________________
પંચસૂત્ર ભૂમિકા
: ૩૯ :
ટીકાકાર મહર્ષિ આ બધા ઉત્તમ પદાર્થોને કહેનાર શ્રી પંચસૂત્ર મહાશાસ્ત્ર ઉપર વ્યાખ્યા કરે છે તે ભગવાન મહાવીર દેવને નમસ્કાર કરીને કરે છે, સબીજ ક્રિયાની પ્રાપ્તિ માટે ભવાભિનંદીપણાના દોષો ટાળવાનું ગર્ભિત સૂચન કરે છે.
અવ્યવહાર રાશિ :- ધ્યાન રાખવાનું છે કે એમણે યોગદ્રષ્ટિસમુચ્ચ નામના શાસ્ત્રમાં આજ વાત કરી છે કે જીવ પહેલી યોગદ્રષ્ટિમાં ત્યારે જ પ્રવેશ પામી શકે છે કે જ્યારે એ ઓઘદ્રષ્ટિમાંથી બહાર નીકળે છે. ઓઘદ્રષ્ટિ એ અનાદિ અનંતકાળથી ભવાભિનંદીપણાને અર્થાત કેવળ જડ રસિકતાને લીધે આત્માને સરાસર બાદ રાખી કેવળ જડતા તરફની દ્રષ્ટિ છે. અનાદિકાળથી જીવ અનંતાનંત પુદ્ગલપરાવર્તકાળ સૂક્ષ્મનિગોદમાં પસાર કરતો રહ્યો છે. નિગોદ એટલે સાધારણ વનસ્પતિકાય-જીવનું અતિ સૂક્ષ્મ શરીર કે જેમાં ભૂત ભવિષ્ય કાળના સર્વ મુક્ત આત્માઓની સંખ્યા કરતા પણ અનંતગુણી સંખ્યામાં જીવો હોય છે. એ જીવોનું આયુષ્ય માત્ર અંતર્મુહૂર્ત; અને કેટલીક વાર તો ક્ષુલ્લક ભવ તરીકે એક શ્વાસોશ્વાસમાં ૧૭ ઉપરાંત ભવ પણ થાય એટલું. તેય બધું અત્યલ્પ આયુષ્ય સર્વનારકીઓથી અનંતગુણા દુઃખવાળું ! આ બધોય અનંતકાળ એકલા સૂક્ષ્મ નિગોદના જ અવતાર. બીજો બાદર નિગોદ કે પૃથ્વીકાયાદિનો વ્યવહાર જ નહિ. તેથી તેને અવ્યવહાર રાશિનો જીવ કહેવાય છે. - અનંતા જીવોને દરેકનાં કર્મ જુદા. અનંત એની ભેગા એક જ શરીરમાં અનંતીવાર પુરાઈ અનંત દુઃખ વેઠવાના ! આવી દુઃખદ સ્થિતિના કાળ આપણા જીવે અનંતા પસાર કર્યા છે, એ જો લક્ષમાં લેવાય તો અહીં મળેલ અનુપમ તત્ત્વ-દ્રષ્ટિના સંયોગનું મહત્ત્વ સમજી એ સંયોગનું સુંદર ફળ ઉપજાવી લેવા પુરુષાર્થમાં લાગી જવાય.
વ્યવહાર રાશિ : એવી અનાદિથી ચાલતી એક સરખી સૂમ નિગોદની પરંપરામાંથી છૂટવાનું, સંસારમાંથી કોઈ એક જીવ મોક્ષ પામે ત્યારે, જેની ભવિતવ્યતા પાકી હોય તે જીવને થાય છે. પછી બાદરનિગોદ વનસ્પતિકાય દા.ત. કંદમૂળ, લીલ, શેવાળ, ફૂગ વગેરેમાં તેમજ પૃથ્વીકાયાદિ સ્થાવરકામાં તેમજ કીન્દ્રિયાદિ ત્રસકાયમાં જીવને ચડવાનું, પડવાનું, ભટકવાનું થયા કરે છે. હવે એ વ્યવહાર રાશિનો જીવ ગણાય. એમાં અનંત જન્મમરણાદિ દુઃખો અનુભવવા પડે છે ! પ્રાપ્ત જીવનની બાજી હારે તો નીચેની યોનિમાં જાય, અને જીતે તો ઊંચે ચઢે. છે. આ હાર-જીતમાં ક્યારેક મનુષ્ય જન્મ પણ મળી જાય છે. એવું અનંતીવાર બને છે. છતાં જીવનની બાજી હારવાના પ્રતાપે પાછું ચોરાશી લાખને ચક્કરે ચઢવાનું થાય છે. એમાં સૂક્ષ્મ નિગોદમાં જાય, છતાં હવે એ વ્યવહારરાશિનો જ જીવ ગણાય.