્મ સંયોગથી ચાલ્યો આવે છે. અનાદિની વસ્તુ સંસાર, એ અનાદિના જ કારણોએ હોય. નહિતર તો જો પૂર્વે કોઈ વખતેય આત્મા કર્મસંયોગથી રહિત હોત, તો તે શુદ્ધ હોત; અને એમ શુદ્ધ આત્માને, મુક્તિ Page #75 -------------------------------------------------------------------------- ________________ : દર : પંચસૂત્ર પામેલા જીવની જેમ, કદિએ સંસાર શરૂ થવાનું કોઈજ કારણ નથી, તેથી સંસાર થાય જ શી રીતે ? વર્તમાન સંસારનું અને શરીર-ઈન્દ્રિય-પ્રાણ વગેરેનું કારણ પૂર્વનાં બાંધેલા કર્મ છે, જેવાં જેવાં પૂર્વકર્મ, તેવું તેવું શરીર વગેરે મળે. માટે શરીરાદિ એની પૂર્વના કર્મને આધીન છે. ત્યારે તે કર્મ વળી શરીર વગેરે સંસારના લીધે બંધાએલા છે. તે શરીરાદિ એની પૂર્વના બાંધેલા કર્મથી મળેલા. તે કર્મ તેથી પૂર્વનાં શરીરદ્વારા, અને તે શરીર પૂર્વના કર્મ દ્વારા ... આ રીતે પૂર્વ પૂર્વકાળનો દેહ અને કર્મનો વિચાર કરતાં સંસાર અને કર્મ-સંયોગોનો પ્રવાહ અનાદિ સિદ્ધ થાય છે. યુક્તિસિદ્ધ આ અનાદિતા ન માનતાં, ‘ક્યારેક શરૂઆત તો થઈ જ હોય ને ?' આવી મનમાની કલ્પના કરવી તે યુક્તિરહિત છે; કેમકે એમ તો તે સૌથી પહેલી આદ્ય શરૂઆતને કારણ વિનાની માનવી પડશે, અને તે ખોટું છે. જગતમાં કારણ વિના કાર્ય બની શકતું જ નથી. કોઈ એક કર્મસંયોગ કે સંસાર, વ્યક્તિગત રીતે ઉત્પન્ન થવાવાળો હોઈ, જરૂર પ્રારંભવાળો છે; છતાં, એની પૂર્વે એનાં કારણ તરીકે બીજો એવો સંસાર અને કર્મ-સંયોગ હતો જ એ અનિવાર્ય છે. એમ પૂર્વે પૂર્વે વિચારતાં સંસાર એ પ્રવાહથી અનાદિનો સિદ્ધ થાય છે. અર્થાત્ સંસાર થવાની ક્રિયા અનાદિથી ચાલુ છે. જેમ કોઈ પણ સમય, ઘડી, વર્ષ વગેરે કાળ ઉત્પન્ન થવાવાળો છે, છતાં આવા કાળનો પ્રવાહ અનાદિથી ચાલુ છે; તેવું સંસાર માટે સમજવું. આ સંસાર દુઃખરૂપ, દુ:ખફલક અને દુઃખાનુબંધી છે. (૧) દુઃખરૂપ કહ્યું તે સૂચવે છે કે સંસાર દુઃખવાળો છે એમ નહિ, પરંતુ ખુદ દુ:ખ છે, દુઃખ સ્વરૂપ છે. એમાં દેખાતું વિષય સુખ એ ય દુઃખ છે. સુખાભાસ છે; કેમકે, જેમ ખસ, ધાધર, કે ખરજવામાં ઉપડેલી ચળના દુઃખ પર ખણવાથી તે દુઃખનો ક્ષણિક પ્રતિકાર અને ક્ષણિક સુખાભાસ થાય છે, તેમ પૂર્વે ઉત્પન્ન થયેલા તૃષ્ણાની ચળના દુઃખનો વિષયસંપર્કથી ક્ષણિક પ્રતિકાર અને ક્ષણિક વિષયસુખ ભાસે છે; સુખાભાસ થાય છે. પરંતુ પછી ચળની જેમ ભયંકર નવી તૃષ્ણા ખણજ અને નવાં દુઃખને જગાવનાર બને છે. એટલે, વસ્તુગત્યા સંસારની કોઈ વાત એવી નથી કે જે દુઃખરૂપ ન હોય; અથવા જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક, એ જ મહાન દુઃખ છે અને એ જ સંસાર છે. (૨) વળી સંસાર દુઃખફલક એ રીતે કે સંસાર ભવાન્તરમાં બીજી ગતિમાં જન્મ, જરા, મૃત્યુ, રોગ, શોક વગેરે આપે છે, તેથી ફલરૂપે (પરિણામે) પણ સંસાર દુઃખ આપનારો છે. આનું કારણ એ છે કે પૂર્વ કર્મના હિસાબે અવશ્ય-વેદ્ય એવા આ જન્મજીવન-જરા- મૃત્યુ વગેરે એવી રીતે વિતાવાય છે કે એમાંથી નવો જન્માદિરૂપ સંસાર પાછો દુઃખરૂપ ખડો થાય છે. માટે સંસાર ફળમાં પણ દુઃખ આપનારો છે. તે સંસારનું ફળ દુઃખ પણ, Page #76 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૧ : ૬૩ : (૩) એકવાર આવી પતી જાય એમે ય નહિ, પણ અનેક જન્મોનાં દુઃખની પરંપરા સર્જે છે; અર્થાત્ ૧. અનેક ભવો સુધી વેઠવા પડે એવાં કર્મોને તથા ૨. અનેક ભવોમાં જઈને નવાં નવાં અશુભ કર્મ ઊભાં કરે એવાં કર્મ-બીજોને, વર્તમાન સંસાર પેદા કરતો હોવાથી જન્મ વગેરે દુઃખોની પરંપરાને ચલાવનારો પણ છે, એટલે સંસાર દુ:ખાનુબંધી છે. આ જોતાં, ‘અહો ! આપણો જીવ ક્યારનોય છે ? એને ભટકવાનું કેવા અનંત અનંત કાળ વહી ગયા છતાં ચાલુ છે ! અને કેવાં ઘોર દુઃખો અનંત કાળથી એ વેઠી રહ્યો છે ! છતાં હજી આવા કારમાં સંસારથી અરે ! પાગલ એ થાક્યો નથી ? થાક્યો હોય કંટાળ્યો હોય, તો સંસારનો અંત લાવવા કેમ કટીબદ્ધ ન થાય ? અનંત કાળના લેખામાં અતિ અલ્પ કાળવાળો આ માનવભવ કઈ ગણતરીમાં ? એવા અલ્પ કાળમાં જરા કષ્ટ વેઠી સંયમ સાધી લે તો શું બગડે ? છતાં મૂઢ નાદાન જીવ પૂર્વની જેમ જ અનંતા જન્માદિ-દુઃખોની પરંપરા ઊભી થાય એવું જ કરવામાં રચ્યો પચ્યો રહે છે ! અને અફસોસ ! તે આ મહામૂલ્યવંતા ઉત્તમ માનવભવે જીવનને વેડફી રહ્યો છે ! કેટલી બધી કિંમત ખર્ચીને આ ભવ હાથમાં આવ્યો છે, એનું એને ભાન નથી. તેની તેનો ઉપયોગ લાખોની કિંમતના હીરાથી મૂઠી મમરા ખરીદવાની જેમ તુચ્છ અને આત્મઘાતક વિષયસુખો ખરીદવામાં કરી રહ્યો છે ! આહાહાહા ! જીવ ! જરા થોભ, વિચાર કે ત્યારે હવે આ સંસાર ક્યારે ટાળવાનો ?' સંસાર ટાળવાનો ઉપાય શુદ્ધ ધર્મ છે. સંસારોચ્છેદક ઉપાય સાધવાની રીત : એઅસ્સ ણું .' આમાં ‘છું' શબ્દ વાક્ય-રચનાની માત્ર શોભા અર્થે છે, એનો કોઈ અર્થ નથી. આ સંસારનો ઉચ્છેદ (નાશ) જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ શુદ્ધ ધર્મથી થાય. પણ તે ધર્મ (૧) ઔચિત્ય સાથે, (૨) સતત (નિરંતર), (૩) સત્કાર સહિત, અને (૪) વિધિપૂર્વક સેવાય તો. એમ ન માનવું કે વ્રતધારી ગૃહસ્થ શ્રાવકથી અને તેથીયે ઉતરતા અવ્રતી ગૃહસ્થથી આવી આરાધના શે થાય ? થાય, અભિગ્રહ (પ્રતિજ્ઞા) ના પાલનથી થાય. અર્થાત્ પોતાની કક્ષાની દર્શન-જ્ઞાન-ચારિત્રની વિવિધ આરાધના પ્રતિજ્ઞા સાથે કરવાથી થાય. અહીં (૧) સર્વત્ર ઔચિત્યનું પાલન જીવનમાં ન હોય તો એકલી શુદ્ધ પણ ધર્મની સાધના આત્માના અનાદિના કુસંસ્કારો મિટાવી દેવા સમર્થ નથી બનતી. અનુચિત આજીવિકા, અયોગ્ય વર્તાવ આત્માને કઠોર રાખે છે; આત્મા સાથે એકમેક થતા નથી. જેમ ઘડો, કુંડું, લાડું વગેરે ભિન્ન ભિન્ન આકૃતિના પરિણામ (ઘાટ) કઠણ માટી પર ઉતારી શકાતા નથી, પરંતુ ટીપાઈ ટીપાઈને કૂણી બનેલી માટી ૫૨ Page #77 -------------------------------------------------------------------------- ________________ : ૬૪ : પંચસૂત્ર જ ઉતારી શકાય છે; તેવી રીતે અનુચિત વર્તનથી કઠણ રહેલા આત્મા માટે સમજવું. માટી પર ઘડાની જેમ જ્ઞાન-દર્શન-ચારિત્ર પણ આત્માના પ્રદેશ પ્રદેશ પર ઉતારવાનો પરિણામ છે. તે ત્યારે જ ઉતરે કે, જો આત્મા ઔચિત્યના પાલનથી મુલાયમ બને. એ કેમ ? ઔચિત્ય જાળવવામાં આત્માને વધુ પડતો લોભ, ક્રોધ અહંભાવ, ક્ષુદ્રતા વગેરે તજવા પડે છે, તેથી આત્મા પોચો પડે છે, મુલાયમ બને છે." (૨) સાતત્ય-ભૂતકાળમાં અનંત ભવોમાં મિથ્યાત્વની, અજ્ઞાનની તથા હિંસાદિ પાપોની, અને ઈન્દ્રિયોની અવિરતિની સતત ધારાબદ્ધ પાપપ્રવૃત્તિએ આત્મામાં મિથ્યાત્વ-ભ્રાવ, મૂઢ દશા , અજ્ઞાન અને પાપપ્રવૃત્તિ દઢ કર્યા છે. આને મિટાવવા માટે પ્રતિપક્ષી સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રની નિર્મળ પ્રવૃત્તિ જીવનમાં સતત આચરાવી જોઈએ. શરીરમાં દીર્ધકાળથી ગાઢપણે વ્યાપી ગયેલ રોગને દૂર કરવા જેમ ઔષધનું સેવન સતત કરવું પડે છે, તેવું જ મિથ્યાત્વાદિ ગાઢ સંસાર-રોગને દૂર કરવા સમ્યગ્દર્શનાદિ સતત આચરવા જોઈએ. (૩) સત્કાર, - વળી તે ધર્મસેવન સત્કાર સાથે થાય; અર્થાત હૃદયના આદર-બહુમાન સાથે થવું જોઈએ. જીવે સંસાર-રોગને વધારનાર મોહને ખૂબ આદર સાથે સેવ્યો છે, માટે જ સંસારમાં અનેક કષ્ટ અને ત્રાસ વગેરે અનુભવવા છતાં સંસાર પરનો મોહ, જેમ બહુ માનેલા-સત્કારેલા પુત્ર પરથી મોહ ન ખસે તેમ, ખસતો નથી, અને સંસાર ઉપર ઉદ્વેગ થતો નથી. એ તો મોક્ષ સાધક સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ધર્મ પણ હૃદયના બહુમાન સાથે જે આચરાય તો જ મોક્ષપ્રીતિ વધે, મોહમાયા ઘટે, અને ક્રમે કરીને સંસાર રોગ નાબુદ થાય. વાત સાચી છે કે શેઠની નોકરી સતત સેવવા છતાં નોકર બહુમાન ન ધરાવતો હોય તો તેની કિંમત નથી અંકાતી; સારો લાભ નથી મળતો. અથવા પતીની પતિ પ્રત્યેની ભલે સતત પણ જો સેવા આદર વિનાની હોય, તો એ પતિને જરાય આવર્જી શકતી નથી. તેમ ઘર્મને પણ સતત સેવવા છતાં આદર વિના સેવેલા ધર્મને પણ સતત સેવવા છતાં આદર વિના સેવેલા ધર્મને હૃદયમાં આવર્જી શકાતો નથી, અને હૃદયમાં પ્રતિપક્ષી મિથ્યાત્વ-કષાય વગેરેનું સ્થાન મટીને સમ્યગ્દર્શનાદિ શુદ્ધ ઘર્મ સ્થાન પામી શકતો નથી. (૪) વિધિ - આ ઉપરાંત ધર્મની શ્રવણાદિ સાધનામાં વિધિનું પાલન જરૂરી છે. આદરપૂર્વક અને સતતપણે સેવા કરનારો પુત્ર જો વિધિસર સેવા ન કરે, તો અવિવેકીપણાને લઈને પિતાને તેટલા પ્રમાણમાં આવર્જી શકતો નથી. સેવા વિધિસર જોઈએ. ઔષધ પણ સતત અને બહુશ્રદ્ધાપૂર્વક સેવાવા સાથે તે તે સમય, તે તે અનુપાન, તે તે કુપથ્યનો ત્યાગ વગેરે વિધિપૂર્વક સેવાવું જોઈએ છે; નહિતર તે રોગને ન કાઢી શકે. મોટા રાજાની સરભરા પણ આદર ઉપરાંત વિધિને ય જરૂર Page #78 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર – ૧ : ૬૫ : માગે છે. તેવી જ રીતે ભવરોગને કાઢનાર ઘર્મ- ઔષધનું સેવન શાસ્ત્ર કહેલી વિધિ મુજબ જ થવું જોઈએ. અહીં, ઔચિત્યમાં આજીવિકાનો યોગ્ય વ્યવસાય, ઉચિત લોક વ્યવહારનું પાલન, ઉચિત રહેણીકરણી, ઉચિત ભાષા ભોજન, કુટુંબ-વડિલ-મિત્ર-મંડળ વગેરે સાથે ઉચિત વર્તાવ, આમ બધે જ ઔચિત્ય જોઈએ, સાતત્યમાં દર્શન-જ્ઞાનચારિત્રની તે તે પ્રવૃતિઓ જીવનમાં નિત્ય કે કાળે કાળે પણ નિયમિતપણે સળંગ ચાલવી જોઈએ કે જેથી એના સંસ્કારો પર સંસ્કારો દૃઢ થતા થાય. *આદરમાં તે તે ઘર્મ અને ધર્મી પર, કિંમતી રતના નિધાનની જેમ પ્રીતિ, તેમની વાર્તા પર રાગ, તેમની નિંદાનું અશ્રવણ, નિંદકની દયા, સંસારની બીજી કોઈ પણ વસ્તુ કરતાં તે ધર્મની અધિક કદર, ધર્મ પામવાની અતિ ઉત્કટ આતુરતા, પામવા માટે વિશિષ્ટ ઉદ્યમ, પામતાં સંભ્રમ (અપૂર્વ હર્ષ) અને રોમાંચનો અનુભવ, તથા પામ્યાનો એટલો આનંદ કે પોતાના જીવનને એથી જ મહા ભાગ્યવંત માને, અને તેને કાંઈ બાધ ન આવે તેવી કાળજી રાખે. *વિધિમાં શાસ્ત્ર બતાવેલ છે તે કાળ, સ્થાન, આસન, મુદ્રા, આલંબન, વગેરેનું પાલન; તથા જ્ઞાન-દર્શન-ચારિત્રના આઠ આઠ પ્રકારોના આચારોનું તેમ જ તપ અને વીર્યના આચારોનું આસેવન; વળી આ ધર્મ વિનાના આત્માઓ ઉપર ભાવ દયા; તથા ધર્મ પામેલા પર હૃદયનો સહર્ષ પ્રેમ, ઈત્યાદિ ઈત્યાદિ વસ્તુઓ વિધિમાં ગણાવી શકાય. આ સ્થિતિ ઊભી કરવા, જીવનમાં તે અંગેના અભિગ્રહો (પ્રતિજ્ઞા) લઈને એનું પાલન ખૂબ જ ઉપયોગી થાય. કેમ કે, અભિગ્રહથી ધર્મ સતતપણે જીવનમાં ટકે છે. શુદ્ધ ઘર્મ પૂર્વે કહેલ સમ્યગ્દર્શનાદિરૂપ સમજવો. આવા શુદ્ધ ધર્મની સમ્યક્ર-પ્રાપ્તિ, એટલે કે ભાવથી આત્મામાં તેની સ્પર્શના થવી જોઈએ. તે સ્પર્શના મિથ્યાત્વ-મોહનીય, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અનંતાનુબંધી કષાયો વગેરે પાપકર્મના વિશિષ્ટ નાશથી થાય. વિશિષ્ટ નાશ એટલે કે એવો નાશ કે જેની પછી ફરીથી તે પાપ ઊભું ન થાય, બંધાય નહિ, તે રીતનું દૂરીકરણ. આવા પાપનાશને કરવા માટે 'તથાભવ્યત્વ (સ્વભાવ), 'કાળ, 'નિયતિ (ભવિતવ્યતા), કર્મ (પુણ્ય-પાપ), તથા "પુરષાર્થ, એ પાંચ કારણોનો સમવાય (અનુકુલ સંયોગ) જોઈએ. આમાં તથાભવ્યત્વનો પરિપાક કરવાથી બીજા કારણ અનુકૂળ બની આવે છે. તથાભવ્યત્વનું સ્વરૂપ :- “ભવ્યત્વ' એટલે સામાન્યથી કોઈપણ ભવ્ય જીવની મોક્ષ પામવાની યોગ્યતા; અને ‘તથા ભવ્યત્વ' એટલે વિશિષ્ટ ભવ્યત્વ; તે તે ભવ્ય જીવની મોક્ષ પામવાની વૈયક્તિક યોગ્યતા. ભવ્યત્વથી તથા-ભવ્યત્વને જુદું કહેવાનું Page #79 -------------------------------------------------------------------------- ________________ : ૬૬ : પંચસૂત્ર કારણ એ છે, કે સામાન્યથી સર્વ ભવ્યોમાં ભવ્યત્વ સ્વભાવ સરખો હોવા છતાં મુક્તિ એક સરખી રીતિએ થતી નથી; કિન્તુ જુદા જુદા કાળે, જુદી જુદી સામગ્રી પામીને ભિન્ન ભિન્ન રીતે ધર્મબીજની પ્રાપ્તિ થઈને, બીજની ઉપર અંકુરાદિની ફળ પર્વતના વિકાસની જેમ, મોક્ષ પર્વતના વિકાસથી થાય છે. એ બધી વિચિત્રતા વસ્તુના સ્વભાવની (ભવ્યત્વની) વિચિત્રતા વિના ન બની શકે. જુદી જુદી વ્યક્તિઓનું આ જુદું જુદું ભવ્યત્વ એ જ તે તે વ્યક્તિનું તથાભવ્યત્વ. આ તથાભવ્યત્વ એ સાધ્યવ્યાધિ જેવું છે. રોગ અસાધ્ય હોય તો નાઈલાજ. પણ સાધ્ય હોય તો સાધનોથી એ રોગ પકવીને, અંતે આરોગ્ય થયેથી, રોગ અંત પામે છે. તેમાં તથાભવ્યત્વ પણ ઉપાયોથી પાકી શકે છે, અને અંતે ભાવઆરોગ્ય જે મોક્ષ, તે પ્રાપ્ત થતાં તથાભવ્યત્વ અંત પામે છે. આ તથાભવ્યત્વના પરિપાક માટે સાધનો બતાવે છે. “તમ્સ પુણ..” તથાભવ્યત્વ પકવવાનાં સાધન : (૧) તથાભવ્યત્વનો વિપાક (પરિપાક) કરવાનાં સાધનો ત્રણ છે. પહેલું સાધન શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ અને સર્વજ્ઞભાષિત ધર્મનું સાચું શરણ સ્વીકારવું તે, રોગમાં વૈદ્યની જેમ, એક માત્ર રક્ષણ સ્વીકારવું, તે. જગતનાં બીજાં શરણાં એ ઉપચારથી શરણાં છે, અર્થાત્ કહેવાતાં શરણાં છે, કેમકે તે સ્વીકાર્યા પછી કર્મરોગ સામે ખરું રક્ષણ મળતું નથી. હંમેશની આપત્તિ ટળતી નથી, એટલે ફરી ફરી તે શરણાની અપેક્ષા રહે છે, વળી તેમાં થાપ ખાવાનો સંભવ છે, ને પરિણામે તો અવશ્ય નિરાધાર અને દુઃખદ સ્થિતિ છે જ્યારે આ શરણમાં સાચાં અને સચોટ રક્ષણ છે, એ સર્વ પ્રકારની આપત્તિઓથી બચવનો શ્રેષ્ઠ ઉપાય છે, અને તે પામ્યા પછી કદી ધોખાનો સંભવ નથી. તેમજ પછી ભવિષ્યમાં વારે વારે શરણાં લેવાં પડતાં નથી, કેમકે ક્રમે કરીને આત્મા તેનાથી જરૂર સંસારરોગથી મુક્ત થઈ જાય છે. (૨) તથાભવ્યત્વને પકવવાનું બીજું સાધન દુષ્કતગઈ. આ ભવમાં અને પરભવમાં કરેલા દુષ્કૃત્યોની પશ્ચાતાપપૂર્વક ગુરુ -સાક્ષીએ નિંદા કરવી તે છે. આમાં “તે દુષ્કૃત્યો જરાય કર્તવ્ય નથી, અરે ! અધમ એવા મેં એ કર્યા તે ખોટું કર્યું છે !' તેવી બુદ્ધિ સાથે, “તે મિથ્યા થાઓ' એવી હાર્દિક ભાવના જાગ્રત રહે છે. ગુરુની સાક્ષીએ આ દુષ્કૃત્યોનું યથાસ્થિત નિવેદન, અને “અહો ! આ મેં ખોટું કર્યું' તેવો સ્વહૃદયે પશ્ચાતાપપૂર્વક સ્વીકાર એ રૂપી ગહ, - આ બે પૂર્વે બંધાયેલ કર્મના અનુબંધોને તોડવામાં અપ્રતિહત (સચોટ) શક્તિ ધરાવે છે. કર્મના અનુબંધ એટલે કર્મમાં રહેલી પોતાના ઉદય વખતે નવા કર્મ બંધની પરંપરા ચલાવવાની શક્તિ; એનો નાશ દુકૃતગ્રહ કરે છે. Page #80 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર – ૧ : ૬૭ : (૩) ત્રીજું સાધન સુકતની આસેવના. એટલે કે અરિહંતાદિ આત્માઓની ઉત્તમ પ્રવૃત્તિઓ અને ઉત્તમ ગુણોની અનુમોદનાનું આસેવન. અહીં સુકૃત શબ્દથી અનુમોદન એટલા માટે લીધું કે અનુમોદન જો વિવેકવાળું, એટલે કે દંભ વિનાનું અને વસ્તુની કદર (મૂલ્યાંકન)વાળું હોય, સાથે નિયમિત થતું હોય, તો આત્મામાં અખંડ શુભ અધ્યવસાયને અવશ્ય સાધી આપે છે. જ્યારે, સારી પ્રવૃત્તિને જાતે કરવામાં કે બીજા પાસે કરાવવામાં નિશ્ચિતપણે તેવા ભાવની સિદ્ધિ થાય જ એવું હંમેશાં નથી બનતું. અનુમોદનામાં તો મન-વચન-કાયા ત્રણેનીય પ્રસન્નતા જોઈએ જ; અને તે આત્મામાં મહાન શુભ પરિણતિને જગાડ્યા વિના રહેતી નથી. પુણ્ય કે પાપ ત્રણ રીતે થાય, -સ્વયં કરવાથી, અન્ય પાસે કરાવવાથી, કે જાતે અનુમોદવાથી. આમાં ઉત્તમ (શુભ) અનુષ્ઠાનોની અનુમોદના એ પણ એક પ્રકારનું આસેવન છે, એક પવિત્ર કાર્ય છે. તેથી વિશુદ્ધ ભાવો હૃદયમાં જાગે છે. આ ત્રણે ઉપાયો ઔચિત્ય, સતતપણું, સત્કાર અને વિધિથી સેવાતા ઔષધથી સાધ્ય રોગની જેમ તથાભવ્યત્વનો પરિપાક કરે છે; અને તે પરિપાક થતાં, પાપ કર્મ નાશ પામી શુદ્ધ ધર્મની ભાવથી પ્રાપ્તિ થઈ સંસારનો ઉચ્છેદ થાય છે. જે કારણ થકી આ ત્રણ સાધનોથી અવશ્ય દુઃખમય, દુઃખફલક, અને દુઃખાનુબંધી સંસારના નાશરૂપ પ્રસ્તુત તત્ત્વની સિદ્ધિ થાય છે, એટલા જ માટે મોક્ષાર્થી ભવ્ય જીવે એ સચોટ ઉપાયોનું સેવન હંમેશા કરવું જોઈએ. તે પણ પ્રશસ્ત પ્રણિધાન, એકાગ્રતા, ભાવવિશુદ્ધિ અને કર્તવ્યના નિશ્ચય સાથે કરવું જોઈએ. અહીં કાળનો વિચાર નથી, કિંતુ જ્યારે જ્યારે એ કરાય ત્યારે ત્યારે સુંદર પ્રણિધાન સાથે કરવું જોઈએ, કેમકે કાર્ય-સિદ્ધિમાં પ્રણિધાન એ સાધનાનું પ્રધાન અંગ છે. કહ્યું છે કે પ્રણિધાનથી કરેલું કર્મ ઉત્કટ વિપાકવાળું માન્યું છે, કેમકે એમાં અવશ્ય અનુબંધ પડે છે, અને એથી આગળ પ્રવૃત્તિ વગેરે યોગો સિદ્ધિ સુધી પહોંચાડે છે. ષોડશકશાસ્ત્રમાં સાધક માટે પ્રણિધાન-પ્રવૃત્તિ- વિજય- સિદ્ધિ એ ક્રમ બતાવ્યો છે, તે પ્રણિધાનની અતિ આવશ્યકતા સૂચવે છે. * શાલિભદ્રના જીવે પૂર્વભવમાં થોડું પણ દાન કર્યું, ને ગુરુનો સત્કાર કર્યો, તેમાં ને અંતકાળેય ગુરુનું અને ત્યાગધર્મનું જબરું શરણ કર્યું, આ બધું એવા પ્રણિધાનથી કર્યું કે પરભવે રોજની અમૂલ્ય નવાણું દેવતાઈ પેટી ઉપરાંત એનોય ત્યાગ અને પ્રભુનું શરણ મળ્યાં ! હવે ધ્યાનમાં રાખવું, કે જો તીવ્ર સંક્લેશ એટલે કે તીવ્ર રાગદ્વેષનો અનુભવ થઈ આત્માને અતિ હર્ષ-ઉદ્વેગ, રતિ-અરતિ, મદ-તૃષ્ણા વગેરે થતા હોય તો આ ત્રણ ઉપાયનું સેવન વારંવાર કરવું જોઈએ. બાકી સંકલેશ ન હોય અને સ્વસ્થતાએ કાળ પસાર થતો હોય, ત્યારે પણ રોજ સંધ્યાએ તો આ ત્રણ સાધન અવશ્ય સેવવાં જોઈએ. Page #81 -------------------------------------------------------------------------- ________________ : ૬૮ : પંચસૂત્ર આમાં પહેલો ઉપાય ‘ચાર શરણાં' કેવી રીતે સ્વીકારવા તે બતાવે છે. અહિ એ ખાસ સમજવાનું છે કે આ જીવે આમ તો ચાર શરણાં સ્વીકારવાનો દેખાવ ઘણી વખત કર્યો હશે. કેમકે, શાસ્ત્ર જ્યારે કહે છે કે આ જીવે અનંતીવાર ધાર્મિક દ્રવ્ય-ક્રિયાઓ કરી. તો પછી એમાં ચારિત્ર જેવી કષ્ટમય જીવનચર્યાએ પહોંચેલા જીવે શું ચાર શરણાં સ્વીકારવાની ક્રિયા નહિ કરી હોય ? કરી હશે, છતાં પાપપ્રતિઘાત થયો નહિ. એ સૂચવે છે કે સાચો શરણ- સ્વીકાર જ કર્યો નથી. આપણે સામાન્યથી એમ કહીએ કે ‘મારે અરિહંતનું શરણ છે, સિદ્ધનું શરણ છે', એટલા માત્રથી ઉપાયભૂત શરણાંનો સાચો સ્વીકાર થતો નથી. ત્યારે એમાં શું કરવાનું બાકી રહે છે કે જેથી આપણે ભાવથી શરણ સ્વીકાર્યાં એમ કહી શકાય ? ગ્રંથકાર જે અરિહંત પરમાત્માદિ ચારનું શરણું આપણી પાસે સ્વીકારવાવા ઈચ્છે છે, ત્યાં પોતે તે અરિહંતદેવ અને સિદ્ધ ભગવાન વગેરેનાં અમુક અમુક ચોક્કસ વિશેષણો કહે છે, અને આપણે તે તે વિશેષણોની શ્રદ્ધા સાથે શરણું કરવું જોઈએ, એ સૂચિત થાય છે. હવે જો શરણું સ્વીકારવાની અભિલાષાવાળો તે તે વિશેષણોની જ્વલંત શ્રદ્ધા નહિ કરે તો સાચું શરણું નહિ થાય. તે તે વિશેષણો એમનામાં યથાસ્થિત છે એવું શ્રદ્ધાથી ત્યારે માન્યું ગણાય કે જો એમનાથી અન્ય કોઈમાં તે વિશેષણો ઘટે એવા નથી, બલ્કે તેથી વિપરીત સ્થિતિ છે, એવું હ્રદયે સચોટ વસી જાય. તાત્પર્ય એ છે કે જેમનું શરણું સ્વીકારીએ છીએ, તેમનામાં મુખ્યપણે તે ગુણો માનવા જોઈએ, અને અન્યમાં તે ગુણો નથી બલ્કે પાપવર્ધક વિપરીત દોષો છે, એ પણ હૃદયના ઉંડાણમાં ઠસેલું હોવું જોઈએ. આમ કરવાથી સાચી રીતિએ તે તે ગુણોથી નિષ્પન્ન શ્રી અરિહંત દેવ વગેરે જ સાચું શરણું આપનારા લાગશે; અને જીવ પણ એક માત્ર તેમનું જ શરણું સ્વીકારશે. એટલું જ નહિ, પણ આવું શરણ પામવાથી પોતાની જાતને મહા ભાગ્યશાળી સમજશે. પોતે આ શરણારૂપી રતનું મહાનિધાન પામ્યો, એનું એને ગૌરવ રહેશે. એની આગળ કોઈ સાંસારિક અનુકૂળતા ઓછી પણ મળી હશે તેને બહુ વિસાતમાં નહિ ગણે, ને તેથી એને ઓછું નહિ લાગે. શરણું પામ્યાથી એને સઘળું મલ્યું એમ લાગશે; સાથે હૃદયમાં ખાતરી થતી જશે કે હવે મારે સંસારમાં દીર્ધ ભ્રમણ હોય જ નહિ, પણ જલ્દીથી મુક્તિ પ્રાપ્ત થવી જ જોઈએ. આ વસ્તુ હૃદયમાં સ્પર્શે એટલે શું થયું ? કહો કે એણે ભવચિ અને મિથ્યાત્વ જેવા આશ્રવો કે જે અશુભ કર્મના અનુબંધ કરાવનારા છે, તેને ત્યજી દીધા. એ આશ્રવો એજ પાપ. એનો નાશ એ પાપપ્રતિઘાત થયો. એટલે ગુણોના બીજનું આધાન થતાં શી વાર ? અરિહંતદેવ આદિના શરણનો સ્વીકાર આત્માને કેટલો મસ્ત રાખી પાપપ્રતિઘાતાદિ કરવામાં અતિ ઉપયોગી બને છે, એ આપણને સુલસા શ્રાવિકાના એક પ્રસંગમાં જોવા મળે છે. Page #82 -------------------------------------------------------------------------- ________________ સત્ર - 1 [: ૬૯ : * તુલસા શ્રાવિકાનો શરણ સ્વીકાર :- વિશ્વહિતકારી મહાવીર પ્રભુને અંબડ પરિવ્રાજક સુલસાના ગામ જતાં પૂછે છે,- “પ્રભુ ! કાંઈ આજ્ઞા ?' ત્યારે પ્રભુ કહે છે ! ત્યાં સુલસીશ્રાવિકાને ધર્મના ખબર પૂછજો.” આ સંભળી અંબડના મનમાં આશ્ચર્ય થયું કે “આખા નગરમાં પ્રભુને એક બાઈ તુલસા જ ભક્ત જડી ? ત્યારે એનો ધર્મરાગ કેવોક હશે ? મારે એનું પારખું કરવું જોઈએ.” અંબડે ત્યાં જઈ સુલતાના ઘરે પરિવ્રાજકના જ વેશે પ્રવેશ કર્યો. સુલતાએ વેશ પરથી કોઈ મિથ્યાદ્રષ્ટિ કુગુરુ સમજી એનો આદર ન કર્યો. અરે ! સામું પણ જોયું નહિ. એના મનને નિશ્ચિત હતું કે “મારે અરિહંત અને નિગ્રંથમુનિનું શરણ છે એ પુરતું જ છે, એ જ તારણહાર છે, સંસારભય નિવારક છે. પછી મારે કુદેવ-કુગુરુની શી આશ કે એમનું સન્માન કરૂં ? રાગ-દ્વેષી દેવ અને આત્યંતર મમતાદિની પ્રન્થિવાળા ગુરુનાં પોકળ શરણાં શા ધરવાં ? એથી મારું સમ્યક્તરત મેલું થાય કે જાય.' અંબડે જોયું છે તો પાકી ! છતાં વિશેષ પારખું કરું' એ હતો વિદ્યાવાળો તે એણે ક્રમશઃ નગરનાં એકેક દરવાજા બહાર ઠાઠથી બ્રહ્મા-મહેશ-વિષ્ણુ અને ર૫ મા તીર્થકરનાં રૂપ વિકવ્ય દરેક પ્રસંગે આખું નગર જોવા ઉલટું, લોકમાં ચોમેર વાહ ! ભગવાન સાક્ષાત્ પધાર્યા ! અહો ! અહો !' થઈ રહ્યું, હર્ષઘેલી પાડોશણો સુલતાને લઈ જવા ઘણુંય નથી પરંતુ વીરમગ્ન સુલતાને એ જોવાનો કોઈજ ઉમળકો જ નહિ, તે એ ન જ ગઈ ! એને મન એક અરિહંતનું જ શરણ એટલું દૃઢ ચોક્કસ છે કે “મારા એક નાથ અરિહંત મહાવીરના આંતર દર્શનમાંથી પરવારે તો બીજા હાલતુ-ફાલતુને જોવા જાઉં ને? ને બીજામાં જોવા જેવું છે પણ શું? સકલ કલ્યાણનું એક કારણ માત્ર અરિહંત દેવ છે. અનંત જ્ઞાન અનંત સુખભર્યા સર્વ સિદ્ધ એમની ઉપાસનાથી જ થયા છે. એમના જ શાસનને સાધુ મહાત્માઓ આરાધે છે. એમણે ભાખેલો ધર્મ જ શ્રેષ્ઠ મંગળ છે. મારે તો એ અરિહંત-સિદ્ધ-સાધુ-આહંતધર્મ જ શરણ હો.' બસ, એમાં કાંઈ અધુરૂં એને લાગતું જ નથી કે જે પૂરવા બીજે મન લઈ જવું પડે. બીજી આતુરતા પણ કરવામાં એ સમ્યગ્દર્શન મેલું થવાનું દેખે છે, પછી એ જોવાનું જાણવાની વાતેય શી ? અંબડે આને એકેય દરવાજે જોઈ નહિ, સમજી ગયો કે પ્રભુએ કાંઈ કાચી પોચીને ખબર નથી પૂછાવી. એના મનને થયું કે “ખરેખર ! આમાં તો પ્રભુએ મારા સમ્યક્તને વિશેષ નિર્મળ કરવા માટે જ મારા દ્વારા આ સુલતાને ખબર પૂછાવી લાગે છે. અહો ! પ્રભુનો કેવો મહાન ઉપકાર !' Page #83 -------------------------------------------------------------------------- ________________ : ૭ : પંચસૂત્ર બસ, અંબડ હવે શ્રાવકનો વેશ સજી કપાળમાં તિલક સાથે સુલસાને આંગણે જઈ ઊભો. સુલસા શ્રાવકને જોઈ તરત જ સામે ગઈ. ‘પધારો, પધારો' કરી ઘરમાં લાવી બેસાડે છે. કહે છે -‘ધન્ય ભાગ્ય ! અમારા જેવા ટંકનું ઘર પાવન કીધું !' પાણી વગેરે ઘરે છે. પૂછે છે ‘આપનું શુભ નામ ? ક્યા નગરના વાસી ? અહીં પધાર્યા છો તો અમારા સરખી શી આજ્ઞા છે ?' અંબડ કહે ‘હું તમારા પર પ્રભુ શ્રી મહાવીરદેવનો સંદેશો લાવ્યો છું.' એટલું સાંભળતાં તો સુલસા રોમાંચ અનુભવે છે ! ગળગળી થઈ કહે છે ‘હૈ' ! મારા ધર્મ ઉપગા૨ી વીર પ્રભુનો મને સંદેશો ? અહાહા ! કહો, જલ્દી, કહો મારા જેવી રાંકડીને પ્રભુએ શું ફરમાવ્યું છે ?' અંબડ કહે છે કે ‘અહીં આવતો હતો ત્યારે પ્રભુને મેં કામકાજ પૂછ્યું; પ્રભુએ શ્રીમુખે મને કહ્યું -‘ત્યાં સુલસાને અમારા વતી ધર્મખબર પૂછજો !' બસ, એટલું સાંભળતાં તો સુલસા પાણી પાણી થઈ ગઈ ! ઝટ ઊભી થઈને પ્રભુ જે દિશામાં વિચરતા હતા તે દિશામાં પોતે પ્રભુને મનમાં લાવી વારંવાર પંચાંગ પ્રણિપાત વંદના કરે છે, અને બોલી ઊઠે છે કે ‘પ્રભુ ! પ્રભુ ! આ તો આપની કેટલી બધી દયા કે પાપઘરમાં બેઠેલી મને યાદ કરી ? આપે મારી ખબર પૂછાવી ? મારી શી લાયકાત ? વિષયકષાયના કીચડમાં ખૂંચેલી મારા પર આટલી બધી કરુણા !' બોલતાં બોલતાં એની આંખે પ્રભુના અનહદ ઉપકારના ઝળઝળિયાં આવી ગયા ! રડતી રડતી કહે છે ‘મારા નાથ ! તમે ચિરંજીવો. અહો, તમારે મોટા મોટા ગણઘર મહારાજા ને ઈંદ્ર જેવા સેવક ! કેવા એ સુયોગ્ય ! અને ક્યાં પાપ ભરેલ હું ? પ્રભુ ! હવે તો ઠેઠ સુધી દયા કરજો કે જેથી સંયમ-તપધ્યાનમાં ચડી જઈ આપના જ એક આધારે ભવપાર કરી જાઉં.' અંબડ આ જોતાં પાણી પાણી થઈ ગયો ! આંખે આંસુ સાથે કહે છે, ‘સુલસા ! ધન્ય છે તમારા જીવનને કે આટલી જ્વલંત શ્રદ્ધા ભગવાન મહાવીર પ્રભુ પર રાખો છો ! અને જગતમાં એ જ સારભૂત માની બીજી કોઈ જ આશંસા આતુરતા તમારા મનમાં ઊઠતી-કરતી નથી ! સંસારમાં બેઠા છો છતાં પ્રભુને તમારૂં આ આત્મસમર્પણ ખરેખર આશ્ચર્યકારક છે ! એને મારા ક્રોડ ક્રોડ વંદન છે !' બસ એમ કહીને અંબડ પોતાના સમ્યક્ત્વને નિર્મળ કરતો ત્યાંથી ચાલી નીકળ્યો. અરિહંતનું શરણ આ, કે એજ નાથ તારણહાર લાગે, સકળસુખનું બીજ લાગે, એ જ સર્વ ભયોથી મુકાવનાર લાગે. એજ દર્શનીય, વંદનીય અને સેવનીય લાગે. મન કહે કે ‘જગતમાં અરિહંતથી વધીને જોવા લાયક કોઈ ચીજ નથી, વંદન કરવા યોગ્ય કોઈ દેવ નથી, સ્તુતિ, ગુણગાન અને સેવા કરવા યોગ્ય અરિહંતની તોલે કોઈ વિભૂતિ નથી, એમનું શરણ સ્વીકાર્યાથી હૈયાને ભારે હુંફ હોય કે હવે સર્વ Page #84 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર – ૧ : ૭૧ : ભયો ગયા ! હવે તો એમનામાં ભળી જાઉં, જીવન એમના સંપૂર્ણ આદેશમય કરી દઉં ! બસ, હવે તો સંસારથી આમ છૂટી જાઉં !' શરણ સ્વીકારની ચાવી :- અહીં એક વસ્તુ એ ધ્યાનમાં રહે કે શરણનો સ્વીકાર આ રીતે થાય. દા.ત. જંગલમાં ખૂબ ધન લઈને કોઈ માણસ ચાલ્યો જતો હોય, એમાં એની પાછળ જો ખૂની લૂંટારાઓ પડે તો ત્યારે એ કેટલા બધા ભયથી દોડતો હોય છે ? હવે તે વખતે જો સામેથી કોઈ શસ્ત્રધારી પાકા રક્ષકો મળી જાય તો કેટલા વિશ્વાસ ને કેટલી બધી તીવ્ર આજીજીથી એમનું શરણું માગે ? પેલાઓ કહે કે તું “ફીકર ન કરીશ. કોની તાકાત છે કે તને કાંઈ હાની કરી શકે ?” એમ જો આશ્વાસન મળે છે તો આનાં મન પર પેલાઓના શરણ-સ્વીકારનો કેવો ગદ્ગદ્દભાવ આવી જાય છે ? ગદ્ગદ દિલથી કેવું એમનું શરણું સ્વીકારે છે ? એવી રીતે આપણને લાગવું જોઈએ કે “આ સંસાર અટવીમાં કર્મ અને કષાયોરૂપી લૂંટારાઓથી આપણે પીછો પકડાયેલા છીએ. એમાં અનંત આત્મ-ઘનનાશ અને જન્મ-મરણની પરંપરા નક્કી છે. આ સ્થિતિમાં જ્યારે આપણને ચોક્કસરૂપે બચાવી શકનાર અરિહંતાદિ ચારની જો પ્રાપ્તિ થઈ છે, તો પછી આપણે અવશ્ય એમના શરણે જઈએ, પ્રાર્થના કરીએ, કે “હે અરિહંત-સિદ્ધ-સાધુ અને ધર્મ ! મારે કેવળ આપનું જ શરણું છે. બીજો કોઈ મારે આધાર નથી, કોઈ જ મારો રક્ષણહાર-તારણહાર નથી, બેલી નથી, નાય નથી, આપ જ મારે ત્રાણ-શરણનાથ છો.” હૃદયમાં કર્મ અને કષાયના તીવ્ર ભય સાથે આ શરણું સ્વીકારવામાં આવે, અર્થાત્ “અરિહંતા મે શરણ” એ શરણું બોલતાં જ,(૧) એક બાજુ કર્મ- કષાયની ભયંકર જુલ્મઝડીનો ત્રાસ અનુભવાય, (૨) બીજી બાજુ અરિહંતાદિ ચારનું એમાંથી બચાવવાનું અકાટ્ય સામર્થ્ય સમજાય, અને (૩) એ બચાવની આપણે માટે અત્યંત આવશ્યકતાનો ખ્યાલ આવે. આમ કર્મ-કષાયનો ભય અને એથી મુક્ત કરનાર અરિહંતાદિ ચાર પ્રત્યે રક્ષણની તીવ્ર શ્રદ્ધા અને ગરજ, એ ત્રણ ભેગા થઈને સાચો શરણનો ભાવ ઉભો થાય. • • શરણ-સ્વીકારનો ઉચ્ચ ભાવ લાવવા માટે અહીં એક વસ્તુ સમજવા જેવી છે કે મરણ-શવ્યાએ પડેલો માણસ કેટલા બધા ગદ્ગદ અને કકળતા હૃદયે અરિહંતાદિનું શરણું સ્વીકારે છે ? એનું કારણ, “પોતાના માનેલા બધાં જ સગાંસ્નેહી અને કાયા સુધીની પોતાની બધી માલમિલ્કત વગેરે કોઈજ પોતાને રક્ષણ આપી શકતા નથી,'એ નજરોનજર દેખાય છે. પોતાને હવે તરતમાં પરલોકમાં જવાનું છે, એ હકીકત મન સામે તરવરી રહી છે. વળી જીવનભર આચરેલા પાપો પર દિલ કકળતું છે. આ પરિસ્થિતિમાં દેખાય છે કે પરલોકમાં રક્ષણ આપી શકે તો તે માત્ર અરિહંતાદિ ચાર Page #85 -------------------------------------------------------------------------- ________________ : ૭૨ : પંચસૂત્ર છે. બસ, તો પછી આવા અંતકાળે સ્વીકારાતાં શરણની જેમ જ ચાલુ જીવનમાં પણ એ પરિસ્થિતિ મનમાં લાવી, દા.ત., “કોને ખબર પછીની જ ઘડીએ હું જીવંત હોઈશ કેમ ?' એમ સમજીને, એજ પ્રમાણે ગદ્ગદભાવ વગેરે સાથે શરણ સ્વીકારવાં જોઈએ. ___ सूत्र : जावजीवं मे भगवंतो परम तिलोगनाहा अणुत्तरपुण्णसंभारा, खीणरागदोसमोहा, अचिंतचिंतामणी, भवजलहिपोआ, एगंतसरणा, अरहंता અર્થ :- જીવનભર મારે ભગવાન પરમ ત્રિલોકનાથ, ઉત્કૃષ્ટ પુણ્ય સમૂહવાળા, રાગ-દ્વેષ-મોહનો ક્ષય કરી ચુકેલા, અચિંત્યચિંતામણિ, ભવસાગરમાં જહાજ, એકાંત શરણ કરવા યોગ્ય અરિહંત દેવો શરણ છે. વિવેચન :- (૧) હવે અહીં અરિહંત ભગવાનનું શરણ સ્વીકારવામાં આવે છે. જાવજજીવ મે ...' એ પાઠમાં અરિહંત પ્રભુના વિશિષ્ટ વિશેષણો છે. તેના તેના દ્વારા તે તે રીતે એમના પ્રત્યે સચોટ શ્રદ્ધા અને અતિશય આદરવાળા બનવાનું છે, એ ભૂલવાનું નથી; તો જ એ શરણ સ્વીકાર્યું સફળ થાય. “જીવનભર આર્યન્ત ભગવંતો મારે શરણ હો' આ એક જાતની પ્રતિજ્ઞા જેવું છે. જો માત્ર સામાન્ય ભાવનારૂપ અભિલાષા હોત, તો તો તે તો આગળ ભવાંતર માટે પણ કરી શકત; પરંતુ માવજજીવની મર્યાદા ન બંધાત. મર્યાદા બાંધી છે તે ભવાન્તરમાં અજ્ઞાનતાએ કદાચ એનો ભંગ ન થઈ જાય એ હેતુએ; અને ભંગનો ભય પ્રતિજ્ઞામાં હોવાનું ગણાય, પણ અભિલાષામાં નહિ. એટલે શરણ સ્વીકારનારે ધ્યાનમાં એ રાખવાનું કે આ શરણ આ જીવનના અંત સુધી રહે. હવે એમનું શરણ મૂકાય નહિ. અને બીજાનું શરણ સ્વીકારાય નહિ. અહીં “અરુહંત' એટલે જેમનામાં કર્મનો અંકુર નથી ઉગતો તે. “અરહંત' એટલે રહ -રહસ્ય વિનાના અર્થાત જેમને જગતની ત્રણે કાળની કોઈ વાત ગુપ્ત નથી તે. “અરિહંત' એટલે અષ્ટ પ્રાતિહાર્યની ઋદ્ધિને જે અર્પે છે, યોગ્ય છે. તે “ભગવંત' એટલે ભગ અર્થાત્ પરમ ઐશ્વર્યા-રૂપ-યશ-જ્ઞાન-ધર્મવાળા. એ “પરમત્રિલોકનાથ' છે. દુન્યવી (લૌકિક) નાથ કદાચ આ લોકના કેટલાય ભયમાંથી બચાવે; જ્યારે આ ત્રણે લોકના શ્રેષ્ઠ લોકોત્તર નાથ દુર્ગતિના ભયથી બચાવે છે, ભાવી દીર્ઘ સંસારથી બચાવે છે, જુગજુગની જન્મ-જરા મૃત્યુની જટિલ જંજાળમાંથી સંરક્ષે છે. આ વિશેષણની શ્રદ્ધા મનાવે છે કે “હું નાથ તો અહંતને જ માનું. હજી જગતમાં કોઈ કરોડોની ઋદ્ધિ આપી દરિદ્રતાથી બચાવે, ઔષધ આપી મહા રોગથી બચાવે, સહારો આપી નિરાધારતાથી બચાવે, સેવા કરી અગવડથી Page #86 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર – ૧ : ૭૩ : બચાવે, રક્ષણ આપી ચોર-ડાકુથી બચાવે, પણ તેથી શું બહુ રીઝવાનું? એથી કાંઈ જરા કે મરણનો ભય ટળ્યો? ફરી નવાં જન્મ મરણાદિ દુઃખ ટળ્યાં? દુર્ગતિને તાળાં લાગ્યાં ? ભવિષ્યના કારમા રોગ, દુઃખદારિદ્ર-દૌભંગ્યાદિ દૂર થયાં ? ના, એ કરવાની તાકાત તો મારા અચિંત્ય પ્રભાવી અરિહંત દેવાધિદેવમાં જ છે. ક્યાં સમર્થ ત્રિલોકનાથ ! અને ક્યાં આ સ્વય અનાથ !'' કમઠના કાષ્ઠમાંથી પાર્શ્વપ્રભુએ બળતા સાપને બહાર કઢાવ્યો, નવકારમંત્ર અપાવ્યો, સાપે પણ પ્રભુનું શરણ લીધું, તો મરીને ધરણેદ્ર થયો ! દુર્ગતિ ટળી. અરિહંત વિના આ કોણ કરત? પાપી સાપ તે ધરણંદ્ર થાય ? અનુત્તર-પુણ્ય-સંભારા: - એ પ્રભુ સર્વ પુણ્યોમાં શ્રેષ્ઠ પુણ્ય જે તીર્થંકર નામકર્મ, તે અને શ્રેષ્ઠ યશ-સૌભાગ્ય-આદેયતાદિના પુણ્યના પ્રભારવાળા છે. એના અદ્ભુત યોગે, એ માતાના ગર્ભમાં આવે ત્યારથી, ઈદ્રોના અચળ સિંહાસનો ઘૂજી ઉઠે ! જન્મકાળે ૫૬ દિફકુમારીઓ દુલરાવ અને ૬૪ ઈદ્રો દેવો સાથે પ્રભુના જન્માભિષેક ઉજવે ! જન્મથીજ રોગ-મેલ પરસેવા વિનાની કંચન જેવી કાયા, સુગંધી શ્વાસોશ્વાસ, અદ્રશ્ય આહારાદિવિધિ, ગાયના દૂધ જેવું રૂધિર, અને અબિભત્સ માંસ, આ અતિશયવાળા ! કેવળજ્ઞાન પછી અપૂર્વ અષ્ટ પ્રાતિહાર્ય, સમવસરણ, ને ચાલતાં પગ નીચે સુવર્ણકમળની ઋદ્ધિવાળા ! તેમજ અનેક દેવેન્દ્રો-નરેંદ્રોથી સેવાતા તથા કુલ ચોત્રીસ અને વાણીના પાંત્રીશ અતિશયવાળા એ પ્રભુ બને છે ! જગતનાં બીજાં પુણ્ય આ પુણ્ય આગળ શી વિસાતમાં ? ભરત ચક્રવર્તીનો પુત્ર મરીચિ ઋષભદેવ પ્રભુનું દેવતાઈ ચાંદી-સોના-રતમય સમવસરણની અલૌકિક સમૃદ્ધિ પુણ્ય જોઈ આ વિચારમાં ચો, તો એને જગતના પુણ્ય પર વૈરાગ્ય થઈ ગયો, અને એણે ત્યાં જ પ્રભુ પાસે દીક્ષા લીધી ! ભવોના અંતે એ જ મહાવીર પ્રભુ થયા. એવા પ્રભુને હૃદયથી એકાંત શરણે જવામાં આપણે પણ પ્રભુ બની શકીએ છીએ, એ આ પુણ્યની વિશિષ્ટતા છે. તો બીજા પુણ્યનાં સ્વાગત સન્માન કે ગીતગાન યા ઈચ્છા ય હવે શા સારુ મને ખપે ? ઓહો ! કેવા ઉત્તમ પુણ્યને ધરાવતા દેવાધિદેવની પ્રાપ્તિ મને થઈ ! આ પુણ્ય જોઈ જગતમાં બીજે આકર્ષવા કે ઈચ્છવા જેવું છે જ શું ? જીવનમાં મારે તો આ પુણ્યવંતા અરિહંત જ નાથ હો,' આ શ્રદ્ધા જોઈએ. - “ક્ષીણરાગદ્વેષમોહા' : વળી રાગ, દ્વેષ અને મોહ, અર્થાત્ ઈષ્ટ પ્રત્યે આસક્તિ, અનિષ્ટ પ્રત્યે અરુચિ અને અજ્ઞાન- મૂઢતા. મિથ્યાજ્ઞાન જેમના અત્યંત ક્ષીણ થઈ ગયા છે, એવા તે પ્રભુનું મારે શરણ હો. મારા પ્રભુ ભક્તો પરના લેશમાત્ર પણ રાગવાળા કે શત્રુ પરના કેષવાળા નહિ. વીર પ્રભુએ મહાભક્ત ગૌતમ પર રાગ ન Page #87 -------------------------------------------------------------------------- ________________ : ૭૪ : પંચસૂત્ર કર્યો. તેજોલેગ્યા મૂકનાર ગૌશાળા પર દ્વેષ ન કર્યો; તેમજ એમનું કોઈ પણ કથન મૂઢતા- અજ્ઞાનતાભર્યું નહિ; કેમકે એ વીતરાગ સર્વજ્ઞ છે. એવા બીજા કોઈ દેવ નહિ, માનવ નહિ, એ તો એ જ.' એવા નાથને શરણે જવામાં સમ્યજ્ઞાન વૈરાગ્યાદિની જરૂર પ્રાપ્તિ થાય. એ માટે જ એમનું શરણ કરવાનું હોય. એ પ્રભુ વળી કેવા ? અચિંત્ય-ચિંતામણિ' સ્વરૂપ છે. અચિંત્ય કેમ કહ્યું ? એટલા માટે કે ચિંતામણિ તો આપણે ધાર્યા મુજબનું ફળ આપે અને તે પણ લૌકિક, અર્થાત્ આ લોક પૂરતું જ ફળ; જ્યારે પરમાત્મા તો ધારણાથી પણ પર (ઉત્કૃષ્ટ) એવા અકથ્ય અનંતસુખમય મોક્ષ પર્વતના ફળોને આપનારા છે આવા અચિંત્ય ચિંતામણિ રૂપ પ્રભુને પ્રાપ્ત કર્યા પછી હવે મારે શી ન્યૂનતા છે કે હું દુન્યવી કોઈ આપત્તિના પ્રસંગમાં ઓછું માનું અને દુઃખી થાઉ?” વળી ‘ભવજલધિપોતા' : ભગવાન સંસારથી પાર ઉતારનારા હોવાથી ભવસાગરમાં જહાજ સમાન છે. એમના શરણે રહેલો હું જરૂર ભવસાગરને તરવા મથીશ એવા મારા કોડ છે.” ભવ એટલે ચતુર્ગતિરૂપ સંસાર; તેમ વિષય અને કષાયો, ને અનાદિની સંજ્ઞાઓ વગેરે પણ ભવ છે. એ બધાથી જીવને એ છોડાવે છે. ‘એગંતસરણા' : ભગવાન અરિહંત-દેવો જ એકાંતે શરણ કરવા યોગ્ય છે, કેમકે ભેદભાવ વિના પોતાના અપરાધી કે નિરપરાધી સર્વે આશ્રિતોનું હિત કરનારા છે, અને તે પણ આશ્રિતના સર્વ હિતના કરનારા છે. એમના જેવા સર્વ-કલ્યાણ કરવાનો મહાન ઉપકાર બીજો કોણ કરી શકે એમ છે ? જગતના પૃથ્વીકાય અપ્લાય આદિ એકેન્દ્રિય જીવ સુધીના જીવોની ઓળખ અને દવા કરવાનું તીર્થકર ભગવાને શિખવાડીને ભવ્ય જીવોને એ જીવોની રક્ષા કરતા કર્યા. એટલું એ ઝીણા જીવોનું પણ હિત કરવાનું બીજા કોણે કર્યું છે ? અને જો બીજો કોઈ તેવો નથી, તો એવા બીજાઓનું શરણું પણ હૃદયમાં કેમ રખાય ? રાખવાની જરૂર શી ? માટે, “અરહંતા સરણ' અર્થાત અશોક વૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ .... વગેરે અષ્ટમહાપ્રાતિહાર્યરૂપી પૂજાને લાયક એવા અહેતુ ભગવંતો મારે જાવજજીવ શરણ છે, આશ્રય છે; એમનો જ મારે આધાર છે. જગતના કહેવાતા, કલ્પિત કે નામના શરણ પર મને શ્રદ્ધા નથી. તથા તેવા નામના શરણભૂત શેઠ, મિત્રો, કુટુંબ, ધન, સત્તા વિગેરેમાંનું કોઈ પણ અવસરે મને સહાય ન કરે તો પણ હું દુઃખી ન થાઉં, ચિંતા ન કરૂં, કેમકે હું જાણું છું કે એ કોઈ પણ સાચા શરણ જ નથી. મેં તો એક માત્ર દેવાધિદેવને સાચા. અનન્ય શરણ તરીકે ધાર્યા છે, અને ત્યાં સુધી મને કોઈ Page #88 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર – ૧ : ૭૫ : ભય કે આપત્તિ નથી. પૂર્વના તીવ્ર કર્મના ઉદયે કદાચ પ્રતિકુળતા આવશે તો પણ, નાથના શરણના પ્રતાપે, તે અંત પામવા માટે જ બનશે; અર્થાતુ એમાંથી હવે નવા કર્મનો ફણગો નહિ ફૂટે, કર્મની ધારા અટકી જશે, અને દુ:ખનો સદાને માટે અભાવ થશે.” * શ્રીપાલ કુમારને કેટલીય આપત્તિ આવતી ગઈ ! ધવલશેઠના પ્રપંચે દરિયામાં પટાકાવાનું ય આવ્યું ! તો પણ એને મન તો એક અરિહંતાદિ નવપદનું જ શરણ ! જેના પ્રભાવે મગરમચ્છ તરાપાની માફક પીઠ પર લઈ એવા થાણા બંદરે ઉતાર્યા કે જ્યાં રાજકન્યાના પતિ તરીકે શ્રીપાલને લેવા માટે રાજાના માણસો આવી લાગ્યા ! શ્રીપાલ આ શરણના પ્રતાપે નવ ભવની સમૃદ્ધિ જોવા પર મોક્ષની અનંત સમૃદ્ધિને વરવાના છે. सूत्र : तहा पहीणजरामरणा, अवेअकम्मकलंका, पणट्ठवावाहा, केवलनाणदंसणा, सिद्धिपुरनिवासी, निरुवमसुहसंगया, सव्वहा कयकिच्चा, સિદ્ધાસરો અર્થ :- તથા જરા-મરણ રહિત, કર્મ-કલંકથી મુક્ત, પીડા નષ્ટ થઈ ગઈ છે જેમને એવા, કેવળજ્ઞાન-દર્શનવાળા, સિદ્ધિનગરીના વાસી, અનુપમ સુખસંપન્ન, સર્વથાકૃતકૃત્ય સિદ્ધ ભગવાન મારે શરણ છે. (૨) સિદ્ધશરણ :- હવે શ્રી અતુ પ્રભુની જેમ શ્રી સિદ્ધ ભગવાનનું શરણ સ્વીકારું છું. તે સિદ્ધ ભગવાન કેવા છે ? “પહણજરામરણા” અર્થાત્ જેમને જન્મ વગેરે બીજ જ નહિ હોવાથી, જરા (વૃદ્ધાવસ્થા) અને મરણ રૂપી અંકુર પણ એમના અત્યંત ક્ષીણ થઈ ગયા છે, કે જેથી એ જન્મમરણ કરી કદીએ જીવને સ્પર્શી શકે નહિ. એટલે, સદાને માટે અક્ષય સ્થિતિવાળા શ્રી સિદ્ધો બન્યા છે. અહો ! આ કેવી સુંદર અવસ્થા ! આ વિચિત્ર વિશ્વની રંગભૂમિ પર વિદૂષક (ભવૈયા) ની જેમ નવનવી ગતિના વેશમાં જન્મવું, પુદ્ગલના લોચા લેવા, શરીરાદિના ઘાટ બનાવવા, એને પોષવાની કારમી કષ્ટમય મહેનત કરવી પછી પણ પાછા ઘસાતા જવું અને ઘરડા થઈ યા વહેલાં ય મરવું ! એટલે એ બધું લુપ્ત ! ત્યાં પૂર્વની બધી મહેનત અને એનું ફળ-સગવડ એળે ! અને એમાં બાંધેલા પાપ માથે ! આ બધી વિટંબણાનો કાયમી અંત આવે તો પછી પીડાજ શી ? અરે ! સંસારના બીજા ત્રાસ તો પછી, પણ માત્ર વારંવાર પરાધીનપણે જન્મવું પડે છે એ પણ વિવેકીને શરમાવનારું લાગે છે. નાના બાળ રાજકુમાર-અઈમુત્તા જેવા પણ જ્યાં મહાવીર પ્રભુ પાસેથી સમજી આવ્યા કે “સંસારના પાપથી ફરી ફરી જન્મવા-મરવાનું આવે છે, ચારિત્રથી કર્મ ખપાવી સિદ્ધ બન્યા પછી કદી જન્મ મરણ નહિ,” તો ઘરે આવી Page #89 -------------------------------------------------------------------------- ________________ : ૭૬ : પંચસૂત્ર માતાને એ સમજાવી પોતે ચારિત્ર લીધું અને મોક્ષ પામ્યા, સિદ્ધ થયા. સિદ્ધ પ્રભુની અક્ષય સ્થિતિનો મીઠો ખ્યાલ જીવને પોતાના જન્મ-મરણાદિ પ્રત્યે ધૃણા ઉપજાવે છે, અને મને ક્યારે એવી મનોરમ અક્ષય સ્થિતિ મળે' એવો કોડ ઉત્પન્ન કરે છે. એમને જન્મ અટકવાનું કારણ એ છે કે – એ સિદ્ધ ભગવંતો “અવેઅ-કમ્પ-કલંકા' કર્મકલંકથી રહિત થયેલા છે. તેથી સ્ફટિકવત અત્યંત નિર્મલ થયેલા છે. શ્રદ્ધાળુને જગતની ઋદ્ધિ સિદ્ધિ આપનારાં કર્મ પણ આત્માના કલંકરૂપ ભાસે છે. કર્મ-કલંકને દૂર કરનારા જીવો જ ખરેખર મહાવીર અને વિક્રમશાળી છે. કેમકે કર્મની અહિંસા સંયમ અને તપથી સર્વનાશ કરવાનું કાર્ય જ અત્યંત કપરૂં છે. કર્મ જ્યાં ગયા, કે પણ વાબાતા’ સર્વ પીડા, નડતર, વગેરે અત્યંત નાશ પામી ગયું હોવાથી, શ્રી સિક્કો સર્વથા બાધારહિત બનેલા છે. એ સર્વ પ્રકારની “ઊંચીનીચી વિષમતા, સ્વરૂપ ધનિ, વિભાવ વગેરેથી પર છે. અર્થાત (૧) એ શરીર, કર્મ આદિથી તદ્દન હિત હોવાથી એમને યશ-અપયશ, માન-અપમાન, શાતા-અશાતા, ઈષ્ટ-અનિષ્ટ વગેરે વિષમતા નથી; (૨) નિજનું અનંતજ્ઞાન-સુખાદિમય સ્વરૂપ પૂર્ણ ખીલ્યું હોઈ સ્વરૂપ-હાનિ નથી; તેમ જ (૩) રાગ-દ્વેષ-અજ્ઞાન- હાસ્ય-ભય-દીનતા-મદ-માયાકામ ક્રોધ વગેરે વિભાવ યાને પરાધીન ભાવ નથી. આવા સિદ્ધ પ્રભુને હું શરણે ઉં છું, એમ સમજીને કે “કમ છે ત્યાં સુધી જ બાધા અને વિષમતા છે. નિબંધ સ્થિતિ માટે નિષ્કર્મ સ્થિતિ જોઈએ; તેથી બધાથી આકુળ વ્યાકુળ થવા કરતાં કર્મથી જ આકુળ વ્યાકુળ થઈ કર્મના અંતનો યત કરૂં.' વળી શુદ્ધ સ્વરૂપવાળા બનેલા શ્રી સિદ્ધો ન્યાયાદિ-દર્શનના કહેવા મુજબ અજ્ઞાન નથી, પણ * કેવલવરનાણદંસણા ઉત્તમ કેવળ (સંપૂર્ણ) જ્ઞાન અને કેવળદર્શનને ધરનારા સર્વજ્ઞ અને સર્વદર્શી છે. કેમકે જ્ઞાનદર્શન તો આત્માનો સ્વભાવ જ છે. તેથી તો એ ચેતન છે. નહિતર એનું ચૈતન્ય શું? આ જ્ઞાન એટલે યમાત્રને જાણે. ત્રણે કાળના સમસ્ત ભાવ જોય છે, તો તદ્દન આવરણ રહિત બનેલ જ્ઞાન “જગતના સર્વ ભાવો કેમ ન જાણે ? જગતના સર્વ ભાવોને તટસ્થપણે (રાગદ્વેષ વિના) જોવા જાણવાની આ કેવી મઝાની રમણતા ! મને પણ ક્યારે શુદ્ધ જ્ઞાનદશા મળે !' વળી સિદ્ધિપુરનિવાસી’ મિથ્યા મતોએ માન્યાની જેમ આત્મા જગવ્યાપી નહિ, પણ લોકાંતે સિદ્ધ શિલા ઉપર નિવૃત્તિ નગરીના નિવાસી બનેલ છે. ત્યાં “ નિવમ-સુસંગતા' અનુપમ સ્વાધીન સુખથી પરિવરેલા છે. કોઈ વિષય, કોઈ કાળ, કોઈ સંયોગ કે કોઈ પરિસ્થિતિની આ અનંતસુખને અપેક્ષા નથી. એવા અસાંયોગિક, નિત્ય, સહજ, આનંદના ભોક્તા શ્રી સિદ્ધ વિભુ છે. “અહો ! અમારા Page #90 -------------------------------------------------------------------------- ________________ | સૂત્ર – ૧ : ૭૭ : સાપેક્ષ સુખની, તુચ્છતા, ક્ષણિકતા, દુઃખ પરિણામિતાદિ ક્યાં ? અને ક્યાં એ નિરપેક્ષ અનંત આનંદની વાત? એ અનંત આનંદ પામવા અમારે અનંત આનંદમય શ્રી સિદ્ધ પ્રભુનું શરણ છે.” * કરકંડુ રાજાએ પૂર્વે પુષ્ટ બળદને પછી જીર્ણ થયેલો જોઈ એને એ વિચાર આવ્યો કે “અરે ! ત્યારે જો અમારી આ સ્થિતિ થવાની છે, તો પછી ક્યાં સંસારનાં સુખ કાયમ રહેવાના ? યુવાની, સંપત્તિ અને આરોગ્યને સાપેક્ષ આ સુખમાં શું પડ્યા રહેવું? કેમકે એ યુવાની વગેરે વિનાર હોઈ તત્સાપેક્ષ સુખ પણ વિનશ્વર ! સાચાં સુખ તો સિદ્ધ અવસ્થાનાં. એના માટે જ ઉદ્યમ ન કરું?’ એમ કરી સિદ્ધ શરણરૂપે ચારિત્ર લીધું. પ્રવૃત્તિ માત્રનું પ્રયોજન ઈષ્ટની સિદ્ધિ છે, અને જીવને ઈષ્ટ એકાંત સુખ છે. શ્રી સિદ્ધ પરમાત્માને અનંત સુખ સિદ્ધ છે, એટલે હવે એ “સવહ કયકિચ્ચા' સર્વ પ્રકારે કૃતકૃત્ય છે, સિદ્ધપ્રયોજનવાળા બન્યા છે. હવે એમને કોઈ પ્રયોજન બાકી નથી. તેથી કોઈ પ્રવૃત્તિ સાધવાની નથી. એવા એ સિદ્ધ ભગવંતો શ્રેષ્ઠ મોક્ષતત્ત્વરૂપ છે; કેમકે (૧) જગતમાં તત્ત્વ છે, -જડ અને જીવ. જડ કરતાં જીવ ઉત્તમ છે. કારણ કે વિશ્વમાં કોઈ જડ કદી શાશ્વત શુદ્ધ નથી બની શકતું, જ્યારે જીવ તત્ત્વ એવું શાશ્વત શુદ્ધ બની શકે છે, કે જેથી પછી કદીય અશુદ્ધ ન થાય. વળી (૨) જીવ તત્ત્વમાંય સિદ્ધ- બુદ્ધ-મુક્ત જીવો એ બીજા જીવો કરતાં શ્રેષ્ઠ છે, કેમકે તે સર્વથા કર્મ-કલંકથી રહિત છે. વળી (૩) નવ તત્ત્વમાં અંતિમ સાધ્ય મોક્ષ તત્ત્વ છે, એ સધાયું પછી કશું સાધવાનું નહિ; ને તે મોક્ષ સિદ્ધિસ્વરૂપ છે. માટે ય સિદ્ધો પરમ તત્ત્વરૂપ છે. એમનાથી ઊંચું કે એમના સમાન બીજું કોઈ તત્ત્વ નથી. એ એવા સંપૂર્ણ કૃતાર્થ છે કે એમને મોક્ષ મળ્યા પછી કાંઈ મેળવવાનું બાકી રહેલું નથી. હવે એમનેસ શરીર નથી, ભૂખ નથી, હાજત નથી, પણજ કે વેદના નથી, ઈચ્છા નથી, અજ્ઞાન નથી, તેથી શું કરવાનું બાકી રહે? માટે, મારે એ સિદ્ધો જ શરણ છે, એ જ સેવ્ય છે, એ જ ધ્યેય છે, પ્રાપ્ત છે, સ્તુત્ય છે. सूत्र : तहा पसंतगंभीरासया, सावज्जजोगावीरया पंचविहायारजाणगा, परोवयारनिरया, पउमाइनिर्दसणा, झाणज्झयणसंगया, विसुज्झमाणभावा साहू સરળ છે. અર્થ : તથા પ્રશાંત અને ગંભીર આશયવાળા, સાવદ્ય યોગથી વિરામ પામેલા, પંચાચારના જ્ઞ-પ્રત્યાખ્યાન (ઉભય) પરિજ્ઞાવાળા, પરોપકારમાં અત્યંત રકત, કમળ આદિની ઉપમાવાળા, ધ્યાન અધ્યાયનમાં પરોવાયેલા, વિશુદ્ધ થતા ભાવવાળા સાધુ ભગવંતો મારે શરણ છે. (૩) સાધુ શરણ :- ત્રીજા નંબરમાં સાધુ મહાત્માનું મને શરણ છે. કેવળ સિદ્ધ એક પાનું છોડીને ૭૮-૭૯ પાનું છે. - Page #91 -------------------------------------------------------------------------- ________________ પંચસૂત્ર ભગવંતો જ શરણ નહિ, કિંતુ સાધુ-મહાત્માઓ પણ મારે શરણ છે. તે સાધુ ભગવંતો કેવા છે ? : ૭૮ : પ્રશાંત અને ગંભીર આશયવાળા છે. ક્ષમાનમ્રતાદિને ધારણ કરનારા હોવાથી એમના ચિત્તનો પરિણામ (અવસ્થા) પ્રશાંત છે, પણ ઉછળતો કધમધમતો નથી. એમાંય ક્ષમા પહેલી, માટે જ એ ક્ષમાશ્રમણ કહેવાય છે. તેમજ એમની ચિત્તવૃત્તિ યાને આશય ગંભીર છે, પણ છીછરી અને ક્ષુદ્ર નથી. તુચ્છ ગણતરી, તુચ્છ સ્વભાવ, તુચ્છ લાગણી એમને નથી. સાચા સુખનું આ કેવું સુંદર સાધન ! પામર પ્રાણાં આવેશને વશ થઈ ક્રોધમાં ધમધમતો બની પહેલાં તો જાતે જ દુ:ખી થાય છે, વળી બીજાનેય દુઃખી કરે છે, ને પરિણામે પણ દુઃખને નોતરે છે. ક્ષમાશીલ મનુષ્ય, આવેશને રોકી ઠરેલ ચિત્તવાળો બનેલો, કોઈ પણ આંતરિક રાગાદિ ક્લેશનો ભોગ નથી પોતે બનતો, અને તેથી નથી બીજાને બનાવતો. એ તો સ્વપરનાં કર્મનાં વિચિત્ર નાટકને નિહાળતો આપત્તિમાં પણ સાચી પ્રસન્નતા અનુભવે છે. એથી અવસરે બીજાને પણ ધાર્મિક અને પ્રશાંત બનાવી દે છે ! યશોધર ચરિત્રમાં પ્રસંગ છે. સુદત્ત મુનિવર નગર બહાર ધ્યાનમાં ઊભા છે. રાજા શિકારે જવા નીકળેલો મુનિને જોઈ અપશુકન માનીને એમના પર શિકારી કૂતરા છોડે છે. પરંતુ કૂતરા પ્રશાંત મુનિની નજીક પહોંચતાં, એમના તપ-સંયમની પ્રભાથી અંજાઈ જઈ શાંત થઈ ઊભા રહ્યા ! રાજા ક્ષોભ પામ્યો. ત્યાં એક શ્રાવકના કહેવાથી સમજ્યો કે ‘આ તો મોટા રાજકુમાર હતા ને મહાત્યાગી સાધુ બનેલ છે; એટલે રાજાને ભારે પસ્તાવો થયો કે ‘હું કૂતરાથી ય ગયો ?' એ જઈને મુનિની ક્ષમા માગે છે. પ્રશાંત મુનિ જરા પણ ક્રોધ કે અરુચિ બતાવ્યા વિના એને પ્રોત્સાહક ધર્મોપદેશ આપી મહાન ધર્માત્મા બનાવે છે. એમ, મુનિ ગંભીર-આશય અર્થાત્ ચિત્તની ગંભીરતાને લીધે અકાર્યોથી બચી જઈ મૃદુભાવને ટકાવી રાખે છે, ત્યાં અહંભાવ અને ગર્વના પણ ઉકળાટ ક્યાંથી ઊભા જ થઈ શકે ? જગતની કર્મનિત આપ- સંપત્ની મહાન વિચિત્ર ઘટનાઓ આ સાગર-ગંભીર ચિત્તને ન ડહોળી શકે, વિસ્મય ન પમાડી શકે; તુચ્છ વિચારાદિમાં ન તાણી શકે; કિન્તુ ઉલટ એ ઘટનાઓ તો એવા ગંભીર ચિત્તમાં શાંતપણે સમાઈ જઈને તાત્ત્વિક વિચારણાને વેગ આપે છે આત્માને વધુ ઓજસ્વી બનાવે છે. તેથી આત્મામાં કષાયની લાગણીઓ-પરિણતિઓ કે વિષયની તુચ્છ વિચારણાઓ-ગણતરીઓ જનમતી નથી. ન ને * આ સાધુ ભગવંતો વળી ‘સાવજોગ-વિરયા' સાવદ્ય યોગથી વિરામ પામેલા છે, નિવૃત્ત થયેલા છે. અવઘ એટલે પાપ. પાપવાળી મનોવાક્કાય-પ્રવૃત્તિ તે સાવધ વ્યાપાર એ કરવા રૂપ, કરાવવારૂપ, અને કોઈ કરે તેમાં અનુમતિરૂપ,- એમ ત્રણ Page #92 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર – ૧ : ૭૯ : પ્રકારે હોય. સાવધ વ્યાપાર તે સાંસારિક કથલો છે; ઘર, કુટુંબ અને આરંભપરિગ્રહની રામાયણરૂપ છે. એનાથી સાધુ ભગવંતો સર્વથા ફારેગ થયેલા છે. એટલે ષકાય જીવના સંહારમય કે પરિગ્રહાદિના મોહ-મૂઢતામય હિંસાદિ પાપ વ્યાપારો હવે નથી તો એમને સ્વયં કરવાના, કે નથી બીજા પાસે કરાવવાના; એટલું જ નહિ પણ બીજા કરે તેમાં પોતાની ખુશી, ભાગ કે સમ્મતિ સરખી પણ નહિ. આમની પાસેથી આપણા સાવદ્ય કાર્યમાં સંમતિની પણ આશા ન રખાય, તો આપણે એમની પાસે કરાવવાની વાત જ ક્યાં ? - આચાર્ય મહારાજ નગર બહાર પધારેલા છે. એમને કુમારપાળના મંત્રી હવેલીમાં પધરાવી કહે છે “સાહેબ ! આ હમણાં હવેલી બંધાવી. આચાર્ય મહારાજ મૌન રહે છે, એટલે મંત્રી પૂછે છે “ કેમ કંઈ બોલ્યા નહિ ?” ત્યારે સાથેના મુનિ મંત્રીને જગાડવા કહે છે “મહેતા ! તમારે પાપના-સાવદ્યના કાર્યમાં સાધુની સંમતિ જોઈએ છે ? ન મળે, સંમતિ તો ધર્મકાર્યમાં મળે.' તરત મંત્રી સમજી જઈ કહે છે ‘લ્યો સાહેબ, ત્યારે આજથી આ ધર્મનું સ્થાન, પૌષધશાળા !” હવે આચાર્યદેવ કહે છે, ‘આમાં ધર્મ- સાધનાઓ સારી થશે !' સંમતિ ધર્મ-કાર્યમાં આપી. આમ મનવચનકાયાયે થતી પાપથી સર્વથા નિવૃત્તિને સાધુજીવનના એક અંગ તરીકે ધારણ કરવા સાથે, શુભ પ્રવૃત્તિ રૂપ બીજા અંગને મુનિ પાળનારા હોય છે, કે તે માટે કહ્યું પંચવિહાયાર-જાણગા” જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વિર્યાચાર, -એ પાંચ પ્રકારના પવિત્ર આચારના “સમ્યજ્ઞાતા', અર્થાત, જ્ઞ-પરિજ્ઞા અને પ્રત્યાખ્યાન-પરિક્ષાવાળા, એટલે કે જાણનારા અને પાળનારા હોય છે. એમાં એમને સભ્યશાસ્ત્રજ્ઞાન, સમ્યગ્દર્શન પંચમહાવ્રતમય સમ્યક્યારિત્ર, બાહ્ય-આભ્યન્તર તપ, અને એ ચારોમાં વીર્ય યાને પ્રબળ વીર્યોત્સાહએના પોષક- સમર્થક-વર્ધક વિવિધ આચારો જ પાળવાના હોય છે. આવું સુંદર આત્મોપકારી અને પરને લેશ પણ પીડા નહિ આપનારું જીવન સ્વયં જીવવા ઉપરાંત, તે મહર્ષિઓ “પરોપકારમાં પણ રક્ત હોય છે; અવસર આવ્ય ભવ્ય જીવોને માત્ર પવિત્ર નિષ્પાપ જીવનનો ઉપદેશ કરી, દોષત્યાગ અને ગુણપ્રાપ્તિમાં ઉત્સાહિત કરે છે. યોગ્ય જીવોને સાધુપણું પળાવી પરનો ઉત્તમ ઉપકાર કરનારા મુનિઓજ છે. (૧) એમનો ઉપકાર પોતાને અને બીજાને માટે એકાંતિક છે, એટલે કે અપકાર (અહિત)ના લેશ વિનાનો કેવળ શુદ્ધ ઉપકાર છે; તથા (૨) તે ઉપકારની આત્યંતિક એટલે કે છેલ્લો છે, અર્થાત જે ઉપકારની પછી હવે બીજા ઉપકારની અપેક્ષા નહિ રહે; કેમકે જીવ આ દોષત્યાગ અને ગુણપાલનના ઉપકારથી અંતે અનંત શાશ્વત સુખ પ્રાપ્ત કરી હંમેશ માટે કૃતકૃત્ય બનશે. એવો એમનો ઉપકાર છે. * નાસ્તિક એક પાનું પહેલા ૮૦-૮૧ પાનું છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ : ૮૦: પંચસૂત્ર રાજા પ્રદેશીએ શું કરેલું ? “સાધુ-સંન્યાસી તો લોકોને ધર્મ તપ-દાન-વ્રતાદિ કરાવી દુઃખી કરે છે', - એમ માની એમને નગરમાં આવતા બંધ કરેલા. પરંતુ શાણા મંત્રીની ગુપ્ત યોજનાથી કેશી ગણધર ત્યાં ઉદ્યાનમાં પધાર્યા. રાજા એ જાણી એમને વાદથી નિરુત્તર કરી રવાના કરવા માટે ઘોડે ચઢીને ત્યાં ગયો, અને રોફથી કહે છે “આ શું ધતીંગ માંડ્યું છે? શાનો ધરમ ? શાનો આત્મા ? આત્મા, ધર્મ, પાપ, વગેરે ખરેખર વસ્તુ હોત તો તમારા હિસાબે મારો પાપી બાપ નરકમાંથી અને મારી ઘર્મી મા સ્વર્ગમાંથી આવી મને સલાહ આપત. પરંતુ એવું કાંઈ બન્યું નથી. એટલે આત્મા, ઘર્મ વગેરે કલ્પિત છે. બોલો શો જવબ છે ?' કેશી મહારાજે જરા પણ વિસ્મિત કે ક્ષુબ્ધ થયા વિના એને આત્મા, ઘર્મ, પાપ, સ્વર્ગ નરક વગેરેની એવી તાત્વિક વિચારણા આપી કે રાજા પગમાં પડી રુદન કરતો ક્ષમા માગે છે, અને ત્યાં જ મહાન આસ્તિક શ્રાવક બને છે. અંતે રાણીના ઝેરી પ્રયોગમાં સમાધિથી મરી સૂર્યાભવિમાનનો માલિક મહાન જિનભક્ત દેવ થાય છે ! સાધુનો રાજા ઉપર " કેટલો ભવ્ય ઉપકાર થયો કે રાજા હવે ક્રમશઃ મોક્ષ પામી કૃતકૃત્ય બનશે. * વળી તે સાધુ ભગવંતો “પઉમાઈનિદંસણા' કમળ, શરદઋતના નિર્મળ પાણી, વગેરેના દ્રષ્ટાંત જેવા યાને એવી ઉપમાવાળા છે. જેમ કાદવમાં ઉત્પત્તિ અને જલમાં વાસ હોવા છતાં, કમળ એ બન્નેને સ્પર્શ પણ કર્યા વિના ઊંચે રહે છે, તેમ સાધુ ભગવંતો કામથી જન્મેલા અને ભોગથી ઉછરેલા છતાં, કામભોગ બને આર્યા વિના નિર્વાસનામય યોગિજીવન જીવે છે. એવી જ રીતે સ્વરૂપે નિર્મળ, મીઠા અને શાંત એવા શરદ ઋતુના સરોવરની જેમ ઉપશમથી સ્વચ્છ, કરણાથી મધુર, અને તૃપ્તિ-ગાંભીર્યથી ભર્યા-હૃદયવાળા સાધુ ભગવંતો પણ પવિત્ર, દયાળુ, ગંભીર અને શાંત હોય છે. આમનો સત્સંગ કેવો આલ્હાદકારી, શીતળ અને અનંત ગુણાવહ બને ! એવા મહર્ષિના શરણે જઈને ક્યારે હું પણ કમળ-દ્રષ્ટાંતનું જીવન જીવું !' એવી ભાવના આ શરણમાં છે. * તે મુનિરાજો સંસારની કામભોગની ગલીચ વૃત્તિ-પ્રવૃત્તિ- માત્રથી અલગ બનીને ય પાછા નિષ્ક્રિય અને એદી નથી, પરંતુ “ઝાણઝણ-સંગયા” યાને ધ્યાન અને અધ્યયનમાં લીન છે. ધ્યાનસંગ' એટલે () ૪ ધર્મધ્યાન- (૧) જિનાજ્ઞાની અતિનિપુણતાદિ, (૨) રાગદ્વેષાદિ આશ્રવોના અપાય-અનર્થ, (૩) જ્ઞાનાવરણીયાદિ કર્મના વિપાક, તથા (૪) લોકસંસ્થાની સ્થિતિ, - એ વિષય ઉપર ધ્યાન; અથવા શુક્લધ્યાન યાને દ્રવ્યપર્યાય પૈકી એક વિષય પર ધ્યાન યાને એકાગ્ર ચિત્તના અનિરોધ (ફોરવણી)- વાળા છે. અથવા (i) ૨૫ મહાવ્રત-ભાવના, ૪ મૈત્રી આદિ ભાવના, અને ૧૨ અનિત્યાદિ Page #94 -------------------------------------------------------------------------- ________________ . 23 : સૂત્ર - ૧ શુભ ભાવના પૈકી ગમે તે ભાવનાના એક વિષય પર એક પ્રશસ્ત એકાગ્ર વિચારસરણી, કે જ્યાં બીજા-ત્રીજા વિચારોનો વ્યાપ (ડહોળામણ) નહિ, તે બાનવાળા છે. અથવા II) સમસ્ત ક્રિયામાર્ગમાં એકાગ્ર શુભ ચિત્તરૂપી ધ્યાનવાળા છે. “અધ્યયન સંગત’ એટેલ જ્ઞાનયોગ, સમ્યફ શાસ્ત્રોની વાચના, પ્રચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા,- એ પાંચનો આત્મલક્ષી સતત અભ્યાસ, એમાં એ પરોવાયેલા રહે છે. જીવનમાં અધ્યયન અને ધ્યાનની જ મુખ્ય પ્રવૃત્તિ મુક્તિનો આસ્વાદ અહીં કરાવે છે. * એવા સાધુ પુરુષો વળી “વિક્રુઝમાણભાવા', શાસ્ત્રવિહિત (શાસ્ત્ર ફરમાવેલા) સમિતિ-ગુપ્તિ-સ્વાધ્યાય-આવશ્યક વગેરે અનુષ્ઠાનોથી આત્માના ભાવને ઉત્તરોત્તર વિશુદ્ધ કરનારા હોય છે. જેમ હિંસા-જૂઠ-જુગાર-નિંદા-પરિગ્રહ-વિષયસેવા આદિ ક્રિયાથી હૈયાના ભાવ કુર-નિષ્ફર-માયાવી આદિ બને છે, તેમ આ સમિતિ-ગુપ્તિ, શાસ્ત્રવ્યવસાય, પ્રતિક્રમણ-પડિલેહણ આદિ ક્રિયાઓથી ભાવ શુદ્ધ શુદ્ધતર બને એ સહજ છે. અહો ! માનવભવની આ કેવી સુંદર સફળતા ! સાચે જ અનંતકાળથી ચાલી આવતા કામ, ક્રોધ, લોભ મોહ, મદ, મત્સર, હાસ્ય શોક, રતિ, અરતિ વગેરે મહા મલિન ભાવોથી અત્યંત ખરડાએલા આત્માનું સંશોધન-વિશુદ્ધિકરણ શ્રી જિનાજ્ઞાકથિત પ્રશસ્ત વૃત્તિઓ અને પ્રવૃત્તિઓના ત્રિકરણ યોગના પાલનરૂપ જલથી થાય. એ જો અહીં નહિ કરવામાં આવે, અર્થાત મિલન ભાવોનો નાશ અને પ્રતિપક્ષી બ્રહ્મચર્ય, ક્ષમા આદિ વિશુદ્ધ ભાવોને આત્મસાત કરવાનું અહીં ન કર્યું, તો પછી બીજા ક્યા ભવમાં કરી શકાશે ? ધન્ય છે તે નિગ્રંથ ગુરુદેવોને, જેમણે એ સંશોધનમાં સારું જીવન આપ્યું છે. * એવા એ મુનિઓ “સાધુ” છે. સમ્ય દર્શન-જ્ઞાનચારિત્ર-તપથી માત્ર મુક્તિને સાધનારા હોવાથી સાધુ કહેવાય છે. તે મારે જાવજજીવ શરણ હો, આશ્રયભૂત હો. આવા મહાન આત્માઓના શરણે જનારના હૃદયનું વલણ એટલું તો જરૂર બને કે જીવનના આદર્શો, જીવન જીવવાની વસ્તુઓ તથા પદ્ધતિઓ, લાભ-લાભના લેખાં, ભય-નિર્ભયતાની ગણતરીઓ, વગેરે જગત કરતાં વિલક્ષણ અને આ મહાત્માઓની હોય છે તેને અનુસરનારી જોઈએ. सूत्र : तहा सुरासुरमणुअपूइओ, मोहतिमिरंसुमाली, रागदोसविसपरममंतो, हेउ सयलकल्लाणाणं, कम्मवणविहावस, साहगो सिद्धभावस्स, केवलिपण्णतो धम्मो जावजीवं मे भगवं सरणं । અર્થ : તથા સુર-અસુર-મનુષ્યથી પૂજિત, મોહરૂપી અંધકાર હટાવવા Page #95 -------------------------------------------------------------------------- ________________ : ૮૨ : પંચસૂત્ર સૂર્યસમાન, રાગ-દ્વેષરૂપી વિષનો નાશક પરમ મંત્ર, સમસ્ત કલ્યાણોનું કારણ, કર્મવનદાહક અમિ, સિદ્ધભાવ (મોક્ષ)નો સાધક, સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલ પ્રભાવક ધર્મ માટે જીવનભર શરણ છે. . (૪) હવે ચોથું શરણ બતાવે છે. “તથા” એટલે એકલું સાધુનું શરણ સ્વીકારું છું એમ નહિ પરંતુ કેવલી ભગવંતે પ્રરૂપેલા શુદ્ધ ધર્મનું પણ હું શરણ સ્વીકારું છું. તે ઘર્મ કેવો છે? * સુરાસુરમણુઅ-પુઈઓ’ . “સૂરો' યાને જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોથી, અસુરો' એટલે ભવનપતિ અને વ્યંતર દેવોથી, ર્તમ “મનુષ્યો' અર્થાત ગગનગામી વિદ્યાધરોથી પૂજાએલો છે. આ વિશેષણ એ શ્રદ્ધા કરાવે છે કે “જગતની ઋદ્ધિ, સમૃદ્ધિ વગેરેના આપનારા શેઠ, શાહુકાર, કે રાજા કરતાં આ ધર્મ માટે અધિક માન્ય છે; કેમકે, આ ધર્મ તો દેવોને પણ માન્ય અને પૂજ્ય છે. આવા અતિ પૂજ્ય ઉચ્ચતમ ધર્મનું શરણું પામ્યાનું મને ગૌરવ છે. મારું અહોભાગ્ય છે કે મને આવા શુદ્ધ ધર્મને માનવા પૂજવાનું મળ્યું !” વળી * “મોહતિમિરંસુમાલી આ ઘર્મ મોહરૂપી અંધકારને હટાવવા માટે સૂર્ય સમાન છે. “મોહ' એટલે સત-અસતના, સાચા-ખોટાના, તારક-મારકના, હિત-અહિતના, સ્વ- પરના, કાર્ય-અનાર્યના ઈત્યાદિના વિવેકનો અભાવ, અવિવેક અને એથી આત્માની થતી મૂઢ અવસ્થા. એ મોહ ખરેખર ! વસ્તુનું સાચું દર્શન યાને ઉદાસીન તટસ્થ નિષ્પક્ષપાત દર્શન નથી કરવા દેતું એટલે કે વસ્તુની રાગદ્વેષથી અકલંકિત એવી સાચી પીછાનને આવરે છે. માટે મોહ એ અંધકાર તુલ્ય છે. તો શ્રત, સમ્યક્ત અને ચારિત્રરૂપ ત્રિપુટીધર્મ આત્મામાં સૂર્યવત પ્રકાશી એ મોહને દૂર કરે છે. તેથી હવે જગતની વસ્તુઓનું સાચું સ્વરૂપ આત્મામાં ભાસે છે. આ પ્રતાપ ધર્મની છે. “આવા ધર્મનું શરણું તે ઈચ્છાએ કરું છું કે અંશે પણ આવો ધર્મ પ્રાપ્ત થતાં જરૂર અંશે પણ આત્માની મૂઢ દશા નબળી પડે.” વળી આ ધર્મ * “ગગોસવિસપરમમંતો રાગદ્વેષરૂપી વિષ ()ને દૂર કરવા માટે શ્રેષ્ઠ મંત્ર સમાન છે. જેમ ઝેરથી પ્રાણીનું મૃત્યુ થાય છે, તેમ રાગદ્વેષથી આત્માનું ભાવમૃત્યુ થાય છે; અર્થાત ભાવ પ્રાણ જે જ્ઞાનાદિ, તે અટકી પડે છે. સાથે જ એ રાગદ્વેષથી બંધાયેલા તીવ્ર કર્મોને લઈને જીવને ભાવી અજ્ઞાન સંસારમાં ભવભવે મૃત્યુ પામવું પડે છે. માટે રાગદ્વેષ એ વિચિત્ર ભયંકર ઝેર છે. ધર્મ એનો ધાત કરે છે; માટે ધર્મ એ ઝેરની સામે મંત્રતુલ્ય છે. આવા ધર્મનું શરણું તે શ્રદ્ધા માગે છે કે “જો આત્મામાં ઘર્મની સાચી સ્પર્શના કરવી હશે, તો રાગદ્વેષને પૂર્વની જેમ પાળી પોષી શકાશે નહિ, પણ ઓછા કરવા પડશે. અહો ! કેવો સુંદર આ Page #96 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૧ : ૮૩ : * હેઉ સયલ કલાણાણું’ ધર્મ ! કે એ પ્રાપ્ત થતાં રાગદ્વેષરૂપી ઝેર અને એથી ચડેલી મૂર્છા ઉતરી જાય !' સાથે, એ પણ ખરૂં કે ધર્મનું આવું સ્વરૂપ હોવાથી જ ધર્મને શરણે જનારો (૧) ધર્મ સેવતાં કોઈ વિષયાશંસા કે માનાકાંક્ષા ન રાખે, કેમકે એ આશંસા તો રાગવિષને પોષનારી છે, (૨) વળી જો બીજાઓની ધર્મપ્રવૃત્તિમાં અંદરખાને ધર્મવૃત્તિને બદલે રાગનાં તાંડવ જુએ તો તેમાં એ ભળે નહિ, એમાં એનું દિલ ઠરે નહિ; તેમજ (૩) સાંસારિક પ્રવૃત્તિમાં રાગદ્વેષના તોફાનમાં પોતે સપડાતો હોય ત્યાં પણ એમ થાય, કે ‘અરે ! આવો મહામંત્ર સમો શુદ્ધ ધર્મ મારી પાસે છતાં હજી હું રાગદ્વેષના ઝેર આત્મામાં ધાલી રહ્યો છું ? એ કેવું મારૂં દુર્ભાગ્ય ! ક્યારે આ શરણાંનો સ્વીકાર મને શુદ્ધ ધર્મની સ્પર્શના કરાવી રાગદ્વેષથી બચાવી લે !' વળી આ ધર્મ સર્વજ્ઞ ભગવાનનો કહેલો હોઈ, દેવ-મનુષ્યની સારી ગતિ, યશ અને શાતા વગેરે યાવત્ મોક્ષ સુધીના સકલ કલ્યાણોનું સચોટ સાધન છે. આ વિશેષણ સૂચવે છે કે અધર્મ એટલે કે હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મ, પરિગ્રહ વિગેરે, તથા ક્રોધાદિ કષાયો, મિથ્યાત્વ, અને કુશાસ્ત્રો ઈત્યાદિ, એ કલ્યાણનાં સાધન નથી. કદાચિત્ અજ્ઞાનવશ એમાંનાં કોઈનું આલંબન લીધું હોય, તો પણ એને કલ્યાણના ને સુખનાં સાધન (કારણ) તરીકે હરગીજ ન મનાય. કલ્યાણ અને સુખનું સાધન તો ધર્મજ. આ શ્રદ્ધાથી જ ધર્મનું શરણ સફળ થાય. જેમ સાચા વૈદ્યને ‘‘હું તમારે શરણે છું'' એમ કહેનારા દરદી માને છે કે બીજા ખોટા વૈદ્ય તથા તદુક્ત દોષપોષક વસ્તુ આરોગ્યના હિતકારક નથી, બલ્કે હિતનાં ઘાતક છે, (અવરોધક છે,) તેવી રીતે જેમ કોઈ મોટા માણસને શરણે ગયેલો દુ:ખી દરિદ્ર સમજે છે કે આમનાથી જ મારી રિદ્રતા ને બીજા દુઃખો ટળશે; વળી લૂંટારાના ત્રાસથી બચાવી શકે એવા રક્ષકોના શરણે જનારો રક્ષણનાં બહુમૂલ્ય આંકે છે; વળી લૂંટારાના ત્રાસથી બચાવી શકે એવા રક્ષકોના શરણે જારો રક્ષણનાં બહુમૂલ્ય આંકે છે; એવી રીતે જેના વડે એમ મનાય કે - ધર્મ એ સર્વ કલ્યાણનું કારણ છે માટે ધર્મને શરણે જાઉં છું,' એને મન ધર્મનાં મૂલ્ય અગણિત હોય. એ સમજે છે કે - ‘ખાવું-પીવું એ ધર્મ નથી, પણ ત્યાગ-તપ એ ધર્મ છે, તેથી કલ્યાણ ત્યાગ- તપમાં છે, ખાવા પીવામાં નહિ. પુણ્યના ચોપડે ત્યાગ તપ જમે થાય છે, ખાવાપીવાનું નહિ. અનાદિથી ખાવાપીવાની લત રસના ત્યાગ અને તપથી જ મટે, પણ ખાવાપીવાથી નહિ. અનેક પ્રકારના રાગદ્વેષના સંક્લેશ, વિહ્વળતા, કુવિચારો, અતૃપ્તિ અધીરાઈ વગેરે એ બધા ખાનપાનની પાછળ છે. ત્યાગતપમાં તો એ બધાની શાન્તિ ! માનવ જીવનની મહત્તા ત્યાગતપમાં રહેલી છે, ખાવાપીવામાં નહિ. Page #97 -------------------------------------------------------------------------- ________________ : ૮૪ : પંચસૂત્ર પરલોક ઊજળો ત્યાગતપથી બનશે; અનેક પાપો ત્યાગતપથી અટકશે; સવિચારણાઓ ત્યાગ-તપથી ખીલશે; નિર્વિકારતા ત્યાગતપથી આવશે; રગડાઝઘડા ત્યાગતપથી અટકાવાશે. આ અને ભાવના અનેક સુખો ત્યાગતપરૂપી ધર્મથી જ થશે પણ રંગરાગ અને ભોગથી નહિ. ધર્મનું શરણું લેતાં જરૂર સચોટપણે હૃદયમાં ભાસવું જોઈએ, કે આના સિવાય બીજી કોઈ વસ્તુથી મારું કોઈ કલ્યાણ નથી, કશું ભલું નથી.” કુમારપાળ : જૈન ધર્મની મહત્તા સકલકલ્યાણહેતુતાથી - વીતરાગ સર્વજ્ઞ શ્રી તીર્થકર ભગવાને જે ધર્મશાસન સ્થાપ્યું છે, એ સર્કલ કલ્યાણને અર્થાત્ ઠેઠ વીતરાગ સર્વજ્ઞતા સુધીના સમસ્ત શુભ ભાવોને પ્રગટ કરનારું છે. એવા ધર્મશાસનની રૂએ જ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે રાજા કુમારપાળની શ્રદ્ધા મજબૂત કરી હતી. બન્યું એવું કે એક દેવબોધિ નામના યોગીએ રાજાને યોગમાયાથી મહાદેવને અને સાથે એના પિતાને હાજરાહજૂર બતાવ્યા, ને ત્યા પિતાએ કહ્યું: ‘જો કુમારપાળ ! આ શંકર ભગવાનની ભક્તિથી હું સ્વર્ગ પામ્યો, તો તું પણ આ દેવને જ માનજે- પૂજજે. પછી કુમારપાળે હેમચંદ્રસૂરિજીને પૂછતાં એમણે રાજાને એના પૂર્વજોની પરંપરા ચોવીસ તીર્થકર ભગવાનની પૂજા કરતી બતાવી ! ને એ પૂર્વજોએ રાજાને જૈન ધર્મ જ આરાધવા કહ્યું. રાજા વિચારમાં પડુયો, ત્યાં સૂરિજીએ કહ્યું, - રાજન ! પેલી ય યોગ માયા, ને આ પણ યોગમાયા ! ખરી રીતે તો જૈન ધર્મ જ સકલ કલ્યાણનું, શુભ ભાવોનું, કારણ હોઈ માન્ય છે એ યુક્તિથી સિદ્ધ છે, માટે જ એ શરણ કરવા યોગ્ય છે.” રાજા જૈન ધર્મમાં સ્થિર શ્રદ્ધાવાળો બન્યો. એણે જૈન ધર્મના વ્રત નિયમ, આચાર -અનુષ્ઠાન ને સુકૃત-સદ્ગુણોથી જીવનને એવું ગૂંથી લીધું કે સર્વત્ર સ્વ-પરને કલ્યાણભૂત દયા-વૈરાગ્યાદિ શુભ ભાવોમાં એ રમતા રહેતા. વળી ઘર્મ * “કમ્મરણ-વિહાવસૂ' જ્ઞાનાવરણાદિ કર્મરૂપી વનને બાળી નાખવા માટે અગિ સમાન છે. કર્મવનમાં દુઃખનાં ને ક્લેશનાં ફળો નીપજે છે. સર્વજ્ઞ કથિત શુદ્ધ ધર્મ ન પામવાને લીધે આત્મામાં એ વન ફૂલ્યું ફાવ્યું છે, અને અનાદિ અનંતકાળથી સંસારી જીવને એનાં દુઃખરૂપી કડવાં ફળો ચખાડ્યા કરે છે. દુઃખ એ કંઈ આત્માનો સહજ સ્વભાવ નથી. એ તો કર્મના ઉદયે આવે છે. ત્યારે કર્મ હિંસાદિ પાપોથી જન્મે છે. સર્વજ્ઞ કહેલો શુદ્ધ અને સિદ્ધ અહિંસાદિ ધર્મ આ કર્મવનને બાળી ભસ્મીભૂત કરે છે. પછી દુઃખનું નામ-નિશાન પણ નથી રહેતું. પછી તો સ્ફટિકવત્ નિર્મળ આત્મામાં અનંત જ્ઞાન અને અનંત સુખની શાશ્વત જ્યોતિ ઝગમગે છે. અહો ! કેવો સુંદર ધર્મ ! હું એને સાધું તો મારાં કર્મ જરૂર ખપી જ જાય; એથી જ કર્મ ખપે. Page #98 -------------------------------------------------------------------------- ________________ - સૂત્ર - ૧ : ૮૫ : વળી આ ધર્મ * ‘સાહગો સિદ્ધભાવસ્સ' સિદ્ધપણાનો એટલે કે મુક્તિનો સાધક છે, સંપાદક છે. ધર્મ વિના સિદ્ધિ નથી. તેમજ્ ધર્મ હોયતો સિદ્ધિ તરફ અવશ્ય પ્રયાણ હોય. અર્થાત્ જેમ જેમ ધર્મ સાધે, તેમ તેમ એ જીવ વીતરાગ દશા, અસાંયોગિક આનંદ (નિવૃત્તિનું સુખ), શુદ્ધ જ્ઞાનદ્રષ્ટિ, વગેરેની નિકટ જઈ રહ્યો હોય. આવા ધર્મનું હું યાવજ્રીવ શરણ સ્વીકારૂં છું. અહીં ચારે શરણાનું કાર્ય એક સરખું છે, તેથી એકને બદલે ચારે શરણાં કરવામાં પરસ્પરનાં કાર્યોનો વિરોધ નથી આવવાનો. વળી અરિહંત વીતરાગ છે, અને વીતરાગતાના ઉપદેશક છે, સિદ્ધ પ્રભુ પણ વીતરાગ છે, સાધુ એક માત્ર વીતરાગતાના સાધક છે, ધર્મ વીતરાગતાનો ઉપાયભૂત છે. એમ ચારેય વીતરાગ બનવામાં ઉપયોગી છે. માટે ચાર શરણમાં અન્યોન્ય વિરોધ નથી. પાપ-પ્રતિઘાત માટે ચતુઃશરણગમન કર્યા પછી દુષ્કૃતની ગર્હ કરવાની કહી છે. તેતી એમ ભાવ થાય કે - सूत्र : सरणमुवगओ अ एएसि गरहामि दुक्कडं । जं णं अरहंतेसु वा, સિàતુ વા, બારિખું વા, વાસ્તુ વા, સાદુંતુ વા, સાદુળીસુ વા, અત્રેનુ વા धम्मटाणे माणणि पूअणिज्ञेसु, ता मासु वा पिइसुवा, बंधुसु वा मित्तेसु वा, उवयारीसु वा, ओहेण वा जीवेसु, मग्गट्ठिएस अमग्गट्ठिएसु, मग्गसाहणेसु अमग्गसाहणेसु, जं किंचि वितहमायरिअं अणायरिअव्वं अणिच्छिअव्वं पावं पावाणुबंधि, सुहुमं वा वायरं વા, મળેળ વા, વાયા વા, વાળ વા, યં વા, વ્યારાવિત્રં વા, અનુમોદં વા, रागेण वा दोसेण वा मोहेण वा, इत्थ वा जम्मे जम्मंतरेसु वा, गरहिअमेअं, दुक्कड़मेअं, उज्झिअव्वमेअं विआणिअं मए कल्लाणमित्तगुरु भगवंतवणाओ । एवमेअंति रोइअं सद्धाए । अरिहंतसिद्धसमक्खं गरहामि अहमिणं दुःकडमेअं, उज्झियव्वमे । इत्थमिच्छामि दुक्कडं, मिच्छामि दुक्कडं, मिच्छामि ટુવર્ડ / હું અરિહંતાદિ ચા૨ને શરણે ગયો થકો, તે અરિહંત પ્રભુ આદિ પ્રત્યે મેં સેવેલા દુષ્કૃત્યની, ગહ-નિંદા-દુગંછા કરૂં છું. તે આ રીતેઃ- આજ સુધીમાં શ્રી તીર્થંકરદેવો, શ્રી સિદ્ધ પરમાત્માઓ, આચાર્ય ભગવંતો, ઉપાધ્યાય સાધુ કે સાધ્વીજી મહારાજાઓ પ્રત્યે, અથવા બીજા માનનીય પૂજનીય ધર્મના સ્થાનો (સાધર્મિકાદિ, જિનમંદિર-તીર્થાદિ, અને દયા-અહિંસાદિ) પ્રત્યે, તેમજ અનેક જન્મના માતાઓ, Page #99 -------------------------------------------------------------------------- ________________ : ૮૬ : પંચસૂત્ર પિતાઓ, બન્યું, (સગાં), મિત્રો કે ઉપકારી પ્રત્યે, અથવા સામાન્યથી સર્વ જીવો પ્રત્યે, તે મોક્ષમાર્ગ સમ્યગ્દર્શનનાદિને વિષે રહેલા અથવા મિથ્યાત્વાદિમાં રહેલા સામાન્યથી કોઈપણ જીવ પ્રત્યે, અથવા મોક્ષમાર્ગરૂપ જ્ઞાનદર્શનચારિત્રના સાધનભૂત (ધર્મશાસ્ત્રાદિ) પ્રત્યે કે મોક્ષ સાધનામાં અનુપયોગી પ્રત્યે અથવા મોક્ષમાર્ગથી વિપરીત સાધનો પ્રત્યે જે કાંઈ ખોટું આચર્યું હોય, (એટલે કે કાંઈ અવિધિ ઉપયોગાદિ કર્યું હોય, - સંક્ષેપમાં) જે કાંઈ ન કરવા યોગ્ય કે ન ઈચ્છવા યોગ્ય જે કોઈ પાપ, ભવિષ્યમાં તેના વિપાકે પણ પાપ બંધાવે તેવું સૂક્ષ્મ કે સ્થૂલ પાપ, મન-વચન-કાયાએ જાતે (સ્વય) કર્યું હોય, અથવા બીજા પાસે કરાવ્યું હોય, કે બીજાનું ઠીક માન્યું હોય; તે પણ દુષ્કૃત, રાગથી, દ્વેષથી, કે મોહથી (અજ્ઞાનથી), તે આ ભવમાં કે પૂર્વ ભવોને વિષે, જે કાંઈ આચર્યું હોય તે બધું મારે ગર્વિત છે, નિત્ત્વ છે, જુગુપ્તનીય હિંગછનીય) છે; કેમકે તે સમ્યગ્દર્યથી બહિર્ભત છે. માટે જ તે તજવા યોગ્ય છે, એવું મેં કલ્યાણમિત્ર (આત્મહિતૈષી) એવા ગુરભગવંતના વચન થકી જાણ્યું. (અહંત ભગવંતના વચનની ગુરુ થકી પ્રાપ્તિ થઈ હોય ત્યારે પ્રાયઃ આ ક્રમ બને તેથી આમ કહ્યું. અહિ ઉપદેશક ગુરુદેવો એકાંતે પરના હિતચિંતક છે, પરને કલ્યાણ-સાધનામાં સહાયક-મિત્ર છે, એટલે એમનું વચન તથ્ય અને પથ્ય જ હોય. માટે એમના હિતવચનાનુસારે, ખોટી આચરણા એ દુષ્કૃત છે, ત્યાજય છે; એ પ્રમાણે મને બરાબર મનમાં ઠસી ગયું છે) સદ્દગુરુના કહેવા મુજબ જ વસ્તુસ્થિતિ છેએવું શ્રદ્ધાથી મને રુચ્યું છે. એટલે અરિહંત અને સિદ્ધ ભગવાનની સમક્ષમાં તે અયોગ્ય અધમ આચરણોને હું ગણું છું. નિંદું છું એના પર મને જુગુપ્સા થાય છે. એ દુષ્કૃત્ય છે, ને મારે ત્યાજ્ય છે. આ પ્રસંગે તે સઘળું મારું દુષ્કૃત્ય છે, ને મારે ત્યાજ્ય છે. આ પ્રસંગે તે સઘળું મારું દુષ્કૃત્ય મિથ્યા થાઓ, મિથ્યા થાઓ, મિથ્યા થાઓ. અહીં દુષ્કૃત્યો સમજવા જેવાં છે. શ્રી અરિહંત પરમાત્માની કે તેમની મૂર્તિની તથા મંદિરની આશાતના, વિરોધ, અવિનય, અવર્ણવાદ, કે અનાદર; એમની આજ્ઞાની અવહીલના એમનાં તત્ત્વ સિદ્ધાન્ત કે માર્ગનો વિરોધ કે વિરાધના, અશ્રદ્ધા કે અશુદ્ધ પ્રરુપણા, વગેરે એમના પ્રત્યેનું વિપરીત આચરણ ગણાય. લક્ષ્મણા સાધ્વીને એ વિરાધનાની પાછળ આઠસો કોડાકોડી સાગરોપમના કાળ સંસારમાં ભટકવાનું થયું. શ્રી સિદ્ધ ભગવાન પ્રત્યેનું વિપરીત આચરણ શું ? અભવ્યના જેવી માન્યતા, “ સિદ્ધ કોઈ હોઈ શકે જ નહિ” (ને હોય તો એમનામાં ચૈતન્ય શું ?) અથવા અનંત સુખ વિષે કુશંકા, ‘ત્યાં ખાવાનું, પીવાનું નહિ , લાડી નહિ, વાડી નહિ, તો સુખ શું ?' આવી આવી મિથ્યા માન્યતાઓ અને પ્રરૂપણા તથા શ્રી સિદ્ધ Page #100 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૧ ': ૮૭ : પરમાત્માની મૂર્તિ વગેરેની આશાતનાદિ- આ બધું એમની પ્રત્યેનું વિપરીત આચરણ છે. “મુક્તિમાં સુખ શું ?' એમ શંકા કરનારને એ ખબર નથી કે ત્યાં કોઈ તૃષ્ણા નથી, તથા ખાવા-પીવાની પીડા નથી, માટે તો ખરું સુખ છે, કોઈ કર્મ નથી, અપેક્ષા નથી, તેથી જ અનંતુ સ્વાધીન સુખ છે. વળી એ સુખ કાલ્પનિક નથી, વાસ્તવિક છે. કાલ્પનિક તો ઈદ્રિયોના વિષયનું સુખ છે. કેમકે એનો એજ સુખરૂપ લાગતો વિષય બીજા માણસને કે બીજા સમયે પોતાને જ દુઃખરૂપ લાગે છે; એટલે સંસારમાં સાચું સુખ ક્યાં રહ્યું ? શ્રી આચાર્ય મહારાજથી માંડી ઘર્મસ્થાન પ્રત્યે પણ વિપરીત આચરણમાં અનાચરણીય અને અનિચ્છનીય આચરણ તથા પ્રકારે સમજવું. એમાં માતાપિતા યાવતું કોઈપણ જીવ પ્રત્યે કૃતજ્ઞતા, દ્રોહ, ઈ, પીડા, અપમાન, અનાદર, તિરસ્કાર, વગેરે અનાચરણીય છે. માર્ગ-સાધનની આશાતાના, અવગણના, નાશ, અંતરાય વગેરે અનાયારણીય ગણાય. અમાર્ગ-સાધનના આદર, બહુમાન, મૂલ્યાંકન, પ્રચાર વગેરે અનાચરણીય ગણાય. ટૂંકમાં જે કાંઈ મિથ્થામતિ અજ્ઞાન, અપ્રશસ્ત રાગદ્વેષ, હાસ્ય મકરી, હર્ષોન્માદ, અસતુ ખેદ કે કોધાદિ કષાયવશ જીવ કે જડ પ્રત્યે બોલ્યા-ચાલ્યા-વિચાર્યું, તે બધું અનાચરણીયઅનિચ્છનીય ગણાય. આની ગહ કરવાની. * દઢપ્રહારી ચોરે બ્રાહ્મણના ઘરમાં ઘુસતાં આડી ગાય આવી તો ક્રૂર ગુસ્સામાં એને બિચારીને તલવારથી ખત્મ કરી ! ઘરમાં બ્રાહ્મણી કાગારોળ કરવા જતી હતી તો ત્યાંજ એને મારી, તેથી સાથે એનો ગર્ભ પણ ખત્મ થયો ! પાછો એણે બહાર નીકળતાં સામો બ્રાહ્મણ ધસ્યો તો એને ઉડાવ્યો ! પણ હવે ક્રોધ મોળો પડતાં ભારે પસ્તાવો સળગ્યો ! આપઘાત કરવા જંગલમાં ભાગે છે. ત્યાં મુનિએ એને ઊભો રાખ્યો, કહે છે “તું તો મરીશ, પણ તારાં ઘોર પાપ શે મરશે? પાપ ખત્મ કરવાનો આ ઉચ્ચ ભવ જ ગુમાવ્યો તો પછી પાપનાશની બાજી હાથમાંથી ગઈ ! પછી તો પાપન દારુણ વિપાક જ નરકાદિ દુર્ગતિઓમાં અસંખ્ય કાળ વેદવાના !' દઢપ્રહારી ચોક્યો ! દુષ્કૃતની અતિ તીવ્ર ગહ સાથે મુનિ પાસેથી અરિહંત પ્રભુએ કહેલ દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપનો માર્ગ જાણતાં ચાર શરણ સ્વીકાર કરી એણે પાપનો પ્રતિઘાત કર્યો ! શુભોદયે ગુણબીજાધાન થતાં એ ચારિત્ર લઈ, પાપ યાદ આવે તો ઉપવાસ', - એ નિયમ સાથે નગરના દરવાજે ધ્યાનમાં રહે છે. લોકો પાપ યાદ કરાવી પ્રહાર-તિરસ્કાર કરતા હતા, પણ ઉપશમધારી મહાત્મા દઢપ્રહારી સ્વદુષ્કૃત-ગહ અને પાપ-પ્રતિપાતના મજબૂત પાયા ઉપર કલ્યાણ સાધી ગયા. - અહીં શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામીએ આવશ્યક નિર્યુક્તિમાં મિચ્છામિ દુક્કડ પદના અક્ષરોનો જુદો જુદો અર્થ બતાવ્યો છે. તેમાં “મિ' Page #101 -------------------------------------------------------------------------- ________________ : ૮૮ : પંચસૂત્ર મૃદુમાદેવપણાનાં અર્થમાં છે. એ સૂચવે છે કે દુષ્કત ગર્તામાં પશ્ચાત્તાપરૂપે “ મિચ્છામિ દુક્કડ' કહેતાં આત્માએ પહેલાં તો હૃદય એકદમ કુણું અને અહંભાવ વિનાનું-અતિ નમ્ર બનાવવું જોઈએ. વાત સાચી છે કે જો હૃદય કઠોર છે અને અહત્વ ભુલાતું નથી, તો પછી હું અકાર્ય કરનારો છું, અપરાધી છું, અધમ છું,’ એ ભાવ હૃદયમાં નહિ જાગે. વિચારો કે જીવને એમ તો પૂર્વે અહંભાવ ક્યાં મૂકવો પડ્યો નથી? અને એ કેટલો ટકાવી શક્યો છે, કે અહીં ટકશે ? આમ તો પરવશતામાં કે દુન્યવી સ્વાર્થ પૂર્તિની લાલસામાં અનિચ્છાએ અહંભાવને ઘણીય વાર જતો કર્યો છે; તો અહીં આત્મશુદ્ધિ માટે અહંભાવને સ્વેચ્છાએ કાં ન સર્જવો ? જીવે એ સમજવું જોઈએ છે કે “એવો તે શો મારો પ્રભાવ કે ઉપકાર જગત પર અમર થઈ ગયો છે કે એ હક સાથે અહંભાવ ભોગવું છું? અને હજુ પણ મારા જીવની અહંભાવ મૂકવાની તૈયારી નથી ?' અનંતજ્ઞાનીના વચનથી પૂર્વ દુષ્કતોની સાચી ગë કરવા માટે હૃદયની જે મૃદુતા જરૂરી છે, તે અર્થે જીવ જો અહંભાવ અહીં નહિ મૂકે, તો શું અંતે ઊભા રહી ગયેલા દુષ્કતના યોગે કર્મ અહંભાવ મુકાવ્યા વિના રહેશે? “મિચ્છા મિ' એમાં (૨) “ચ્છા' નો અર્થ દોષોનું છાદન છે. દોષો આત્મામાં જે નિરંકુશરૂપે છે, તેને દબાવવા, એટલે કે દોષો ઉપર નિયંત્રણ કરી નામશેષ કરવા, જેથી એ દોષો પ્રત્યે પક્ષપાત ટળે તથા કર્તવ્યપણાનો અને હિતકારીપણાનો ભાવ મટી ધૃણાભાવ-દુર્ગચ્છાભાવ જાગ્રત રહે. “ મિચ્છામિ' માં (૩) બીજા “મિ'નો અર્થ મર્યાદામાં રહેલો એવો થાય છે, તાત્પર્ય કે ધર્મક્ષેત્રની મર્યાદામાં રહેલો. આ વસ્તુ સૂચવે છે કે ધર્મ શાસનની સીમાઓની અંદર રહેવાની અપેક્ષા, અને વિધિ તથા પૂર્વાપર સ્થિતિ કેળવવાની આત્માને જો એવી અપેક્ષા ન હોય તો પણ દુષ્કતની સાચી શુદ્ધિ ન થાય. “દુક્કડ' માં (૪) દુ' નો અર્થ એ છે કે હું આવા દુષ્કૃત્યને આચરનાર મારા આત્માની દુર્ગછા કરું છું. મને મારી જાત માટે શરમ થાય છે, ધૃણા થાય છે કે મેં ક્યાં આવું અકાર્ય સેવ્યું? અને “દુક્કડ' માં (૫) “ફક' કહેતા મારાથી કરાયેલા તે પાપને, તથા (૬) “હું કહેતા ઉપશમભાવથી બંધી જાઉં છું. અર્થાત દુષ્કૃત્યના સેવનમાં અને તેની અનુમોદનામાં મૂળ કારણભૂત બનેલા કે પાછળથી ઉપયોગી થયેલા જે કષાયો, તેનો ત્યાગ કરીને ઉપશાંત બનું છું ; એટલે કે ક્ષમા, મૃદુતા, નિલભતા, પાપનો તિરસ્કાર, વગેરે ભાવો ધારણ કરી તે દુષ્કૃત્યોનાં આકર્ષણ-પક્ષપાત વગેરેના સીમાડા ઓળંગી જાઉં છું. આત્મામાંથી એના કુસંસ્કારો ઉખડી જાય એ માટે ખૂબ સાવધાન અને ઉપયોગવાળો બનું છું. સંક્ષેપમાં, આપણાથી થઈ ગયેલાં દુષ્કૃત્યોનો સાચો “મિચ્છા મિ દુક્કડ' કરવો હોય અને તે કરીને દુષ્કૃત્યોના સંસ્કારો અને દુષ્કૃત્યથી બંધાયેલા કર્મો આત્મા પરથી Page #102 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર – ૧ : ૮૯ : ભૂંસી નાખવા હોય તો આટલું જરૂરી છે, - (૧) અહંભાવના ત્યાગ સાથે સાચા પશ્ચાત્તાપને યોગ્ય કોમલ અને નમ્ર હૃદય ૨. દોષો પર તિરસ્કારભાવ, ૩. આત્માની સ્વચ્છંદ અને નિરંકુશ વૃત્તિ પર કાપ, ૪. આપણા દોષિત આત્મા પ્રત્યે દુગંછા અને ૫. દોષ સેવનને પોષનારા દુષ્કૃત્યના મૂળમાં રહેલ કષાયની શાંતિ સાથે ક્ષમાદિ ધર્મોનું આલંબન જરૂરી છે. ભગવાન અરિહંત દેવથી માંડી સર્વ જીવો અને સર્વ જડ સાધન પ્રત્યે ગમે તે પ્રકારે જન્મ જન્માંતરમાં થયેલા દુષ્કૃત્ય બદલ જો આ પદ્ધતિએ નિંદા, ગહ, દુગંછા, પશ્ચાતાપ થાય, તો એવા દુષ્કૃત્યને સહેજે કરાવનારું, મૂળભૂત સંસાર અને અતત્ત્વ પ્રત્યે રુચિભાવરૂપી જે પાપ, તેનો પ્રતિધાત કેમ ન થાય ? આત્મ વિકાસમાં ઉપયોગી ૫ ભાવ :“ મિચ્છા મિ દુક્કડમાં ગર્ભિત આ પાંચ ભાવ આત્મવિકાસ માટે બહુ ઉપયોગી છે;- (૧-૨) દોષોનો તિરસ્કાર, તથા દોષિત સ્વાત્માની દુગંછા, (૩-૪) નમ્ર અને કોમળ હૃદય, તથા સ્વછંદ નિરંકુશ વૃત્તિ પર કાપ, તેમજ (૫) દોષ દુષ્કૃત્યના મૂળમાં કામ કરતા કષાયોનો ઉપશમ, અતત્ત્વચિનો ત્યાગ. (૧-૨) આમાં પહેલા બેથી એ લાભ છે કે દોષ-પાપ ફરી સેવવાનો પ્રસંગ આવે તોય એમાં પૂર્વના જેવો રસ નહિ રહે; તેમ એ ઓછું ઓછું કરવાની વૃત્તિ રહેશેઃ એટલે જ જ્યાં સુધી દુ કૃત્ય સેવન ચાલુ છે ત્યાં સુધી એની ગર્તા અને સ્વાત્મદુશંકા રહેવી જ જોઈએ. પ્ર0- પાપો સેવ્યા કરે અને ગહ કર્યા કરે એમાં દંભ યા નઠોરતા નહિ થાય ? | ઉ0- આવો વિચાર કરીને જો વારંવાર દુષ્કૃત્ય-ગહનું કાર્ય ન કરવામાં આવે તો જીવ ક્યારેય ઊંચો જ ન આવે; કેમકે સંસારમાં પહેલે તબક્કે દોષ-પાપ-દુષ્કૃત્યોનો ત્યાગ થઈ શકતો જ નથી. ગૃહસ્થને ઘર-સંસારના આરંભ પરિગ્રહ-વિષયોના પાપ રહે જ છે, સાધુને વિતરાગ થવા પૂર્વે નાના રાગ, દ્વેષ, હાસ્ય, રતિ અરતિ વગેરે નડ્યા કરતા હોય છે. હવે જો એની ગહ તિરસ્કાર સ્વાત્મદુશંકા કરતા રહેવાનું ન હોય તો એનો અર્થ એ કે દિલ એ પાપો દોષોમાં દુભાતું નહિ, પણ ખુશમિશાલ રાખવાનું બને છે. પછી એ ક્યારે છૂટી જ શકે ? એ તો ગહ- દુર્ગાછા ચાલુ હોય તો જ એ દોષોનાં સેવન મુડદાલ બનતા આવે. એટલે આ ગહદિમાં દંભ કે નઠોરતા નથી. અલબત્ કોઈ દેખાડ માટે નહિ, કે બીજી ત્રીજી લાલસાથી નહિ, પણ અંતરથી અકર્તવ્ય તરીકે સચોટ લાગીને દોષો પ્રત્યે ગહ-તિરસ્કાર થવો જોઈએ. ભરત ચક્રવર્તીને આ આંતરિક ગહ ચાલુ હતી. એનો પ્રતાપ હતો કે આરીસાભવનમાં મોકો મળતાં એ રાગાદિ દોષો અને એના પોષક પદાર્થ ઉપર સૂગ, નફરત વધી જતાં પ્રબળ પાપ પ્રતિઘાત થઈ તરત આગળ વધતાં કેવળજ્ઞાન પ્રગટ કર્યું. Page #103 -------------------------------------------------------------------------- ________________ પંચસૂત્ર (૩-૪.) ‘મિચ્છામિ દુક્કડં'માં બીજી વાત એ આવી કે એથી નમ્રતા-કોમળતા થાય, અને સ્વચ્છંદ નિરંકુશ વૃત્તિ પર કાપ મૂકાય. કઠિન માટીમાં ઘડાનો ઘાટ ન ઉતરે. એમ કઠણ હૃદયમાં ગુણનો ઘાટ ન ઉતરે, કોમળમાં ઘાટ ઉતરે. જાતને અને દોષ દુષ્કૃત્યને મહત્ત્વ આપવું એ કઠણાશ છે. માટે જો કઠણાશ ફગાવી દેવાય, અને ગુરુ આગળ દુષ્કૃતની સાચી ગહ થાય, તો એમાં અહંત્વનો ભાવ દબાય. ‘હું મોટો, હું સારો; ગુરુ આગળ મારી હલકાઈ કેમ દેખાડું ?' એવો અહંભાવ ઊંચા ગુણસ્થાનકે નથી ચડવા દેતો; માટે નમ્રતા પણ જોઈએ. સાચી દોષ-ગર્હામાં એ થાય. : ૯૦ : (૫) દોષ કે પાપના હોંશે હોંશે સેવનની અનાદિ કુટેવ છે. એ કાઢવા એ તપાસવું જોઈએ કે અંતરની કઈ દુષ્ટ વૃત્તિ ઉપર આ દોષ આ પાપ સેવાય છે ? દા.ત. ચક્ષુશીલતા કે સ્પર્શ કુશીલતામાં નિર્ભયતા હોય, અને એનો લોભ રહે એ હૃદયની દુષ્ટ વૃત્તિ છે; ને એ મૂળ બીજ ઉપર પરસ્ત્રીનું નિરીક્ષણ કે સ્પર્શનું પાપ કરાય છે. માટે એ પાપને પ્રેરનારાં એ બીજને જ ઉખેડી નાખવું જોઈએ. આમ દરેક દરેક દુષ્કૃત્ય અને પાપના નિકાલ માટે એની મૂળભૂત દુષ્ટ વૃત્તિને ઉખેડી નાખવાની છે. એનો નિકાલ કરવાથી ઉપર દુષ્કૃત્યોને ઉગવાનું બંધ થાય છે. દા.ત. ક્રોધકષાયનો દુષ્ટભાવ એ અપશબ્દ, કઠોર ભાષા પ્રહાર વગેરે પાપ કરાવે છે, તો મૂળમાં જો એ ક્રોધકષાયનેજ શાન્ત કરી દેવાય તો અપશબ્દ કઠોર ભાષા વગેરે બોલવા કરવાનું અટકી જાય, એ સહજ છે. એમ દુષ્ટ વૃત્તિઓ અને બધા કષાયોનો ઉપશમ કરવાથી જ પાપના સીમાડા ઓળંગી જવાય. બાકી મૂળ કાયમ જેમ રોગની ચિકિત્સામાં એનો મૂળભૂત દોષ હટાવાય છે, એમ પાપ-દુષ્કૃત્યોના નિવારણમાં મૂળ કારણભૂત કુવૃત્તિ શોધી કાઢી અને હટાવવાનો પ્રયત થવો જોઈએ; તોજ સંગીન ઉન્નતિ થતી આવે. આત્મામાંથી દુષ્ટ ભાવો હટવા પર ઊંચા ગુણસ્થાનકે ચડાય છે. અહીં દોષનો તિરસ્કાર અને સ્વાત્માની દુર્ગંછા ક૨વા અંગે, * ‘અઈમુત્તા મુનિ’નો સુંદર પ્રસંગ છે કે એમણે બાલચેષ્ટામાં તળાવડામાં પાતરૂં તરાવ્યું, પરંતુ સ્થવિર મુનિઓએ એમને સાવધાન કર્યા કે તરત એમને થયું કે ‘અરે ! વહાલા પ્રભુએ તો મને પાપથી ઉગારી ચારિત્ર આપવાનો મહાન ઉપકાર કર્યો, અને મેં દુષ્ટ પાછું પાપ કર્યું ? કેવો અધમ હું ? કેવું આ અસંખ્ય જીવોની વિરાધનાનું દુષ્ટ પાપ !' ત્યારે ‘આ અઈમુત્તાને હજી કેટલા ભવ ?' એમ અવગણતા મુનિઓને પ્રભુએ સાવધાન કર્યા કે આ અઈમુત્તામુનિ તો ચરમ-શરીરી છે. અહીંથી મોક્ષે જશે. એમની કિંમત ઓછી ન ગણો.' ત્યાં હવે મુનિઓ સ્વદોષની ગર્હા-દુગંછા કરે છે. કેવું ધાન્ય શાસન ! Page #104 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૧ સ્વચ્છંદ વૃત્તિનો ત્યાગ અને નમ્રતા કુમારપાળના જીવે પૂર્વભવે કરી. રાજકુમાર છતાં દુષ્ટ વ્યસનોથી એ દેશનિકાલ થયેલ, તેથી જંગલમાં એ લૂંટારો બનેલો. અભિમાન અને સ્વચ્છંદપણામાં ઘોર કૃત્યો કરતો હતો, પરંતુ મુનિના સંપર્કે દુષ્કૃત્યગોંમાં ચડ્યો, નમ્ર બની ગયો, સ્વચ્છંદતા વિસારી ગુરુભક્ત અને અર્હદ્ભક્ત બની ગયો, તે મરીને એ રાજા કુમારપાળ થયો, પરમાર્હત ગુરુભક્ત અને અર્હદ્ભક્ત બન્યો. : ૯૧ : * सूत्र : होउ मे एसा सम्मं गरिहा । होउ मे अकरणनिअमो । बहुमयं मम एयं ति इच्छामि अणुस अरहंताणं भगवंताणं गुरुणं कल्लाणमित्ताणं ति || અર્થ :- આ મારે સમ્યગ્ ગહ હો. મારે (ફરીથી આ દુષ્કૃત્ય ) ન કરવાનો નિયમ હો, અને મને આ બહુ માન્ય છે એટલા માટે હું અરિહંત ભગવાન અને કલ્યાણમિત્ર ગુરુદેવોની હિતશિક્ષા ઈચ્છું છું. વિવેચન :- ‘મિચ્છા મિ દુક્કડં' ના એ આંતરિક ભાવો સાથે ગહ કરતાં એમ ભાવના ભાવે કે આ પ્રકારે મારી સમ્યક્ એટલે કે વિધિસર અને ભાવથી દુષ્કૃત્ય ગર્હી હો, પણ માત્ર શાબ્દિક નહિ. હાર્દિક ગર્હ એવી હો કે જેથી તે દુષ્કૃત્યની લેશમાત્ર પણ સુંદરતા યા કર્તવ્યતા હવે મને ન ભાસે. સાથે જેમ એક વખત રાગદ્વેષની ગાંઠ ભેદી કે પછી ફરીથી કર્મની ઉત્કૃષ્ટી કાળ-સ્થિતિ કદી બંધાતી નથી, તેવી રીતે હૃદયમાં ફરીથી તે દુષ્કૃતના બંધ હવે ન રહે એવો તેના અકરણનો નિયમ હો . ટીકામાં ‘ઈતિ સામર્થ્યમ્' એમ લખ્યું છે, તેનો અર્થ ‘એ અર્થપત્તિથી ગમ્ય છે’ એવો થાય. એટલે કે દુષ્કૃત્યની ગોંનું પ્રકરણ છે, માટે અકરણ નિયમ દુષ્કૃત અંગેનો સમજવો, એટલે કે ‘દુષ્કૃત ન કરવાનો ભાવ હો,' એમ અર્થપત્તિથી સમજાય છે. ઉપરના બે, એટલે કે (૧) પૂર્વના દુષ્કૃતની ગર્હા અને (૨) ભવિષ્યના દુષ્કૃતનો અકરણ નિયમ-આ બે; અથવા (૧) ચતુઃશરણગમન અને (૨) દુષ્કૃતગહ-આ બે, મને બહુ જ રુચે છે. એટલા માટે હું ત્રિલોકનાથ શ્રી અરિહંત ભગવાનનું અને કલ્યાણમિત્ર ગુરુદેવોનું મારા ૫૨ નિયમન અને હિતશિક્ષાને ઈચ્છું છું. કેમકે એમની દોરવણી અને હિતશિક્ષા એ, ચાર શરણના સ્વીકારનો તથા દુષ્કૃત-ગર્હાનો ઉપર કહેલો જે વિસ્તાર તેની સાધનામાં બીજભૂત છે. અહીં ગુરુ સાક્ષાત્ ઉપકારી છતાં પહેલાં દેવની અને પછી ગુરુની હિતશિક્ષા કેમ ઈચ્છી ? એનું કારણ એ કે તત્ત્વને અંગીકાર કરનાર આત્માઓએ મૂલ ઉપદેશક અને અધિક ગુણી પરમાત્મા તરફ પહેલાં પ્રવર્તવું એ ઉચિત છે. વળી દુષ્કૃતગહ ઉપરાંત અનુશાસ્તિ જ કેમ ઈચ્છી ? Page #105 -------------------------------------------------------------------------- ________________ : ૯૨ : પંચસૂત્ર કહો એટલા માટે કે તત્તાનુસારી માણસે અધિક ગુણો માટે અને અધિક ગુણી તરફ મૂકતા વલણ માટે પ્રયત કરવો જોઈએ. આ કરાય તો જ તત્ત્વ સ્વીકાર્યું એ સાચું ગણાય. આ એક પ્રસિધિ (કર્તવ્ય નિશ્ચય) છે, કે “હું અરિહંત પ્રભુની અને ગુરુની અનુશાસ્તિ ઈચ્છું છું.” વળી પ્રણિધાન એ છે કે – “હોઉ મે એએહિ . .' સૂત્ર - હો રે ઉર્દ સંનોનો, હોડ પણ સુપસ્થા ! होउ मे ईत्थ बहुमाणो, होउ मे इओ मुक्खबीअं ति ॥ અર્થ-વિવેચન : “એ ત્રિલોકનાથ શ્રી અરિહંતદેવો અને કલ્યાણમિત્ર સદ્ગુરુઓનો મને ઉચિત સમ્યગુ (ભક્તિ બહુમાન સહિતનો) નિશ્ચયવાળો સમાગમ હો; શાસક-શિષ્ય-ભાવનો-સ્વામિસેવક-ભાવનો, અને કલ્યાણદાતા-કલ્યાણઅર્થિભાવ નો યોગ હો, એમના પ્રત્યે સમર્પિત ભાવવાળો સમાગમ મને પ્રાપ્ત થાઓ. અહીં ધ્યાનમાં રાખવાનું એ છે કે એમની હિતશિક્ષા અને સમાગમનાં આ બે પ્રણિધાન કેવળ કોરી પ્રાર્થના કરવાનું નથી સૂચવતા, કિંતુ “હું આ બંને પ્રાપ્ત કરવા માટે પ્રયતશીલ થાઉં', એવો હૃદયનો દૃઢ નિર્ણય કરવાનું સૂચવે છે. માટે પ્રાર્થના સાથે એવો નિર્ણય પણ કરવાનો. અરિહંતાદિનો સમાગમ પણ માત્ર સ્વબળે જ નથી મળવાનો, પણ દેવાધિદેવ અને સરુની કૃપાથી થવાનો છે. માટે એમની આગળ એની પ્રાપ્તિની ય દિલભરી ઉત્તમ પ્રાર્થના હો. “પ્રભુ ! તમારો સંયોગ મને સતત થાય,' એવું પ્રાર્થનાનું જીવંત હો. અહો ! પરમ પુરુષને કરાતી આવી ઉત્તમ વસ્તુની પ્રાર્થનામાત્ર પણ જગતમાં કેવી અલભ્ય, અણમોલ અને અનંત ઉપકારક વસ્તુ છે ! વળી એના ઉપર મને બહુ જ સદૂભાવ અને માન હો, જેથી જીવનમાં હદયના અત્યંત ઉલ્લાસ સાથે આ પ્રાર્થના વારંવાર હું કરૂં. આવી રીતે પ્રાર્થના વારંવાર કરવાથી મને મોક્ષનું બીજ પ્રાપ્ત થાઓ,” આ પણ પ્રાર્થવાનું છે. પ્રાર્થના આત્માને ન બનાવે છે, જેની આગળ પ્રાર્થના કરાય છે એના તરફ વિશેષ નિકટભાવ અને ઝુકાવટ કરાવે છે, અને શુભ અધ્યવસાયને જગાડી દીર્ધકાળ સુધી જીવંત રખાવે છે, તથા જીવને સુસંસ્કારથી સમૃદ્ધ કરે છે ! એથી મિથ્યાત્વાદિ કર્મ નાશ પામે છે, અને મોક્ષબીજ પ્રાપ્ત થાય છે. મોક્ષબીજ સુવર્ણના કળશની જેમ અનુબંધવાળું “શુભ કર્મ છે. અનુબંધ એટલે શુભની પરંપરા. જેમ સોનાનો કળશ ભાંગી જવા છતાં સોનું કાયમ રહે છે, તેવી રીતે પ્રાર્થનાથી પ્રાપ્ત થયેલું શુભ પુણ્યકર્મ વિપાકે ભલે ભોગવાઈ જવા છતાં, એ શુભાનુબંધી કર્મ હોવાથી નવું શુભ ઊભું થઈ જાય છે. અર્થાત Page #106 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૧ : ૯૩ : શુભપરંપરા ઊભી રહે છે. અહીં સુપ્રાર્થના અને બહુમાનને દુષ્કતગ અંગે લઈએ તો આ પ્રણિધાન થાય, દેવ-ગુરુના સંયોગોમાં હૃદયની આ ઝંખના થાય, કે “હું હૈયાથી પ્રાર્થ છું કે દુષ્કતની ગહ અને અ-કરણ જીવંત રહો, એના પર મને બહુમાન-આદર હો. મારી આ ઉત્કટ પ્રાર્થના રહ્યા કરો.” પ્રવ- વસ્તુ તો મગાય; પરંતુ પ્રાર્થનાની માગણી શા માટે ? ઉ0- પ્રાર્થના એ બહુ કિંમતી વસ્તુ છે. દિલ માગે છે એટલે કે ઝંખે છે કે નાથ અરિહંત પ્રભુ પાસે આ પ્રાર્થના રહ્યા કરો; કેમકે (૧) એ અરિહંતનાથ અચિંત્ય પ્રભાવવંતા છે, (ર) પ્રાર્થનાથી ઈષ્ટસિદ્ધિ થાય છે; (૩) ઘન આદિની પ્રાર્થનાથી શું ? દુષ્કૃતગર્તા તથા દેવ-ગુરુસંયોગની પ્રાર્થના એજ ભવ્ય આત્મોન્નતિનાં સચોટ સાધનની પ્રાર્થના છે; અને (૪) એથી આત્મામાં મહાન નિરાશસભાવ નિસ્પૃહભાવ જાગે છે. * શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ટીકામાં પ્રસંગ છે. એક ચિતારાની પુત્રીનું બુદ્ધિબળ અને વિવેકશક્તિ દેખી રાજાએ એને પટ્ટરાણી બનાવી. બીજી રાણીઓ એના પરની ભારે ઈર્ષ્યાથી રાજાને એની વિરુદ્ધ ભંભેરતાં, એક દિવસ કહે છે કે “જુઓ તમારી પટ્ટરાણી ઓરડો બંધ કરી અંદર કામણટ્રમણ કરે છે.” રાજા ગુપ્ત રીતે બારણાની તિરાડમાથી જુએ છે, તો દેખ્યું કે પ્રિય રાણી તો ચિતારાની પુત્રી-વખતનાં જૂનાં કિપડાં પહેરીને ગદ્ગદ પ્રાર્થના કરી રહી છે કે “હે પ્રભુ ! તમે સદા મારા હૃદયમાં વસ. હે જીવ! તું આ તારી પૂર્વસ્થિતિ યાદી રાખી કદી અભિમાન ન કરીશ, તારી શોક્ય બેનો પ્રત્યે બહુ પ્રેમ રાખજે, એમનું સન્માન કરજે.' રાજા ચક્તિ થઈ બીજી રાણીઓને એ બતાવી ઈર્ષા છોડાવે છે, અને ચિતારાની પુત્રી પર અધિક આદરવાળો બને છે. પ્રાર્થના કેવો ચમત્કાર સર્જે છે ! દુષ્કતગઈ અને દેવ-ગુરુ-સંયોગ તથા એની પ્રાર્થના એ ત્રણ પર બહુમાન પણ ઈચ્છનીય છે. તે એવું કે તેની આગળ જગત ક્યા લાગે, જાતડહાપણ વાહિયાત લાગે.' આ ગહ, સંયોગ, પ્રાર્થના અને બહુમાને એ મોક્ષબીજનો સાધક સુદ્દઢ સુભાનુબંધ ઊભો કરી આપે છે. તેથી જેમ સોનાનો કળશ તૂટી ગયા પછી પણ સોનું ઊભું રહે છે, એમ અહીં મૃત્યુ થઈ એ ગહદિ ચારનો અંત થવા છતાં એનો સાર-સત્ત્વ-અર્ક ઊભો રહે છે, અને એથી ભવાંતરે શુભ-પરંપરા ચાલુ રહે છે. * ગુણસેન રાજાને પોતાના વડે અશિર્મા તાપસનાં પારણાં અજાણે પણ ચૂકાવ્યાં તે અનુચિત થયું લાગ્યું, અને એથી અંતે અગિય રેતીના ઉપસર્ગમાં એના પ્રત્યે વિશેષ ક્ષમાપના કરે છે, તથા દેવ-ગુરુસહિત જૈન ધર્મના પ્રાપ્ત સંયોગને અતિ દુર્લભ ગણી એના પર ઓવારી જાય છે, તો એથી એવો શુભાનુબંધ ઊભો થયો કે પછીના Page #107 -------------------------------------------------------------------------- ________________ : ૯૪ : પંચસૂત્ર ભવોમાં એ ઉત્તરોત્તર આગળ વધતાં અંતે એ સમરાદિત્ય કેવળી ભગવાન થયા. આમ પ્રાર્થના, બહુમાન, ગર્તાઆદિ એ મોક્ષ પર્યત ઉપયોગી થાય એવી શુભ સંસ્કારની અને શુભ કર્મની પરંપરાને અખંડિત રાખે છે. પ્રાર્થનાથી આવી પરંપરાને આપનારૂં શુભ કર્મ મને પ્રાપ્ત થાઓ. આ અરિહંતાદિનો સંયોગ સફળ છે. અર્થાત્ સંયોગ મળ્યા પછી અરિહંતની સેવા કરીએ તો સંયોગ સાર્થક થયો ગણાય. એમની સેવા સતત કરવી એ માનવ-જીવનની લ્હાણ છે. બીજાની સેવાથી જીવે સુખને બદલે દુ:ખ દીઠાં છે. આમની સેવાથી શાશ્વત સુખ લાધે છે. તેથી જ, * पत्तेसु एएसु अहं सेवारिहे सिआ आणारिहे सिआ पडिवत्तिजुत्ते सिआ निरइआरपारगे सिआ। અર્થ-વિવેચન :- “હું ઈચ્છું છું કે તારક દેવાધિદેવ અને સદ્ગુરુઓ મને પ્રાપ્ત થયા છે તો હું એમની સેવા-ઉપાસના કરવાને યોગ્ય થાઉં, લાયક થાઉં,” ઉત્તમ પુરુષોની સેવા સારી રીતિએ કરવાનું યોગ્ય આત્માઓ જ કરી શકે. વળી યોગ્ય બનીને કરાતી સેવા સેવ્યની આજ્ઞાના પાત્ર બનાવે છે. માટે “એમની કલ્યાણકારી આજ્ઞા ઝીલવાને હું પાત્ર બનું.’ જિનની આજ્ઞાનું પાલન તો શિવસુંદરીનો સંકેત છે. એની પ્રતિપત્તિવાળો થાઉં, સ્વીકાર, ભક્તિ, બહુમાન અને સમર્પિતતાવાળો થાઉં, જેથી એમની આજ્ઞાને અતિચાર-રહિતપણે સંપૂર્ણ પાળી આજ્ઞાને પાર પામનારો થાઉં; અર્થાત નિરતિચાર આજ્ઞાપાલનની પરાકાષ્ઠાએ હું પહોંચે. એ માટે આ મારી બહુમાનવાળી પ્રાર્થના છે.” સેવા-ભક્તિ વિના આજ્ઞાની લાયકાત ન મળે; અને આજ્ઞા ઝીલવાની સમ્યગુ આત્મ-દશા વિના આજ્ઞાનો સાચો સ્વીકાર અને સમર્પિતપણું થવું અશક્ય છે. તેમ સ્વીકાર સમર્પિતપણા વિના સંપૂર્ણ આજ્ઞાને પાળી લેશ પણ સ્કૂલના કે દોષ ન લગાડી ભવ પાર ઉતરવાનું કાર્ય અશક્ય છે. માટે એ ક્રમ મૂક્યો કે સેવા- ભક્તિની મને લાયકાત મળો, આજ્ઞા ઝીલવાની યોગ્યતા મળો, મને આજ્ઞાનું પાલન મળો, ને હું આજ્ઞાપાલનને, દોષ લગાડ્યા વિના, અખંડ ચલાવી પરકાષ્ઠાની આજ્ઞાનાં પાલન સુધી પહોંચું.' , અહીં સૂચવ્યું કે દેવ-ગુરુ-સંયોગ મળવા પર પહેલું કર્તવ્ય “ લાયક બની એમની સેવા કરવાનું છે.” * શäભવ, ભદ્રબાહુ, હરિભદ્ર, વગેરે બ્રાહ્મણો ચારિત્ર લઈને પહેલાં દેવ-ગુરૂની સેવામાં લાગી ગયા, તો જિનાજ્ઞા-જિનવચનને યોગ્ય બની એને ઝીલતા પ્રભાવક આચાર્ય થયા. વરાહમિહિર, કુલવાલક, બાલચંદ્ર વગેરે એ ભૂલ્યા તો સંસારે રલ્યા. માટે લાયક બની સેવા કરવી. Page #108 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૧ 3. : h-2 : સુકૃત આસેવન પ્રાસંગિક વસ્તુ સાથે દુષ્કૃતગહને વર્ણવી. હવે પાપ- પ્રતિઘાત અને ગુણ-બીજાધાનનો ત્રીજો ઉપાય સુકૃત-આસેવન વર્ણવે છે. संविग्गो जहासत्तीए सेवेमि सुकडं, अणुमोएमि सव्वेसिं अरहंताणं अणुट्ठाणं, सव्वेसि सिद्धाणं सिद्धभावं । અર્થ અને વિવેચન :- સંવિગ્ન બનેલો હું યથાશક્તિ સુકૃતને સેવું છું. ‘સંવિગ્ન’ એટલે સંવેગવાળો, એટલે કે મોક્ષ અને મોક્ષમાર્ગનો અર્થી. ‘સેવું છું' ઉપરાંત અનુમોદું છું. શું ? સર્વે અરિહંત પરમાત્માનાં ધર્મદેશના વગેરે ઉત્તમ અનુષ્ઠાનો, અને સર્વ સિદ્ધોની સિદ્ધ દશા. આગળ, કરણ-કરાવણ અને અનુમોદનને સમાન ફલ આપનારા કહેવાના છે. તો અહીં સૂત્રકારે ઉચ્ચ અનુષ્ઠાનોને અનુમોદવાનો જાણે સ્વયં કરવા સમાન કેવો મહાન લાભ બતાવ્યો ! ત્રિકાળના અનંત જિનેશ્વર દેવોનાં અનંત દુષ્કર અનુષ્ઠાન આપણે આચરવાનું તો શું ગજું ? પણ એ અનુષ્ઠાનોની અનુમોદના દ્વારા એ અનુષ્ઠાનોને કરવા જેટલો લાભ થાય ! અરિહંતનાં અનુષ્ઠાનો ક્યા ? આ;- શ્રેષ્ઠ અપ્રમત્ત સંયમ, ઉગ્રવિહાર, ઘોર તપ, પ્રચંડ પરિસહજય, ભયંકર ઉપસર્ગોમાં લોકોત્તર સહિષ્ણુતાથી દ્દઢ હૃદયે ધ્યાન, ક્રૂર કર્મથી નિર્દયપણે પીડાતા જગતને તારક ધર્મનો ઉપદેશ, ભવ્ય જીવોને ચિંતામણિથી ય અધિક શ્રુત-સમ્યક્ત્વ-દેશવિરતિ અને સર્વવિરતિનું દાન, સંયમ પ્રેરણા વગેરે વગેરે. આવાં એક એક અરિહંત પ્રભુનાં કેટલાએ સર્વસુંદર અનુષ્ઠાનો (ક્રિયાઓ) ! ધન્ય જીવન ! ધન્ય પ્રવૃત્તિ ! એવા અનંત જિનેશ્વર દેવોનાં અનંત અનુષ્ઠાનોની હું પુલકિત હૃદયે અનુમોદના કરૂં છું. ‘અહો ! કેવી એમની લોકોત્તર કાર્યવાહી ! અહો મારા જેવા દીન દુ:ખી જગતના ભવ્યજીવોને કેવાં અતિ ઉપકારક એ અનંત અરિહંત પ્રભુનાં અનંત ઉત્તમોત્તમ સુંદર અનુષ્ટાનો ! અરે એમાંનાં એકાદ પણ અનુષ્ઠાનને આચરવા હું સમર્થ નથી, છતાં અહોભાગ્ય મારાં કે મને એ ઉત્તમોત્તમ અનુષ્ટાન જાણવા-સમજવા મળ્યાં ! એની પ્રમોદ ભાવના મળી ! મને એની અનુમોદના કરવાનું મળ્યું !' અહીં સમજવાનું છે કે ‘કરણ, કરાવણ અને અનુમોદન, સરિખાં ફળ નિપજાયો રે' એ કથનના અનુસારે ધર્મ-સાધનાના એ ત્રણ રસ્તા. એમાં આ ત્રીજા ઉપાય તરીકે બતાવેલ અનુમોદના ૪ વિશેષતાથી યાને (૧) ભાવપૂર્ણ હૃદયે, (૨) આત્માને ગળગળો કરીને, (૩) સંભ્રમ (અપૂર્વહર્ષ) અને બહુમાન સહિત, અને (૪) તે Page #109 -------------------------------------------------------------------------- ________________ : ૯૬ : પંચસૂત્ર અનુષ્ઠાનો જીવનમાં ઉતારવાના મનોરથ સાથે જો થાય, તો તેવી અનુમોદનાથી અનુષ્ઠાન સાક્ષાત્ આચર્યા સરખો લાભ કેમ ન થાય ? અનુમોદન એટલે અનુસરનારું મોદન (આનંદ), અનુષ્ઠાનને અનુસરનારો આનંદ. એટલે કે સંયમ-તપ-તિતિક્ષા ધર્મોપદેશાદિઅનુષ્ઠાનનાં પ્રતિપક્ષી (વિરૂદ્ધ) જે તત્ત્વો અસંયમ, સુખશીલતા, કષાયો, પાપોપદેશ વગેરે; તેના ઉપરથી ખસીને તે અનુષ્ઠાનો ઉપર આકર્ષિત અને અભિલાષકપણે મુગ્ધ થનાર હૃદયનો નિર્મળ અને પ્રેરક આનંદ. આકર્ષણ એટલે “અહો ! આ કેવાં ઉત્તમ અને આદરણીય ! એવો ભાવ. અભિલાષિપણું એટલે “આ મને ક્યારે મળે !” એવી કામના. હવે બીજા નંબરમાં સર્વ સિદ્ધ ભગવાનનું સિદ્ધપણું, એટલે કે અવ્યાબાધ (અક્ષય નિરુપદ્રવ) સ્થિતિ, અનંત શાશ્વત સુખ, અરૂપિપણું, સ્ફટિકવત નિષ્કલંક શુદ્ધ સ્વરૂપ, અનંત જ્ઞાન-દર્શન, વગેરેને અનુમોદું છું. અહો ! અમારી અધમ એવી વારંવાર જન્મવા-મરવાની, રોગ-શોક-પોકની, કામ-ક્રોધ-લોભની, હિંસાદિ પાપોની તથા મહા અજ્ઞાન અને મહા મોહની ઉપદ્રવમય ગલીચ અવસ્થા ક્યાં ? ને સામે આ સિદ્ધ આત્માની કેવી ઉત્તમ અભૂત અગમ અવસ્થા ! सूत्र - सब्बेसिं आयरियाणं आयारं, सवेसिं साहूणं साहुकिरिअं, અર્થ-વિવેચન :- વળી ત્રિકાળના સર્વે આચાર્ય ભગવંતોનું જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીર્યાચાર , એ આચારોનું પાલન, ભવ્ય જીવોને એનું દાન, અને એમાં પ્રવર્તન, તથા શાસન-પ્રભાવનાદિ, એ સૌની હું ભૂરિ ભૂરિ અનુમોદના કરું છું. જગતના પ્રાણીઓના હિંસક અને મોહભર્યા, વિવેશૂન્ય ને કથીર, કષ્ટદાયી અને અધ:પાતકારી પાપ-આચારો ક્યાં ? ને ક્યાં વિવેકી અને ભાવદયાભર્યા, ઉન્નતિકારી, કંચનસમા આ જ્ઞાનાચાર આદિ ઉત્તમ આચારો ! ક્યાં પાપાચારોનું પાલન અને પ્રચાર ? અને ક્યાં પવિત્ર આચારોનું પાલન અને પ્રચાર ? * આચાર્ય કેશી ગણધરે નાસ્તિક પ્રદેશી રાજાને, ને * થાવસ્ત્રાપુત્ર આચાર્યે મિથ્યાદ્રષ્ટિ સુદર્શન શ્રેષ્ઠીને મહા આસ્તિક સમકિતી શ્રાવક કર્યો ! એવી રીતે સર્વ ઉપાધ્યાયજી મહારાજ જે ભાવિક મુમુક્ષુ શિષ્ય વર્ગને યોગ્યતા-અનુસારે જિનાગમના મંત્ર-સરખા મંગળમય સૂત્રોનું સમ્યગૂ વિધિએ દાન કરે છે, એ સૂત્રદાન અને સૂત્રપરંપરા-રક્ષણને અનુમોદું છું. “કેવી એ મહાપુરુષોની સુંદર ભાવાનુકંપા ! જેના યોગે અનંતકાળમાં એ શિષ્ય-વર્ગને કોઈથી ઉપકાર ન થયો હોય તેવો અતિ મહાન ઉપકાર થયો ! તેમજ સૂત્રની આ રીતે ભૂતકાળથી ચાલી આવતી કલ્યાણ પરંપરા અખંડ રહી ભવિષ્ય માટે ચાલશે ! Page #110 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૧ : ૯૭ : તેવી રીતે સર્વ ત્યાગી સાધુ મહાત્માઓના સમ્યક્ સ્વાધ્યાય, અહિંસા-સંયમ અને તપ, વિનય-ભક્તિ અને વૈયાવચ્ચ, ઉપશમ - શુભધ્યાન અને મૈત્રી કરુણા આદિ શુભ ભાવો; તથા મહાવ્રતો અને એની સુંદર ભાવના, ઘોર પરીસહ અને ઉપસર્ગમાંય અડગ ધીરતા, સાથે અન્ય ભવ્ય જીવોને રતત્રયીની સાધનામાં સહાય, ... ઈત્યાદિ સાધુ ભગવંતોના ઉત્તમ અનુષ્ઠાનોની હું ભારે અનુમોદના કરું છું. કેવી અલૌકિક જીવનચર્યા ! કેવો નિર્દોષ, સ્વપર-હિતકારી કલ્યાણાનુબંધી, વિશ્વવત્સલ વ્યવહાર ! કેવી આત્માની પવિત્ર પ્રવૃત્તિ ! કેવો પ્રબલ પુરુષાર્થ ! અહો ! જે ભાગ્યવાન આત્માઓને આવું સુંદર જીવન પ્રાપ્ત થાય છે, તેમના પુણ્યની અને તેમના આત્માની બલિહારી છે ! તેમને કરોડો વાર ધન્ય છે ! ભવસાગરને તે લગભગ તરી જવા આવ્યા છે.' | દિલની એ અનુષ્ઠાનો પર પાકી શ્રદ્ધા, આકર્ષણભાવ, નિધાનપ્રાપ્તિ જેવો હર્ષ-સંભ્રમ, ઈત્યાદિથી અનુમોદના કર્યે જવાય, જીવનમાં એ જ સાર, એ જ કર્તવ્ય, એ જ શોભાસ્પદ લાગે, તો એમાં સ્વયં પુરુષાર્થને યોગ્ય કર્મક્ષયોપશમ થતો આવે * 2ષભદેવ પ્રભુનો જીવ. પૂર્વે વજસેન ચક્રવર્તીના ભાવમાં પિતા તીર્થકરને પામી એ સુકૃતાનુમોદના કરતો રહ્યો, તો મોહનીય વીર્યંતરાય વગેરે કર્મોને દબાવતાં દબાવતાં એનો ક્ષયોપશમ કરીને એ ચક્રવર્તીપણું છોડી મુનિ બન્યા, યાવત્ ઠેઠ ૧૪ પૂર્વધર મહા તપસ્વી અને અનેક લબ્ધિથી સંપન્ન આગ્રાય બની તીર્થકર નામકર્મ ઉપાર્જીને અનુત્તર વિમાનમાં દેવ થયા. પાકી શ્રદ્ધા, આકર્ષણ, અને સંભ્રમ એ સાધનાને તેજસ્વી બનાવે છે. સૂત્ર : સહિં મુશ્વાહનો, સોહિં સેવા, સસિં નીવાળું, होउकामाणं कल्लाणासयाणं मग्गसाहणजोगे । અર્થ :- સર્વ શ્રાવકોના મોક્ષ-સાધનભૂત યોગોની, તથા સર્વ મુમુક્ષુ અને કલ્યાણ આશયવાળા દેવો તથા જીવોના મોક્ષમાર્ગનાં સાધનભૂત યોગોની (અનુમોદના કરૂ વિવેચન :- “સર્વ શ્રાવકોથી કરાતી દેવગુરુઓની વૈચાવચ્ચ, તત્ત્વશ્રવણ, ધર્મરાગ, પ્રભુભક્તિ, સાધુસેવા, દાન, વ્રત- નિયમો, તપસ્યા, સામાયિકાદિ, સ્વાધ્યાય વગેરે એ સાક્ષાત કે પરંપરાએ મોક્ષના સાધનભૂત છે; એવાં જ્ઞાન, દર્શન, ચારિત્રના વ્યાપારોને હું અનુમોદું છું.” મોહનો અધિકાર આત્મા પરથી ઉઠી ગયા પછી આવા અધ્યાત્મયોગના અનુષ્ઠાન જીવને પ્રાપ્ત થાય છે. એ આત્માના અદૂભુત વિકસિત ગુણોની અવસ્થા સૂચવે છે. આ અવસ્થા દોષભરેલા આ વિશાળ જગતમાં Page #111 -------------------------------------------------------------------------- ________________ : ૯૮ : પંચસૂત્ર અતિ દુર્લભ અને મહા પવિત્ર હોઈ, જ્યાં કવચિત દેખાતી હોય ત્યાં ખૂબજ અનુમોદનીય છે. આટલું જ નહિ પણ “સર્વ દેવો, સર્વ જીવો જે મુમુક્ષુ છે, મુક્તિની નિકટ છે, એટલે કે જે ચરમ પુદ્ગલ પરાવર્તમાં આવેલા અને વિશુદ્ધ આશયવાળા છે, નિર્મળ ભાવવાળા છે, એમના માર્ગસાધન યોગોને હું અનુમોદું છું.' માર્ગસાધન' એટલે મોક્ષના માર્ગભૂત જે સમ્યગુ દર્શન-જ્ઞાન અને સમ્યક્યારિત્ર, તેના સાધનભૂત યોગો, અર્થાત્ માર્ગાનુસારીની, આદિધાર્મિકની, અપુનબંધક જીવની અને યોગની ચાર દ્રષ્ટિમાં રહેલા જીવોની મધ્યસ્થભાવે દુરાગ્રહ વિના આચરાતી કુશળ પ્રવૃત્તિઓ; દેવદર્શન-વ્રતસેવન આદિ યોગની પૂર્વસેવા; તથા ન્યાયસંપન્નતાદિ માર્ગાનુસારી ગુણો; કે જે સમ્યગ્ગદર્શનાદિ મોક્ષ માર્ગને સધાવી આપવામાં અનુકૂળ બને છે તે. મિથ્યાદ્રષ્ટિને પણ મિથ્યાત્વ છતાં આ ગુણોની અપેક્ષાએ પ્રારંભિક પહેલું ગુણસ્થાનક' કહ્યું છે, અને તે સાન્વર્થ છે, અર્થયુક્ત છે. તેથી પરંપરાએ પણ મોક્ષસાધક આ ગુણો (કુશળ વ્યાપારો-શુભ પ્રવૃત્તિઓ) અનુમોદનીય છે. અહીં સમજવાનું છે કે મોક્ષમાર્ગોપયોગિતાની અને જિનવચનથી અવિરોધની દ્રષ્ટિએ માત્ર આ ગુણો જ અનુમોદનીય છે; પણ તેથી મિથ્યાત્વી અનુમોદનીય નથી. એની પ્રશંસા નથી કરવાની. “અન્યમાં પણ દયાદિક ગુણો, જે જિનવચન અનુસાર રે; તે સવિ ચિત અનુમોદીએ, સમક્તિબીજ નિરધાર રે.” હવે અભિનિવેશ રહિત થઈને, એટલે કે મનમાની કે દુરાગ્રહભરી અતાત્વિક કલ્પનાઓને તજીને પ્રણિધાનની શુદ્ધિ કરવામાં આવે છે. પ્રણિધાન એટલે કર્તવ્યનો નિર્ણય અને અભિલાષ, તથા વિશુદ્ધ ભાવનાના બળવાળી, યથાશક્તિ ક્રિયાવાળી અને તેમાં સમર્પિત થયેલ મનની એકાગ્રતા. તેની શુદ્ધિ આ રીતે : होउ मे एसा अणुमोअणा सम्मं विहिपुविआ सम्मं सुद्धासया, सम्म पडिवत्तिजुआ सम्मं निरइआरा, परमगुणजुत्तअरहंता-सामत्थओ । અર્થ-વિવેચન :- “હોઉ મે એસા ...' શ્રેષ્ઠ લોકોત્તર ગુણોથી યુક્ત શ્રી અરિહંતદેવ, સિદ્ધભગવાન આદિના સામર્થ્યથી, એમના શક્તિપ્રભાવથી ઉપર કહેલી મારી અનુમોદન, (૧) આગમને અનુસાર સમ્યવિધિવાળી હો એવું હું ઈચ્છું છું. વળી (૨) તે અનુમોદના તીવ્ર મિથ્યાત્વકર્મના વિનાશથી સમ્યક્ એટલે શુદ્ધ આશયવાળી હો, અર્થાત્ પૌગલિક આશંસા રહિત અને દંભ વિનાની તથા વિશુદ્ધ ભાવનાવાળી હો. વળી (૩) તે સમ્યફ સ્વીકારવાળી હો, એટલે કે તે ક્રિયામાં ઊતરી. તે પણ સારી રીતે પાળવાથી (૪) અતિચાર (ખલના) વિનાની હો. અનુમોદનાને પાપપ્રતિઘાત અને Page #112 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૧ : ૯૯ : ગુણબીજાપાનની સાધક બનાવવા માટે અનુમોદનાનો આ કેવો સુંદર અને સચોટ પ્રવૃત્તિક્રમ બતાવ્યો ! ઉન્નતિકારક સાધનાના અંગો : અનુમોદના શું, કે કોઈ પણ સામાયિકાદિ ધર્માનુષ્ઠાન, ક્ષમાદિ ગુણ, યા દાનાદિ સુકૃત શું, એની સાધના કરવા માટેની પ્રવૃત્તિના આ વ્યવસ્થિત અંગો છે :(૧) શાસ્ત્રોક્ત વિધિનું પાલન, અર્થાતુ શાસ્ત્ર યાને જ્ઞાનીનાં વચન પ્રત્યે જ્વલંત સાપેક્ષભાવ કે, “મારે એ રીતે એ મુજબ જ સાધના કરવાની; શાસ્ત્રવચનની જરાય ઉપેક્ષા કરીને નહિ.” (૨) વિશુદ્ધ અધ્યવસાય; અર્થાત દિલમાં નિર્મળ પવિત્ર ભાવ ભાવના-વિચારસરણી. તથા (૩) યથાશક્તિ સમ્યક ક્રિયા; એટલે કે જેની સાધના કરવી છે તેના અંગે સારી પ્રવૃત્તિ. દા.ત. સમભાવની સાધના માટે વિધિસર સામાયિકનાં અનુષ્ઠાનમાં જોડાવું, એની પ્રવૃત્તિ કરવી. તેમજ (૪) એ પ્રવૃત્તિનું નિરતિચાર પાલન, એટલે કે એમાં જરાય દોષ ખામી ન લાગવા દેવી. - આ ચારેયમાં એકેય ઓછું ન ચાલે; કેમકે, (૧) પહેલું તો વિધિનો આગ્રહ એ જિનવચન પ્રત્યેનો સાપેક્ષભાવ સૂચવે છે; અને સર્વ- પ્રવૃત્તિમાં જ શું, જીવન આખાને માટે જિનાજ્ઞા તો ડગલે ને પગલે આગળ કરવી જ જોઈએ. “મારે જિનાજ્ઞા પહેલી,” આ બંધન હોવું જ જોઈએ. “જિનાજ્ઞાથી જ તરાય' એ ઝળહળતો હૃદય પોકાર જરૂરી છે. નહિતર સ્વછંદ પ્રવૃત્તિ થવાથી અજ્ઞાન ચેષ્ટા થાય; એથી ભવ પાર ન થવાય. (૨) વળી, એ ભાર દિલ પર રાખવા છતાં, સાથે દિલમાં વિષય લગની, ઈર્ષા, મદ, કઠોરતા, માયા, સ્વાર્થોધતા, વગેરે કલુષિત ભાવ ન રખાય. નહિતર એ જિનાજ્ઞાનું બળ ઓછું કરી નાખે છે. એમ માનાકાંક્ષા કે અદાવત, તથા સમૃદ્ધિ કે સત્તા ઈત્યાદિની આકાંક્ષા પણ રખાય નહિ. દેવ, ગુરુ અને ક્રિયા પ્રત્યે હૃદયભીની ભક્તિ અને બહુમાન જોઈએ. આ માટે ચિરા-પરિણામ વિશુદ્ધ, નિર્મળ, પ્રશાંત હોવા જ જોઈએ. (૩) ત્યારે આ બંને છતાં પ્રમાદ તો ચાલે જ કેમ ? ધર્મપ્રવૃત્તિનો પાકો પુરુષાર્થ જોઈએ. નહિતર પાપનો પુરુષાર્થ ચાલુ રહેવાનો. ત્યાં દિલના ભાવ શુષ્ક બની જવાના. ત્યારે અનાદિની આહારાદિની સંજ્ઞાઓ અને કષાયસંજ્ઞાઓના આહારાદિની પ્રવૃત્તિથી જામેલા કુસંસ્કાર એથી વિરુદ્ધ તપ, દાન, વગેરે ધર્મ પ્રવૃત્તિના પુરુષાર્થથી જ ઘસાતા આવે. ખા-ખા આદિની પ્રવૃત્તિથી તો એ Page #113 -------------------------------------------------------------------------- ________________ : ૧OO : પંચસૂત્ર પોષાતા જ રહે. એમ, (૪) એ ત્રણે હોવા છતાં ધર્મપ્રવૃત્તિ જો ખોડખાંપણવાળી હશે, તો આત્માનું સત્ત્વ હણાશે. જો સત્ત્વ અખંડ, તો શું કામ દોષ લગાડે ? ત્યારે પ્રવૃત્તિ દોષ-અતિચાર વિનાની બને તો જ એથી ઉપરની કક્ષાની પ્રવૃત્તિ આવે, ઉપરનાં ગુણસ્થાનકે ચડે, ને ઠેઠ પરાકાષ્ઠાએ વીતરાગતા સુધી પહોંચી શકે. સત્ત્વ વિના એ કશું ન બની શકે. ઉન્નતિનાં અજોડ સાધન અને એનાં કારણ : તાત્પર્ય, જિનાજ્ઞાનો જાગતો ખપ, નિર્મળ હૃદય, પ્રબળ પુરુષાર્થ અને સત્ત્વ, એ ચાર ઉન્નતિનાં સાધન માટે (૧) સમ્યગુ વિધિનું પાલન, (૨) વિશુદ્ધ અધ્યવસાય, (૩) યથાશક્તિ સમ્યક ક્રિયા અને (૪) તેનો અખંડ નિર્દોષ નિરતિચાર નિર્વાહ, આ પ્રવૃત્તિ-અંગો છે. (૧) જિનાજ્ઞાના બંધનમાં જીવ જિનેશ્વરદેવનું સાચું શરણ પકડે છે. એમને ખરેખર શરણે ગયા એટલે એમને સાચા તારક, રક્ષક, શાસક માન્યા; “એમણે કહેલ તત્ત્વ જ સાચાં; એમણે કહેલ આરાધના માર્ગ જ સાચો'; આ હાર્દિક ભાવ ઊભો કર્યો, તેથી જિનોક્ત તત્ત્વ, માર્ગ અને વિધિ પ્રત્યે ભારે આદર રહે જ. અનાદિના મૂળભૂત દોષ અહત્વ અને આપમતિને દબાવવા માટે આ અદૂભૂત કામ કરે છે. એટલું ખરું કે “હું જિનાજ્ઞાને જ પ્રધાન કરું છું' એવું માત્ર કહેવા તરીકે કહેવાનું નહિ, પણ જીવનમાં જીવી બતાવાય, એ જિનાજ્ઞાબંધન છે. માટે સક્રિય જિનાજ્ઞાબંધન જોઈએ. (૨) સુંદર અધ્યવસાયોથી ભર્યું ભર્યું હૃદય, પવિત્ર ભાવવાહી હૃદય, સતત જાળવવામાં આવે, તો મલિન ભાવો અને હલકા વિચારો ઘણા ઘણા ઓછા થઈ જાય; કુસંસ્કારનો હ્રાસ થતો આવે; સુસંસ્કારનું બળ વધતું જાય. તેથી તો એ સંસ્કારોનો સારો જથો એકત્રિત થતાં આગળ આગળ અતિ ઉચ્ચકોટિના અધ્યવસાયને અવકાશ મળે, (૩-૪) પુરુષાર્થ અને સત્ત્વનાં વળી બહુ મૂલ્ય તો તીર્થકર ભગવાને કહેલી ધર્મશાસનની સ્થાપના પરથી સમજી શકાય એમ છે. જો કાળ, સ્વભાવ, પૂર્વક કે ભવિતવ્યતાથી જ આત્માનો ઉદ્ધાર થઈ જતો હોય, તો શાસન સ્થાપવાની જરૂર શી ? પરંતુ જીવો મોક્ષમાર્ગની આરાધનામાં પુરુષાર્થ ફોરવે એટલા માટે એ આરાધનાનું શાસન સ્થાપ્યું. એમાં પંચાચારમાં વળી વીર્યાચાર નામનો જુદો આચાર બતાવ્યો, એય ચારે આચારના પુરુષાર્થમાં વિશેષ સત્ત્વ ફોરવવા માટે, જેથી નિર્દોષ અને સબળ આરાધના થાય, Page #114 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૧ : ૧૦૧ : અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે આ પ્રાર્થના “સવિષયા' છે, “સદ્ વિષયા” છે. સવિષયા એટલે કે આલંબનભૂત પ્રાર્થ વ્યક્તિવાળી. એમાંય આલંબન સત્, અર્થાત્ પ્રાર્થના કોઈ કાલ્પનિક કે અકિંચિકર વ્યક્તિ આગળ નથી કરવામાં આવતી, કિંતુ વાસ્તવિક અને સમર્થ પ્રભાવશાળી વિશિષ્ટ કાર્યકર વ્યક્તિ આગળ કરવામાં આવે છે; તેથી પ્રાર્થના નિષ્ફળ જવાનો સંભવ નથી. કેમકે પ્રાર્થ્ય પુરુષની લોકોત્તર ઉત્તમતા એ એમની આગળ પ્રાર્થના કરનારા હૃદયને એવું ભીનું, કુણું, નમ્ર અને ઉદાર બનાવી દે છે, કે તેથી એ હૃદયમાં પ્રાર્થના અનેક ગુણોના આવર્જન (આકર્ષણ) થાય છે. પ્રાર્થ્ય પુરુષના આલંબને જ આ બને છે, એ એમનો વિશિષ્ટ પ્રભાવ છે. તેથી એમની આગળ શુદ્ધ ભાવે કરાતી પ્રાર્થનાનાં પણ મૂલ્ય ઓછાં નથી. પ્રાર્થના તો પારસ છે, એ જીવને ગુણસુવર્ણનાં જ્વલંત તેજ અર્પે છે, લોઢા જેવા ગુણહીન આત્માને સોના જેવા ગુણ-સંપન્ન બનાવે છે. અનુમોદના માટેની પ્રાર્થના પણ એવી અનુમોદનાની સુંદર બક્ષીસ કરે છે કે જેના યોગે ક્રમશઃ નિરતિચાર વિશુદ્ધ ચારિત્ર સુધી પહોંચી, જીવ અજર અમર થાય છે. વાહ ! અહિ માનવ ભવમાં કેવી મહામૂલ્યવંતી પ્રાર્થનાની સુલભતા ! વસ્તુની પ્રાર્થના વસ્તુનું ઉત્કટ આકર્ષણ અને અભિલાષા સૂચવે છે; તથા આકર્ષણ સાથેની સાચી અભિલાષા એ બીજ છે; એમાંથી ફળ આવે જ. માટે પ્રાર્થનાથી બીજ રોપો. - નાગકેતુનો જીવ, પૂર્વ ભવ પટેલ, અઠ્ઠમ કરી શક્યો નહોતો; પરંતુ અઠ્ઠમની પ્રાર્થના, ઉત્કટ આકર્ષણ-અભિલાષા એણે કરેલી; તો પછી સાવકી માતાએ એને ઊંધમાં ઝુંપડી ભેગો બાળી નાખ્યો છતાં એ શુભ ભાવમાં આધ્યાન અને તિર્યંચગતિનો અવતાર ન પામતાં પ્રાર્થના-આશંસાના બળે નાગકેતુ તરીકે મનુષ્ય અવતાર પામ્યો ! ઉપરાંત જન્મતાં પૂર્વ ભવનું સ્મરણ થતાં અઠ્ઠમ- આચરણરૂપી ફળ પામ્યો ! અને ક્રમશ: એજ ભવનાં અંતે મોક્ષ પામ્યો ! પ્રાર્થના પારસમણિ ! સુકતની સાચી અનુમોદના પણ મિથ્યાત્વની મંદતા વિના ન થઈ શકે. મિથ્યાત્વ મંદ કરવા માટે આત્મામાં શુભ અધ્યવસાય અવશ્ય જગાડવા જોઈએ અરિહંત દેવાદિ ઉપર વિશિષ્ટ સદ્ભાવ જાગે, તો શુભ અધ્યવસાય પ્રગટ થાય. આમ અરિહંત સિદ્ધ વગેરે તત્ત્વ એવા પ્રભાવશાળી છે કે એમના પ્રત્યે હૃદયમાં ધારેલો ગદ્દગદ સદ્ભાવ શુભ અધ્યવસાય જગાડી મિથ્યાત્વને મંદ બનાવી દે છે ! અને હૃદયમાં સુકૃતની સાચી અનુમોદને ઉલ્લસિત કરાવે છે ! આ તે ભગવંતોના પ્રભાવથી બન્યું, કૃપાથી બન્યું, એમ કહેવાય. દા.ત. ધ્રુવતારાના આલંબને સમુદ્રમાં નાવિક સાચી દિશામાં નાવ ચલાવી ઈષ્ટ સ્થાને પહોંચે છે, તો ત્યાં નાવિક માને છે કે ભલે નાવ ચલાવવામાં બુદ્ધિ અને મહેનત મારી, તથા ઈષ્ટ સ્થાને પહોંચવામાં ભલે સાધન નૌકા, પરંતુ અંધારી રાત જેવા કાળે વિરાટ સમુદ્રમાં સચોટ પ્રવાસ Page #115 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૨ : પંચસૂત્ર ધ્રુવતારાના પ્રભાવે થાય છે. એ તારાદેવની અમારા પર અનહદ કૃપા !' એમ અહીં ભીષણ ભવસાગરને વિષે ઈન્દ્રિય-વિષયદર્શનોના અને મિથ્યામત-દર્શનોના અંધકારમાં સાચા મોક્ષ-રાહે પ્રવાસ થઈ ઈષ્ટ મોક્ષ સ્થાને પહોંચાય, તે અરિહંત દેવના આલંબને, એમના પ્રભાવે, એમની કૃપાથી. એ. જો ન હોત, તો જીવની બુદ્ધિ અને મહેનત બધી ય સંસારના રાહે જ વેડફાઈ જાત. અનાદિ ભૂતકાળમાં એ આલંબન નથી લેવાયું માટે જ જીવ ભવમાં ભમતો રહ્યો છે. સૂત્ર : વિંતત્તિનુત્તા દિ તે પર્વતો, વીકરી સવ્ય પૂ પરમઝાન परमकल्लाणहेऊ सत्ताणं ॥ અર્થ : ખરેખર તે અરિહંત-સિદ્ધ ભગવાન અચિત્ય પ્રભાવશાળી છે, વીતરાગ સર્વજ્ઞ છે, પરમ કલ્યાણ સ્વરૂપ છે, જીવોને પરમ કલ્યાણનું કારણ છે. - વિવેચન : ખરેખર તે અરિહંતાદિ ભગવંતો (૧) અચિંત્ય શક્તિ- પ્રભાવવાળા છે, વીતરાગ છે, સર્વજ્ઞ છે. અચિંત્ય એટલે અગમ, અમેય, અને અનુપમ, અર્થાત એ અહંત-શક્તિ ન તો બરાબર ઓળખી (સમજી) શકાય, યા ન કશાથી માપી શકાય, કે ન કોઈ સાથે સરખાવી શકાય. (૨) તેમજ એ પ્રભુ પરમ યાને શ્રેષ્ઠ કલ્યાણ-સ્વરૂપ છે. આપણે એમનું દર્શન કર્યું એટલે જાણે શ્રેષ્ઠ કલ્યાણનું દર્શન કર્યું ! કેમકે પ્રગટ પરમજ્ઞાન અને પરમસુખમય એમના આત્માનું સ્વરૂપ એ શ્રેષ્ઠ કલ્યાણ છે. એ સ્વરૂપ આત્માથી અભિન્ન છે. એટલે હવે જે પરમાત્મા પોતે જ અનંત કલ્યાણ-સ્વરૂપ છે, એ પરમાત્માના સાચા દર્શનમાં પરમ કલ્યાણનું જ દર્શન કર્યું ગણાય. આત્મા જાણે સંસારના ત્રિવિધ તાપથી મુકાયો, અને અનંત કલ્યાણના આંગણે પહોંચ્યો ! આચાર્યાદિ પરમેષ્ઠી પુરુષો પણ જેમને કેવળજ્ઞાન હોય, તે મુખ્યપણે વીતરાગ સર્વજ્ઞ હોય છે, બીજા મહાવિરાગી અને બહુવૃત આચાર્યાદિ મહાપુરુષો બાળ જીવો માટે વીતરાગ સર્વજ્ઞની માફક પરમ આલંબન છે, તથા પરમ કલ્યાણ-સ્વરૂપ છે. વળી જીવોને તે તે ઉપાયોથી પરમ કલ્યાણ આપવામાં એ આચાર્યાદિ કારણભૂત છે. એ પંચ પરમેષ્ઠીની સાધના અને ઉપાસના કર્યું કલ્યાણ નથી અપાવતી ? એમનો તારક ઉપદેશ કલ્યાણના અનેક માર્ગો પ્રકાશિત કરે છે. એમનાં દર્શન કલ્યાણના ઉપાયોને જાગ્રત કરે છે. એમનું જ સ્મરણ, એમનું જ વંદન, એમની જ ભક્તિ એમના જ ગુણોનું ઉત્કીર્તન, એમનું જ આલંબન એમનું જ શરણ ઈત્યાદિ એ જીવોને માટે અચિંત્ય મહાકલ્યાણનાં સચોટ સચોટ સાધનો બને છે. માટે એ અચિંત્ય પ્રભાવવંતા છે. તેથી જ “એ અભય-ચક્ષુ-માર્ગ-શરણ-બોધિ-ધર્મદતા, એ જ જિન-તીર્ણ-બુદ્ધ-મુક્ત બનાવનારા,' વગેરે એવી સ્તુતિ ગણઘર મહારાજ જેવા શ્રેષ્ઠ વિદ્વાનો પણ કરે છે. તુલસાએ શું કર્યું હતું ? આ જ કે, એણે પ્રભુ શ્રી મહાવીર Page #116 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૩ : સૂત્ર - ૧ પરમાત્માનું શરણ જોરદાર પકડેલું,-‘મારે તો એ જ આધાર, એ જ જોવા-વિચારવાઠરવા લાયક; બ્રહ્માદિ દેવો ય નહિ અને શબ્દાદિ વિષયો ય નહિ.' એમાં એણે તીર્થંકર નામકર્મનું ઉત્કૃષ્ટ પુણ્ય ઉપાજર્યું ! સૂત્ર : મૂઢે ગમ્યું પાવે, ગળાડમોવાસિત, અળમિત્રે માવો, દિઞાતિબાનું अभिने सिआ, अहिअनिवित्ते सिआ, हिअपवित्ते सिआ, आराहगे सिआ, उचि अपडिवत्तीए सव्वसत्ताणं सहिअंति । इच्छामि सुकडं इच्छामि सुकडं, इच्छामि સુૐ । અર્થ અને વિવેચન :- હું આવા વિશિષ્ટ ગુણો અને વિશિષ્ટ ઉપકારોવાળા એ અરિહંતાદિ ભગવંતોને એ રૂપે હજી હૃદયથી નથી સ્વીકારતો, સુકૃતથી હૃદયવેધી અભિલાષા નથી કરતો, એ હું મૂઢ છું, અબુઝ-અજ્ઞાન છું. કેમકે હું પાપી જીવ છું. અજ્ઞાન અને મોહના અનેક પ્રકારના પાપોએ મને ખૂબ જ ઘેરી લીધો છે. મારો સંસાર અનાદિકાળથી ચાલ્યો આવતો હોવાથી, અનાદિ કાળથી અભ્યસ્ત (બહુ સેવેલા) એવા મોહને લીધે મારા આત્માના પ્રદેશે પ્રદેશે, જેમ લસણની ગંધથી વસ્ત્રના તંતુએ તંતુ વાસિત થાય તેમ, રાગ દ્વેષ અને મૂઢતાથી વાસિત છે. તેના ઘેરા નશાથી ઉન્મત્ત બનેલો હું હે પ્રભો ! તત્ત્વનો અનભિજ્ઞ (અજાણ) છું, મારા આત્માના જ વાસ્તવિક હિત અને અહિતના ભાન વિનાનો છું. તેથી એવું મારું શું ગજું કે સુકૃતની વાસ્તવિક અનુમોદના હું કરી શકું ? પરંતુ હું અભિલખું છું કે અરિહંત દેવાદિના સાચા શરણ-સ્વીકા૨ દ્વારા એમના પ્રભાવે હું હિતાહિતનો જાણકાર બનું; અહિતકારી મિથ્યાત્વ, અવિરતિ, કષાય પ્રમાદ અને અશુભ યોગોની પ્રવૃત્તિથી પાછો હટું, તથા હિતકારી સમ્યગ્દર્શનચારિત્ર-માર્ગે પ્રવર્તમાન થાઉં; પ્રવૃત્તિથી હું મોક્ષમાર્ગનો, મોક્ષમાર્ગનાં દાતા દેવાધિદેવનો, સદગુરુઓનો, જિનાજ્ઞાનો, સુકૃતનો.. ઈત્યાદિનો આરાધક થાઉં; તથા જગતના સર્વ જીવ પ્રત્યે ઔચિત્યભરી પ્રવૃત્તિવાળો થાઉં. હું આ રીતે સુકૃતને ઈચ્છું છું. સુકૃતને ઈચ્છું છું, સુકૃતને ઈચ્છું છું. આ ત્રણ વારનું કથન કેમ ? તો કે એ (૧) મન વચન કાયના ત્રિકરણ યોગે સુકૃત કરવાની ઈચ્છા સૂચવે છે. (૨) ભૂત, વર્તમાન અને ભવિષ્ય-એ ત્રણ કાળના સુકૃતની ઈફ્ળાને સૂચવે છે; અને (૩) સુકૃતને એટલે કે અનુમોદનાને પણ કરવા કરાવવા અને અનુમોદવા- એ ત્રણ રૂપે ઈચ્છા હોવાનું સૂચવે છે. આ સુકૃતનું આસેવન ઉત્તમ ક્રિયા છે. બીજા જીવોના સુકૃતની અનુમોદના પણ કેવી મહાફળદાયી છે, તે વિશેષે કરીને રથકાર ગૃહસ્થ, સાધુ બલદેવમુનિ અને તિર્યંચ મૃગના કથાનકમાંથી વિચારવા યોગ્ય છે. રથકાર એ સંયમીની ભક્તિ ક૨વા દાન દ્વારા સંયમ પળાવી રહ્યો છે, મુનિ એ સંયમ પાળનાર સાધુ છે, અને હરણિયો Page #117 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૪ : પંચસૂત્ર એ સંયમ તથા દાન સુકૃતની માત્ર અનુમોદના કરે છે. એમાં હરણિયો મુનિના સંયમસુકૃતની અને રથકારના દાનસુકૃતની એવી અદ્દભૂત અનુમોદના કરે છે કે ત્યાંથી એ પણ પેલા બેની સાથે પાંચમા બ્રહ્મ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અહીં મૃગની સુકૃતાનુમોદના શાથી એવી ઉત્તમ કે એણે સંયમના અને દાનના ફળ જેવું ફળ અપાવ્યું ? એટલા જ માટે કે એ અનુમોદના સુકૃતના કરવા યા કરાવવાની ચોરીવાળી નહોતી. सूत्र :- एवमेअं सम्म पढमाणस्स सुणमाणस्स अणुप्पेहमाणस्स सिढिलीभवंति परिहायंति खिजंति असुहकम्माणुबंधा। અર્થ - આ પ્રમાણે આને સમ્યફ રીતે ભણનારના, સાંભળનારના અને એની અનુપ્રેક્ષા કરનારના અશુભ કર્મને અનુબંધ શિથિલ બને છે, બ્રાસ પામતા જાય છે, અને ક્ષીણ થઈ જાય છે. વિવેચન :- આ સૂત્રને સમન્ રીતિએ ભણે તો કેવું અપૂર્વ ફળ છે, તે બતાવે છે. “સમ્યગુ રીતિએ” એટલે કે હૃદયમાં સંવેગનો પ્રકાશ પાથરીને. સંવેગ એટલે પૂર્વે કહેલાં (૧) ચાર શરણમાં શ્રી અરિહંતદેવાદિના છે તે વિશેષણોની તેવી તેવી હૃદયસ્પર્શી શ્રદ્ધા અને આદર; (૨) દુષ્કૃત ગર્તામાં સંવેગ એટલે હૃદયમાંથી દુષ્કૃતના શલ્ય કાઢી, પોતાના દુષ્કતકારી આત્માની પ્રત્યે સાચો દુગંછાભાવ, કે અધધ ! હું આવો અધમકારી ? મેં કેવું ખોટું કર્યું !' તેમજ (૩) સુકૃત- આસેવનમાં સંવેગ એટલે ક્રિયા પર્વત આત્માને લઈ જાય તેવી ગુણપ્રમોદવાળી પ્રાર્થના. (૪) સાથે, તે પાળવામાં દેવાધિદેવ અને સદ્ગુરુના પરમ સામર્થ્યના પ્રભાવ પર અટલ શ્રદ્ધા એ સંવેગ. વળી (૫) સંવેગ એટલે શરણ વગેરે ત્રણ ઉપાયો અનંતકાળે આ ભવમાં પ્રાપ્ત કરવા બદલ પોતાની જાતને મહાધન્ય માનવાનો ભાવ, ... ઈત્યાદિ ઈત્યાદિ સંવેગભાવને મુખ્ય કરીને આ સૂત્ર સ્વયં ભણનારને તથા બીજા પાસેથી સાંભળનારને, તેમજ સૂત્રના અર્થનું પાછળથી પણ સ્મરણ દ્વારા ચિંતવન (અનુપ્રેક્ષા) કરનારને (૧) અશુભ કર્મોના પૂર્વે બંધાએલા રસ અને અનુબંધ મંદ પડે છે, (૨) તે કર્મોની સ્થિતિ અને દળિયાં પણ ઓછાં થાય છે, તથા (૩) વિશિષ્ટ કોટિના શુભ અધ્યવસાયના સુંદર અભ્યાસ દ્વારા તે અશુભ કર્મોના અનુબંધ નિર્મૂળ પણ નાશ પામી જાય છે. અશુભ કર્મના અનુબંધ એટલે આત્મામાં રહેલા પ્રગટ કે છૂપી તીવ્ર ભાવો (સંકલેશી)ના સંસ્કાર. અથવા તે સંકલેશો જગાડનારા ખાસ ચીકણાં કર્મો. આવા અશુભાનુબંધી કર્મથી સંસાર અવિચ્છિન્ન વહ્યો આવે છે. પણ મહામંત્રસમ, મહાઔષધિ અને શ્રેષ્ઠ રસાયનસમ, તથા પરમ અમૃત સ્વરૂપ પૂર્વોક્ત સૂત્રનું પઠન, શ્રવણ મનન અને નિદિધ્યાસન (એકાગ્રધ્યાન) આત્મામાં ઊતર્યાથી જે શુભ ભાવ Page #118 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૧ જાગે છે, તેથી એ અશુભ અનુબંધોના ભુક્કા ઊડી જાય છે ! પછી આત્મા પર ચાલી આવતા સંસા૨પ્રવાહને સુકાઈ ગયે જ છૂટકો ને ? * પ્રદેશી રાજા મહા નાસ્તિક અને કઠોર-ધર્મી છતાં કેશી ગણધર મહારાજના ઉપદેશથી આ શરણ-સ્વીકારાદિને પ્રાપ્ત કરી એ પરમ આસ્તિકશ્રાવક બન્યો, જિનભક્ત સૂર્યાભદેવ થયો, ક્રમશઃ મોક્ષે જશે. सूत्र निरणुबंधे वाऽसुहकम्मे भग्गसामत्थे सुहपरिणामेणं, कडगबध्धे विअ विसे, अप्पफले सिआ, सुहावणिज्जे सिआ अपुणभावे सिआ । : : ૧૦૫ : અર્થ-વિવેચન :- આ રીતે આ પંચસૂત્ર દ્વારા હૃદયમાં ઉદ્ઘસિત થયેલા શુભ અધ્યવસાયોથી અશુભાનુબંધરૂપી ઝેર દૂર થાય છે, તેથી અશુભ કર્મનું હવે વિપાકની પરંપરા ચલાવવાનું સામર્થ્ય નાશ પામી જાય છે. જેમ મંત્રના સામર્થ્યથી કટકબદ્ધ (સર્પાદિ ડસ્યાના ડંખની નજીક સ્થાનમાં દોરી વગેરેથી બંધાયેલ) વિષ બહુ થોડા ફળવાળું થાય, તેમ ચાર શરણ આદિના શુભ ભાવરૂપી મંત્રથી અહીં બાકીનું અશુભ કર્મરૂપી વિષ પણ અલ્પ ફળવિપાકવાળું બને છે; તેથી સહેલાઈથી અને સંપૂર્ણપણે એ દૂર કરી શકાય એવું થાય છે; તેમજ તેવું બીજું પણ તેવી ઉત્કૃષ્ટ સ્થિતિવાળું, ફરી ન જન્મે તેવું થઈ જાય છે; અને એમ થવાથી પૂર્વકાળમાં જેમ ભોગવ્યું તેમ હવે ભવિષ્યકાળમાં અશુભ કર્મના મહા કુટુ વિપાક ભોગવવાના રહેતા નથી. ચાર શરણાદિ ત્રણ ઉપાયો અને પૂર્વોક્ત પ્રાર્થનાઓથી ઉભા થતા શુભ ભાવનો આ જબરદસ્ત લાભ સમજાય, તો એ રોજ ત્રિકાળ સેવાય. અહીં એ પ્રમાણે નુકશાનોનું નિવારણ એ ફળ તરીકે કહ્યું. હવે સમ્યગ્ ઉપાયોની સિદ્ધિસ્વરૂપ ફળને કહે છે. સૂત્ર :- તન્હા બાસાજિન્નતિ પરિપોસિદ્ધતિ નિવિન્નતિ સુદરમ્માળુવધા । साणुबन्धं च सुहकम्मं पट्टिभावन्जिअं नियमफलयं सुपउत्ते विअ महागए सुहफले सिआ, सुहपवत्तगे सिआ, परमसुह साहगे सिआ । અર્થ-વિવેચન :- આ સૂત્ર અને તેના અર્થના પઠન વગેરેથી શુભ કર્મના અનુબંધો આત્મામાં ભરપૂર એકત્રિત થાય છે; વળી શુભ ભાવની વૃદ્ધિથી તે અનુબંધ પુષ્ટ થાય છે અને પરાકાષ્ઠાએ પહોંચે છે. અહો ! કેવું મહિમાવંતુ આ પંચસૂત્ર ! ખરેખર, અનુબંધવાળું શુભ કર્મ એમાં રહેલા અત્યંત અનુબંધની અપેક્ષાએ ઉત્કૃષ્ટ (પ્રધાન) કોટિનું હોય છે. તેમજ તીવ્ર ‘શુભ’ અધ્યવસાયે એ ઉપાર્જેલું હોઈ નિયમા ઉત્તમ ફળને આપે છે. જેમકે ‘કોઈ એકાંતે કલ્યાણકારી એવા ઉત્તમ ઔષધનો સારી રીતે વિધિસર પ્રયોગ થયો હોય તો તે સુંદર ફળ તરીકે આરોગ્ય- તુષ્ટિપુષ્ટિને આપે છે. એમ, શુભ કર્મ અનુબંધવાળું હોઈ, એ વિપાકે નવા તેજસ્વી શુભમાં પ્રવૃત્તિ Page #119 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૬ : પંચસૂત્ર કરાવે છે, અને એમ પરંપરાએ શુભ ઉત્કૃષ્ટ કોટિનું થતાં એ નિર્વાણના પરમ સુખનું સાધક બને છે. જેમ અનંત સંસાર અશુભાનુંબંધ પર થાય, એમ અનંત મોક્ષ શુભાનુબંધની પ્રબળતા પર નીપજે. આથી જ નિદાનરહિત એટલે કે કોઈપણ જાતના અનાત્મિક યાને જડ સંબંધી રાગ, લોભ કે મમત્વ રાખ્યા વિના, અર્થાત આ લોક કે પરલોક સંબંધી પૌલિક આશંસા, માનાકાંક્ષા, વગેરે દૂર કરીને, તેમજ અશુભ અનુબંધોને રોકીને, શુભ ભાવ ભાવનાઓને પેદા કરવામાં આ સૂત્ર બીજ સમાન કામ કરે છે, એટલે કે અસાધારણ નિમિત્ત-કારણ બને છે. માટે (૧) સુંદર પ્રણિધાનથી (યાને વિશુદ્ધ ભાવના, એકાગ્રતા-તન્મયતા અને કર્તવ્ય નિશ્ચય સાથે) અને (૨) સમ્યક રીતે એટલે કે ચિત્તને પ્રશાંત કરીને આ સૂત્રને ભણવું ગણવું જોઈએ, એના વાંચન તથા વ્યાખ્યાનને બરાબર અનુસરતું અખંડ શ્રવણ કરવું જોઈએ, તેમજ સૂત્રના પદાર્થોનું ચિતન મનન કરવું જોઈએ. પ્રશ્ન - અહીં તો તમે નિયાણું કરવાનો નિષેધ કરો છો, તો પૂર્વે હોઉ મે એસા અણુમોયણા” ઈત્યાદિ પાઠ વિધિપૂર્વક અનુમોદનાનું નિયાણું કેમ કરાવ્યું? ઉત્તર-તે નિયાણું નથી. કેમકે નિયાણું તો રાગ, દ્વેષ કે મોહથી કરાતી આશંસાને કહે છે. દુન્યવી કીર્તિ, અદ્ધિ કે ભોગ આદિની લાલસાથી કરાતી અભિલાષા એ નિયાણું છે. એ કિલષ્ટ કર્મબંધનું કારણ છે, ભવની પરંપરા વધારનારું છે, અને એ સંવેગના અભાવે કરાય છે. * ત્રિપૃષ્ઠ વાસુદેવે પૂર્વના વિશ્વભૂતિ રાજકુમાર-મુનિના અવતારે હું અથાગ બળનો ઘણી થાઉં,” એવું રાગથી નિયાણું કર્યું, * બ્રહ્મદત્ત ચકી પૂર્વભવે તપ સંયમના પ્રભાવે ચક્રવર્તીની ભોગ સમૃદ્ધિ પામવાનું નિયાણું કરીને આવેલ; તેથી એ પાપરિયાણાના પ્રતાપે અંતે સાતમી નરકમાં જઈ પટકાયા. *અગ્નિશર્મા તાપસે મા ખમણોના પ્રકાંડ તપના ફળરૂપે ગુણસેન રાજાને ભવોભવ મારવાનું ષથી નિયાણું કર્યું, તે પછી એ મારક બનતો બનતો અને નીચી નીચી નરકમાં જતો જતો અંતે અનંત સંસારી થયો. માટે આવા નિયાણા તદ્દન અકર્તવ્ય છે. કિન્તુ કીર્તિ રાગ, ઋદ્ધિરાગ, ભોગરાગ જીવઢષ વગેરે નિયાણાનાં લક્ષણો સુકતાનુમોદનાની પ્રાર્થનામાં ઘટતા નથી. તેથી પેલાથી જુદી જાતની આ માત્ર ગુણની પવિત્ર આશંસાને નિયાણું કેમ કહેવાય ? નહિતર તો મોક્ષની પ્રાર્થના વગેરે પણ નિયાણું બની જાય. તેમ થવાથી, શાસ્ત્રમાં વિરોધ ખડો થાય; જેમકે, આગબોરિલાભ વગેરે વચનો શાસ્ત્રમાં આવે છે. ત્યાં “આરોગ્ય એટલે ભાવઆરોગ્ય મોક્ષ, એના માટે બોધિલાભ મને આપો'- આ પ્રાર્થના કરી. તે વચન જો Page #120 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર - ૧ : ૧૦૭ : નિયાણાનું પ્રતિપાદન કરનાર માનીએ, તો નિયાણાંના નિષેધક વચનો સાથે વિરોધ પડે. તાત્પર્ય, આવી શુભ કામનાવાળી પ્રાર્થના એ નિયાણું નથી. અસ્તુ, અધિક ચર્ચાથી સર્યું. સૂત્ર :- પરિવંધમં સુદમાવનિરોરેખ સુદમાવવીગં તિ સુધારા સામે पढिअव्वं, सम्मं अणुपेहिअव्वं ति । नमो नमिअनमिआणं परमगुरूवीअरागाणं । नमो सेसनमुक्कारारिहाणं । जयउ सवण्णुसासणं । परमसंबोहीए सुहिणो भवन्तु जीवा, सुहिणो भवन्तुजीवा, सुहिणो भवन्तु जीवा । અર્થ અને વિવેચન : હવે સૂત્રની સમાપ્તિ કરતાં ચરમ મંગળ કરે છે. દેવોથી વંદાએલા એવા ઈદ્રો તથા ગણધર મહર્ષિઓ પણ જેમને વંદે છે એવા પરમગુરુ વીતરાગ પરમાત્માને નમસ્કાર હો. બાકીના પણ નમસ્કારને યોગ્ય એવા ગુણાધિક આચાર્યાદિ મહારાજાઓને નમસ્કાર હો. સર્વજ્ઞ પ્રભુનું શાસન મિથ્યા દર્શનોને હટાવી વિજય પામી, જયવંતુ વર્તો. પ્રાણીઓ વરબોધિ-લાભથી, એટલે કે મિથ્યાત્વ દોષ ટાળીને સમ્યગ્દર્શન આદિ શુદ્ધ જર્મની સ્પર્શનાથી સુખી થાઓ, સુખી થાઓ, સુખી થાઓ. આ પ્રમાણે (૧) “પાપ પ્રતિઘાતથી” એટલે કે અશુભ અનુબંધ કરાવનારા આશ્રવધૂત ભાવોના વિચ્છેદપૂર્વક, (૨) “ગુણે બીજનું આધાન અર્થાત ભાવથી પ્રાણાતિપાતાદિવિરમણ રૂપી ગુણના બીજનું આત્મામાં સ્થાપન, એટલે કે તથા પ્રકારના શુભાનુબંધક વિચિત્ર વિપાકવાળા કર્મનું આધાન સૂચવ્યું. આને સૂચવનારૂં પાપ-પ્રતિઘાત-ગુણબીજાધાન સૂત્ર સમાપ્ત થયું. ૧લું પાપ-પ્રતિઘાત-ગુણબીજાધાન સૂત્ર સમાપ્ત Page #121 --------------------------------------------------------------------------  Page #122 -------------------------------------------------------------------------- ________________ સપુરૂષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો” ' એ કે એના 1i પણ પ્રકારી પ્રમા, | ડ એકાગ્રતા અપાવે ધ્ય ધ્યાન ધરાવે તે એન્જિામાં ર.. અભિલાષીને . પરમ પૂણ્યશાળી છે. ઉચ્ચ, શુભ અટ ડકારોનું સિંચ. ઇંચને કરાવે છે એતો સજ પ્રાત્વિકે , bhag Sas atsang M Raj Sau Shree R Mandal SAYLA : +91 - 02755 - 2805331280791 : rajsaubhag@yahoo.com A: www.rajsaubhag.org