________________
: ૧૮ :
પંચસૂત્ર
ક્ષુદ્રના તુચ્છ વસ્તુના બહુમાન :
ક્ષુદ્રતા કેવળ સાંસારિક સ્વાર્થના પાયા પર ફાલીફૂલી રહે છે. તુચ્છ ભોગના બહુમાનથી ક્ષુદ્રતા સતત જેવી બની જાય છે. તેથી તુચ્છ વસ્તુનો ભારે લોભ, એની ન્યૂનતામાં ભારે બળાપો, એ મળવા પર તુચ્છ હરખનો પાર નહિ, દિવસનો મોટો ભાગ એની વાતો, એના વિચારો, અને એવી હલકી પ્રવૃત્તિઓ, આ બધું સહજ બને છે. આમાં પછી ઊંચી વિચારસરણી, માનસિક ઊંચા ધોરણ, ઉદાર વૃત્તિઓ, ઉદાર વ્યવહાર એ બધું ક્યાંથી આવી શકે ? “મારે હજી મુક્તિનું કેટલું અંતર ? હું ભવવૃદ્ધિ કરી રહ્યો છું કે ભવસંકોચ ?' એને સ્વપ્ન વિચાર આવતો નથી. શુદ્ધતા ટળી મન વિશાળ બને, ઉદાર બને, તો તુચ્છલોભ, તુચ્છભોગ, તુરચ્છમાન, તુચ્છવિષયો વગેરેને મહત્વ જ ન અપાય. બનવા જોગ છે કે એનો ત્યાગ ન કરી શકતો હોય પરંતુ ત્યારે દિલ એમાં ઓતપ્રોત પણ ન થાય. ઉર્દુ એવી ક્ષુદ્ર-તુચ્છની રમત ઠરૂપ લાગે, ગ્લાની કરાવે, એના એવા આંધળિયા નહિ કે જેથી જીવો પ્રત્યે દયા ગુમાવે, સહાનુભૂતિ ભૂલે, પરોપકાર વીસરે. એ બધું તો સુદ્રતાના ખેલ છે. મુદ્ર નિષ્ફર બને છે, નિર્દય થાય છે. બીજાની ભૂલ, અગર પોતાને થતું લેશ પણ નુકશાન સાંખી શકતો નથી. એને વિચાર નથી કે, ઉદારની વિચારણા :
સામાં જીવ પણ મારી માફક એક સંસારી જીવ છે, કર્મથી કચરાયેલો છે. એની તો બિચારાની દયા જ ખાવી રહી, એના પર ગુસ્સો શો કરવો ? ગુસ્સો થાય તો આખા જગતને પીડનારી એ કર્મસત્તા અને મોહના અંધાપા પર થાઓ. બાકી એ જીવને તો બુદ્ધિ મળો. એ બિચારો ભૂલ, કષાય અને દુષ્કૃત્યથી બચો; બિચારો દુર્ગતિના દુઃખમાં ન ફસાઓ. એનું ભલું થાઓ” આવી કરુણા-મૈત્રીભાવ રાખવો જોઈએ. નિર્દયતા અને દ્વેષ રાખવાથી ધર્મની સગાઈ નહિ થાય. જ્યાં આ વિચાર જ નહિ ત્યાં એ ક્ષુદ્રતાવશ ધર્મ આવે જ ક્યાંથી ? વાતવાતમાં “હું' પદ આવે,- “હું જ કાંક છું. બીજા કુછ નહિ' - એવો ગર્વ રહે. યેનકેન પ્રકારે મને મનગમતું મળવું જોઈએ. હું સારો લાગું...” એવી તુચ્છતામાં બડાઈ હાંકવી, જુઠાં બોલવા, નિંદા કરવી, વગેરે દુર્ગણો ઘર જ ઘાલી બેઠા હોય. એમ તુચ્છ સ્વાર્થમાં બીજાનું વટાઈ જાય એની ચિંતા નહિ. ઘન આદિના લોભે બીજાને કચરવામાં સંકોચ નહિ ! માયા-પોલિસી હૃદયમાં રમતી, અને વર્તનમાં વણાયેલી ! આત્મહિતકર દાન-શીલ-તપ વગેરેની સાધના કડવી લાગે. આ બધા ક્ષુદ્રતાનાં પરિણામો છે. વળી જરૂર પડયે પોતાને દાનની ટીપમાં લખાવવું પડશે એ ભયથી “આ ટીપ ને આ