________________
: ૮૦:
પંચસૂત્ર
રાજા પ્રદેશીએ શું કરેલું ? “સાધુ-સંન્યાસી તો લોકોને ધર્મ તપ-દાન-વ્રતાદિ કરાવી દુઃખી કરે છે', - એમ માની એમને નગરમાં આવતા બંધ કરેલા. પરંતુ શાણા મંત્રીની ગુપ્ત યોજનાથી કેશી ગણધર ત્યાં ઉદ્યાનમાં પધાર્યા. રાજા એ જાણી એમને વાદથી નિરુત્તર કરી રવાના કરવા માટે ઘોડે ચઢીને ત્યાં ગયો, અને રોફથી કહે છે “આ શું ધતીંગ માંડ્યું છે? શાનો ધરમ ? શાનો આત્મા ? આત્મા, ધર્મ, પાપ, વગેરે ખરેખર વસ્તુ હોત તો તમારા હિસાબે મારો પાપી બાપ નરકમાંથી અને મારી ઘર્મી મા સ્વર્ગમાંથી આવી મને સલાહ આપત. પરંતુ એવું કાંઈ બન્યું નથી. એટલે આત્મા, ઘર્મ વગેરે કલ્પિત છે. બોલો શો જવબ છે ?' કેશી મહારાજે જરા પણ વિસ્મિત કે ક્ષુબ્ધ થયા વિના એને આત્મા, ઘર્મ, પાપ, સ્વર્ગ નરક વગેરેની એવી તાત્વિક વિચારણા આપી કે રાજા પગમાં પડી રુદન કરતો ક્ષમા માગે છે, અને ત્યાં જ મહાન આસ્તિક શ્રાવક બને છે. અંતે રાણીના ઝેરી પ્રયોગમાં સમાધિથી મરી સૂર્યાભવિમાનનો માલિક મહાન જિનભક્ત દેવ થાય છે ! સાધુનો રાજા ઉપર " કેટલો ભવ્ય ઉપકાર થયો કે રાજા હવે ક્રમશઃ મોક્ષ પામી કૃતકૃત્ય બનશે.
* વળી તે સાધુ ભગવંતો “પઉમાઈનિદંસણા' કમળ, શરદઋતના નિર્મળ પાણી, વગેરેના દ્રષ્ટાંત જેવા યાને એવી ઉપમાવાળા છે. જેમ કાદવમાં ઉત્પત્તિ અને જલમાં વાસ હોવા છતાં, કમળ એ બન્નેને સ્પર્શ પણ કર્યા વિના ઊંચે રહે છે, તેમ સાધુ ભગવંતો કામથી જન્મેલા અને ભોગથી ઉછરેલા છતાં, કામભોગ બને આર્યા વિના નિર્વાસનામય યોગિજીવન જીવે છે. એવી જ રીતે સ્વરૂપે નિર્મળ, મીઠા અને શાંત એવા શરદ ઋતુના સરોવરની જેમ ઉપશમથી સ્વચ્છ, કરણાથી મધુર, અને તૃપ્તિ-ગાંભીર્યથી ભર્યા-હૃદયવાળા સાધુ ભગવંતો પણ પવિત્ર, દયાળુ, ગંભીર અને શાંત હોય છે. આમનો સત્સંગ કેવો આલ્હાદકારી, શીતળ અને અનંત ગુણાવહ બને ! એવા મહર્ષિના શરણે જઈને ક્યારે હું પણ કમળ-દ્રષ્ટાંતનું જીવન જીવું !' એવી ભાવના આ શરણમાં છે.
* તે મુનિરાજો સંસારની કામભોગની ગલીચ વૃત્તિ-પ્રવૃત્તિ- માત્રથી અલગ બનીને ય પાછા નિષ્ક્રિય અને એદી નથી, પરંતુ “ઝાણઝણ-સંગયા” યાને ધ્યાન અને અધ્યયનમાં લીન છે.
ધ્યાનસંગ' એટલે () ૪ ધર્મધ્યાન- (૧) જિનાજ્ઞાની અતિનિપુણતાદિ, (૨) રાગદ્વેષાદિ આશ્રવોના અપાય-અનર્થ, (૩) જ્ઞાનાવરણીયાદિ કર્મના વિપાક, તથા (૪) લોકસંસ્થાની સ્થિતિ, - એ વિષય ઉપર ધ્યાન; અથવા શુક્લધ્યાન યાને દ્રવ્યપર્યાય પૈકી એક વિષય પર ધ્યાન યાને એકાગ્ર ચિત્તના અનિરોધ (ફોરવણી)- વાળા છે. અથવા (i) ૨૫ મહાવ્રત-ભાવના, ૪ મૈત્રી આદિ ભાવના, અને ૧૨ અનિત્યાદિ