________________
: ૬૬ :
પંચસૂત્ર
કારણ એ છે, કે સામાન્યથી સર્વ ભવ્યોમાં ભવ્યત્વ સ્વભાવ સરખો હોવા છતાં મુક્તિ એક સરખી રીતિએ થતી નથી; કિન્તુ જુદા જુદા કાળે, જુદી જુદી સામગ્રી પામીને ભિન્ન ભિન્ન રીતે ધર્મબીજની પ્રાપ્તિ થઈને, બીજની ઉપર અંકુરાદિની ફળ પર્વતના વિકાસની જેમ, મોક્ષ પર્વતના વિકાસથી થાય છે. એ બધી વિચિત્રતા વસ્તુના સ્વભાવની (ભવ્યત્વની) વિચિત્રતા વિના ન બની શકે. જુદી જુદી વ્યક્તિઓનું આ જુદું જુદું ભવ્યત્વ એ જ તે તે વ્યક્તિનું તથાભવ્યત્વ.
આ તથાભવ્યત્વ એ સાધ્યવ્યાધિ જેવું છે. રોગ અસાધ્ય હોય તો નાઈલાજ. પણ સાધ્ય હોય તો સાધનોથી એ રોગ પકવીને, અંતે આરોગ્ય થયેથી, રોગ અંત પામે છે. તેમાં તથાભવ્યત્વ પણ ઉપાયોથી પાકી શકે છે, અને અંતે ભાવઆરોગ્ય જે મોક્ષ, તે પ્રાપ્ત થતાં તથાભવ્યત્વ અંત પામે છે. આ તથાભવ્યત્વના પરિપાક માટે સાધનો બતાવે છે. “તમ્સ પુણ..” તથાભવ્યત્વ પકવવાનાં સાધન :
(૧) તથાભવ્યત્વનો વિપાક (પરિપાક) કરવાનાં સાધનો ત્રણ છે. પહેલું સાધન શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ અને સર્વજ્ઞભાષિત ધર્મનું સાચું શરણ સ્વીકારવું તે, રોગમાં વૈદ્યની જેમ, એક માત્ર રક્ષણ સ્વીકારવું, તે. જગતનાં બીજાં શરણાં એ ઉપચારથી શરણાં છે, અર્થાત્ કહેવાતાં શરણાં છે, કેમકે તે સ્વીકાર્યા પછી કર્મરોગ સામે ખરું રક્ષણ મળતું નથી. હંમેશની આપત્તિ ટળતી નથી, એટલે ફરી ફરી તે શરણાની અપેક્ષા રહે છે, વળી તેમાં થાપ ખાવાનો સંભવ છે, ને પરિણામે તો અવશ્ય નિરાધાર અને દુઃખદ સ્થિતિ છે જ્યારે આ શરણમાં સાચાં અને સચોટ રક્ષણ છે, એ સર્વ પ્રકારની આપત્તિઓથી બચવનો શ્રેષ્ઠ ઉપાય છે, અને તે પામ્યા પછી કદી ધોખાનો સંભવ નથી. તેમજ પછી ભવિષ્યમાં વારે વારે શરણાં લેવાં પડતાં નથી, કેમકે ક્રમે કરીને આત્મા તેનાથી જરૂર સંસારરોગથી મુક્ત થઈ જાય છે.
(૨) તથાભવ્યત્વને પકવવાનું બીજું સાધન દુષ્કતગઈ. આ ભવમાં અને પરભવમાં કરેલા દુષ્કૃત્યોની પશ્ચાતાપપૂર્વક ગુરુ -સાક્ષીએ નિંદા કરવી તે છે. આમાં “તે દુષ્કૃત્યો જરાય કર્તવ્ય નથી, અરે ! અધમ એવા મેં એ કર્યા તે ખોટું કર્યું છે !' તેવી બુદ્ધિ સાથે, “તે મિથ્યા થાઓ' એવી હાર્દિક ભાવના જાગ્રત રહે છે. ગુરુની સાક્ષીએ આ દુષ્કૃત્યોનું યથાસ્થિત નિવેદન, અને “અહો ! આ મેં ખોટું કર્યું' તેવો સ્વહૃદયે પશ્ચાતાપપૂર્વક સ્વીકાર એ રૂપી ગહ, - આ બે પૂર્વે બંધાયેલ કર્મના અનુબંધોને તોડવામાં અપ્રતિહત (સચોટ) શક્તિ ધરાવે છે. કર્મના અનુબંધ એટલે કર્મમાં રહેલી પોતાના ઉદય વખતે નવા કર્મ બંધની પરંપરા ચલાવવાની શક્તિ; એનો નાશ દુકૃતગ્રહ કરે છે.