________________
| સૂત્ર - ૧
: ૫૯:
ચાર વિશેષણવાળા પરમાત્મા ત્રણ ભુવનના ગુર, ત્રણે લોકના જીવને હિતકારી, એક માત્ર શરણ, એ જ પિતા, માતા ભ્રાતા અને ત્રાતા છે. અરિહંતને “અરહંત' પણ કહેવાય છે. અ-રહંત એટલે જેમનામાં નાનો સરખો પણ કર્મનો ફણગો ફૂટે નહિ, કર્મનો અંકુરો ઊભો થાય નહિ તે. તેમ અરિહંતને “અરહંત' પણ કહેવાય છે; અ-રહંત એટલે જેના કેવળજ્ઞાન આગળ બધું પ્રગટ છે. કાંઈજ રહસ્ય અજ્ઞાત છૂપું નથી તે.
પ્ર0 - જે વીતરાગ સર્વજ્ઞ છે, તે યથાર્થ વસ્તુ કહેનારા તો છે જ, તો જુદું વિશેષ કહેવાની શી જરૂર ?
ઉત્તર - અમારે જરૂર નથી, પણ જેઓ અસત વસ્તુ સ્વીકારે છે તેના નિષેધ માટે આ વિશેષણ છે. તેઓની આ અસતુ માન્યતા છે કે “વસ્તુ વાણીનો વિષય જ નથી, શબ્દ અને અર્થનો સંબંધ જ લાગી શકતો નથી; તેથી વસ્તુને યથાર્થ કહેનારા કોઈ હોઈ શકે જ નહિ.' પણ જો વસ્તુ અને શબ્દને સંબંધ જ ન હોત તો અમુક સંકેતેલા શબ્દથી અમુક જ વસ્તુ કેમ જણાય ?
- પૂર્વધર મહર્ષિઓ પણ યથાસ્થિત વસ્તુવાદી છે તે અહીં નથી લેવા, માટે વિતરાગ વગેરે વિશેષણ મૂક્યા. પૂછો કે “ભલે ને એ પણ સાથે સાથે ખવાય તો વાંધો શો ? પૂજ્યોને સ્તવવાનું તો સારું જ છે. પરંતુ એમાં વિવેક એ છે કે સર્વત્ર ગુણોની પરાકાષ્ઠા જેમનામાં હોય તે મુખ્યપણે સ્તવવા યોગ્ય હોય છે. વળી ઉત્કૃષ્ટ ગુણોની સ્તુતિ કરી, એટલે એ ગુણોની અન્તર્ગત સમાન અવાન્તર ગુણોની સ્તુતિ તો આવી જ ગઈ,' માત્ર એ ન્યાય બતાવવા અલગ રીતે બીજા મહર્ષિ ન લીધા, પણ નહિ કે ખાસ એમને બાદ રાખવા માટે જ ન લીધા, અહીં એ પણ સમજવાનું છે, અહીં ટીકાકાર “અપાયાપગમ અતિશય' રાગદ્વેષ-મોહના અત્યંત ક્ષયને કહે છે, એ “વીરાગાણ” વિશેષણના રહસ્ય તરીકે છે. બાકી તો પ્રભુના વિહાર-ક્ષેત્રના સવાસો જોજનમાં મારી મરકી વગેરે ઉપદ્રવના રહિતપણાને પણ અપાયાપગમ' કહે છે. આ ચાર અતિશય સાથે અવશ્ય રહેવાવાળા,-દેહની દિવ્યાતિદિવ્ય સુંદરતા, શ્વાસની સુગન્ધિતા, વગેરે બીજા પણ ઘણા અતિશય સમજી લેવા. તેથી અહીં “ચોત્રીસ અતિશય યુક્ત પરમાત્માને નમસ્કાર હો' એવું કથન થયું.
મૈલોક્ય-ગુરુ' એ વિશેષણ સર્વ વિશેષણના અર્થનો ઉપસંહાર કરે છે. એમાં (૧) ત્રણે લોકના વાસી જીવોને (પાતલાવાસી દેવને પણ) તત્ત્વભૂત પદાર્થો કહેનાર છે માટે, (૨) ત્રણ લોકના જીવો કરતા અધિક ગુણ, પ્રભાવ અને ઉપકારવાળા છે માટે, અથવા (૩) ત્રણ લોકને પૂજ્ય છે માટે એ ત્રણ લોકના ગુરુ છે. તેમને નમસ્કાર હો “ભગવંત' શબ્દમાં ભગ શબદથી સમગ્ર ઐશ્વર્ય વગેરે ગુણસંપત્તિ લેવી.