________________
| સૂત્ર - ૧
: પ૭ :
પ્ર૦- ભગવંતની આજ્ઞાને અમલમાં ગણધર મહારાજ શ્રેષ્ઠ મૂકી શકે છે, તો પંચસૂત્રકારે પ્રભુને ગણધરપૂજિત કેમ ન કહ્યા? દેવેન્દ્રપૂજિત શા માટે કહ્યા?
ઉo- દેવતાઈ અતિશય સુખ-સન્માનાદિમાં મહાલતા ઈન્દ્રો અરિહંતની ભક્તિ કરે એ એક અનેરી વિશેષતા છે. જે ક્ષેત્રે અરિહંત ભગવંતો વિચરે છે, તેજ ક્ષેત્રે ગણધર ભગવંતો વિચરે છે. એટલે કે ત્યાંના રહેલા ત્યાં જ પૂજા અરિહંત ભગવંત વિચરે છે તે જ ક્ષેત્રે કરે છે. તે કરતાં બહુ જ દૂરથી, પરજાતિ, પરક્ષેત્રી, એવા દેવોના પણ સ્વામી મનુષ્ય ક્ષેત્રની દુર્ગન્ધ અવગણીને પણ અહીં પ્રભુને પૂજવા આવે તે વિશેષતા ગણાય. વળી જગતના બાળ જીવો દિવ્ય ઋદ્ધિાંત અને વૈભવશાળી એવા પણ દેવોથી થતી પૂજા જોઈને વધારે આકર્ષાય છે. દેવોથી કરાતી સમવસરણાદિ પૂજા બહુ જ ઊંચી ! અને એ અસંખ્ય યોજનથી દેવો નીચે આવી કરે છે, તેથી બાળ જીવોને આકર્ષણ થાય છે. ૪) અરિહંત શું શું પ્રકાશે છે ? :- ચોથું વિશેષણ “યથાસ્થિતવસ્તુવાદી એમાં “વચનાતિશય” સૂચવ્યો. કેવળજ્ઞાન મેળવ્યું, સર્વજ્ઞ બન્યા, કૃતકૃત્ય થયા, પોતાનું પ્રયોજન સિદ્ધ થયું, એટલે હવે મૂંગા મૂંગા મુક્તિમાં ગયા એમ નહિ; પણ જે તત્ત્વ પોતાને પ્રગટ થયું, પોતાને પ્રત્યક્ષ થયું, તેનો માર્ગ જગત સમક્ષ મૂક્યો, - જગતને મુક્તિમાર્ગનો ઉપદેશ આપ્યો, અને યોગ્યને તાર્યા, પોતે અક્ષય રતત્રયીનું ભાતું બાંધ્યું અને વિશ્વમાં તેની પ્રભાવના કરી. એ વસ્તુતત્ત્વને યથાસ્થિત રુપમાં (જેવાં છે તે રૂપે) કહેનારા છે. વસ્તુમાત્ર ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્યવાળી છે, તો વસ્તુને તે રીતે ઓળખાવનારા છે. જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા, અને મોક્ષ એ શેય-હેય-ઉપાદેય તત્ત્વો. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ એ ચાર નિક્ષેપે ચાર ભેદે વસ્તુમાત્ર વહેંચાયેલી છે. વસ્તુ પ્રમાણ અને નયજ્ઞાનથી શેય છે. સ્વાદસ્તિ' વગેરે સપ્તભંગીના સ્યાદ્વાદથી વસ્તુનો પ્રત્યેક ઘર્મ પ્રતિપાદ્ય છે. વસ્તુમાત્ર અનંત ધર્માત્મક છે ... આ બધું યથાર્થ અને સ્પષ્ટ કહેનારા. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન:પર્યાયજ્ઞાન કરતાંય સર્વજ્ઞનું જ્ઞાન અનંતગણું શ્રેષ્ઠ. એમાં એમણે જોયું કે જીવ જડમાં મુંઝાયો, ફસાયો અને અટક્યો છે, તેથી જ ભવમાં ભમે છે, અને દુઃખમાં સબડે છે. જડના આકર્ષણ તૂટે તો જ મુક્તિનો સાધક બને. એ માટે પ્રભુએ જડ કાયાની દયા ન ખાધી. તેથી કાયાની નહિ પણ આત્માની મરામત શીખવી. એ કહે છે કે આ માનવભવ હાથમાં છે, ત્યાં સુધીમાં જીવે પૂર્વે જે અનંતા કર્મના જાળાં બાંધ્યાં છે, તે તોડી નાખવાનો અપૂર્વ અવસર છે. માટે એ તોડી નાખવાના છે, પણ વધારવાના નથી.
સર્વજ્ઞનું વચન હૃદયે ફરસવું જોઈએ. સર્વજ્ઞના વચનની શ્રદ્ધા આત્માના પ્રદેશ