________________
: ૯૮ :
પંચસૂત્ર
અતિ દુર્લભ અને મહા પવિત્ર હોઈ, જ્યાં કવચિત દેખાતી હોય ત્યાં ખૂબજ અનુમોદનીય છે. આટલું જ નહિ પણ “સર્વ દેવો, સર્વ જીવો જે મુમુક્ષુ છે, મુક્તિની નિકટ છે, એટલે કે જે ચરમ પુદ્ગલ પરાવર્તમાં આવેલા અને વિશુદ્ધ આશયવાળા છે, નિર્મળ ભાવવાળા છે, એમના માર્ગસાધન યોગોને હું અનુમોદું છું.' માર્ગસાધન' એટલે મોક્ષના માર્ગભૂત જે સમ્યગુ દર્શન-જ્ઞાન અને સમ્યક્યારિત્ર, તેના સાધનભૂત યોગો, અર્થાત્ માર્ગાનુસારીની, આદિધાર્મિકની, અપુનબંધક જીવની અને યોગની ચાર દ્રષ્ટિમાં રહેલા જીવોની મધ્યસ્થભાવે દુરાગ્રહ વિના આચરાતી કુશળ પ્રવૃત્તિઓ; દેવદર્શન-વ્રતસેવન આદિ યોગની પૂર્વસેવા; તથા ન્યાયસંપન્નતાદિ માર્ગાનુસારી ગુણો; કે જે સમ્યગ્ગદર્શનાદિ મોક્ષ માર્ગને સધાવી આપવામાં અનુકૂળ બને છે તે. મિથ્યાદ્રષ્ટિને પણ મિથ્યાત્વ છતાં આ ગુણોની અપેક્ષાએ પ્રારંભિક પહેલું ગુણસ્થાનક' કહ્યું છે, અને તે સાન્વર્થ છે, અર્થયુક્ત છે. તેથી પરંપરાએ પણ મોક્ષસાધક આ ગુણો (કુશળ વ્યાપારો-શુભ પ્રવૃત્તિઓ) અનુમોદનીય છે. અહીં સમજવાનું છે કે મોક્ષમાર્ગોપયોગિતાની અને જિનવચનથી અવિરોધની દ્રષ્ટિએ માત્ર આ ગુણો જ અનુમોદનીય છે; પણ તેથી મિથ્યાત્વી અનુમોદનીય નથી. એની પ્રશંસા નથી કરવાની. “અન્યમાં પણ દયાદિક ગુણો, જે જિનવચન અનુસાર રે; તે સવિ ચિત અનુમોદીએ, સમક્તિબીજ નિરધાર રે.”
હવે અભિનિવેશ રહિત થઈને, એટલે કે મનમાની કે દુરાગ્રહભરી અતાત્વિક કલ્પનાઓને તજીને પ્રણિધાનની શુદ્ધિ કરવામાં આવે છે. પ્રણિધાન એટલે કર્તવ્યનો નિર્ણય અને અભિલાષ, તથા વિશુદ્ધ ભાવનાના બળવાળી, યથાશક્તિ ક્રિયાવાળી અને તેમાં સમર્પિત થયેલ મનની એકાગ્રતા. તેની શુદ્ધિ આ રીતે :
होउ मे एसा अणुमोअणा सम्मं विहिपुविआ सम्मं सुद्धासया, सम्म पडिवत्तिजुआ सम्मं निरइआरा, परमगुणजुत्तअरहंता-सामत्थओ ।
અર્થ-વિવેચન :- “હોઉ મે એસા ...'
શ્રેષ્ઠ લોકોત્તર ગુણોથી યુક્ત શ્રી અરિહંતદેવ, સિદ્ધભગવાન આદિના સામર્થ્યથી, એમના શક્તિપ્રભાવથી ઉપર કહેલી મારી અનુમોદન, (૧) આગમને અનુસાર સમ્યવિધિવાળી હો એવું હું ઈચ્છું છું. વળી (૨) તે અનુમોદના તીવ્ર મિથ્યાત્વકર્મના વિનાશથી સમ્યક્ એટલે શુદ્ધ આશયવાળી હો, અર્થાત્ પૌગલિક આશંસા રહિત અને દંભ વિનાની તથા વિશુદ્ધ ભાવનાવાળી હો. વળી (૩) તે સમ્યફ સ્વીકારવાળી હો, એટલે કે તે ક્રિયામાં ઊતરી. તે પણ સારી રીતે પાળવાથી (૪) અતિચાર (ખલના) વિનાની હો. અનુમોદનાને પાપપ્રતિઘાત અને