________________
: ૬ :
આ પછી તો ટૂંકમાં પતિત-ઉત્થિત અવસ્થા બહુ સ્પષ્ટ કરી તેમાં પંચસૂત્રનો માર્ગ ભવાભિનંદીને ન જચવાનું કહી. એના ક્ષુદ્રતાદિ ૮ દુર્ગુણો કથાઓ સાથે વિસ્તારથી વિચાર્યા. (પૃ.૧૫) ૧. પર્વત-નારદની કથા સાથે આમાં ક્ષુદ્રની વિચારણા. ૨. લોભતિની ભયાનકતા-કપિલ કેવળી-મમ્મણ શેઠ નાળિયેરીજીવનાં દ્રષ્ટાંત (પૃ.૨૧), ભવવ્યાધિનું કુપથ્ય લાભલોભ, ૩. દીનતા શું શું કરાવે, (પૃ.૨૪) ૪. માત્સર્યની દુર્દશા સિંહગુફાવાસી મુનિ (પૃ.૨૭) ૫. ભયની અવદશા, તિજોરીમાં શેઠ, ૬. શઠતા પર ચંદ્રકાંતના નોકરની કથા, ૭. અજ્ઞતા-મૂઢતા કેવી ? (પૃ.૩૪) મૂઢ પંડિત, ૮. નિષ્ફળારંભનું રહસ્ય, ભવાભિ માં દોષસહજતા વગેરે કહ્યું. (પૃ. ૩૭થી) અવ્યવહાર વ્યવહારરાશિ- કૃષ્ણપક્ષ-ચરમાવર્ત-ભવ્યત્વનો પાસપોર્ટ, સહજમળહાસ, યોગની પહેલી ૪ દ્રષ્ટિ, ૫ યોગબીજ, યથાપ્રવૃત્તકરણ, ગ્રંથિભેદ, અંગારમર્દક-કથા (પૃ.૪૨), ધર્મસાધનાનો દુર્લભ પુરુષાર્થકાળ, સમ્યગ્દર્શન, સાનુબંધ ક્ષયોપશમ, એના ઉપાય, નંદમણિયાર (પૃ.૪૫), અને આરાધક ભાવનું શ્રેષ્ઠ કર્તવ્ય બતાવી ભૂમિકા પૂર્ણ કરી.
સૂત્ર-૧. ‘પાપપ્રતિઘાત-ગુણબીજાધાન'
આમાં (પૃ.૪૮) મંગળ-નમસ્કારમાં અરિહંતના ૪ વિશેષણોની સાર્થકતા, ૪ અતિશય, અને એમાં ‘વીતરાગ’-વિશેષણના પ્રસંગમાં દ્વેષ કરતાં ય મોહ કેમ પ્રબળ, એના પર ૩૫ હેતુઓ, (પૃ.૪૯) તથા એ બે કરતાં ય મોહ કેમ વધુ ખતરનાક એનાં કારણો, (પૃ.૫૩) અને પ્રશસ્ત-અપ્રશસ્ત રાગ-દ્વેષનું સ્વરૂપ બતાવ્યું. સુરેન્દ્રપૂજાનું રહસ્ય (પૃ.૫૬), સર્વજ્ઞ કેમ ? અરિહંત શું શું પ્રકાશે ? જિનવચનનાં શ્રવણ કેવાંમ થાય ? માનવકાળનું મૂલ્યાંકન, ઇત્યાદિ બતાવ્યું.
પછી (પૃ. ૬૦) વિષયપ્રારંભ કરતાં કહ્યું, જીવ-સંસાર- કર્મસંયોગ અનાદિ, .દુઃખરૂપ-દુઃખફલક-દુઃખાનુબંધી સંસારનો ઉચ્છેદક શુદ્ધધર્મ, એના પ્રાપક પાપકર્મનાશ તથાભવ્યત્વાદિલભ્ય; એનાં વિપાકસાધન, ૧. ચતુશરણ-સ્વીકાર, ૨, દુષ્કૃતગહ અને ૩ સુકૃતાનુમોદન. વિવેચનમાં, સદ્ભત્મસિદ્ધિ, સંસાર અનાદિ, કાર્યકારણનાં નિયમથી અનાદિ દુઃખરૂપ, વિષયખણજ-જન્મ-જરાદિરૂપ હોવાથી, દુ:ખલક, અવશ્યવેધ કર્માનથી; દુઃખાનુબંધી કર્મબીજોથી. ભવોચ્છેદક ઉપાય ઔચિત્ય-સાતત્ય-સત્કારવિધિથી સાધ્ય (પૃ.૧૦૩), તથાભવ્યત્વ શું ? ત્રણ ઉપાય કેમ સાધન ? વગેરે બતાવ્યું.
શરણ સ્વીકાર તે તે વિશેષણોની શ્રદ્ધાથી સાચો' બતાવી સુલસાનો શરણસ્વીકાર, એની ચાવી, (૧) અરિહંતનાં વિશેષણો (પૃ.૭૨) પરમ ત્રિલોકનાથ,