________________
: ૧૦૩ :
સૂત્ર - ૧
પરમાત્માનું શરણ જોરદાર પકડેલું,-‘મારે તો એ જ આધાર, એ જ જોવા-વિચારવાઠરવા લાયક; બ્રહ્માદિ દેવો ય નહિ અને શબ્દાદિ વિષયો ય નહિ.' એમાં એણે તીર્થંકર નામકર્મનું ઉત્કૃષ્ટ પુણ્ય ઉપાજર્યું !
સૂત્ર : મૂઢે ગમ્યું પાવે, ગળાડમોવાસિત, અળમિત્રે માવો, દિઞાતિબાનું अभिने सिआ, अहिअनिवित्ते सिआ, हिअपवित्ते सिआ, आराहगे सिआ, उचि अपडिवत्तीए सव्वसत्ताणं सहिअंति । इच्छामि सुकडं इच्छामि सुकडं, इच्छामि સુૐ ।
અર્થ અને વિવેચન :- હું આવા વિશિષ્ટ ગુણો અને વિશિષ્ટ ઉપકારોવાળા એ અરિહંતાદિ ભગવંતોને એ રૂપે હજી હૃદયથી નથી સ્વીકારતો, સુકૃતથી હૃદયવેધી અભિલાષા નથી કરતો, એ હું મૂઢ છું, અબુઝ-અજ્ઞાન છું. કેમકે હું પાપી જીવ છું. અજ્ઞાન અને મોહના અનેક પ્રકારના પાપોએ મને ખૂબ જ ઘેરી લીધો છે. મારો સંસાર અનાદિકાળથી ચાલ્યો આવતો હોવાથી, અનાદિ કાળથી અભ્યસ્ત (બહુ સેવેલા) એવા મોહને લીધે મારા આત્માના પ્રદેશે પ્રદેશે, જેમ લસણની ગંધથી વસ્ત્રના તંતુએ તંતુ વાસિત થાય તેમ, રાગ દ્વેષ અને મૂઢતાથી વાસિત છે. તેના ઘેરા નશાથી ઉન્મત્ત બનેલો હું હે પ્રભો ! તત્ત્વનો અનભિજ્ઞ (અજાણ) છું, મારા આત્માના જ વાસ્તવિક હિત અને અહિતના ભાન વિનાનો છું. તેથી એવું મારું શું ગજું કે સુકૃતની વાસ્તવિક અનુમોદના હું કરી શકું ? પરંતુ હું અભિલખું છું કે અરિહંત દેવાદિના સાચા શરણ-સ્વીકા૨ દ્વારા એમના પ્રભાવે હું હિતાહિતનો જાણકાર બનું; અહિતકારી મિથ્યાત્વ, અવિરતિ, કષાય પ્રમાદ અને અશુભ યોગોની પ્રવૃત્તિથી પાછો હટું, તથા હિતકારી સમ્યગ્દર્શનચારિત્ર-માર્ગે પ્રવર્તમાન થાઉં; પ્રવૃત્તિથી હું મોક્ષમાર્ગનો, મોક્ષમાર્ગનાં દાતા દેવાધિદેવનો, સદગુરુઓનો, જિનાજ્ઞાનો, સુકૃતનો.. ઈત્યાદિનો આરાધક થાઉં; તથા જગતના સર્વ જીવ પ્રત્યે ઔચિત્યભરી પ્રવૃત્તિવાળો થાઉં. હું આ રીતે સુકૃતને ઈચ્છું છું. સુકૃતને ઈચ્છું છું, સુકૃતને ઈચ્છું છું.
આ ત્રણ વારનું કથન કેમ ? તો કે એ (૧) મન વચન કાયના ત્રિકરણ યોગે સુકૃત કરવાની ઈચ્છા સૂચવે છે. (૨) ભૂત, વર્તમાન અને ભવિષ્ય-એ ત્રણ કાળના સુકૃતની ઈફ્ળાને સૂચવે છે; અને (૩) સુકૃતને એટલે કે અનુમોદનાને પણ કરવા કરાવવા અને અનુમોદવા- એ ત્રણ રૂપે ઈચ્છા હોવાનું સૂચવે છે.
આ સુકૃતનું આસેવન ઉત્તમ ક્રિયા છે. બીજા જીવોના સુકૃતની અનુમોદના પણ કેવી મહાફળદાયી છે, તે વિશેષે કરીને રથકાર ગૃહસ્થ, સાધુ બલદેવમુનિ અને તિર્યંચ મૃગના કથાનકમાંથી વિચારવા યોગ્ય છે. રથકાર એ સંયમીની ભક્તિ ક૨વા દાન દ્વારા સંયમ પળાવી રહ્યો છે, મુનિ એ સંયમ પાળનાર સાધુ છે, અને હરણિયો