________________
સૂત્ર - ૧
: ૯૯ :
ગુણબીજાપાનની સાધક બનાવવા માટે અનુમોદનાનો આ કેવો સુંદર અને સચોટ પ્રવૃત્તિક્રમ બતાવ્યો !
ઉન્નતિકારક સાધનાના અંગો :
અનુમોદના શું, કે કોઈ પણ સામાયિકાદિ ધર્માનુષ્ઠાન, ક્ષમાદિ ગુણ, યા દાનાદિ સુકૃત શું, એની સાધના કરવા માટેની પ્રવૃત્તિના આ વ્યવસ્થિત અંગો છે :(૧) શાસ્ત્રોક્ત વિધિનું પાલન, અર્થાતુ શાસ્ત્ર યાને જ્ઞાનીનાં વચન પ્રત્યે જ્વલંત
સાપેક્ષભાવ કે, “મારે એ રીતે એ મુજબ જ સાધના કરવાની;
શાસ્ત્રવચનની જરાય ઉપેક્ષા કરીને નહિ.” (૨) વિશુદ્ધ અધ્યવસાય; અર્થાત દિલમાં નિર્મળ પવિત્ર ભાવ
ભાવના-વિચારસરણી. તથા (૩) યથાશક્તિ સમ્યક ક્રિયા; એટલે કે જેની સાધના કરવી છે તેના અંગે સારી
પ્રવૃત્તિ. દા.ત. સમભાવની સાધના માટે વિધિસર સામાયિકનાં અનુષ્ઠાનમાં
જોડાવું, એની પ્રવૃત્તિ કરવી. તેમજ (૪) એ પ્રવૃત્તિનું નિરતિચાર પાલન, એટલે કે એમાં જરાય દોષ ખામી ન
લાગવા દેવી. - આ ચારેયમાં એકેય ઓછું ન ચાલે; કેમકે, (૧) પહેલું તો વિધિનો આગ્રહ એ જિનવચન પ્રત્યેનો સાપેક્ષભાવ સૂચવે છે; અને સર્વ- પ્રવૃત્તિમાં જ શું, જીવન આખાને માટે જિનાજ્ઞા તો ડગલે ને પગલે આગળ કરવી જ જોઈએ. “મારે જિનાજ્ઞા પહેલી,” આ બંધન હોવું જ જોઈએ. “જિનાજ્ઞાથી જ તરાય' એ ઝળહળતો હૃદય પોકાર જરૂરી છે. નહિતર સ્વછંદ પ્રવૃત્તિ થવાથી અજ્ઞાન ચેષ્ટા થાય; એથી ભવ પાર ન થવાય. (૨) વળી, એ ભાર દિલ પર રાખવા છતાં, સાથે દિલમાં વિષય લગની, ઈર્ષા, મદ, કઠોરતા, માયા, સ્વાર્થોધતા, વગેરે કલુષિત ભાવ ન રખાય. નહિતર એ જિનાજ્ઞાનું બળ ઓછું કરી નાખે છે. એમ માનાકાંક્ષા કે અદાવત, તથા સમૃદ્ધિ કે સત્તા ઈત્યાદિની આકાંક્ષા પણ રખાય નહિ. દેવ, ગુરુ અને ક્રિયા પ્રત્યે હૃદયભીની ભક્તિ અને બહુમાન જોઈએ. આ માટે ચિરા-પરિણામ વિશુદ્ધ, નિર્મળ, પ્રશાંત હોવા જ જોઈએ. (૩) ત્યારે આ બંને છતાં પ્રમાદ તો ચાલે જ કેમ ? ધર્મપ્રવૃત્તિનો પાકો પુરુષાર્થ જોઈએ. નહિતર પાપનો પુરુષાર્થ ચાલુ રહેવાનો. ત્યાં દિલના ભાવ શુષ્ક બની જવાના. ત્યારે અનાદિની આહારાદિની સંજ્ઞાઓ અને કષાયસંજ્ઞાઓના આહારાદિની પ્રવૃત્તિથી જામેલા કુસંસ્કાર એથી વિરુદ્ધ તપ, દાન, વગેરે ધર્મ પ્રવૃત્તિના પુરુષાર્થથી જ ઘસાતા આવે. ખા-ખા આદિની પ્રવૃત્તિથી તો એ