________________
સૂત્ર - ૧
': ૮૭ :
પરમાત્માની મૂર્તિ વગેરેની આશાતનાદિ- આ બધું એમની પ્રત્યેનું વિપરીત આચરણ છે. “મુક્તિમાં સુખ શું ?' એમ શંકા કરનારને એ ખબર નથી કે ત્યાં કોઈ તૃષ્ણા નથી, તથા ખાવા-પીવાની પીડા નથી, માટે તો ખરું સુખ છે, કોઈ કર્મ નથી, અપેક્ષા નથી, તેથી જ અનંતુ સ્વાધીન સુખ છે. વળી એ સુખ કાલ્પનિક નથી, વાસ્તવિક છે. કાલ્પનિક તો ઈદ્રિયોના વિષયનું સુખ છે. કેમકે એનો એજ સુખરૂપ લાગતો વિષય બીજા માણસને કે બીજા સમયે પોતાને જ દુઃખરૂપ લાગે છે; એટલે સંસારમાં સાચું સુખ ક્યાં રહ્યું ? શ્રી આચાર્ય મહારાજથી માંડી ઘર્મસ્થાન પ્રત્યે પણ વિપરીત આચરણમાં અનાચરણીય અને અનિચ્છનીય આચરણ તથા પ્રકારે સમજવું. એમાં માતાપિતા યાવતું કોઈપણ જીવ પ્રત્યે કૃતજ્ઞતા, દ્રોહ, ઈ, પીડા, અપમાન, અનાદર, તિરસ્કાર, વગેરે અનાચરણીય છે. માર્ગ-સાધનની આશાતાના, અવગણના, નાશ, અંતરાય વગેરે અનાયારણીય ગણાય. અમાર્ગ-સાધનના આદર, બહુમાન, મૂલ્યાંકન, પ્રચાર વગેરે અનાચરણીય ગણાય. ટૂંકમાં જે કાંઈ મિથ્થામતિ અજ્ઞાન, અપ્રશસ્ત રાગદ્વેષ, હાસ્ય મકરી, હર્ષોન્માદ, અસતુ ખેદ કે કોધાદિ કષાયવશ જીવ કે જડ પ્રત્યે બોલ્યા-ચાલ્યા-વિચાર્યું, તે બધું અનાચરણીયઅનિચ્છનીય ગણાય. આની ગહ કરવાની.
* દઢપ્રહારી ચોરે બ્રાહ્મણના ઘરમાં ઘુસતાં આડી ગાય આવી તો ક્રૂર ગુસ્સામાં એને બિચારીને તલવારથી ખત્મ કરી ! ઘરમાં બ્રાહ્મણી કાગારોળ કરવા જતી હતી તો ત્યાંજ એને મારી, તેથી સાથે એનો ગર્ભ પણ ખત્મ થયો ! પાછો એણે બહાર નીકળતાં સામો બ્રાહ્મણ ધસ્યો તો એને ઉડાવ્યો ! પણ હવે ક્રોધ મોળો પડતાં ભારે પસ્તાવો સળગ્યો ! આપઘાત કરવા જંગલમાં ભાગે છે. ત્યાં મુનિએ એને ઊભો રાખ્યો, કહે છે “તું તો મરીશ, પણ તારાં ઘોર પાપ શે મરશે? પાપ ખત્મ કરવાનો આ ઉચ્ચ ભવ જ ગુમાવ્યો તો પછી પાપનાશની બાજી હાથમાંથી ગઈ ! પછી તો પાપન દારુણ વિપાક જ નરકાદિ દુર્ગતિઓમાં અસંખ્ય કાળ વેદવાના !' દઢપ્રહારી ચોક્યો ! દુષ્કૃતની અતિ તીવ્ર ગહ સાથે મુનિ પાસેથી અરિહંત પ્રભુએ કહેલ દર્શન-જ્ઞાન-ચારિત્ર-તપનો માર્ગ જાણતાં ચાર શરણ સ્વીકાર કરી એણે પાપનો પ્રતિઘાત કર્યો ! શુભોદયે ગુણબીજાધાન થતાં એ ચારિત્ર લઈ, પાપ યાદ આવે તો ઉપવાસ', - એ નિયમ સાથે નગરના દરવાજે ધ્યાનમાં રહે છે. લોકો પાપ યાદ કરાવી પ્રહાર-તિરસ્કાર કરતા હતા, પણ ઉપશમધારી મહાત્મા દઢપ્રહારી સ્વદુષ્કૃત-ગહ અને પાપ-પ્રતિપાતના મજબૂત પાયા ઉપર કલ્યાણ સાધી ગયા. - અહીં શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામીએ આવશ્યક નિર્યુક્તિમાં મિચ્છામિ દુક્કડ પદના અક્ષરોનો જુદો જુદો અર્થ બતાવ્યો છે. તેમાં “મિ'