Book Title: Paap Pratighat ane Gun Bijadhan
Author(s): Raj Saubhag Satsang Mandal Saila
Publisher: Raj Saubhag Satsang Mandal Saila

Previous | Next

Page 117
________________ : ૧૦૪ : પંચસૂત્ર એ સંયમ તથા દાન સુકૃતની માત્ર અનુમોદના કરે છે. એમાં હરણિયો મુનિના સંયમસુકૃતની અને રથકારના દાનસુકૃતની એવી અદ્દભૂત અનુમોદના કરે છે કે ત્યાંથી એ પણ પેલા બેની સાથે પાંચમા બ્રહ્મ દેવલોકમાં ઉત્પન્ન થાય છે. અહીં મૃગની સુકૃતાનુમોદના શાથી એવી ઉત્તમ કે એણે સંયમના અને દાનના ફળ જેવું ફળ અપાવ્યું ? એટલા જ માટે કે એ અનુમોદના સુકૃતના કરવા યા કરાવવાની ચોરીવાળી નહોતી. सूत्र :- एवमेअं सम्म पढमाणस्स सुणमाणस्स अणुप्पेहमाणस्स सिढिलीभवंति परिहायंति खिजंति असुहकम्माणुबंधा। અર્થ - આ પ્રમાણે આને સમ્યફ રીતે ભણનારના, સાંભળનારના અને એની અનુપ્રેક્ષા કરનારના અશુભ કર્મને અનુબંધ શિથિલ બને છે, બ્રાસ પામતા જાય છે, અને ક્ષીણ થઈ જાય છે. વિવેચન :- આ સૂત્રને સમન્ રીતિએ ભણે તો કેવું અપૂર્વ ફળ છે, તે બતાવે છે. “સમ્યગુ રીતિએ” એટલે કે હૃદયમાં સંવેગનો પ્રકાશ પાથરીને. સંવેગ એટલે પૂર્વે કહેલાં (૧) ચાર શરણમાં શ્રી અરિહંતદેવાદિના છે તે વિશેષણોની તેવી તેવી હૃદયસ્પર્શી શ્રદ્ધા અને આદર; (૨) દુષ્કૃત ગર્તામાં સંવેગ એટલે હૃદયમાંથી દુષ્કૃતના શલ્ય કાઢી, પોતાના દુષ્કતકારી આત્માની પ્રત્યે સાચો દુગંછાભાવ, કે અધધ ! હું આવો અધમકારી ? મેં કેવું ખોટું કર્યું !' તેમજ (૩) સુકૃત- આસેવનમાં સંવેગ એટલે ક્રિયા પર્વત આત્માને લઈ જાય તેવી ગુણપ્રમોદવાળી પ્રાર્થના. (૪) સાથે, તે પાળવામાં દેવાધિદેવ અને સદ્ગુરુના પરમ સામર્થ્યના પ્રભાવ પર અટલ શ્રદ્ધા એ સંવેગ. વળી (૫) સંવેગ એટલે શરણ વગેરે ત્રણ ઉપાયો અનંતકાળે આ ભવમાં પ્રાપ્ત કરવા બદલ પોતાની જાતને મહાધન્ય માનવાનો ભાવ, ... ઈત્યાદિ ઈત્યાદિ સંવેગભાવને મુખ્ય કરીને આ સૂત્ર સ્વયં ભણનારને તથા બીજા પાસેથી સાંભળનારને, તેમજ સૂત્રના અર્થનું પાછળથી પણ સ્મરણ દ્વારા ચિંતવન (અનુપ્રેક્ષા) કરનારને (૧) અશુભ કર્મોના પૂર્વે બંધાએલા રસ અને અનુબંધ મંદ પડે છે, (૨) તે કર્મોની સ્થિતિ અને દળિયાં પણ ઓછાં થાય છે, તથા (૩) વિશિષ્ટ કોટિના શુભ અધ્યવસાયના સુંદર અભ્યાસ દ્વારા તે અશુભ કર્મોના અનુબંધ નિર્મૂળ પણ નાશ પામી જાય છે. અશુભ કર્મના અનુબંધ એટલે આત્મામાં રહેલા પ્રગટ કે છૂપી તીવ્ર ભાવો (સંકલેશી)ના સંસ્કાર. અથવા તે સંકલેશો જગાડનારા ખાસ ચીકણાં કર્મો. આવા અશુભાનુબંધી કર્મથી સંસાર અવિચ્છિન્ન વહ્યો આવે છે. પણ મહામંત્રસમ, મહાઔષધિ અને શ્રેષ્ઠ રસાયનસમ, તથા પરમ અમૃત સ્વરૂપ પૂર્વોક્ત સૂત્રનું પઠન, શ્રવણ મનન અને નિદિધ્યાસન (એકાગ્રધ્યાન) આત્મામાં ઊતર્યાથી જે શુભ ભાવ

Loading...

Page Navigation
1 ... 115 116 117 118 119 120 121 122