________________
પંચસૂત્ર ભૂમિકા
: ૪૫ :
હાર્દિક આકર્ષણ સહેજે રહેવું જોઈએ. એમ (૪) એથી વિપરીત દોષોની ધૃણા પણ જીવતી જાગતી રાખવાની. (૫) ગુણપોષક સ્થાન અને નિમિત્તોનું સેવન પણ ચાલુ રહેવું જોઈએ. એવો સત્સંગ અને કલ્યાણમિત્રનો યોગ બરાબર રાખવો પડે.
આવી બધી તકેદારીથી કર્મનો ક્ષયોપશમ સાનુબંધ બને છે, ટકે છે, તેથી આરાધના અને આરાધક ભાવ સલામત રહે છે.
કદાચ સંયોગ-પરિસ્થિતિ કે અશક્તિવશ આરાધના ચૂકાઈને વિરાધના ઉભી થાય છે એવું દેખાય ત્યાં પણ દિલમાં આરાધક ભાવ તો બરાબર જાગ્રત રાખવાનો.
દિલને કમમાં કમ એટલું તો જરૂર લાગે કે “જિનની આજ્ઞા તો અમુક જ વાત ફરમાવે છે; હું કમનસીબ છું કે એ પાળી નથી શકતો. બાકી પાળવું તો એજ પ્રમાણે જોઈએ. જે એ પાળે છે તેને ધન્ય છે, અને મારી જાત માટે ઈચ્છું છું કે એ પ્રમાણે પાળનારો બનું” આમ જિનાજ્ઞા પ્રત્યે સચોટ અપેક્ષાભાવ એ આરાધકભાવ ટકાવે છે. ઉપેક્ષા થાય તો આરાધભાવ જાય.
નંદમણિયારનો આરાધકભાવ નષ્ટ :
આરાધકભાવ નાશ પામે તો જીવનું ભારે પતન થાય છે. નંદમણિયાર એ શ્રી પાર્શ્વનાથ ભગવાનના શાસનનો એક શ્રાવક. પણ પછીથી એ કલ્યાણમિત્રરૂપ સગર અને ધર્મી શ્રાવકોનો સંગ ચૂક્યો. મિથ્યાત્વીઓના સંગમાં પડ્યો, તો ધીરેધીરે શ્રાવકપણાના ગુણ અને આચાર ચૂકતો ગયો. એકવાર એને પવતિથિએ પષધઉપવાસમાં રાતને તૃષા લાગી, મન વિકલ્પમાં ચડ્યું કે જે પ્રવાસી માણસો અને ઢોર દૂરથી ગરમીમાં ચાલીને આવતા હશે એમને તરસની કેટલી બધી પીડા થતી હશે ! ત્યારે મારા પૈસા શું કામના ? બસ, નગર બહાર એક સરસ વાવ બંધાવું.” આ વિચારમાં પૌષધની પ્રતિજ્ઞા, શ્રાવકપણાનાં વ્રત, અસંખ્ય અકાયજીવો અને એના સંબંધી બીજા અગણિત ત્રસ જીવોની દયા, વગેરે ચૂક્યો ! અને પાછું આ વિચારમાં કાંઈ ખોટું લાગ્યું નહિ, જિનાજ્ઞાની અપેક્ષાભાવ ગયો, આરાધક ભાવ નાશ પામ્યો ! મરીને એજ વાવડીમાં દેડકા તરીકે ઉત્પન્ન થયો ! ત્યાં લોકોને ‘વાહ નિંદમણિયારે કેવી સરસ વાવ બંધાવી !' એ વારંવાર સાંભળતાં એને પૂર્વજન્મનું સ્મરણ થયું અને એને ત્યાં ખ્યાલ આવ્યો કે “મેં આરાધના સાથે આરાધક ભાવ પણ ગુમાવી વિરાધના અને વિરાધભાવ અપનાવ્યો તેથી આ તિર્યંચ યોનિમાં પટકાયો!' ભારે પશ્ચાતાપ કરે છે. પછી તો મહાવીર પ્રભુ ત્યાં પધાર્યા જાણી પ્રભુ પાસે જતાં ઘોડાના પગ નીચે દાયો; આરાધક ભાવમાં મરીને દેવ તરીકે ઉત્પન્ન થઈ ત્યાં પ્રભુના સમવસરણમાં આવ્યો ! આમ આરાધકભાવે એને તાર્યો.