________________
: ૮૨ :
પંચસૂત્ર
સૂર્યસમાન, રાગ-દ્વેષરૂપી વિષનો નાશક પરમ મંત્ર, સમસ્ત કલ્યાણોનું કારણ, કર્મવનદાહક અમિ, સિદ્ધભાવ (મોક્ષ)નો સાધક, સર્વજ્ઞ ભગવાને પ્રરૂપેલ પ્રભાવક ધર્મ માટે જીવનભર શરણ છે. . (૪) હવે ચોથું શરણ બતાવે છે. “તથા” એટલે એકલું સાધુનું શરણ સ્વીકારું છું એમ નહિ પરંતુ કેવલી ભગવંતે પ્રરૂપેલા શુદ્ધ ધર્મનું પણ હું શરણ સ્વીકારું છું. તે ઘર્મ કેવો છે?
* સુરાસુરમણુઅ-પુઈઓ’ . “સૂરો' યાને જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોથી, અસુરો' એટલે ભવનપતિ અને વ્યંતર દેવોથી, ર્તમ “મનુષ્યો' અર્થાત ગગનગામી વિદ્યાધરોથી પૂજાએલો છે. આ વિશેષણ એ શ્રદ્ધા કરાવે છે કે “જગતની ઋદ્ધિ, સમૃદ્ધિ વગેરેના આપનારા શેઠ, શાહુકાર, કે રાજા કરતાં આ ધર્મ માટે અધિક માન્ય છે; કેમકે, આ ધર્મ તો દેવોને પણ માન્ય અને પૂજ્ય છે. આવા અતિ પૂજ્ય ઉચ્ચતમ ધર્મનું શરણું પામ્યાનું મને ગૌરવ છે. મારું અહોભાગ્ય છે કે મને આવા શુદ્ધ ધર્મને માનવા પૂજવાનું મળ્યું !” વળી * “મોહતિમિરંસુમાલી આ ઘર્મ મોહરૂપી અંધકારને હટાવવા માટે સૂર્ય સમાન છે. “મોહ' એટલે સત-અસતના, સાચા-ખોટાના, તારક-મારકના, હિત-અહિતના, સ્વ- પરના, કાર્ય-અનાર્યના ઈત્યાદિના વિવેકનો અભાવ, અવિવેક અને એથી આત્માની થતી મૂઢ અવસ્થા. એ મોહ ખરેખર ! વસ્તુનું સાચું દર્શન યાને ઉદાસીન તટસ્થ નિષ્પક્ષપાત દર્શન નથી કરવા દેતું એટલે કે વસ્તુની રાગદ્વેષથી અકલંકિત એવી સાચી પીછાનને આવરે છે. માટે મોહ એ અંધકાર તુલ્ય છે. તો શ્રત, સમ્યક્ત અને ચારિત્રરૂપ ત્રિપુટીધર્મ આત્મામાં સૂર્યવત પ્રકાશી એ મોહને દૂર કરે છે. તેથી હવે જગતની વસ્તુઓનું સાચું સ્વરૂપ આત્મામાં ભાસે છે. આ પ્રતાપ ધર્મની છે. “આવા ધર્મનું શરણું તે ઈચ્છાએ કરું છું કે અંશે પણ આવો ધર્મ પ્રાપ્ત થતાં જરૂર અંશે પણ આત્માની મૂઢ દશા નબળી પડે.”
વળી આ ધર્મ * “ગગોસવિસપરમમંતો રાગદ્વેષરૂપી વિષ ()ને દૂર કરવા માટે શ્રેષ્ઠ મંત્ર સમાન છે. જેમ ઝેરથી પ્રાણીનું મૃત્યુ થાય છે, તેમ રાગદ્વેષથી આત્માનું ભાવમૃત્યુ થાય છે; અર્થાત ભાવ પ્રાણ જે જ્ઞાનાદિ, તે અટકી પડે છે. સાથે જ એ રાગદ્વેષથી બંધાયેલા તીવ્ર કર્મોને લઈને જીવને ભાવી અજ્ઞાન સંસારમાં ભવભવે મૃત્યુ પામવું પડે છે. માટે રાગદ્વેષ એ વિચિત્ર ભયંકર ઝેર છે. ધર્મ એનો ધાત કરે છે; માટે ધર્મ એ ઝેરની સામે મંત્રતુલ્ય છે. આવા ધર્મનું શરણું તે શ્રદ્ધા માગે છે કે “જો આત્મામાં ઘર્મની સાચી સ્પર્શના કરવી હશે, તો રાગદ્વેષને પૂર્વની જેમ પાળી પોષી શકાશે નહિ, પણ ઓછા કરવા પડશે. અહો ! કેવો સુંદર આ