________________
સૂત્ર – ૧
: ૭૩ :
બચાવે, રક્ષણ આપી ચોર-ડાકુથી બચાવે, પણ તેથી શું બહુ રીઝવાનું? એથી કાંઈ જરા કે મરણનો ભય ટળ્યો? ફરી નવાં જન્મ મરણાદિ દુઃખ ટળ્યાં? દુર્ગતિને તાળાં લાગ્યાં ? ભવિષ્યના કારમા રોગ, દુઃખદારિદ્ર-દૌભંગ્યાદિ દૂર થયાં ? ના, એ કરવાની તાકાત તો મારા અચિંત્ય પ્રભાવી અરિહંત દેવાધિદેવમાં જ છે. ક્યાં સમર્થ ત્રિલોકનાથ ! અને ક્યાં આ સ્વય અનાથ !'' કમઠના કાષ્ઠમાંથી પાર્શ્વપ્રભુએ બળતા સાપને બહાર કઢાવ્યો, નવકારમંત્ર અપાવ્યો, સાપે પણ પ્રભુનું શરણ લીધું, તો મરીને ધરણેદ્ર થયો ! દુર્ગતિ ટળી. અરિહંત વિના આ કોણ કરત? પાપી સાપ તે ધરણંદ્ર થાય ?
અનુત્તર-પુણ્ય-સંભારા: - એ પ્રભુ સર્વ પુણ્યોમાં શ્રેષ્ઠ પુણ્ય જે તીર્થંકર નામકર્મ, તે અને શ્રેષ્ઠ યશ-સૌભાગ્ય-આદેયતાદિના પુણ્યના પ્રભારવાળા છે. એના અદ્ભુત યોગે, એ માતાના ગર્ભમાં આવે ત્યારથી, ઈદ્રોના અચળ સિંહાસનો ઘૂજી ઉઠે ! જન્મકાળે ૫૬ દિફકુમારીઓ દુલરાવ અને ૬૪ ઈદ્રો દેવો સાથે પ્રભુના જન્માભિષેક ઉજવે ! જન્મથીજ રોગ-મેલ પરસેવા વિનાની કંચન જેવી કાયા, સુગંધી શ્વાસોશ્વાસ, અદ્રશ્ય આહારાદિવિધિ, ગાયના દૂધ જેવું રૂધિર, અને અબિભત્સ માંસ, આ અતિશયવાળા ! કેવળજ્ઞાન પછી અપૂર્વ અષ્ટ પ્રાતિહાર્ય, સમવસરણ, ને ચાલતાં પગ નીચે સુવર્ણકમળની ઋદ્ધિવાળા ! તેમજ અનેક દેવેન્દ્રો-નરેંદ્રોથી સેવાતા તથા કુલ ચોત્રીસ અને વાણીના પાંત્રીશ અતિશયવાળા એ પ્રભુ બને છે ! જગતનાં બીજાં પુણ્ય આ પુણ્ય આગળ શી વિસાતમાં ? ભરત ચક્રવર્તીનો પુત્ર મરીચિ ઋષભદેવ પ્રભુનું દેવતાઈ ચાંદી-સોના-રતમય સમવસરણની અલૌકિક સમૃદ્ધિ પુણ્ય જોઈ આ વિચારમાં ચો, તો એને જગતના પુણ્ય પર વૈરાગ્ય થઈ ગયો, અને એણે ત્યાં જ પ્રભુ પાસે દીક્ષા લીધી ! ભવોના અંતે એ જ મહાવીર પ્રભુ થયા. એવા પ્રભુને હૃદયથી એકાંત શરણે જવામાં આપણે પણ પ્રભુ બની શકીએ છીએ, એ આ પુણ્યની વિશિષ્ટતા છે. તો બીજા પુણ્યનાં સ્વાગત સન્માન કે ગીતગાન યા ઈચ્છા ય હવે શા સારુ મને ખપે ? ઓહો ! કેવા ઉત્તમ પુણ્યને ધરાવતા દેવાધિદેવની પ્રાપ્તિ મને થઈ ! આ પુણ્ય જોઈ જગતમાં બીજે આકર્ષવા કે ઈચ્છવા જેવું છે જ શું ? જીવનમાં મારે તો આ પુણ્યવંતા અરિહંત જ નાથ હો,' આ શ્રદ્ધા જોઈએ. - “ક્ષીણરાગદ્વેષમોહા' : વળી રાગ, દ્વેષ અને મોહ, અર્થાત્ ઈષ્ટ પ્રત્યે આસક્તિ, અનિષ્ટ પ્રત્યે અરુચિ અને અજ્ઞાન- મૂઢતા. મિથ્યાજ્ઞાન જેમના અત્યંત ક્ષીણ થઈ ગયા છે, એવા તે પ્રભુનું મારે શરણ હો. મારા પ્રભુ ભક્તો પરના લેશમાત્ર પણ રાગવાળા કે શત્રુ પરના કેષવાળા નહિ. વીર પ્રભુએ મહાભક્ત ગૌતમ પર રાગ ન