________________
સૂત્ર - ૧
: ૯૩ :
શુભપરંપરા ઊભી રહે છે. અહીં સુપ્રાર્થના અને બહુમાનને દુષ્કતગ અંગે લઈએ તો આ પ્રણિધાન થાય, દેવ-ગુરુના સંયોગોમાં હૃદયની આ ઝંખના થાય, કે “હું હૈયાથી પ્રાર્થ છું કે દુષ્કતની ગહ અને અ-કરણ જીવંત રહો, એના પર મને બહુમાન-આદર હો. મારી આ ઉત્કટ પ્રાર્થના રહ્યા કરો.”
પ્રવ- વસ્તુ તો મગાય; પરંતુ પ્રાર્થનાની માગણી શા માટે ?
ઉ0- પ્રાર્થના એ બહુ કિંમતી વસ્તુ છે. દિલ માગે છે એટલે કે ઝંખે છે કે નાથ અરિહંત પ્રભુ પાસે આ પ્રાર્થના રહ્યા કરો; કેમકે (૧) એ અરિહંતનાથ અચિંત્ય પ્રભાવવંતા છે, (ર) પ્રાર્થનાથી ઈષ્ટસિદ્ધિ થાય છે; (૩) ઘન આદિની પ્રાર્થનાથી શું ? દુષ્કૃતગર્તા તથા દેવ-ગુરુસંયોગની પ્રાર્થના એજ ભવ્ય આત્મોન્નતિનાં સચોટ સાધનની પ્રાર્થના છે; અને (૪) એથી આત્મામાં મહાન નિરાશસભાવ નિસ્પૃહભાવ જાગે છે.
* શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર ટીકામાં પ્રસંગ છે. એક ચિતારાની પુત્રીનું બુદ્ધિબળ અને વિવેકશક્તિ દેખી રાજાએ એને પટ્ટરાણી બનાવી. બીજી રાણીઓ એના પરની ભારે ઈર્ષ્યાથી રાજાને એની વિરુદ્ધ ભંભેરતાં, એક દિવસ કહે છે કે “જુઓ તમારી પટ્ટરાણી ઓરડો બંધ કરી અંદર કામણટ્રમણ કરે છે.” રાજા ગુપ્ત રીતે બારણાની તિરાડમાથી જુએ છે, તો દેખ્યું કે પ્રિય રાણી તો ચિતારાની પુત્રી-વખતનાં જૂનાં કિપડાં પહેરીને ગદ્ગદ પ્રાર્થના કરી રહી છે કે “હે પ્રભુ ! તમે સદા મારા હૃદયમાં વસ. હે જીવ! તું આ તારી પૂર્વસ્થિતિ યાદી રાખી કદી અભિમાન ન કરીશ, તારી શોક્ય બેનો પ્રત્યે બહુ પ્રેમ રાખજે, એમનું સન્માન કરજે.' રાજા ચક્તિ થઈ બીજી રાણીઓને એ બતાવી ઈર્ષા છોડાવે છે, અને ચિતારાની પુત્રી પર અધિક આદરવાળો બને છે. પ્રાર્થના કેવો ચમત્કાર સર્જે છે !
દુષ્કતગઈ અને દેવ-ગુરુ-સંયોગ તથા એની પ્રાર્થના એ ત્રણ પર બહુમાન પણ ઈચ્છનીય છે. તે એવું કે તેની આગળ જગત ક્યા લાગે, જાતડહાપણ વાહિયાત લાગે.'
આ ગહ, સંયોગ, પ્રાર્થના અને બહુમાને એ મોક્ષબીજનો સાધક સુદ્દઢ સુભાનુબંધ ઊભો કરી આપે છે. તેથી જેમ સોનાનો કળશ તૂટી ગયા પછી પણ સોનું ઊભું રહે છે, એમ અહીં મૃત્યુ થઈ એ ગહદિ ચારનો અંત થવા છતાં એનો સાર-સત્ત્વ-અર્ક ઊભો રહે છે, અને એથી ભવાંતરે શુભ-પરંપરા ચાલુ રહે છે. * ગુણસેન રાજાને પોતાના વડે અશિર્મા તાપસનાં પારણાં અજાણે પણ ચૂકાવ્યાં તે અનુચિત થયું લાગ્યું, અને એથી અંતે અગિય રેતીના ઉપસર્ગમાં એના પ્રત્યે વિશેષ ક્ષમાપના કરે છે, તથા દેવ-ગુરુસહિત જૈન ધર્મના પ્રાપ્ત સંયોગને અતિ દુર્લભ ગણી એના પર ઓવારી જાય છે, તો એથી એવો શુભાનુબંધ ઊભો થયો કે પછીના