________________
: ૧૦૬ :
પંચસૂત્ર
કરાવે છે, અને એમ પરંપરાએ શુભ ઉત્કૃષ્ટ કોટિનું થતાં એ નિર્વાણના પરમ સુખનું સાધક બને છે. જેમ અનંત સંસાર અશુભાનુંબંધ પર થાય, એમ અનંત મોક્ષ શુભાનુબંધની પ્રબળતા પર નીપજે.
આથી જ નિદાનરહિત એટલે કે કોઈપણ જાતના અનાત્મિક યાને જડ સંબંધી રાગ, લોભ કે મમત્વ રાખ્યા વિના, અર્થાત આ લોક કે પરલોક સંબંધી પૌલિક આશંસા, માનાકાંક્ષા, વગેરે દૂર કરીને, તેમજ અશુભ અનુબંધોને રોકીને, શુભ ભાવ ભાવનાઓને પેદા કરવામાં આ સૂત્ર બીજ સમાન કામ કરે છે, એટલે કે અસાધારણ નિમિત્ત-કારણ બને છે. માટે (૧) સુંદર પ્રણિધાનથી (યાને વિશુદ્ધ ભાવના, એકાગ્રતા-તન્મયતા અને કર્તવ્ય નિશ્ચય સાથે) અને (૨) સમ્યક રીતે એટલે કે ચિત્તને પ્રશાંત કરીને આ સૂત્રને ભણવું ગણવું જોઈએ, એના વાંચન તથા વ્યાખ્યાનને બરાબર અનુસરતું અખંડ શ્રવણ કરવું જોઈએ, તેમજ સૂત્રના પદાર્થોનું ચિતન મનન કરવું જોઈએ.
પ્રશ્ન - અહીં તો તમે નિયાણું કરવાનો નિષેધ કરો છો, તો પૂર્વે હોઉ મે એસા અણુમોયણા” ઈત્યાદિ પાઠ વિધિપૂર્વક અનુમોદનાનું નિયાણું કેમ કરાવ્યું?
ઉત્તર-તે નિયાણું નથી. કેમકે નિયાણું તો રાગ, દ્વેષ કે મોહથી કરાતી આશંસાને કહે છે. દુન્યવી કીર્તિ, અદ્ધિ કે ભોગ આદિની લાલસાથી કરાતી અભિલાષા એ નિયાણું છે. એ કિલષ્ટ કર્મબંધનું કારણ છે, ભવની પરંપરા વધારનારું છે, અને એ સંવેગના અભાવે કરાય છે. * ત્રિપૃષ્ઠ વાસુદેવે પૂર્વના વિશ્વભૂતિ રાજકુમાર-મુનિના અવતારે હું અથાગ બળનો ઘણી થાઉં,” એવું રાગથી નિયાણું કર્યું, * બ્રહ્મદત્ત ચકી પૂર્વભવે તપ સંયમના પ્રભાવે ચક્રવર્તીની ભોગ સમૃદ્ધિ પામવાનું નિયાણું કરીને આવેલ; તેથી એ પાપરિયાણાના પ્રતાપે અંતે સાતમી નરકમાં જઈ પટકાયા. *અગ્નિશર્મા તાપસે મા ખમણોના પ્રકાંડ તપના ફળરૂપે ગુણસેન રાજાને ભવોભવ મારવાનું ષથી નિયાણું કર્યું, તે પછી એ મારક બનતો બનતો અને નીચી નીચી નરકમાં જતો જતો અંતે અનંત સંસારી થયો. માટે આવા નિયાણા તદ્દન અકર્તવ્ય છે. કિન્તુ કીર્તિ રાગ, ઋદ્ધિરાગ, ભોગરાગ જીવઢષ વગેરે નિયાણાનાં લક્ષણો સુકતાનુમોદનાની પ્રાર્થનામાં ઘટતા નથી. તેથી પેલાથી જુદી જાતની આ માત્ર ગુણની પવિત્ર આશંસાને નિયાણું કેમ કહેવાય ? નહિતર તો મોક્ષની પ્રાર્થના વગેરે પણ નિયાણું બની જાય. તેમ થવાથી, શાસ્ત્રમાં વિરોધ ખડો થાય; જેમકે, આગબોરિલાભ વગેરે વચનો શાસ્ત્રમાં આવે છે. ત્યાં “આરોગ્ય એટલે ભાવઆરોગ્ય મોક્ષ, એના માટે બોધિલાભ મને આપો'- આ પ્રાર્થના કરી. તે વચન જો