________________
: ૭ :
પંચસૂત્ર
બસ, અંબડ હવે શ્રાવકનો વેશ સજી કપાળમાં તિલક સાથે સુલસાને આંગણે જઈ ઊભો. સુલસા શ્રાવકને જોઈ તરત જ સામે ગઈ. ‘પધારો, પધારો' કરી ઘરમાં લાવી બેસાડે છે. કહે છે -‘ધન્ય ભાગ્ય ! અમારા જેવા ટંકનું ઘર પાવન કીધું !' પાણી વગેરે ઘરે છે. પૂછે છે ‘આપનું શુભ નામ ? ક્યા નગરના વાસી ? અહીં પધાર્યા છો તો અમારા સરખી શી આજ્ઞા છે ?'
અંબડ કહે ‘હું તમારા પર પ્રભુ શ્રી મહાવીરદેવનો સંદેશો લાવ્યો છું.' એટલું સાંભળતાં તો સુલસા રોમાંચ અનુભવે છે ! ગળગળી થઈ કહે છે ‘હૈ' ! મારા ધર્મ ઉપગા૨ી વીર પ્રભુનો મને સંદેશો ? અહાહા ! કહો, જલ્દી, કહો મારા જેવી રાંકડીને પ્રભુએ શું ફરમાવ્યું છે ?' અંબડ કહે છે કે ‘અહીં આવતો હતો ત્યારે પ્રભુને મેં કામકાજ પૂછ્યું; પ્રભુએ શ્રીમુખે મને કહ્યું -‘ત્યાં સુલસાને અમારા વતી ધર્મખબર પૂછજો !' બસ, એટલું સાંભળતાં તો સુલસા પાણી પાણી થઈ ગઈ ! ઝટ ઊભી થઈને પ્રભુ જે દિશામાં વિચરતા હતા તે દિશામાં પોતે પ્રભુને મનમાં લાવી વારંવાર પંચાંગ પ્રણિપાત વંદના કરે છે, અને બોલી ઊઠે છે કે ‘પ્રભુ ! પ્રભુ ! આ તો આપની કેટલી બધી દયા કે પાપઘરમાં બેઠેલી મને યાદ કરી ? આપે મારી ખબર પૂછાવી ? મારી શી લાયકાત ? વિષયકષાયના કીચડમાં ખૂંચેલી મારા પર આટલી બધી કરુણા !' બોલતાં બોલતાં એની આંખે પ્રભુના અનહદ ઉપકારના ઝળઝળિયાં આવી ગયા ! રડતી રડતી કહે છે ‘મારા નાથ ! તમે ચિરંજીવો. અહો, તમારે મોટા મોટા ગણઘર મહારાજા ને ઈંદ્ર જેવા સેવક ! કેવા એ સુયોગ્ય ! અને ક્યાં પાપ ભરેલ હું ? પ્રભુ ! હવે તો ઠેઠ સુધી દયા કરજો કે જેથી સંયમ-તપધ્યાનમાં ચડી જઈ આપના જ એક આધારે ભવપાર કરી જાઉં.'
અંબડ આ જોતાં પાણી પાણી થઈ ગયો ! આંખે આંસુ સાથે કહે છે, ‘સુલસા ! ધન્ય છે તમારા જીવનને કે આટલી જ્વલંત શ્રદ્ધા ભગવાન મહાવીર પ્રભુ પર રાખો છો ! અને જગતમાં એ જ સારભૂત માની બીજી કોઈ જ આશંસા આતુરતા તમારા મનમાં ઊઠતી-કરતી નથી ! સંસારમાં બેઠા છો છતાં પ્રભુને તમારૂં આ આત્મસમર્પણ ખરેખર આશ્ચર્યકારક છે ! એને મારા ક્રોડ ક્રોડ વંદન છે !' બસ એમ કહીને અંબડ પોતાના સમ્યક્ત્વને નિર્મળ કરતો ત્યાંથી ચાલી નીકળ્યો.
અરિહંતનું શરણ આ, કે એજ નાથ તારણહાર લાગે, સકળસુખનું બીજ લાગે, એ જ સર્વ ભયોથી મુકાવનાર લાગે. એજ દર્શનીય, વંદનીય અને સેવનીય લાગે. મન કહે કે ‘જગતમાં અરિહંતથી વધીને જોવા લાયક કોઈ ચીજ નથી, વંદન કરવા યોગ્ય કોઈ દેવ નથી, સ્તુતિ, ગુણગાન અને સેવા કરવા યોગ્ય અરિહંતની તોલે કોઈ વિભૂતિ નથી, એમનું શરણ સ્વીકાર્યાથી હૈયાને ભારે હુંફ હોય કે હવે સર્વ