________________
પંચસૂત્ર ભૂમિકા
: ૧૧ :
છે, શ્રાવક-ધર્મમાં દાન અને શિલ આવે છે. હવે જીવને પૂછીએ કે તારો સ્વભાવ તપનો કે ખાવાનો ? પૈસા દેવાનો કે લેવાનો ? દિલમાં સંયમની વૃત્તિ જાગે કે વિષય-કષાયની ? સંયમી એટલે તો ગમે તેવા રળિયામણા વિષયો આંખ સામે આવે પણ મનને વિષયમાં ન ભળવા દે. આવો સ્વભાવ હજી સ્વપ્ન પણ નથી અનુભવ્યો. જાણે જીવના-સ્વભાવમાં વિષયરસની ઓતપ્રોતતા થઈ ગઈ છે ! આહાર સ્ટેજે યાદ આવે છે, તપ નહિ ! પરિગ્રહમાં સ્ટેજે આબાદી ભાસે, નિષ્પરિગ્રહતામાં નહિ ! ઈદ્રિયોના વિષયોનો ભોગવટો નિર્ભય લાગે, ત્યાગ નહિ ! જીવને અતૃષ્ણા સાથે નહિ પણ તૃષ્ણા અને તાલાવેલી સાથે એકરૂપતા જાણે સ્વભાવમાં કાં ન હોય ? સાધુધર્મમાં આવા ઉલટા ભાસ ન નભે. એવા ઉલટા ભાસ ટાળવા આત્મામાં કોઈ પ્રકારની યોગ્ય તૈયારી કરવી જ પડે. તે કર્યા વિના સાધુધર્મની સ્પર્શના ન થાય. પ્રતિપક્ષી જે ચીજો આત્મામાં પેસી ગઈ છે તે કાયમ ન રહેવી જોઈએ.
ચર્યા ફેરવવી જોઈએ :- આત્મસ્વભાવથી વિરુદ્ધ ચર્યા અનંતકાળ આદરી છે, એ સહજ જેવી બની આત્મામાં પેસી ગઈ છે, તેને ઓછી કરવી જોઈએ. ઓછી નહિ કરાય તો જીવન હાલબેહાલ થશે. તેને ઓછી કરી ઉચ્ચ સંયમ અને તપોમય જીવન માટે ભૂમિકા તૈયાર કરવાની. એ કેમ બને? તો જ, કે જો જડને ભૂલાય અને ચેતનને જ યાદ રખાય. અર્થ-કામ વિસરાય અને ધર્મ-મોક્ષ જ મરાય, : વિષય-કષાયનું નામ મુકાય અને ત્યાગ-વૈરાગ્ય અને ક્ષમાદિમય જીવન બનાવાય. પણ અફસોસ ! કે જે ચીજો ભૂલવાની છે તેનું વારંવાર સ્મરણ સહેજે થઈ જાય છે, અને જે યાદ કરવાનું તે યાદ આવતું નથી ! અને કદાચિત યાદ આવ્યું હોય તો ભૂલતા વાર નથી લાગતી !
રતચિંતામણિ જેવા માનવભવમાં યાદ કરવા લાયક શું ? :- અહિંસા, સંયમ અને તપ, ત્યાગ, વૈરાગ્ય અને ઉપશમ; પરિણતિ, વિરતિ અને અપ્રમાદ, દર્શન જ્ઞાન અને ચારિત્ર. વગર ખ્યાલ પણ હેજે હેજે યાદ આવે, આજ મગજમાં રમ્યા કરે, ભૂલ્યું ભૂલાય નહિ, એ સ્થિતિ ઊભી કરવી જોઈએ. એ માટે ભૂમિકારૂપે છેવટે આંશિક તપ, આંશિક સંયમ, આંશિક અહિંસા, એમ એ અંશે પણ સ્વભાવમાં આવી જવા જોઈએ. એ પોતાની ચીજ લાગે અને તેના પ્રતિપક્ષી હિંસાદિ પાપસ્થાનકો, આહારાદિ સંજ્ઞાઓ, સંસારના કંચન કુટુંબ વગેરે હૃદયથી પારકા લાગે, વેઠરૂપ લાગે, નુકસાનકારી ભાસે. સ્વભાવમાં પેસી ગયેલી અનાદિની અવળી ચર્યા સહજ ભાવે ઉછળી શકે નહિ તેવું થવું જોઈએ. ઉઠે તો બળાત્કારે ઉઠતી હોય એવી સ્થિતિ કરવી જોઈએ. સંયમ લીધો હશે ત્યાં ભૂખ બી લાગશે. પણ હવે મનમાં આહાર અને રસનાની સંજ્ઞા એટલી ઉત્કટ નહિ ઉઠે. તપ અને સંયમ મનને ધ્યાન તરફ લઈ જશે, આહાર સંજ્ઞા તરફ નહિ ઘસડતા સ્વરૂપ-રમણતા તરફ ઘસડશે.