________________
: ૫ર :
પંચસૂત્ર
અંગે? દુનિયામાં તોફાન મૂળ રાગના જ છે. રાગ મોળો પડે, તો પાપ ઓછા થઈ જાય. (૩૦) દુનિયા કદાચ દ્વેષમાં ડાહી હશે, પણ રાગમાં તો પાગલ જ છે. (૩૧) જીવનના મહાન દોષોનો પોષક રાગ છે. (૩૨) વિવેકી પાસે પણ અવિવેકનાં કૃત્ય રાગ કરાવે છે. (૩૩) બળિયો ય જીવ રાગ પાસે માંયકાંગલો. (૩૪) દુઃખની હોળી સળગાવનાર રાગ છે, - માટે દુન્યવી ફરજોનું માપ રાગાંધ થઈને ન કાઢવું. આશ્રિતનું પોષણ વગેરે કરવામાં રાગાંધ ન થવું. રાગ ઓછો થશે તો ગેરવ્યાજબી જરૂરિયાત આપોઆપ ઓછી થશે. રાગ છે ત્યાં સુધી જ હિંસાદિનાં પાપ છે.
રાગ બે જાતના છે; ૧ પ્રશસ્ત, ર અપ્રશસ્ત.
પ્રશસ્ત રાગ બંધનકર્તા નથી, બંધનથી છોડાવનાર છે. પ્રશસ્ત રાગ એ ઔષધની જેમ અપ્રશસ્ત રાગથી છોડાવે છે. પ્રશસ્ત રાગ એટલે દેવ-ગુરુ-ધર્મ પર રાગ, સમ્યશાસ્ત્ર, તીર્થ, પર્વ, ધર્મક્ષેત્ર, આત્મગુણ વગેરે પર રાગ; તેથી પાપનો બંધ થતો નથી. ખોટી આશંસા યાને દુન્યવી રાગ પાપનો બંધ કરાવે. પ્રશસ્ત રાગ તો અપ્રશસ્ત રાગને નબળા પાડે છે. પ્રશસ્તમાં ધર્મ-લેયા ઘર્મનો અનુરાગ સહેજે કરાવે. ધર્મરાગ એટલે ધર્મની વેશ્યાવાળો રાગ. એ પાપોને કાપી આત્માનો વિકાસ સધાવે છે. અપ્રશસ્ત રાગ એટલે પાપની વેશ્યાવાળો રાગ. એ પ્રશસ્તનો દેખાવ કરે તેથી કાંઈ પ્રશસ્ત ન થઈ થાય. જાતનો ગુંડો હોય, પણ શાહુકારના કપડાં પહેરી લે, તેથી કાંઈ શાહુકારમાં ન ખપે. ગુંડાગીરીની દિશા ફેરવે, ધંધો ફેરવે, વૃત્તિ પલટે, તો લોકો વિશ્વાસ કરે. દીકરા ઉપર, સ્ત્રી ઉપર પ્રશસ્ત રાગ ત્યારે કહેવાય કે જ્યારે સ્નેહરાગ અને કામરાગ જતો કરી શુદ્ધ સાધર્મીનો અને મોક્ષ-કુટુંબીનો જ નીતરતો રાગ આવે. સાધુ ઉપર પણ અપ્રશસ્ત રાગ સારો નહિ. આ સાધુ વાસક્ષેપ સારો નાખે છે, ફાયદો થાય તેવો,' વગેરે. તો એ અશુભ-અપ્રશસ્ત રાગ બની જાય. સંસારના લાભની અપેક્ષાએ, હાસ્યાદિ મોહની વૃત્તિના પોષણની દ્રષ્ટિએ, રાગ કરવો તે અપ્રશસ્ત રાગ. સંસારથી વિસ્તાર પામવા, મુક્ત થવા માટે, અને તેના ઉપાયમાં જોડાવા બદલ જે રાગ કરાય તે પ્રશસ્ત રાગ. એથી ધર્મ-લેશ્યા અને ધર્મનો રાગ બંને વધતા જાય. જેટલી શુદ્ધ ધર્મ-લેશ્યાની માત્રા અને વેગ (Degree, Force) ઓછા તેટલું પુણ્ય કાચું બંધાય; ધર્મની લેગ્યા જોરદાર, તો પુણ્ય પણ જોરદાર, અને એથી સામગ્રી પણ ઊંચી જોરદાર મળે.
શાલિભદ્રને લેગ્યા ઊંચી હતી તો દેવતાઈ નવ્વાણું પેટીઓ રોજની મળતી છતાં, ઊંચી ઘર્મની લેશ્યાથી ચારિત્ર લીધું અને પાળ્યું ! ઊંચી ધર્મ-લેશ્યાવાળો અધુરી સાધનાનો ખપ ન કરે. એને ગયા ભવમાં ખીર વહોરાવ્યા પછી ય ગુરુમહારાજ