________________
પંચસૂત્ર
(૩-૪.) ‘મિચ્છામિ દુક્કડં'માં બીજી વાત એ આવી કે એથી નમ્રતા-કોમળતા થાય, અને સ્વચ્છંદ નિરંકુશ વૃત્તિ પર કાપ મૂકાય. કઠિન માટીમાં ઘડાનો ઘાટ ન ઉતરે. એમ કઠણ હૃદયમાં ગુણનો ઘાટ ન ઉતરે, કોમળમાં ઘાટ ઉતરે. જાતને અને દોષ દુષ્કૃત્યને મહત્ત્વ આપવું એ કઠણાશ છે. માટે જો કઠણાશ ફગાવી દેવાય, અને ગુરુ આગળ દુષ્કૃતની સાચી ગહ થાય, તો એમાં અહંત્વનો ભાવ દબાય. ‘હું મોટો, હું સારો; ગુરુ આગળ મારી હલકાઈ કેમ દેખાડું ?' એવો અહંભાવ ઊંચા ગુણસ્થાનકે નથી ચડવા દેતો; માટે નમ્રતા પણ જોઈએ. સાચી દોષ-ગર્હામાં એ
થાય.
: ૯૦ :
(૫) દોષ કે પાપના હોંશે હોંશે સેવનની અનાદિ કુટેવ છે. એ કાઢવા એ તપાસવું જોઈએ કે અંતરની કઈ દુષ્ટ વૃત્તિ ઉપર આ દોષ આ પાપ સેવાય છે ? દા.ત. ચક્ષુશીલતા કે સ્પર્શ કુશીલતામાં નિર્ભયતા હોય, અને એનો લોભ રહે એ હૃદયની દુષ્ટ વૃત્તિ છે; ને એ મૂળ બીજ ઉપર પરસ્ત્રીનું નિરીક્ષણ કે સ્પર્શનું પાપ કરાય છે. માટે એ પાપને પ્રેરનારાં એ બીજને જ ઉખેડી નાખવું જોઈએ. આમ દરેક દરેક દુષ્કૃત્ય અને પાપના નિકાલ માટે એની મૂળભૂત દુષ્ટ વૃત્તિને ઉખેડી નાખવાની છે. એનો નિકાલ કરવાથી ઉપર દુષ્કૃત્યોને ઉગવાનું બંધ થાય છે. દા.ત. ક્રોધકષાયનો દુષ્ટભાવ એ અપશબ્દ, કઠોર ભાષા પ્રહાર વગેરે પાપ કરાવે છે, તો મૂળમાં જો એ ક્રોધકષાયનેજ શાન્ત કરી દેવાય તો અપશબ્દ કઠોર ભાષા વગેરે બોલવા કરવાનું અટકી જાય, એ સહજ છે. એમ દુષ્ટ વૃત્તિઓ અને બધા કષાયોનો ઉપશમ કરવાથી જ પાપના સીમાડા ઓળંગી જવાય. બાકી મૂળ કાયમ જેમ રોગની ચિકિત્સામાં એનો મૂળભૂત દોષ હટાવાય છે, એમ પાપ-દુષ્કૃત્યોના નિવારણમાં મૂળ કારણભૂત કુવૃત્તિ શોધી કાઢી અને હટાવવાનો પ્રયત થવો જોઈએ; તોજ સંગીન ઉન્નતિ થતી આવે. આત્મામાંથી દુષ્ટ ભાવો હટવા પર ઊંચા ગુણસ્થાનકે ચડાય છે. અહીં દોષનો તિરસ્કાર અને સ્વાત્માની દુર્ગંછા ક૨વા અંગે,
*
‘અઈમુત્તા મુનિ’નો સુંદર પ્રસંગ છે કે એમણે બાલચેષ્ટામાં તળાવડામાં પાતરૂં તરાવ્યું, પરંતુ સ્થવિર મુનિઓએ એમને સાવધાન કર્યા કે તરત એમને થયું કે ‘અરે ! વહાલા પ્રભુએ તો મને પાપથી ઉગારી ચારિત્ર આપવાનો મહાન ઉપકાર કર્યો, અને મેં દુષ્ટ પાછું પાપ કર્યું ? કેવો અધમ હું ? કેવું આ અસંખ્ય જીવોની વિરાધનાનું દુષ્ટ પાપ !' ત્યારે ‘આ અઈમુત્તાને હજી કેટલા ભવ ?' એમ અવગણતા મુનિઓને પ્રભુએ સાવધાન કર્યા કે આ અઈમુત્તામુનિ તો ચરમ-શરીરી છે. અહીંથી મોક્ષે જશે. એમની કિંમત ઓછી ન ગણો.' ત્યાં હવે મુનિઓ સ્વદોષની ગર્હા-દુગંછા કરે છે. કેવું ધાન્ય શાસન !