________________
પંચસૂત્ર ભૂમિકા
': ર૯ :
પાંચમો દુર્ગુણ ભય :- દીનતામાં પોતાને ન મળ્યાનું દુઃખ છે; મત્સરમાં બીજાને મળ્યાનું દુઃખ છે, ને ભયમાં પોતાને મળેલું ખોવાય તો ? એ ચિતાનું દુઃખ છે, ત્રણેય દુઃખ ભૂંડા. એમાં ભય વિલક્ષણ ! દુર્ગાનનું પ્રબળ કારણ ભય, ભયથી ભવ નીપજે, ભયથી ભવ વધે. “હાય, હાય, ચાલ્યું જશે ? નાશ પામશે ? દુઃખી થઈશ તો ?' - એ જ હાયવોય, વિષયકષાયની ઉપર અત્યંત અનહદ આસક્તિ, જરાપણ ઉણપ ન આવે, આપત્તિ ન આવે તેવી સતત ઈચ્છા ! કેમ જાણે, “સર્વ સંપત્તિનો ઈજારદાર પોતે ! લેશ પણ આપત્તિને યોગ્ય નહિ !' કર્મના સંજોગો વિચિત્ર છે. વારંવાર ભય રાખવા છતાં ક્યારે કર્મ ઠગી જાય, કષ્ટ ઉભા કરે, સુખ નષ્ટ કરે, તેનો નિયમ નહિ. તો પછી ભય રાખવાથી શું વળ્યું? જવાનું તો જાય છે જ. પણ વધારે ભય કરી કરીને મમતા વધારી ચિંતામાં બળ્યા, આત્મચિંતા કરી નહિ, પરમાર્થ સૂઝયો નહિ, પોતાની માલિકીના માનસને જડ પદાર્થોનું ગુલામ બનાવ્યું, અને પોતે એ બંનેના ગુલામ બન્યો !
ભયભીતને તો ખાય તો પણ ભય; ખરચ્ચે ભય; ખુટી જવાનો ભય; લુંટાઈ જવાનો ભય, કોઈ માગી જશે તો ? એ ભય, સરકાર કાયદા કરશે તો ? એ ભય, માન જવાનો ભય, સત્તા જવાનો ભય, નહિ સચવાય, પોતાના તાબામાં નહિ રહે, કહ્યું નહિ માને, તેનો ભય ! કેવા ભયના ઘા? ભયની ઘોર પરંપરા ! ભય અજંપો ચંચળતા કરાવે, સ્થિરતા ન રહેવા દે. ભયમાં ને ભયમાં સુખે ખાય નહિ. ખાવા દે નહિ, પરમાર્થ જાતે કરે નહિ, બીજાને કરવા દે નહિ, ગુણની ને ધર્મની કદર નહિ. ભય તામસ ભાવમાં રમાડે, ધર્મગુરુઓથી ડરાવે, ઉપદેશ-શ્રવણથી આધા રાખે, અમૂલ્ય ધર્મ-સાધનાથી વંચિત રાખે, કેમ ? એક ભય ! “ગુરુ પાસે જાઉં ને દાનનું કહે તો ? તપનું કહે તો ? માટે જવું જ નહિ,
સજનતાના સંગથી દૂર રાખનાર ભયભીત કલ્પના છે. એ જીવનને હાથે કરી અકારું બનાવે. પોતાના હાથે પોતાના ઉવલ જીવનને એ મલિન કરે, ડરપોક બને, અસત્ય કલ્પનાઓ કરે, પશુથી કરાતી સંજ્ઞામાં જ જીવન પુરૂં ! કેમકે એને તો સંસાર એજ કર્તવ્ય. સંસાર જોઈએ એને ભય વિના કેમ ચાલે ? જ્યાં તૃષ્ણા છે, ત્યાં ભય છે, તૃષ્ણાથી ભય વધે છે; સંસાર વધે છે. ઘેરથી બહાર નીકળી, તીજોરી બંધ કરી કે નહિ તેની યાદ નથી રહી. સાંજ સુધી ઘેર પાછા જવાય તેમ નથી, બસ આખા દિવસની આધિ, આખો દિવસ ભય, નજર સામે એક જ લક્ષ્ય, ક્યારે સાંજ પડે ને ઘેર જવું ને તપાસું કે બધું બરાબર છે કે નહિ ! વાત વાતે ભય. ભયનું કારણ ન હોય છતાં પણ ભય લાગે કે “હાય, હાય બધું જતું રહેશે તો ?' ભયને લીધે કેઈક અસત્યોની, પ્રપંચોની, હિંસાની, કષાયોની યોજનાઓ મનમાં ઘડે. જરૂર