________________
પંચસૂત્ર ભૂમિકા
: ૪૧ :
પર દયા, ગુણવાન પર દ્વેષનો અભાવ, અને ઔચિત્ય, - એ ત્રણ લક્ષણ પ્રગટ થાય છે. આમાં ગર્ભિત રીતે આત્મા તરફ દ્રષ્ટિ ઊભી થઈ હોય છે, એમાં સગુરુઓનો ઉપદેશ વગેરે નિમિત્ત મળતાં આત્માને ભવની જંજાળમાંથી મુક્ત-શુદ્ધ સ્વરૂપ પર દષ્ટિ પડે છે. આ મોક્ષ તરફની દષ્ટિ છે.
પહેલી ૪ યોગદ્રષ્ટિ : માર્ગાસારિતા :
અલબત હજી તત્ત્વની તેવી સમજ નથી એટલે એને તત્વચિ નથી. પરંતુ (૧) પૂર્વનો ચાલી આવતો તત્ત્વનો દ્વેષ શાંત થાય છે. (૨) પછી તત્ત્વની જિજ્ઞાસા જાગે છે, અને (૩) પછી તત્ત્વ સાંભળવાની ઈચ્છારૂપ શુશ્રુષા જાગે છે. બાદ (૪) તત્ત્વશ્રવણ કરે છે. આ પહેલી ચાર યોગદ્રષ્ટિમાં આરોહણરૂપ છે. એથી એને સંસારમાં જન્મ-જરા-મૃત્યુ, રોગ, શોક, ઈષ્ટવિયોગ, અનિષ્ટસંયોગ, ત્રાસ અપમાન વગેરે સંસારનું દુઃખદ સ્વરૂપ અને એથી સંસારની નિર્ગુણતા-અપકારકતાનો ખ્યાલ આવે છે. તેથી એનાં પ્રત્યે નફરત છૂટે છે. મનને એમ થાય છે કે ક્યાં સુધી આ વિષચક્રમાં ભમ્યા કરવાનું ?' તાત્પર્ય, સંસારના આભાસરૂપ સુખો ઉપરથી આસ્થા બહુમાન ઉઠી જાય છે, એમ એ વૈરાગ્ય યાને ભવનિર્વેદ પામ્યો ગણાય. વળી એને સંસારના કારણભૂત પાપસેવન કરવામાં એવી હોંશ નથી રહેતી. આ બધી સ્થિતિમાં જીવને અપનબંધકપણું પ્રાપ્ત થાય છે. અપુનબંધક એટલે દુઃખદ મોહનીય કર્મની ૭૦ સાગરોપમ કોડાકોડી સ્થિતિ જેવી ઉત્કૃષ્ટ સ્થિતિ હવે ફરીથી ન બાંધે એવી દશા. એના યોગે દયા, દાન, ત્યાગ, તપસ્યા, દેવગુરુસેવા, વ્રત-નિયમ વગેરેનો અંશે પુરુષાર્થ કરે એ ઘર્મ પુરુષાર્થ છે.
ધર્મ પુરુષાર્થ જીવના અન્યાય અનીતિ, અનુચિત વ્યય, ઉદ્ભટવેશ વગેરે દોષો અટકાવી દઈ માર્ગાનુસારી જીવનના ન્યાયસંપન્નતા, માતા-પિતાની પૂજા, અતિથિસેવા, જ્ઞાનવૃદ્ધ અને ચારિત્રશીલની ભક્તિ, આંતર-શત્રુનો નિગ્રહ, ઈન્દ્રિયો ઉપર અંકુશ, દયા-પરોપકાર-સૌમ્યતા-ધર્મશ્રવણ ઈત્યાદિ ઈત્યાદિ ગુણભર્યું જીવન ખડું કરે છે.
અહીં યોગની પહેલી ચાર દ્રષ્ટિમાં અનુક્રમે (૧) અહિંસા સત્ય- નીતિસદાચાર-પરિગ્રહણપરિમાણ, એ “યમ' અને (૨) તપ-સ્વાધ્યાય-ઈશ્વરધ્યાનશૌચ-સંતોષ, એ “નિયમ' તથા (૩) પદ્માસન, યોગમુદ્રા વગેરે દ્વારા ચિત્તસ્થિરતા એ આસન, અને (૪) બાહ્યભાવનું રેચન (ત્યાગ) તથા આંતરભાવનું પૂરક અને કુંભક (પ્રગટીકરણ અને સ્થિરતા) એ “પ્રાણાયામ” સાધવામાં આવે છે.