________________
: ૩૬ :
પંચસૂત્ર
સૂઝતું નથી. બધા કરે છે માટે કરવું ! આંધળી દોટ ! જાણે રહી ગયા. “મૂઢતા એટલે પ્રબળ મોહથી ઘેરાઈ જવું. ચેતન છતાં જડ નચાવે તેમ નાચવા તૈયાર; પણ જ્ઞાની વિવેકી સંતોની શિખામણે સારી ચાલે ચાલવામાં તૈયાર નહિ. એ પોતાને વિચારપૂર્વક કામ કરતો હોવાનું માને પણ તેના કામ બધા અવિચારી !''
એક બાપને મૂઢ દીકરો, બાપે કહ્યું, “તારે ચંચળ ને અધીરા ન બનવું, સ્થિર થવું. કાર્ય કરતા પહેલાં વિચારવું. પછી કાર્ય કરતા ડગવું નહિ.' તેના મકાનની આગળ એક પાડો રોજ આવી બેસે. છોકરો વિચારે છે કે “આના શિંગડા વચ્ચે મારા માથું આવે કે નહિ ?' છ મહિના સુધી આ વિચાર કર્યો. પછી નક્કી કર્યું કે જરૂર બે શિંગડા વચ્ચે મારું માથું આવી જાય કે નહિ એનો પ્રયોગ કરવો. એક દિવસ વખત જોઈ પાડો બેઠો હતો, ત્યારે માથું બરાબર શિંગડા વચ્ચે ધાવ્યું. પાડો ભડક્યો, ને નાઠો. પણ બાપાએ ટેક જાળવવા કહેલું, માટે માથું કાઢ્યું નહિ.
મૂઢ જીવની ખાસીયત કે તેના કાર્ય અવિચારી, બુદ્ધિ સ્થૂલ, તીવ્ર મોહની દષ્ટિ. તે ટૂંકી હોય અને પરિણામે એ લોકમાં બેઆબરૂ અને ભારે પશ્ચાત્તાપ પામે. લોક પાછળથી હાંસી કરે. ભણ્યો પણ ગણ્યો નહિ. મૂઢ જીવ લાડી, વાડી અને ગાડી પાછળ ગાંડો. આ જ જીવનનું સર્વસ્વ માને. પરમાર્થ કરવા બુદ્ધિ નથી, ગમ નથી. સ્વાર્થમાં આંધળો, સ્વાર્થને પોષવા કંઈક ઊંધાચત્તાં કરે. આ લક્ષણો મૂઢતાના છે. અહો ! જડમાયાને આ જીવની પરવા કે ચિંતા નથી ! પણ જીવ ઘેલો એની જ ચિંતામાં રક્ત છે ! જડ માયા જીવનું નિકંદન કાઢે છે, ત્યારે જીવ જડ માયાને આબાદ કરવા-રાખવામાં જીવન અર્પે છે. જડ માયા જીવને મૃત્યુબાદ એક તસુ કે ક્ષણ પણ આગળ અનુસરવા તૈયાર નથી, પણ જીવ જડમાયાને જિંદગીભર વળગ્યો રહે છે. આ બધું મૂઢતાને આભારી છે. ભલે એટલો બુદ્ધિશાળી ન હોય, પોતે પ્રજ્ઞા ન હોય, જૈન ન હોય, સમકિત ન હોય, પણ માત્ર મૂઢ ન હોય તોય વિચાર કરી શકે. વિવેકપૂર્વક કામ કરે, બીજાને લાભ થતો હોય તો થવા દે, પોતે થોડું નુકશાન પણ વેઠે. ચાર શાણા કંઈ કહે તેનો વિચાર કરે. વારે વારે નુકશાન થતાં હોય, ઠગાતો હોય તો ચેતે. ચિંતવે બોલે કે આચરે તે કાંઈક જડની બહાર નીકળીને, જડમાંથી ઊંચે આવીને. આવું કંઈ ન આવે તો ભવાભિનંદિતા શે જાય ?
આઠમો દુર્ગુણ નિષ્ફળારંભસંગતતા - મૂર્ખ પાસે વિચાર જ નથી, અને મૂઢ ઊંધા જ વિચાર કરે છે; તેથી બન્નેનાં કાર્ય મૂર્ખતા અને મૂઢતાના પરિણામે નિષ્ફળ નીવડે તેમાં નવાઈ નહિ. કદાચ શરૂઆતમાં સફળતા દેખાય તોય પરિણામે અવશ્ય નિષ્ફળ. અથવા “નિષ્ફળ' એટલે નિસ્સાર. ભવાભિનંદી જીવ નિસાર પ્રવૃત્તિને આચરનારો હોય છે. કહો કે એને નિષ્ફળ બને એવા કાર્યો સહેજે કરવા મળે. જેના