________________
પંચસૂત્ર ભીમકા
ઉચ્ચ પ્રકાશના પંથે
યાને
શ્રી પંચસૂત્ર-વિવેચન
: ૧ :
આત્માની વિકૃત દશા :
આત્મા અનાદિ અનંતકાળથી આ વિરાટ વિશ્વમાં અવિરતપણે પરિભ્રમણ કરી રહ્યો છે. આ પરિભ્રમણ પણ કેવું દુઃખદ ! એનું પોતાનું વિશુદ્ધ અનંત જ્ઞાન-વીર્ય-સુખાદિમય સહજ સ્વરૂપ દબાઈ જઈ વિકૃત બનેલા એને અજ્ઞાન-દુર્બળ-દુઃખિત વિટંબણામય ચોરાશી લાખ યોનિઓમાં પુનરપિ જનનં પુનરપિ-મરણં કરવા સ્વરૂપ ! કે જેમાં-રોગ-શોક-દારિદ્રત્ય, ઈષ્ટવિયોગઅનિષ્ટસંયોગ, માન-અપમાન, તિરસ્કાર, ભય ચિંતા-સંતાપ આદિ પીડાઓનો પાર નથી !
‘અહં-મમ’ના સાચાં સ્થાન ભૂલ્યો
:
આત્માની આ વિકૃતિ અને પરિભ્રમણ શા કારણે ? કર્મના જબરદસ્ત બંધનોની જકડામણના કારણે કર્મ દશા છે, અવળી મતિ છે. આત્મા પોતે ‘અહં' ‘મમ'નાં સાચા સ્થાનને ભૂલ્યો છે. આત્માને બદલે માટીની કાયાને ‘અહં' - ‘હું' માની બેઠો છે ! જ્ઞાનાદિ આત્મસંપત્તિને બદલે કાયાનાં સુખ-સગવડ અને તત્સંબંધી જડચેતનને ‘મમ'- ‘મારા' કલ્પી બેઠો છે ! આ 'અહં' ‘મમ'ના અયોગ્ય સ્થાનને લીધે જ જડ પ્રત્યે અનાસક્ત રહેવાને બદલે આસક્તિભર્યો રહ્યો છે. પછી જડની આસક્તિમાં જડતિ સાધવા અર્થે જડની ધોધમાર પ્રવૃત્તિ અવિરતપણે કર્યે જાય એમાં શી નવાઈ ? આશ્ચર્ય તો એ છે કે એથી કપરાં દુસ્સહ દુઃખદ ફળોમાં અનંતાનંત કાળથી વિડંબાવાં છતાં એ અંધકાર- ચેષ્ટાથી હજી થાક્યો નથી ! અરે ! તત્ત્વાંધકારને લીધે હજી એમાં કશું અજુગતું એને લાગતું નથી ! પછી એ અ ં-મમનાં સ્થાપન શાનો રદ કરે ? વિટંબણામય કર્મબંધનોથી શે મૂકાય ?