________________
: ૪૦ :
પંચસૂત્ર
કૃષ્ણપક્ષ ચરમાવર્ત : જીવનની બાજી હારવાનું શાથી ? જીવ કેવળ ભવાભિનંદી, માત્ર પુદ્ગલ-રસિયો, એકલી વિષય તૃષ્ણા, સ્વાર્થ અને અહંત્વના આવેશમાં જ લયલીન રહે છે. એ સ્થિતિમાં જીવ કૃષ્ણપક્ષીય જ બન્યો રહે છે, અર્થાત્ એવા તામસ ભાવમાં રાચતો રહે છે કે કદાચ સ્વર્ગાદિ-સુખની અભિલાષાએ ચારિત્ર લઈ કઠોર ક્રિયા પણ આદરે છે, છતાં આત્મસ્વસ્થતાનો ઝાંખો શુક્લપક્ષ પણ એને બિચારાને સાંપડતો નથી. એ તો જ્યારે હવે મોક્ષ પામવાને એક જ પુદ્ગલ પરાવર્તકાળ બાકી હોય એવા કાળમાં જીવ આવી જાય, પછી જ પ્રાપ્ત થાય છે. આને ચરમાવર્ત કાળ પણ કહે છે. ચરમાવર્ત કાળમાં આવવાનું જીવની પોતાની કોઈ હોશિયારી કે પુરુષાર્થથી નથી થતું, કિન્તુ પોતાનો અનાદિસિદ્ધ ભવ્યત્વ-સ્વભાવ તથા અનાદિથી અહીં સુધીનો તેટલો કાળ પસાર થવો,- આ બે તત્ત્વોના પ્રભાવે થાય છે.
ભવ્યત્વ મોક્ષમાર્ગ માટેનો પાસપોર્ટ :
ભવ્યત્વ એટલે મોક્ષ પામવાની યોગ્યતા. જેમ નદીની રેતી ઘડો બનવા માટે અયોગ્ય છે, કુંભારના ઘરે પડેલી માટી ઘડો બનવા માટે યોગ્ય છે, અને દૂર જંગલમાં પડેલી માટી યોગ્ય છતાં એને સામગ્રી ન મળવાથી એનો ઘડો બનવાનો નથી; એવી રીતે જગતમાં કેટલાક જીવો મોક્ષ પામવાને સર્વકાળ માટે તદ્દન અયોગ્ય છે તે અભવ્ય છે; બીજા અનાદિ નિગોદમાંથી બહાર નીકળી મોક્ષ પામવાની દિશામાં છે એ યોગ્ય છે; તે ભવ્ય કહેવાય; જ્યારે યોગ્યતા છતાં જે જીવો અનાદિનીગોદમાંથી નીકળવાના જ નથી, તે જાતિભવ્ય કહેવાય છે. આનો અર્થ તો એ કે ભવ્યને પોતાના કોઈ પુરુષાર્થ વિના જ અનાદિસિદ્ધ ભવ્યત્વ-સ્વભાવ યાને મોક્ષે જવાના પાસપોર્ટની મફત બક્ષીસ મળેલ છે ! માત્ર એને પકવવાની જ અર્થાત્ મોક્ષમાર્ગની સ્ટીમરમાં બેસવાની જરૂર છે. જો મફતમાં મળેલ આ પાસપોર્ટનું મૂલ્ય ન સમજાય, ને એને પકવવા પ્રયત્ન ન કરાય, તો એ કેટલી બધી કરુણ દશા કહેવાય ?
સહજમલ હાસનાં ૩ લક્ષણ :
ચરમાવર્તમાં આવવા છતાં નિયમ નથી કે જીવ તરત ઓઘદ્રષ્ટિમાંથી બહાર નીકળે. હા, એ નિયમ ખરો કે ઓઘદ્રષ્ટિમાંથી બહાર નીકળી યોગદ્રષ્ટિમાં આવવાનું બને તો તે ચરમાવર્ત યાને છેલ્લા પુદ્ગલપરાવર્તકાળમાં જ બને. કોઈને તરત જ બને, કોઈને કાળ પસાર થાય પછી પણ બને. પરંતુ સહજ-મળના નોંધપાત્ર હ્રાસથી આ વસ્તુ બને છે. અનાદિના તીવ્ર રાગદ્વેષનો આત્મા પર જામ થયેલો મળ એ સહજ મળ છે. ચ૨માવર્તમાં એનો નોંધ પાત્ર હ્રાસ પ્રાપ્ત થાય છે. ત્યાં દુઃખી જીવો