________________
: ૪૬ :
પંચસૂત્ર
એટલું ભૂલવાનું નથી કે આરાધનાથી આરાધક ભાવ આવે છે, ટકે છે, અને વધે છે. માટે આરાધનાની મનમાં જરાય ઉપેક્ષા નહિ લાવવાની. “એના વિના ચાલે, એ ન હોય તો ય કાંઈ બહુ વાંધો નહિ, એતો શક્તિ અને ભાવના હોય તો કરીએ,' આવા આવા લોચા નહિ વાળવાના. નહિતર આરાધક ભાવ પણ ચાલ્યો જાય અને વિરાધક ભાવમાં પડી જવાય. ખરેખર જો આરાધક ભાવ હોય તો આરાધના શક્તિસંયોગો મુજબ કર્યા વિના દિલને ચેન જ ન પડે, અને જેમ જેમ આરાધના થતી જાય તેમ આરાધક ભાવ વધતો જાય.
જગદ્ગુરુ મહાવીર પરમાત્મા, એ પૂર્વભવે પ્રિયમિત્ર નામના ચક્રવર્તી થયા, ત્યાં એમણે એક કોડ વરસ ચારિત્રની આરાધના ચક્રવર્તીપણે મહાલેલા સુંવાળા સુકોમળ શરીરે ચક્રીપણાના વૈભવ વિલાસ ફગાવી દઈને, એવી એવી જોરદાર કરી કે એમાં આરાધક ભાવ સારી રીતે ખૂબ પુષ્ટ થતો ગયો. પછી દેવલોકમાં જઈ આવી પચીસમાં ભવે નંદન રાજાના ભવમાં દીક્ષા લીધી. એક લાખ વરસ ઉગ્ર ચારિત્ર ઉપરાંત લાખેય વરસ માસ ખમણના પારણે માસખમણ, એમ ૧૧ લાખ ૮૦ હજાર ઉપર માખમણોની અત્યંત ઉગ્ર તપસ્યાની અને અરિહંતાદિ વીસસ્થાનકની આરાધના કરી ! અદ્ભુત આરાધભાવ વધાર્યો કે એમાં તીર્થકર નામકર્મ ઉપાજર્યું ! જેથી પછી સ્વર્ગમાં જઈ માનવજન્મે ચારિત્ર અને ઉત્કટ આરાધના સાથે આરાધક ભાવ સેવતાં વીતરાગ સર્વજ્ઞ ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામી થયા ! એ જગત-દયાળુ પ્રભુને અહીં ટીકાકાર મહર્ષિ પ્રારંભે નમસ્કાર કરે છે.
Julbjple