________________
પંચસૂત્ર ભીમકા
નાખી પોતે પણ અંદર પેસી ગયો અને સાચવીને તિજોરીનું બારણું બંધ કર્યું. ભયની લેશ્યામાં એ જોવું ભૂલી ગયા કે જો આને કળ બેસી જશે તો અંદરથી પછી શી રીતે ઉઘાડીશ ? કેમકે હેન્ડલ તો બહાર હોય. અને ખરેખર અહીં બન્યું પણ એમજ ! બારણું અર્ધખુલ્લું બંધ થવાને બદલે પૂરું બંધ થઈ ગયું ! કળ બેસી ગઈ. થોડીવાર પછી ખોલવા જાય તો ખૂલે નહિ. અકળાય, ગુંગળાય, હવે તો અવાજ કરવા છતાં બહાર કોણ સાંભળે ? તે એમાં ને એમાં અંતે મરી ગયા !
: ૩૧ :
પાછળથી છોકરા બહાર શોધાશોધ કરે કે બાપા ક્યાં ગયા ? આખા ઘરમાં જોઈ વળ્યા. બહાર કાકા, મામા, ફોઈ વગેરેને ત્યાં અને ગામ બહાર પણ જોઈ આવ્યા, મળ્યા નહિ, એટલે માન્યું કે ‘જંગલમાં ગયા હશે અને ત્યાં શિકારી પશુએ મારી નાખ્યા હશે.' બસ, ડોસાનું મરણકાર્ય કર્યું. પછી ૧૩મે દિ' ઘરનું સંભાળવા જતાં તિજોરી બંધ દેખી, ચાવી જડી નહિ, લુહારને બોલાવ્યો. લુહારે તો પહેલું હેન્ડલ જ તપાસ્યું. ખટ બારણું ખૂલતાં ગંધાઈ ઉઠેલું બિહામણું મડદું જોયું ! બહાર લોકોમાં ખબર પડી ગઈ ને ગામમાં કહેતી ચાલી કે, ‘શેઠ તિજોરીમાં મરી ગયા !' આમ ખોટા ભયના દોષ પર ડોસાના બેહાલ થયા ! ચિત્તમાં તીવ્ર રાગદ્વેષના સંક્લેશ કરી કરીને જિંદગી પૂરી કરી ! પરિણામ શું ? દુઃખદ અધમ દુર્ગતિઓમાં તીવ્ર રાગાદિના સંકલેશ અને દુષ્ટ પાપોભર્યા જીવનની પરંપરા ચાલવાની !
****
જડ ખાતરના આ ભારે રાગ, તૃષ્ણા, મમતા, મદમાયા, કામક્રોધ વગેરેની
સતામણી એ ચિત્તની સંક્લિષ્ટ દશા છે.
ભય ચિત્તના સંક્લિષ્ટ પરિણામોને અતિ સંક્લિષ્ટ કરાવે છે. ભયસંજ્ઞા કાયા, કુટુંબ, ધન, દોલત વૈભવ ઘરબાર, માનમર્તબો, આબરૂ-સત્તા વગેરે પૂરતી છે ? કે ધર્મધન નહિ મળે તો ? ધર્મ મળેલો લુંટાઈ જશે તો ?' એવો પણ ભય છે ? ‘કાયાના મોમાં તપ ગુમાવીશ તો ? રસનાના ટેસમાં ત્યાગ કરવાનું ચૂકીશ તો ? • દાનમાં વિઘ્ન આવશે તો ? ધર્મ નથી સાધતો અને આયુષ્ય પૂર્ણ થશે અગર રોગ આવશે તો ?' આ ભય નથી. અનાદિની ભયસંજ્ઞાને કારણે સામાયિક, પ્રતિક્રમણ પ્રભુભક્તિ, દાન- શીલ-તપ-ભાવ, ક્ષમાદિ ગુણો, વ્રત-પચ્ચક્ખાણ, કર્મક્ષય વગેરે ન સધાય ત્યાં ભય નહિ ! ઊલટું ‘એ બધું સાધવા જાઉં, અને કાયા ઓગળી જાય, ધન ઓછું થઈ જાય, ટાઈમ બગડે, વેપારમાં વાંધો આવે, વ્યવહાર ઘવાય તો શું થાય ? એ ભય ખરો. અહો, જીવની કેવી દુર્દશા ! અરે ! કદાચ ધર્માનુષ્ઠાન કરશે તો પણ બીજા-ત્રીજા ભયથી ચિત્ત સ્થિર નહિ રાખી શકે. ભય તે કેવા ? તુચ્છ બાબતોના ! એ સારી પ્રવૃત્તિને ડહોળી નાખે છે. ભય ભારે પેંધેલો છે !
સાધુ પણ સાધવાની જાગૃતિ ન રાખે તો ભય એમને ય છોડતો નથી; કેમકે