SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ભૂમિકા આ ગુણબીજ ખરેખર પાપપ્રતિઘાત કર્યા પછી જ પ્રાપ્ત થાય છે. એમાં જેવી રીતે પાપપ્રતિઘાતમાં અશુભ અનુબંધના આશ્રવ અટકાવવામાં આવે છે, તેવી રીતે શુભ અનુબંધવાળા કર્મ ઊભા થાય છે. આમ તો પ્રતિસમય કર્મોનો બંધ ચાલુ જ છે. પરંતુ તીવ્ર મિથ્યાત્વ કષાયાવેશ વગેરે શાંત પડી ગયા હોવાથી એના સ્થાને ચિત્તમાં શુભ ભાવ પ્રગટ થાય છે; અને એથી શુભ અનુબંધ એટલે કે શુભ કર્મની પરંપરા ચાલે એવી સ્થિતિ ઉભી થાય છે. એને પુણ્યાનુબંધી કર્મ કહી શકાય. એના વિપાક વખતે આત્મામાં એવા તીવ્ર મિથ્યાત્વ, કષાયાવેશ વગેરે નહિ હોવાથી ઘર્મગુણની રુચિ ઊભી થાય છે. સારાંશ - ગુણબીજાધાન કરવાની લાલસા હોય તો એ પ્રાણાતિપાત વિરમણ આદિ ગુણોનું પહેલાં તો આકર્ષણ એવું ઊભું કરવું જોઈએ કે જીવનમાં ધર્મગુણ એજ ઉપાદેય લાગે, એજ કર્તવ્ય અને હિતરૂપ લાગે એજ પ્રાપ્ત કરવા યોગ્ય લાગે, અને હિંસા અસત્ય વગેરે અકર્તવ્ય સમજાય. એમાંથી ધર્મગુણની એ શ્રદ્ધા ઊભી થાય છે કે એ ધર્મ ગુણોની પ્રાપ્તિથી જ જીવન ધન્ય લાગે, એ ધર્મગુણો જ સારભૂત લાગે. આ શ્રદ્ધારૂપ બીજ એ સખ્યત્ત્વ છે. એમાં મોક્ષની રૂચિ છે, તત્વનો આગ્રહ છે, પરિણતિજ્ઞાન છે. આ બધું ક્યારે આવે ? પાપનો પ્રતિઘાત થયા પછી જ. ભવરુચિનું પાપ જાય તો મોક્ષરુચિ વગેરે પ્રગટે. અતત્ત્વ-મિથ્યાત્વની રુચિનું પાપ જાય, તો જ તત્ત્વની રુચિ જાગે. સંસારરસિકતાનું પાપ જાય, તો જ મોક્ષ-રસિકતા આવે. વિષય-પ્રતિભાસ જ્ઞાન અર્થાત્ વિષયોને સુખભર્યા અને ઈન્દ્રિયોને સુખસાધન તરીકે દેખવું, એ પ્રતિભાસ જ્ઞાન જાય, તોજ તત્ત્વ-પરિણતિનો ગુણ આવે. પરિણતિ એટલે વિષયો એના સાચા સ્વરૂપે ઓળખાય, હળાહળ વિષસમાં સમજાય, ભવવૃદ્ધિ કરનારા તરીકે હૃદયમાં અંકિત થાય. એવું જ હિંસા અસત્યાદિ પાપો માટે લાગે. આ થવાથી મિથ્યાત્વપાપનો પ્રતિઘાત થઈને સમ્યગદર્શનરૂપી ગુણબીજની પ્રાપ્તિ થાય. . આ સૂત્રોનો પદાર્થ ઉપરથી સમજવો સહેલો છે, પરંતુ ગંભીર છે. અર્થાત હૃદયમાં એની સ્પર્શના કરવાનું કાર્ય ઊંડો વિચાર માગે છે. પાપ-પ્રતિઘાતથી અશુભાનુબંધનો આશ્રવ અટકી જવાથી તથા ગુણબીજાધાન દ્વારા શુભાનુબંધનો આશ્રવ ઊભો થવાથી હવે હૃદયમાં હિંસાદિ દુષ્કૃત્યોના ભાવ જાગવાની પાપ સામગ્રી અટકી જઈને ગુણના ભાવ જાગવાની સામગ્રી ઊભી થાય છે. એવી શુભ વૃત્તિ-પ્રવૃત્તિને અનુકૂળ સામગ્રી બાહ્યથી માનવ દેહ, આર્યક્ષેત્ર, પાંચ ઈન્દ્રિયની પટુતા તથા સ્વસ્થ મન, આરોગ્ય, અરિહંત દેવાધિદેવ, નિગ્રંથ ગુરુ, સર્વજ્ઞ વચન ઈત્યાદિ, તથા અત્યંતરથી શુભભાવ સમ્યગુ વીર્યોલાસ વગેરે ઊભા
SR No.005959
Book TitlePaap Pratighat ane Gun Bijadhan
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Satsang Mandal Saila
PublisherRaj Saubhag Satsang Mandal Saila
Publication Year
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy