________________
સૂત્ર - ૧
: ૯૭ :
તેવી રીતે સર્વ ત્યાગી સાધુ મહાત્માઓના સમ્યક્ સ્વાધ્યાય, અહિંસા-સંયમ અને તપ, વિનય-ભક્તિ અને વૈયાવચ્ચ, ઉપશમ - શુભધ્યાન અને મૈત્રી કરુણા આદિ શુભ ભાવો; તથા મહાવ્રતો અને એની સુંદર ભાવના, ઘોર પરીસહ અને ઉપસર્ગમાંય અડગ ધીરતા, સાથે અન્ય ભવ્ય જીવોને રતત્રયીની સાધનામાં સહાય, ... ઈત્યાદિ સાધુ ભગવંતોના ઉત્તમ અનુષ્ઠાનોની હું ભારે અનુમોદના કરું છું. કેવી અલૌકિક જીવનચર્યા ! કેવો નિર્દોષ, સ્વપર-હિતકારી કલ્યાણાનુબંધી, વિશ્વવત્સલ વ્યવહાર ! કેવી આત્માની પવિત્ર પ્રવૃત્તિ ! કેવો પ્રબલ પુરુષાર્થ ! અહો ! જે ભાગ્યવાન આત્માઓને આવું સુંદર જીવન પ્રાપ્ત થાય છે, તેમના પુણ્યની અને તેમના આત્માની બલિહારી છે ! તેમને કરોડો વાર ધન્ય છે ! ભવસાગરને તે લગભગ તરી જવા આવ્યા છે.' | દિલની એ અનુષ્ઠાનો પર પાકી શ્રદ્ધા, આકર્ષણભાવ, નિધાનપ્રાપ્તિ જેવો હર્ષ-સંભ્રમ, ઈત્યાદિથી અનુમોદના કર્યે જવાય, જીવનમાં એ જ સાર, એ જ કર્તવ્ય, એ જ શોભાસ્પદ લાગે, તો એમાં સ્વયં પુરુષાર્થને યોગ્ય કર્મક્ષયોપશમ થતો આવે * 2ષભદેવ પ્રભુનો જીવ. પૂર્વે વજસેન ચક્રવર્તીના ભાવમાં પિતા તીર્થકરને પામી એ સુકૃતાનુમોદના કરતો રહ્યો, તો મોહનીય વીર્યંતરાય વગેરે કર્મોને દબાવતાં દબાવતાં એનો ક્ષયોપશમ કરીને એ ચક્રવર્તીપણું છોડી મુનિ બન્યા, યાવત્ ઠેઠ ૧૪ પૂર્વધર મહા તપસ્વી અને અનેક લબ્ધિથી સંપન્ન આગ્રાય બની તીર્થકર નામકર્મ ઉપાર્જીને અનુત્તર વિમાનમાં દેવ થયા. પાકી શ્રદ્ધા, આકર્ષણ, અને સંભ્રમ એ સાધનાને તેજસ્વી બનાવે છે.
સૂત્ર : સહિં મુશ્વાહનો, સોહિં સેવા, સસિં નીવાળું, होउकामाणं कल्लाणासयाणं मग्गसाहणजोगे ।
અર્થ :- સર્વ શ્રાવકોના મોક્ષ-સાધનભૂત યોગોની, તથા સર્વ મુમુક્ષુ અને કલ્યાણ આશયવાળા દેવો તથા જીવોના મોક્ષમાર્ગનાં સાધનભૂત યોગોની (અનુમોદના કરૂ
વિવેચન :- “સર્વ શ્રાવકોથી કરાતી દેવગુરુઓની વૈચાવચ્ચ, તત્ત્વશ્રવણ, ધર્મરાગ, પ્રભુભક્તિ, સાધુસેવા, દાન, વ્રત- નિયમો, તપસ્યા, સામાયિકાદિ, સ્વાધ્યાય વગેરે એ સાક્ષાત કે પરંપરાએ મોક્ષના સાધનભૂત છે; એવાં જ્ઞાન, દર્શન, ચારિત્રના વ્યાપારોને હું અનુમોદું છું.” મોહનો અધિકાર આત્મા પરથી ઉઠી ગયા પછી આવા અધ્યાત્મયોગના અનુષ્ઠાન જીવને પ્રાપ્ત થાય છે. એ આત્માના અદૂભુત વિકસિત ગુણોની અવસ્થા સૂચવે છે. આ અવસ્થા દોષભરેલા આ વિશાળ જગતમાં