________________
: ૮ :
પંચસૂત્ર
આ ક્રમ જાળવવાને બદલે જો કોઈ માણસ પાછલા સૂત્રની વસ્તુ દા. ત. સાધુ-ધર્મની પરિભાવના અગર પ્રવજ્યા વગેરે પહેલી જ ઉપાડે અને પૂર્વનાં પગથિયાં ન રચે, તો એ યથેચ્છ તફડંચી કહેવાય. એમાં કાંઈ વાસ્તવિક ગુણ નહિ, આત્માની ઉત્ક્રાંતિ નહિ. તેથી મોક્ષ સિદ્ધ ન થાય. માટે અહીં કહ્યું કે પાંચસૂત્રના કમે જ વસ્તુ પ્રાપ્ત થાય.
આવો પાપપ્રતિઘાત કરીને ધર્મગુણનાં બીજનું આધાન કરવાનું છે. અહીં ગુણ તરીકે પ્રાણાતિપાતવિરતિ આદિ છે. અર્થાત જીવહિંસા, અસત્ય વગેરે દોષ-દુષ્કૃત્યો ઉપર સહજ અરુચિ, અપક્ષપાત, દ્વેષ, વગેરે થઈને હવે એનો પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ થાય તે ગુણ. એમાં પણ સ્વર્ગીય સુખ વગેરેની આશંસાથી જ આ હિંસાદિત્યાગ આદરાય, એની કશી કિંમત નહિ. એ કાંઈ ગુણરૂપ નથી. એમાં તો ભૌતિક સુખ-સિદ્ધિઓની જ અંધ તૃષ્ણા મુખ્ય રહે છે. એના બદલે, “એ હિંસાદિ દુષ્કૃત્યો ભવવર્ધક છે, મોક્ષને અટકાવનાર છે, આત્માની એક અધમ નિંદ્ય દશા છે,” એમ સમજી એનો ત્યાગ થાય, ગુણની જ શુદ્ધ ચાહના સેવે, એ અહિંસાદિ ગુણોનો આદર થાય, ત્યારે ધર્મગુણ પ્રગટ્યો કહેવાય. - બીજા સૂત્રમાં એ હિંસાત્યાગાદિ ગુણોના સ્વીકારની વાત છે. એના બીજનું આપાન વાવેતર કરવાનો ઉપાય અહીં પહેલા સૂત્રમાં બતાવવામાં આવ્યો છે. બીજાધાન એટલે શું :
કોઈપણ ધર્મ કે ગુણ એનું બીજ સ્થપાયા પછી ક્રમશઃ એ બીજમાંથી અંકુર, નાળ, પત્ર વગેરે ઉત્પન્ન થઈને એના ફળરૂપે તે તે ધર્મ કે ગુણ પ્રાપ્ત થાય છે. શ્રી લલિત વિસ્તરશાસ્ત્રમાં આનું વર્ણન કરતાં કહ્યું છે કે બીજું સત્મશંસાદિ ધર્મગુણની પ્રશંસા એ એનું બીજ છે. અર્થાત્ તે તે ધર્મ-ગુણ કોઈનામાં જોઈને યા ઉપદેશમાં સાંભળીને મનમાં એનું આકર્ષણ ઊભું થાય, અને ઉદ્દગાર સરી પડે કે “અહો ! કેવો સરસ ધર્મ-ગુણ ! કેવા સરસ હિંસા-ત્યાગ, અહિંસા, સત્ય ! ...' વગેરે. એ ધર્મગુણની પ્રશંસા થઈ કહેવાય. આગળ પર ઘર્મગુણરૂપી ફળ પ્રાપ્ત થવામાં આ બીજ છે. પછી એના પર એ ધર્મ-ગુણની ચિંતા અર્થાતુ અભિલાષા, ઝંખના થાય કે “મને આ ક્યારે મળે ? મલે તો કેવું સરસ !' એવી ધર્મગુણની હાર્દિક અભિલાષા એ અંકુર તરીકે છે. પછી એ કેમ પ્રાપ્ત થાય, એ માટેનું શાસ્ત્ર-શ્રવણ કરાય, એની પ્રાપ્તિ માટે ઉપાયો યોજાય, ઈત્યાદિ કરતાં કરતાં જીવનમાં એ ધર્મગુણનો સ્વીકાર યાને ધર્મગુણ પ્રાપ્ત થાય, એ બીજનું ફળ આવ્યું કહેવાય.